Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121485
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१० सभिक्षु

Translated Chapter :

અધ્યયન-૧૦ સભિક્ષુ

Section : Translated Section :
Sutra Number : 485 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] निक्खम्ममाणाए बुद्धवयणे निच्चं चित्तसमाहिओ हवेज्जा । इत्थीण वसं न यावि गच्छे वंतं नो पडियायई जे स भिक्खू ॥
Sutra Meaning : સૂત્ર– ૪૮૫. જે તીર્થંકર ભગવંતની આજ્ઞાથી પ્રવ્રજિત થઈને નિર્ગ્રન્થ પ્રવચનમાં સદા સમાહિત ચિત્ત રહે છે, જે સ્ત્રીઓને વશીભૂત થતો નથી, વમન કરેલા વિષય ભોગોને ફરી સેવતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૮૬. જે સચિત્ત પૃથ્વીને ખોદતો નથી, બીજા પાસે ખોદાવતો નથી, સચિત્ત પાણી પીતો નથી કે પીવડાવતો નથી. અગ્નિને સળગાવતો નથી કે બીજા પાસે સળગાવડાવતો નથી તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૮૭. જે વીંઝણા આદિથી હવા કરતો નથી કે કરાવતો નથી, વનસ્પતિનું છેદન કરતો નથી કે કરાવતો નથી. બીજ આદિનું સદા વિવર્જન કરતો સચિત્તનો આહાર કરતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૮૮. ભોજન બનાવવામાં પૃથ્વી, તૃણ અને કાષ્ઠને આશ્રિતા રહેલા ત્રસ અને સ્થાવર જીવોનો વધ થાય છે. તેથી જે ઔદ્દેશિકાદિ દોષવાળા આહારનો ઉપભોગ કરતો નથી, તથા જે સ્વયં રાંધતો નથી કે બીજા પાસે રંધાવતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૮૯. જો જ્ઞાતપુત્ર ભગવંત મહાવીરના વચનોમાં રુચિ રાખીને છ કાયિક જીવોને આત્મવત માને છે, જે પાંચ મહાવ્રતોનું પાલન કરે છે. જે પાંચ આશ્રવોનું સંવરણ કરે છે, તે ભિક્ષુ છે. સૂત્ર સંદર્ભ– ૪૮૫–૪૮૯
Mool Sutra Transliteration : [gatha] nikkhammamanae buddhavayane nichcham chittasamahio havejja. Itthina vasam na yavi gachchhe vamtam no padiyayai je sa bhikkhu.
Sutra Meaning Transliteration : Sutra– 485. Je tirthamkara bhagavamtani ajnyathi pravrajita thaine nirgrantha pravachanamam sada samahita chitta rahe chhe, je strione vashibhuta thato nathi, vamana karela vishaya bhogone phari sevato nathi, te bhikshu chhe. Sutra– 486. Je sachitta prithvine khodato nathi, bija pase khodavato nathi, sachitta pani pito nathi ke pivadavato nathi. Agnine salagavato nathi ke bija pase salagavadavato nathi te bhikshu chhe. Sutra– 487. Je vimjhana adithi hava karato nathi ke karavato nathi, vanaspatinum chhedana karato nathi ke karavato nathi. Bija adinum sada vivarjana karato sachittano ahara karato nathi, te bhikshu chhe. Sutra– 488. Bhojana banavavamam prithvi, trina ane kashthane ashrita rahela trasa ane sthavara jivono vadha thaya chhe. Tethi je auddeshikadi doshavala aharano upabhoga karato nathi, tatha je svayam ramdhato nathi ke bija pase ramdhavato nathi, te bhikshu chhe. Sutra– 489. Jo jnyataputra bhagavamta mahavirana vachanomam ruchi rakhine chha kayika jivone atmavata mane chhe, je pamcha mahavratonum palana kare chhe. Je pamcha ashravonum samvarana kare chhe, te bhikshu chhe. Sutra samdarbha– 485–489