Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121456
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-९ विनयसमाधि

Translated Chapter :

અધ્યયન-૯ વિનયસમાધિ

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 456 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] आयरियं अग्गिमिवाहियग्गी सुस्सूसमाणो पडिजागरेज्जा । आलोइयं इंगियमेव नच्चा जो छंदमाराहयइ स पुज्जो ॥
Sutra Meaning : સૂત્ર– ૪૫૬. જે પ્રકારે આહિતાગ્નિ અગ્નિની શુશ્રૂષા કરતો જાગૃત રહે છે, તે પ્રકારે આચાર્યની શુશ્રૂષા કરતો જે જાગૃત રહે છે, આચાર્યના આલોકિત અને ઇંગિતને જાણીને તેમના અભિપ્રાયની આરાધના કરે છે, તે પૂજ્ય થાય છે. સૂત્ર– ૪૫૭. જે શિષ્ય આચારને માટે વિનય કરે છે, આચાર્યની શુશ્રૂષા કરતો વચન ગ્રહણ કરે, ઉપદેશાનુસાર કાર્ય કરવા ઇચ્છે છે અને જે ગુરુની આશાતના નથી કરતો તે પૂજ્ય થાય છે. સૂત્ર– ૪૫૮. અલ્પવયસ્ક હોવા છતાં પર્યાયમાં જે જ્યેષ્ઠ છે, તો રત્નાધિકોની પ્રતિ જે સાધુ વિનય કરે છે, નમ્ર રહે છે, સત્યવાદી છે, ગુરુ સેવા કરે છે, ગુરુ વચનનું પાલન કરે છે, તે પૂજ્ય થાય છે. સૂત્ર– ૪૫૯. સંયમયાત્રાના નિર્વાહાર્થે સદા વિશુદ્ધ, સામુદાયિક, અજ્ઞાત, ઉંછ, ભિક્ષાચર્યા જે કરે છે, જે ન મળે તો વિષાદ કરતા નથી અને મળે તો પ્રશંસા કરતા નથી તે પૂજ્ય થાય છે. સૂત્ર– ૪૬૦. જે સાધુ સંસ્તારક શય્યા, આસન, ભોજન અને પાણીનો અતિલાભ થવા છતાં અલ્પેચ્છા રહે, એ પ્રમાણે જે પોતાને સંતુષ્ટ રાખે તથા જે સંતોષ ધ્યાન જીવનમાં રત છે, તે પૂજ્ય છે. સૂત્ર– ૪૬૧. મનુષ્ય લાભની આશામાં લોઢાના કાંટાને ઉત્સાહથી સહે છે, પરંતુ જે લાભની આશા વિના કાનોમાં પ્રવિષ્ટ થનારા તીક્ષ્ણ વચનમય કાંટાને સહી લે છે, તે જ પૂજ્ય થાય છે. સૂત્ર– ૪૬૨. લોઢાનો કાંટો મુહૂર્ત્ત માટે જ દુઃખદાયી થાય છે, પરંતુ તે પણ સુખપૂર્વક કાઢી શકાય છે. પણ વાણીથી નીકળેલા દુર્વચનકંટક મુશ્કેલીથી ઉદ્ધરાય છે, તે વૈરાનુબંધી અને મહાભયકારી હોય છે. સૂત્ર સંદર્ભ– ૪૫૬–૪૬૨
Mool Sutra Transliteration : [gatha] ayariyam aggimivahiyaggi sussusamano padijagarejja. Aloiyam imgiyameva nachcha jo chhamdamarahayai sa pujjo.
Sutra Meaning Transliteration : Sutra– 456. Je prakare ahitagni agnini shushrusha karato jagrita rahe chhe, te prakare acharyani shushrusha karato je jagrita rahe chhe, acharyana alokita ane imgitane janine temana abhiprayani aradhana kare chhe, te pujya thaya chhe. Sutra– 457. Je shishya acharane mate vinaya kare chhe, acharyani shushrusha karato vachana grahana kare, upadeshanusara karya karava ichchhe chhe ane je guruni ashatana nathi karato te pujya thaya chhe. Sutra– 458. Alpavayaska hova chhatam paryayamam je jyeshtha chhe, to ratnadhikoni prati je sadhu vinaya kare chhe, namra rahe chhe, satyavadi chhe, guru seva kare chhe, guru vachananum palana kare chhe, te pujya thaya chhe. Sutra– 459. Samyamayatrana nirvaharthe sada vishuddha, samudayika, ajnyata, umchha, bhikshacharya je kare chhe, je na male to vishada karata nathi ane male to prashamsa karata nathi te pujya thaya chhe. Sutra– 460. Je sadhu samstaraka shayya, asana, bhojana ane panino atilabha thava chhatam alpechchha rahe, e pramane je potane samtushta rakhe tatha je samtosha dhyana jivanamam rata chhe, te pujya chhe. Sutra– 461. Manushya labhani ashamam lodhana kamtane utsahathi sahe chhe, paramtu je labhani asha vina kanomam pravishta thanara tikshna vachanamaya kamtane sahi le chhe, te ja pujya thaya chhe. Sutra– 462. Lodhano kamto muhurtta mate ja duhkhadayi thaya chhe, paramtu te pana sukhapurvaka kadhi shakaya chhe. Pana vanithi nikalela durvachanakamtaka mushkelithi uddharaya chhe, te vairanubamdhi ane mahabhayakari hoya chhe. Sutra samdarbha– 456–462