Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121425
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-९ विनयसमाधि

Translated Chapter :

અધ્યયન-૯ વિનયસમાધિ

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 425 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जहाहियग्गी जलण नमंसे नाणाहुईमंतपयाभि सित्तं । एवायरियं उवचिट्ठएज्जा अनंतनाणोवगओ वि संतो ॥
Sutra Meaning : સૂત્ર– ૪૨૫. જે પ્રમાણે આહિતાગ્નિ બ્રાહ્મણ વિવિધ આહૂતિ અને મંત્રપદોથી અભિષિક્ત કરેલ અગ્નિને નમસ્કાર કરે છે, તે પ્રકારે શિષ્ય અનંતજ્ઞાન યુક્ત થઈ જાય તો પણ આચાર્યશ્રી વિનયથી ભક્તિ કરે. સૂત્ર– ૪૨૬. જેમની પાસે ધર્મપદો શીખે, હે શિષ્ય! તેના પ્રત્યે વિનય કરો. મસ્તકે અંજલિ કરી, કાયા – વાણી – મનથી સદૈવ સત્કાર કરો. સૂત્ર– ૪૨૭. કલ્યાણભાગી માટે લજ્જા, દયા, સંયમ અને બ્રહ્મચર્ય એ વિરોધી સ્થાન છે. તેથી જે ગુરુ મને સતત શિક્ષા આપે છે, તેની હું સતત પૂજા કરું. સૂત્ર– ૪૨૮. જેમ રાત્રિને અંતે પ્રદીપ્ત થતો સૂર્ય સંપૂર્ણ ભરતને પ્રકાશિત કરે છે, તે રીતે આચાર્ય શ્રુત, શીલ અને પ્રજ્ઞાથી ભાવોને પ્રકાશિત કરે છે અને દેવોની વચ્ચે ઇન્દ્ર શોભે તેમ સાધુમાં આચાર્ય શોભે છે. સૂત્ર– ૪૨૯. જેમ મેઘોથી મુક્ત અત્યંત નિર્મળ આકાશમાં કૌમુદીના યોગથી યુક્ત નક્ષત્ર, તારાથી પરિવૃત ચંદ્રમા શોભે, તેમ આચાર્ય સાધુ મધ્યે શોભે છે સૂત્ર– ૪૩૦. અનુત્તર જ્ઞાનાદિની સંપ્રાપ્તિનો ઇચ્છુક, ધર્મકામી સાધુ, જ્ઞાનાદિ રત્નોની મહાન ખાણ, સમાધિ યોગ, શ્રુત, શીલ, પ્રજ્ઞાથી સંપન્ન મહર્ષિ આચાર્યોની આરાધના કરે, તેમને વિનયથી પ્રસન્ન રાખે. સૂત્ર– ૪૩૧. મેધાવી સાધુ આ સુભાષિત વચનોને સાંભળીને અપ્રમત્ત રહે તો એવો આચાર્યની શુશ્રૂષા કરે એ રીતે અનેક ગુણો આરાધી તે અનુત્તર સિદ્ધિને પ્રાપ્ત કરે છે – એમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૪૨૫–૪૩૧
Mool Sutra Transliteration : [gatha] jahahiyaggi jalana namamse nanahuimamtapayabhi sittam. Evayariyam uvachitthaejja anamtananovagao vi samto.
Sutra Meaning Transliteration : Sutra– 425. Je pramane ahitagni brahmana vividha ahuti ane mamtrapadothi abhishikta karela agnine namaskara kare chhe, te prakare shishya anamtajnyana yukta thai jaya to pana acharyashri vinayathi bhakti kare. Sutra– 426. Jemani pase dharmapado shikhe, he shishya! Tena pratye vinaya karo. Mastake amjali kari, kaya – vani – manathi sadaiva satkara karo. Sutra– 427. Kalyanabhagi mate lajja, daya, samyama ane brahmacharya e virodhi sthana chhe. Tethi je guru mane satata shiksha ape chhe, teni hum satata puja karum. Sutra– 428. Jema ratrine amte pradipta thato surya sampurna bharatane prakashita kare chhe, te rite acharya shruta, shila ane prajnyathi bhavone prakashita kare chhe ane devoni vachche indra shobhe tema sadhumam acharya shobhe chhe. Sutra– 429. Jema meghothi mukta atyamta nirmala akashamam kaumudina yogathi yukta nakshatra, tarathi parivrita chamdrama shobhe, tema acharya sadhu madhye shobhe chhe Sutra– 430. Anuttara jnyanadini sampraptino ichchhuka, dharmakami sadhu, jnyanadi ratnoni mahana khana, samadhi yoga, shruta, shila, prajnyathi sampanna maharshi acharyoni aradhana kare, temane vinayathi prasanna rakhe. Sutra– 431. Medhavi sadhu a subhashita vachanone sambhaline apramatta rahe to evo acharyani shushrusha kare e rite aneka guno aradhi te anuttara siddhine prapta kare chhe – ema hum kahum chhum. Sutra samdarbha– 425–431