Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121416 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-९ विनयसमाधि |
Translated Chapter : |
અધ્યયન-૯ વિનયસમાધિ |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 416 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जे यावि मंदि त्ति गुरुं विइत्ता डहरे इमे अप्पसुए त्ति नच्चा । हीलंति मिच्छं पडिवज्जमाणा करेंति आसायण ते गुरूणं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૧૬. જે સાધુ ગુરુની ‘આ મંદબુદ્ધિ છે, અલ્પવયસ્ક છે, અલ્પશ્રુત છે’’ એમ જાણીને હીલના કરે છે, તે મિથ્યાત્વ પામીને ગુરુની આશાતના કરે છે. સૂત્ર– ૪૧૭. કેટલાક ગુરુ સ્વભાવથી જ મંદ હોય છે. કોઈ અલ્પવયસ્ક પણ શ્રુત અને બુદ્ધિથી સંપન્ન હોય છે. તે આચારવત્ અને ગુણોમાં સુસ્થિતાત્મા, હેલણા કરીને ઇંધણની જેમ ગુણોને ભસ્મ કરી દે છે. સૂત્ર– ૪૧૮. જે કોઈ સર્પનું બચ્ચુ સમજીને તેની કદર્થના કરે છે, તે તેના અહિતને માટે થાય છે, એ પ્રમાણે જ તે મંદબુદ્ધિ એકેન્દ્રિયાદિ જાતિ પથે ગમન કરે છે. સૂત્ર– ૪૧૯. અત્યંત ક્રુદ્ધ આશીવિષ સર્પ જીવન નાશથી વધારે બીજું શું કરી શકે? પરંતુ અપ્રસન્ન આચાર્ય અબોધિનું કારણ બને, મોક્ષ ન મળે. સૂત્ર– ૪૨૦. જે પ્રજ્વલિત અગ્નિને મસળે છે, આશીવિષ સર્પને કુપિત કરે છે અથવા જીવિતાર્થી હોવા છતાં વિષ ભક્ષણ કરે છે, આ બધી ઉપમા ગુરુની આશાતના સાથે તુલ્ય છે. સૂત્ર– ૪૨૧. કદાચ તે પ્રચંડ અગ્નિ ન બાળે, કુપિત આશીવિષ સર્પ પણ ન ડસે, કે હળાહળ ઝેર પણ ન મારે, પરંતુ ગુરુની અવહેલનાથી કદાપિ મોક્ષ ન સંભવે. સૂત્ર– ૪૨૨. જે પર્વતને મસ્તકથી ભેદવા ઇચ્છે છે, સૂતેલા સિંહને જગાડે છે, ભાલાની અણી પર પ્રહાર કરે છે, આ બધાની ઉપમા ગુરુની આશાતના વડે સમાન છે. સૂત્ર– ૪૨૩. કદાચ કોઈ મસ્તકથી પર્વતને ભેદી નાખે, કદાચ કુપિત સિંહ પણ ન ખાઈ જાય, કદાચ ભાલાની અણી પણ પ્રહારકર્તાને ન ભેદે, પરંતુ ગુરુની હેલણાથી મોક્ષ કદાપિ ન સંભવે. સૂત્ર– ૪૨૪. આચાર્ય અપ્રસન્ન થવાથી બોધિલાભ થતો નથી, તેમની આશાતનાથી મોક્ષ ન મળે, તેથી નિરાબાધ સુખનો ઇચ્છુક, ગુરુની પ્રસન્નતા અભિમુખ રમણ કરે. સૂત્ર સંદર્ભ– ૪૧૬–૪૨૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] je yavi mamdi tti gurum viitta dahare ime appasue tti nachcha. Hilamti michchham padivajjamana karemti asayana te gurunam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 416. Je sadhu guruni ‘a mamdabuddhi chhe, alpavayaska chhe, alpashruta chhe’’ ema janine hilana kare chhe, te mithyatva pamine guruni ashatana kare chhe. Sutra– 417. Ketalaka guru svabhavathi ja mamda hoya chhe. Koi alpavayaska pana shruta ane buddhithi sampanna hoya chhe. Te acharavat ane gunomam susthitatma, helana karine imdhanani jema gunone bhasma kari de chhe. Sutra– 418. Je koi sarpanum bachchu samajine teni kadarthana kare chhe, te tena ahitane mate thaya chhe, e pramane ja te mamdabuddhi ekendriyadi jati pathe gamana kare chhe. Sutra– 419. Atyamta kruddha ashivisha sarpa jivana nashathi vadhare bijum shum kari shake? Paramtu aprasanna acharya abodhinum karana bane, moksha na male. Sutra– 420. Je prajvalita agnine masale chhe, ashivisha sarpane kupita kare chhe athava jivitarthi hova chhatam visha bhakshana kare chhe, a badhi upama guruni ashatana sathe tulya chhe. Sutra– 421. Kadacha te prachamda agni na bale, kupita ashivisha sarpa pana na dase, ke halahala jhera pana na mare, paramtu guruni avahelanathi kadapi moksha na sambhave. Sutra– 422. Je parvatane mastakathi bhedava ichchhe chhe, sutela simhane jagade chhe, bhalani ani para prahara kare chhe, a badhani upama guruni ashatana vade samana chhe. Sutra– 423. Kadacha koi mastakathi parvatane bhedi nakhe, kadacha kupita simha pana na khai jaya, kadacha bhalani ani pana praharakartane na bhede, paramtu guruni helanathi moksha kadapi na sambhave. Sutra– 424. Acharya aprasanna thavathi bodhilabha thato nathi, temani ashatanathi moksha na male, tethi nirabadha sukhano ichchhuka, guruni prasannata abhimukha ramana kare. Sutra samdarbha– 416–424 |