Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121391
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-८ आचारप्रणिधि

Translated Chapter :

અધ્યયન-૮ આચારપ્રણિધિ

Section : Translated Section :
Sutra Number : 391 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] राइनिएसु विनयं पउंजे धुवसीलयं सययं न हावएज्जा । कुम्मो व्व अल्लीणपलीनगुत्तो परक्कमेज्जा तवसंजमम्मि ॥
Sutra Meaning : સૂત્ર– ૩૯૧. સાધુ, રત્નાધિકો પ્રત્યે વિનયી બને, ધ્રુવશીલતાને કદાપિ ન ત્યાગે, કાચબાની જેમ આલીન – પ્રલીન ગુપ્ત થઈને તપ અને સંયમમાં પરાક્રમ કરે. સૂત્ર– ૩૯૨. સાધુ નિદ્રાને બહુ ન કરે, અતિ હાસ્યને પણ વર્જિત કરે, પારસ્પારિક વિકથામાં રમણ ન કરે, સદા સ્વાધ્યાયમાં રત રહે. સૂત્ર– ૩૯૩. સાધુ આળસ રહિત થઈ શ્રમણ – ધર્મમાં યોગોને સદૈવ નિયુક્ત કરે, કેમ કે શ્રવણ ધર્મમાં સંલગ્ન સાધુ અનુત્તર અર્થને પામે છે. સૂત્ર– ૩૯૪. જેના દ્વારા આલોક – પરલોકમાં હિત થાય છે, જેથી સુગતિ પામે છે. બહુશ્રુતને તે પર્યુપાસે. પૂછીને અર્થ નિશ્ચય કરે. સૂત્ર– ૩૯૫. જિતેન્દ્રિય મુનિ પોતાના હાથ, પગ, શરીરને સંયમિત કરીને આલીન અને ગુપ્ત થઈને ગુરુ સમીપે બેસે. સૂત્ર– ૩૯૬. આચાર્યાદિને પડખે, આગળ કે પૃષ્ઠ ભાગે તથા ગુરુના પગ સાથે પગ અડાડી ન બેસે. સૂત્ર– ૩૯૭. સાધુ પૂછ્યા વિના ન બોલે, ગુરુ બોલતા હોય તો વચ્ચે ન બોલે, ચુગલી ન કરે, માયામૃષાનું વર્જન કરે સૂત્ર– ૩૯૮. જે ભાષા બોલતા અપ્રીતિ થાય કે બીજો જલદી કુપિત થાય, એવી અહિતકર્તા ભાષા સર્વથા ન બોલે. સૂત્ર– ૩૯૯. આત્માર્થી સાધુ પરિમિત, દૃષ્ટ, અસંદિગ્ધ, પરિપૂર્ણ, વ્યક્ત, પરિચિત, અજલ્પિત અને અનુદ્વિગ્ન ભાષા બોલે. સૂત્ર– ૪૦૦. આચાર અને ભગવતી સૂત્ર ધારક, દૃષ્ટિવાદના અધ્યેતા સાધુ વચનથી સ્ખલિત થઈ જાય તો મુનિ તેમનો ઉપહાસ ન કરે. સૂત્ર સંદર્ભ– ૩૯૧–૪૦૦
Mool Sutra Transliteration : [gatha] rainiesu vinayam paumje dhuvasilayam sayayam na havaejja. Kummo vva allinapalinagutto parakkamejja tavasamjamammi.
Sutra Meaning Transliteration : Sutra– 391. Sadhu, ratnadhiko pratye vinayi bane, dhruvashilatane kadapi na tyage, kachabani jema alina – pralina gupta thaine tapa ane samyamamam parakrama kare. Sutra– 392. Sadhu nidrane bahu na kare, ati hasyane pana varjita kare, parasparika vikathamam ramana na kare, sada svadhyayamam rata rahe. Sutra– 393. Sadhu alasa rahita thai shramana – dharmamam yogone sadaiva niyukta kare, kema ke shravana dharmamam samlagna sadhu anuttara arthane pame chhe. Sutra– 394. Jena dvara aloka – paralokamam hita thaya chhe, jethi sugati pame chhe. Bahushrutane te paryupase. Puchhine artha nishchaya kare. Sutra– 395. Jitendriya muni potana hatha, paga, sharirane samyamita karine alina ane gupta thaine guru samipe bese. Sutra– 396. Acharyadine padakhe, agala ke prishtha bhage tatha guruna paga sathe paga adadi na bese. Sutra– 397. Sadhu puchhya vina na bole, guru bolata hoya to vachche na bole, chugali na kare, mayamrishanum varjana kare Sutra– 398. Je bhasha bolata apriti thaya ke bijo jaladi kupita thaya, evi ahitakarta bhasha sarvatha na bole. Sutra– 399. Atmarthi sadhu parimita, drishta, asamdigdha, paripurna, vyakta, parichita, ajalpita ane anudvigna bhasha bole. Sutra– 400. Achara ane bhagavati sutra dharaka, drishtivadana adhyeta sadhu vachanathi skhalita thai jaya to muni temano upahasa na kare. Sutra samdarbha– 391–400