Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121379
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-८ आचारप्रणिधि

Translated Chapter :

અધ્યયન-૮ આચારપ્રણિધિ

Section : Translated Section :
Sutra Number : 379 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अतिंतिणे अचवले अप्पभासी मियासणे । हवेज्ज उयरे दंते थोवं लद्धुं न खिंसए ॥
Sutra Meaning : સૂત્ર– ૩૭૯. સાધુ આહાર ન મળે કે નીરસ મળે ત્યારે બબડાટ ન કરે, ચંચળતા ન કરે, અલ્પભાષી, મિતભોજી અને ઉદરનો દમન કરનાર થાય, થોડું મળે તો પણ દાતાને ન નિંદે. સૂત્ર– ૩૮૦. કોઈ જીવનો તિરસ્કાર ન કરે, ઉત્કર્ષ પણ પ્રગટ ન કરે, શ્રુત – લાભ – જાતિ – તપ – બુદ્ધિનો મદ ન કરે. સૂત્ર– ૩૮૧. જાણતા કે અજાણતા કોઈ અધાર્મિક કૃત્ય થઈ જાય તો તુરંત પોતાને તેનાથી રોકે તથા બીજી વખત તે કાર્ય ન કરે. સૂત્ર– ૩૮૨. અનાચાર સેવીને તેને ન છૂપાવે કે ન અપલાપ કરે, પણ સદા પવિત્ર થઈ પ્રગટ ભાવે, અસંસક્ત અને જિતેન્દ્રિય રહે. સૂત્ર– ૩૮૩. મુનિ, મહાન આત્મા આચાર્યના વચનને સફળ કરે. તે આચાર્યના કથનને સારી રીતે ગ્રહણ કરી, કાર્ય દ્વારા સંપન્ન કરે. સૂત્ર– ૩૮૪. જીવનને અધ્રુવ અને આયુને પરિમિત જાણીને તથા સિદ્ધિ માર્ગમાં વિશેષ રૂપે જ્ઞાન પામીને ભોગોથી નિવૃત્ત થઈ જાય. સૂત્ર– ૩૮૫. પોતાનું બળ, પરાક્રમ, શ્રદ્ધા અને આરોગ્યને જોઈને તથા ક્ષેત્ર અને કાળને જાણીને, પોતાની આત્માને ધર્મકાર્યમાં નિયોજિત કરે. સૂત્ર– ૩૮૬. જ્યાં સુધી જરા ન પીડે, રોગ વધે નહીં, ઇન્દ્રિયો ક્ષીણ ન થાય, ત્યાં સુધી ધર્મનું સમ્યક્‌ આચરણ કરે. સૂત્ર– ૩૮૭ થી ૩૯૦. ક્રોધ, માન, માયા, લોભ, પાપવર્ધક છે. આત્મા હિતનો ઇચ્છુક, આ ચારે દોષોનું અવશ્ય વમન કરે. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો, માયા મૈત્રીનો અને લોભ સર્વનો વિનાશ કરનાર છે. ક્રોધને ઉપશમથી હણે, માનને માર્દવતાથી જીતે, માયાને આર્જવ ભાવથી અને લોભને સંતોષથી જીતે. અનિગૃહીત ક્રોધ અને માન તથા પ્રવર્ધમાન માયા અને લોભ, આ ચારે સંક્લિષ્ટ કષાયો પુનર્જન્મના મૂળને સીંચે છે. સૂત્ર સંદર્ભ– ૩૭૯–૩૯૦
Mool Sutra Transliteration : [gatha] atimtine achavale appabhasi miyasane. Havejja uyare damte thovam laddhum na khimsae.
Sutra Meaning Transliteration : Sutra– 379. Sadhu ahara na male ke nirasa male tyare babadata na kare, chamchalata na kare, alpabhashi, mitabhoji ane udarano damana karanara thaya, thodum male to pana datane na nimde. Sutra– 380. Koi jivano tiraskara na kare, utkarsha pana pragata na kare, shruta – labha – jati – tapa – buddhino mada na kare. Sutra– 381. Janata ke ajanata koi adharmika kritya thai jaya to turamta potane tenathi roke tatha biji vakhata te karya na kare. Sutra– 382. Anachara sevine tene na chhupave ke na apalapa kare, pana sada pavitra thai pragata bhave, asamsakta ane jitendriya rahe. Sutra– 383. Muni, mahana atma acharyana vachanane saphala kare. Te acharyana kathanane sari rite grahana kari, karya dvara sampanna kare. Sutra– 384. Jivanane adhruva ane ayune parimita janine tatha siddhi margamam vishesha rupe jnyana pamine bhogothi nivritta thai jaya. Sutra– 385. Potanum bala, parakrama, shraddha ane arogyane joine tatha kshetra ane kalane janine, potani atmane dharmakaryamam niyojita kare. Sutra– 386. Jyam sudhi jara na pide, roga vadhe nahim, indriyo kshina na thaya, tyam sudhi dharmanum samyak acharana kare. Sutra– 387 thi 390. Krodha, mana, maya, lobha, papavardhaka chhe. Atma hitano ichchhuka, a chare doshonum avashya vamana kare. Krodha pritino nasha kare chhe, mana vinayano, maya maitrino ane lobha sarvano vinasha karanara chhe. Krodhane upashamathi hane, manane mardavatathi jite, mayane arjava bhavathi ane lobhane samtoshathi jite. Anigrihita krodha ane mana tatha pravardhamana maya ane lobha, a chare samklishta kashayo punarjanmana mulane simche chhe. Sutra samdarbha– 379–390