Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121304 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-७ वाकशुद्धि |
Translated Chapter : |
અધ્યયન-૭ વાકશુદ્ધિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 304 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तहेव फरुसा भासा गुरुभूओवघाइणी । सच्चा वि सा न वत्तव्वा जओ पावस्स आगमो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૦૪ થી ૩૦૬. તે પ્રમાણે જે ભાષા કઠોર હોય, ઘણા પ્રાણીનો ઘાત કરનારી હોય, તે સત્ય હોય તો પણ ન બોલવી, તેનાથી પાપકર્મનો બંધ થાય છે. એ પ્રમાણે કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી, ચોરને ચોર ન કહે. ઉક્ત અર્થથી કે બીજા એવા અર્થથી કોઈ પ્રાણી પીડિત થાય છે, તે અર્થને આચાર સંબંધી ભાવદોષને જાણનાર પ્રજ્ઞાવાન સાધુ કદાપિ ન બોલે. સૂત્ર– ૩૦૭. એ પ્રમાણે જ પ્રજ્ઞાવાન સાધુ રે ગોલ ! રે હોલ ! ઓ કૂતરા ! હે ભિખારી ! ઇત્યાદિ ન બોલે. સૂત્ર– ૩૦૮ થી ૩૧૦. સ્ત્રીને હે દાદી ! હે નાની ! હે મા ! હે માસી ! હે પુત્રી ! એમ ન બોલાવે. તથા હે હોલી ! હે હલે ! હે અન્ને ! હે ભટ્ટે ! હે ગોલે ! એવા શબ્દોથી પણ ન બોલાવે. પરંતુ યથાયોગ્ય ગુણ, દોષ, વય આદિનો વિચાર કરીને એકવાર કે વારંવાર તેણીને તેના નામ કે ગોત્રથી આમંત્રિત કરે. સૂત્ર– ૩૧૧ થી ૩૧૩. પુરુષને હે દાદા ! હે નાના ! હે પરદાદા ! હે પિતા ! હે કાકા ! હે મામા ! ઇત્યાદિ નામોથી કે હે હલ ! હે અન્ન ! હે ભટ્ટ ! હે સ્વામી ! હે હોલ ! હે ગોલ ! હે વૃષલ ! એવા શબ્દોથી આમંત્રિત ન કરે. પરંતુ યથાયોગ્ય ગુણ, દોષ, વય આદિનો વિચાર કરી એકવાર કે વારંવાર તેમના નામ કે ગોત્રથી બોલાવે. સૂત્ર સંદર્ભ– ૩૦૪–૩૧૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] taheva pharusa bhasa gurubhuovaghaini. Sachcha vi sa na vattavva jao pavassa agamo. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 304 thi 306. Te pramane je bhasha kathora hoya, ghana pranino ghata karanari hoya, te satya hoya to pana na bolavi, tenathi papakarmano bamdha thaya chhe. E pramane kanane kano, napumsakane napumsaka, rogine rogi, chorane chora na kahe. Ukta arthathi ke bija eva arthathi koi prani pidita thaya chhe, te arthane achara sambamdhi bhavadoshane jananara prajnyavana sadhu kadapi na bole. Sutra– 307. E pramane ja prajnyavana sadhu re gola ! Re hola ! O kutara ! He bhikhari ! Ityadi na bole. Sutra– 308 thi 310. Strine he dadi ! He nani ! He ma ! He masi ! He putri ! Ema na bolave. Tatha he holi ! He hale ! He anne ! He bhatte ! He gole ! Eva shabdothi pana na bolave. Paramtu yathayogya guna, dosha, vaya adino vichara karine ekavara ke varamvara tenine tena nama ke gotrathi amamtrita kare. Sutra– 311 thi 313. Purushane he dada ! He nana ! He paradada ! He pita ! He kaka ! He mama ! Ityadi namothi ke he hala ! He anna ! He bhatta ! He svami ! He hola ! He gola ! He vrishala ! Eva shabdothi amamtrita na kare. Paramtu yathayogya guna, dosha, vaya adino vichara kari ekavara ke varamvara temana nama ke gotrathi bolave. Sutra samdarbha– 304–313 |