Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120655 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 655 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] घेत्तव्वमलोवकडं लेवकडे मा हु पच्छकम्माई । न य रसगेहिपसंगो इअ वुत्ते चोयगो भणइ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૫૫. અલેપકૃતને જ ગ્રહણ કરવું, લેપકૃતને ગ્રહણ કરવામાં પશ્ચાત્કર્મ આદિ દોષ ન થાઓ અને રસની ગૃદ્ધિનો પ્રસંગ થતો નથી. આમ કહેતા શિષ્ય પૂછે છે કે – સૂત્ર– ૬૫૬. જો પશ્ચાત્કર્મ હોય તો કદાપિ ખાવું જ નહીં ? હે શિષ્ય ! અનશન કરતા સાધુને તપ, નિયમ અને સંયમની હાનિ થાય. સૂત્ર– ૬૫૭. લિપ્ત દોષ જણાવી અલેપ લેવું એમ ગુરુએ કહ્યું, ત્યારે શિષ્ય કહે છે કે – છ માસ ઉપવાસ કરવા, તેવી શક્તિ ન હોય તો હાનિ કરતા કરતા ઉપવાસ કરી આયંબિલ કરવું, તેમાં પણ અશક્ત હોય તો અલ્પ લેપ ગ્રહણ કરવું. સૂત્ર– ૬૫૮. નિરંતર છ માસના ઉપવાસ કરીને પારણે આયંબિલ કરો, જો છ માસી કરવાની શક્તિ ન હોય તો એક દિવસ ઓછો કરો. સૂત્ર– ૬૫૯. એ રીતે એક એક દિવસ ઉપવાસ કરીને આયંબિલનું પારણું કરો, એવી પણ શક્તિ ન હોય તો દિવસે દિવસે નિર્લેપ આયંબિલ કરો. સૂત્ર– ૬૬૦. શિષ્યએ આવું કહેતા આચાર્ય ઉત્તર આપતા કહે છે કે – હાલમાં કે આગામી કાળે યોગની હાનિ ન થતી હોય તો ઉપવાસી થાઓ, તેવી શક્તિ ન હોય તો ક્ષપણાંતર કરો, પણ આયંબિલ અવશ્ય કરો. સૂત્ર– ૬૬૧. ફરી શિષ્ય કહે છે – નીચેની પૃથ્વીમાં અને કોશલ દેશમાં રહેનારા મનુષ્યો સૌવીર અને કૂરિયા ખાનારા છે, તેઓ પણ જો નિર્વાહ કરે છે, તો સાધુ કેમ નિર્વાહ ન કરે ? સૂત્ર– ૬૬૨. આચાર્ય કહે છે – સાધુઓને ત્રણ શીત છે, તે જ ત્રણ ગૃહસ્થોને ઉષ્ણ છે. તેથી સાધુઓને તક્રાદિ ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે તથા કટ્ટરાદિકમાં ભજના છ. સૂત્ર– ૬૬૩. તે ત્રણ કયા છે ? આહાર, ઉપધિ, શય્યા એ ત્રણે ગૃહસ્થોને શીતકાળમાં પણ ઉષ્ણ હોય છે. તેથી તેઓનો આહાર બંને પ્રકારે ઉષ્ણ વડે જીર્ણ થાય છે. સૂત્ર– ૬૬૪. આ ત્રણે સાધુઓને ગ્રીષ્મઋતુમાં પણ શીતળ થાય છે, તેથી જઠરાગ્નિ મંદ થાય છે. તેથી અજિર્ણાદિ દોષ થાય છે. સૂત્ર સંદર્ભ– ૬૫૫–૬૬૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] ghettavvamalovakadam levakade ma hu pachchhakammai. Na ya rasagehipasamgo ia vutte choyago bhanai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 655. Alepakritane ja grahana karavum, lepakritane grahana karavamam pashchatkarma adi dosha na thao ane rasani griddhino prasamga thato nathi. Ama kaheta shishya puchhe chhe ke – Sutra– 656. Jo pashchatkarma hoya to kadapi khavum ja nahim\? He shishya ! Anashana karata sadhune tapa, niyama ane samyamani hani thaya. Sutra– 657. Lipta dosha janavi alepa levum ema gurue kahyum, tyare shishya kahe chhe ke – Chha masa upavasa karava, tevi shakti na hoya to hani karata karata upavasa kari ayambila karavum, temam pana ashakta hoya to alpa lepa grahana karavum. Sutra– 658. Niramtara chha masana upavasa karine parane ayambila karo, jo chha masi karavani shakti na hoya to eka divasa ochho karo. Sutra– 659. E rite eka eka divasa upavasa karine ayambilanum paranum karo, evi pana shakti na hoya to divase divase nirlepa ayambila karo. Sutra– 660. Shishyae avum kaheta acharya uttara apata kahe chhe ke – Halamam ke agami kale yogani hani na thati hoya to upavasi thao, tevi shakti na hoya to kshapanamtara karo, pana ayambila avashya karo. Sutra– 661. Phari shishya kahe chhe – nicheni prithvimam ane koshala deshamam rahenara manushyo sauvira ane kuriya khanara chhe, teo pana jo nirvaha kare chhe, to sadhu kema nirvaha na kare\? Sutra– 662. Acharya kahe chhe – sadhuone trana shita chhe, te ja trana grihasthone ushna chhe. Tethi sadhuone takradi grahana karavani anujnya api chhe tatha kattaradikamam bhajana chha. Sutra– 663. Te trana kaya chhe\? Ahara, upadhi, shayya E trane grihasthone shitakalamam pana ushna hoya chhe. Tethi teono ahara bamne prakare ushna vade jirna thaya chhe. Sutra– 664. A trane sadhuone grishmaritumam pana shitala thaya chhe, tethi jatharagni mamda thaya chhe. Tethi ajirnadi dosha thaya chhe. Sutra samdarbha– 655–664 |