Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120563
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

एषणा

Translated Chapter :

એષણા

Section : Translated Section :
Sutra Number : 563 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] संकाए चउभंगो दोसुवि गहणे य भुंजणे लग्गो । जं संकियमावन्नो पणवीसा चरिमए सुद्धो ॥
Sutra Meaning : સૂત્ર– ૫૬૩. શંકિતમાં ચતુર્ભંગી છે. તેમાં બેમાં, (ગ્રહણમાં અને ભોજનમાં) દોષ લાગે છે. પચીશમાંથી જે દોષની શંકાને પામે તે દોષ લાગે છે. માત્ર છેલ્લો ભંગ શુદ્ધ છે. સૂત્ર– ૫૬૪. આધાકર્માદિ ૧૬ – ઉદ્‌ગમ દોષો, મ્રક્ષિતાદિ નવ એષણા દોષો એ કુલ ૨૫ – દોષો છે, છેલ્લો ભંગ શુદ્ધ છે. સૂત્ર– ૫૬૫. ઉપયોગવંત અને ઋજુ એવો શ્રુતજ્ઞાની છદ્મસ્થ સાધુ પ્રયત્નથી ગવેષણા કરતો પચીશમાંથી કોઈ દોષને પામે તો પણ શ્રુતજ્ઞાનના પ્રમાણપણાથી શુદ્ધ છે. સૂત્ર– ૫૬૬. સામાન્યથી શ્રુતમાં ઉપયોગવંત શ્રુતજ્ઞાની જો કે – અશુદ્ધને ગ્રહણ કરે તો તેનો કેવળી પણ આહાર કરે છે. અન્યથા શ્રુત અપ્રમાણરૂપ થાય. સૂત્ર– ૫૬૭. શ્રુતના અપ્રમાણમાં ચારિત્રનો અભાવ થાય, તેથી મોક્ષનો અભાવ થાય, મોક્ષનો અભાવ થતા દીક્ષાની પ્રવૃત્તિ નિરર્થક બને છે. સૂત્ર– ૫૬૮. પહેલાં ભંગનો સંભવ – કોઈ લજ્જાળુ સાધુ ‘કેમ તમે ઘણી ભિક્ષા આપો છો ?’ એમ પૂછવા સમર્થ નથી, તેથી શંકા વડે ગ્રહણ કરીને શંકાવાળો જ તેનો આહાર કરે છે. સૂત્ર– ૫૬૯. બીજો ભંગ – શંકિત હૃદયથી ગ્રહણ કરી, તે બીજા સાધુએ શોધી, કંઈક પ્રકરણ અથવા પ્રહેણક છે તે સાંભળીને શંકા રહિત વાપરે. સૂત્ર– ૫૭૦. ત્રીજો ભંગ – આલોચના કરતા બીજા સાધુને સાંભળી પોતે વિચાર કરે છે કે – અમુક ઘેર મેં જેવી ઘણી ભિક્ષા પ્રાપ્ત કરી છે, તેવી જ બીજાએ પણ પ્રાપ્ત કરી છે.’’ એમ શંકા સહિત ખાનાર સાધુ. સૂત્ર– ૫૭૧. જો શંકા જ દોષ કરનારી હોય, તો એ પ્રમાણે શંકાવાળુ શુદ્ધ છતાં પણ અશુદ્ધ થશે તથા અનેષણીય પણ શંકારહિતપણે અન્વેષિત કરેલું શુદ્ધ થશે. સૂત્ર– ૫૭૨. આચાર્ય કહે છે કે તારી શંકા ઠીક છે, તો પણ – બેમાંથી એકે પક્ષમાં ન પડેલો અશુદ્ધ પરિણામ એષણીયને અનેષણીય કરે છે અને વિશુદ્ધ પરિણામ અનેષણીયને એષણીય કરે છે. સૂત્ર સંદર્ભ– ૫૬૩–૫૭૨
Mool Sutra Transliteration : [gatha] samkae chaubhamgo dosuvi gahane ya bhumjane laggo. Jam samkiyamavanno panavisa charimae suddho.
Sutra Meaning Transliteration : Sutra– 563. Shamkitamam chaturbhamgi chhe. Temam bemam, (grahanamam ane bhojanamam) dosha lage chhe. Pachishamamthi je doshani shamkane pame te dosha lage chhe. Matra chhello bhamga shuddha chhe. Sutra– 564. Adhakarmadi 16 – udgama dosho, mrakshitadi nava eshana dosho e kula 25 – dosho chhe, chhello bhamga shuddha chhe. Sutra– 565. Upayogavamta ane riju evo shrutajnyani chhadmastha sadhu prayatnathi gaveshana karato pachishamamthi koi doshane pame to pana shrutajnyanana pramanapanathi shuddha chhe. Sutra– 566. Samanyathi shrutamam upayogavamta shrutajnyani jo ke – ashuddhane grahana kare to teno kevali pana ahara kare chhe. Anyatha shruta apramanarupa thaya. Sutra– 567. Shrutana apramanamam charitrano abhava thaya, tethi mokshano abhava thaya, mokshano abhava thata dikshani pravritti nirarthaka bane chhe. Sutra– 568. Pahelam bhamgano sambhava – koi lajjalu sadhu ‘kema tame ghani bhiksha apo chho\?’ ema puchhava samartha nathi, tethi shamka vade grahana karine shamkavalo ja teno ahara kare chhe. Sutra– 569. Bijo bhamga – shamkita hridayathi grahana kari, te bija sadhue shodhi, kamika prakarana athava prahenaka chhe te sambhaline shamka rahita vapare. Sutra– 570. Trijo bhamga – alochana karata bija sadhune sambhali pote vichara kare chhe ke – Amuka ghera mem jevi ghani bhiksha prapta kari chhe, tevi ja bijae pana prapta kari chhe.’’ ema shamka sahita khanara sadhu. Sutra– 571. Jo shamka ja dosha karanari hoya, to e pramane shamkavalu shuddha chhatam pana ashuddha thashe tatha aneshaniya pana shamkarahitapane anveshita karelum shuddha thashe. Sutra– 572. Acharya kahe chhe ke tari shamka thika chhe, to pana – bemamthi eke pakshamam na padelo ashuddha parinama eshaniyane aneshaniya kare chhe Ane vishuddha parinama aneshaniyane eshaniya kare chhe. Sutra samdarbha– 563–572