Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120512
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उत्पादन

Translated Chapter :

ઉત્પાદન

Section : Translated Section :
Sutra Number : 512 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] रायगिहे धम्मरुई असाढभूई य खुड्डओ तस्स । रायनडगेहपविसण संभोइय मोयए लंभो ॥
Sutra Meaning : અષાઢાભૂતિનું દૃષ્ટાંત છે. તેનો ગાથાર્થ વૃત્તિમાં દર્શાવેલ છે તે આ પ્રમાણે – રાજગૃહી નગર હતું, ત્યાં સિંહરથ રાજા હતો, નગરમાં વિશ્વકર્મા નામે નટ હતો. તે નટને અતિ સુંદર, રૂપમોહીની એવી સર્વાંગ સુંદર એવી બે કન્યાઓ હતી. ત્યાં વિહાર કરતા ધર્મરુચિ નામે અનાગાર પધાર્યા. તેમને અષાઢાભૂતિ નામે અતિ બુદ્ધિનિધાન એક શિષ્ય હતા. ભિક્ષાર્થે અટન કરતા અષાઢાભૂતિ, વિશ્વકર્મા નટના ઘેર પ્રવેશ્યા. તેને શ્રેષ્ઠ મોદક મલ્યો. બહાર નીકળી તેને વિચાર્યું – આ મોદક તો આચાર્યના ભાગમાં આવશે. રૂપ પરાવર્તાના કરી બીજો મોદક માંગુ. કાણાનું રૂપ લઇ બીજો મોદક મેળવ્યો. ફરી વિચાર્યું – આ તો ઉપાધ્યાયનો થશે... એ પ્રમાણે રૂપ પરાવર્તના કરી કરીને તેણેચાર – પાંચ મોદક પ્રાપ્ત કરી લીધા. ઉપર બેઠા બેઠા વિશ્વકર્મા નટ આ બધું જોતો હતો. તેને વિચાર્યું કે આ તો અમારે ત્યાં મોટો નટ થઇ શકે. માળેથી ઉતરી, અષાઢાભૂતિને આદર પૂર્વક બોલાવી, તેનું પાત્ર મોદકથી ભરી દીધું. વિનંતી કરી કે આપ રોજ અમારે ત્યાં આહાર અર્થે પધારજો. પોતાની બંને પુત્રીઓને પણ કહ્યું કે તમે આ સાધુને દાન આપી, પ્રીતિ દેખાડી ગમે તે રીતે પણ વશ કરી લેજો. અષાઢાભૂતિને ગમે તે રીતે વશ કરી, પોતાની સાથે પરણવા વિનંતી કરી. અષાઢાભૂતિનું પણ ચારિત્રાવરક કર્મ ઉદયમાં આવ્યું, વિવેક જતો રહ્યો.નાત કન્યાનો સ્વીકાર કર્યો અને ગુરુ પાસે જઈને અનુક્રમે સાધુ વેશ મૂક્યો. આ રીતે માયાપિંડ અષાઢાભૂતિને સંયમભ્રષ્ટતાનું કારણ બન્યો, માટે માયાપીંડ ન લેવો જોઈએ. સૂત્ર સંદર્ભ– ૫૧૨–૫૧૮
Mool Sutra Transliteration : [gatha] rayagihe dhammarui asadhabhui ya khuddao tassa. Rayanadagehapavisana sambhoiya moyae lambho.
Sutra Meaning Transliteration : Ashadhabhutinum drishtamta chhe. Teno gathartha vrittimam darshavela chhe te a pramane – Rajagrihi nagara hatum, tyam simharatha raja hato, nagaramam vishvakarma name nata hato. Te natane ati sumdara, rupamohini evi sarvamga sumdara evi be kanyao hati. Tyam vihara karata dharmaruchi name anagara padharya. Temane ashadhabhuti name ati buddhinidhana eka shishya hata. Bhiksharthe atana karata ashadhabhuti, vishvakarma natana ghera praveshya. Tene shreshtha modaka malyo. Bahara nikali tene vicharyum – a modaka to acharyana bhagamam avashe. Rupa paravartana kari bijo modaka mamgu. Kananum rupa lai bijo modaka melavyo. Phari vicharyum – a to upadhyayano thashe... E pramane rupa paravartana kari karine tenechara – pamcha modaka prapta kari lidha. Upara betha betha vishvakarma nata a badhum joto hato. Tene vicharyum ke a to amare tyam moto nata thai shake. Malethi utari, ashadhabhutine adara purvaka bolavi, tenum patra modakathi bhari didhum. Vinamti kari ke apa roja amare tyam ahara arthe padharajo. Potani bamne putrione pana kahyum ke tame a sadhune dana api, priti dekhadi game te rite pana vasha kari lejo. Ashadhabhutine game te rite vasha kari, potani sathe paranava vinamti kari. Ashadhabhutinum pana charitravaraka karma udayamam avyum, viveka jato rahyO.Nata kanyano svikara karyo ane guru pase jaine anukrame sadhu vesha mukyo. A rite mayapimda ashadhabhutine samyamabhrashtatanum karana banyo, mate mayapimda na levo joie. Sutra samdarbha– 512–518