Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120481 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उत्पादन |
Translated Chapter : |
ઉત્પાદન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 481 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] समणे महाण किवणे अतिही साणे य होइ पंचमए । वणि जायणत्ति वणिओ पायप्पाणं वणेइत्ति ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૮૧. શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ, પાંચમો શ્વાન છે. પ્રાયઃ આત્માને ભક્તિવાળો દેખાડીને માંગે છે, તેથી વનીપક કહેવાય. સૂત્ર– ૪૮૨. મૃત માતાવાળા વાછરડા માફક આહારાદિના લોભથી શ્રમણાદિ પાંચેને વિશે પોતાની ભક્તિ દેખાડે તે વનીપક કહેવાય છે. સૂત્ર– ૪૮૩. નિર્ગ્રન્થ, શાક્ય, તાપસ, ગૈરુક, આજીવક એ પાંચ પ્રકારના શ્રમણ કહેવાય છે. તેમને ભોજન આપતી વખતે કોઈ સાધુ લોભથી પોતાને ભક્તરૂપે દેખાડે. સૂત્ર– ૪૮૪. તે માટે ચિત્રકર્મ સ્થિતવત્ ભોજન કરે. વળી, દયાળુ અને દાનરૂચિ વાળા છે, બ્રાહ્મણોને વિશે પણ આપેલું નાશ પામતું નથી, તો પછી યતિઓમાં આપેલું નાશ ન પામે, તેમાં શું કહેવું ? સૂત્ર– ૪૮૫. હવે તેના દોષો કહે છે – મિથ્યાત્વનું સ્થિરિકરણ, ઉદ્ગમ દોષ, સાધુ શાક્યાદિમાં ચાલી જાય, ‘ખુશામતીયા છે’ તેવો અવર્ણવાદ થાય. વિપક્ષી થાય તો અવજ્ઞા કરે. સૂત્ર– ૪૮૬. બ્રાહ્મણ પ્રશંસારૂપ વનીપકપણું – લોકને અનુગ્રહ કરનારા ભૂમિદેવ તેમજ બ્રહ્મબંધુને વિશે પણ આપેલું દાન ઘણા ફળવાળુ થાય છે, તો ષટ્કર્મમાં તત્પર એવા તેમને વિશે તો કહેવું જ શું ? સૂત્ર– ૪૮૭. કૃપણ પ્રશંસારૂપ વનીપકત્વ – પૂજા વડે વશ કરાય એવા આ લોકમાં કૃપણ, દુર્મનવાળા, બાંધવરહિત, રોગી, લૂલા, પાંગળાને દાન દેનાર દાનપતાકા ગ્રહણ કરે છે. સૂત્ર– ૪૮૮. અતિથિ પ્રશંસારૂપ વનીપકત્વ – પ્રાયઃ લોકો ઉપકારીને, પરિચિતને અને આશ્રિતને દાન આપે છે, પણ જે માર્ગથી ખેદ પામેલા અતિથિ પૂજે છે, તે જ દાન કહેવાય. સૂત્ર– ૪૮૯. શ્વાન પ્રશંસારૂપ વનીપકપણું – ગાય વગેરેને તૃણાદિ આહાર સુલભ છે, પણ છી – છી કરવાપૂર્વક હણાયેલા શ્વાનોને તે સુલભ નથી. સૂત્ર– ૪૯૦. વળી આ શ્વાનો કૈલાશ ભવનથી આવેલા ગુહ્યક દેવો યક્ષરૂપે પૃથ્વી પર ચાલે છે, તેમની પૂજા હિતકારી છે અને અપૂજા અહિતકારી છે. સૂત્ર– ૪૯૧. બ્રાહ્મણાદિ વિષયક વનીપકપણાના દોષો – પ્રમાણાદિ વડે આવર્જન કરવા લાયક આ લોકમાં આ સાધુએ મારો ભાવ જાણ્યો છે. તેથી તે પ્રત્યેકને વિશે પૂર્વોક્ત ભદ્રક અને પ્રાંતાદિ દોષો જાણવા. સૂત્ર– ૪૯૨. શ્વાનના ગ્રહણથી કાકાદિની પણ સૂચના થઈ છે અથવા જે પુરુષ કાકાદિમાં આસક્ત હોય, તેની વનીપકતા કરે છે. સૂત્ર– ૪૯૩. પાત્ર કે અપાત્રમાં અપાતું દાન નિષ્ફલ નથી, એમ બોલવામાં પણ દોષ છે. તો પછી અપાત્રની પ્રશંસા કરનારને તો નિશ્ચે મહાદોષ લાગે. સૂત્ર સંદર્ભ– ૪૮૧–૪૯૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] samane mahana kivane atihi sane ya hoi pamchamae. Vani jayanatti vanio payappanam vaneitti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 481. Shramana, brahmana, kripana, atithi, pamchamo shvana chhe. Prayah atmane bhaktivalo dekhadine mamge chhe, tethi vanipaka kahevaya. Sutra– 482. Mrita matavala vachharada maphaka aharadina lobhathi shramanadi pamchene vishe potani bhakti dekhade Te vanipaka kahevaya chhe. Sutra– 483. Nirgrantha, shakya, tapasa, gairuka, ajivaka e pamcha prakarana shramana kahevaya chhe. Temane bhojana apati vakhate koi sadhu lobhathi potane bhaktarupe dekhade. Sutra– 484. Te mate chitrakarma sthitavat bhojana kare. Vali, dayalu ane danaruchi vala chhe, Brahmanone vishe pana apelum nasha pamatum nathi, to pachhi yatiomam apelum nasha na pame, temam shum kahevum\? Sutra– 485. Have tena dosho kahe chhe – mithyatvanum sthirikarana, udgama dosha, sadhu shakyadimam chali jaya, ‘khushamatiya chhe’ tevo avarnavada thaya. Vipakshi thaya to avajnya kare. Sutra– 486. Brahmana prashamsarupa vanipakapanum – lokane anugraha karanara bhumideva temaja brahmabamdhune vishe pana apelum dana ghana phalavalu thaya chhe, To shatkarmamam tatpara eva temane vishe to kahevum ja shum\? Sutra– 487. Kripana prashamsarupa vanipakatva – puja vade vasha karaya eva a lokamam kripana, durmanavala, bamdhavarahita, rogi, lula, pamgalane dana denara danapataka grahana kare chhe. Sutra– 488. Atithi prashamsarupa vanipakatva – prayah loko upakarine, parichitane ane ashritane dana ape chhe, pana je margathi kheda pamela atithi puje chhe, te ja dana kahevaya. Sutra– 489. Shvana prashamsarupa vanipakapanum – gaya vagerene trinadi ahara sulabha chhe, pana chhi – chhi karavapurvaka hanayela shvanone te sulabha nathi. Sutra– 490. Vali a shvano kailasha bhavanathi avela guhyaka devo yaksharupe prithvi para chale chhe, temani puja hitakari chhe ane apuja ahitakari chhe. Sutra– 491. Brahmanadi vishayaka vanipakapanana dosho – pramanadi vade avarjana karava layaka a lokamam a sadhue maro bhava janyo chhe. Tethi te pratyekane vishe purvokta bhadraka ane pramtadi dosho janava. Sutra– 492. Shvanana grahanathi kakadini pana suchana thai chhe athava je purusha kakadimam asakta hoya, teni vanipakata kare chhe. Sutra– 493. Patra ke apatramam apatum dana nishphala nathi, ema bolavamam pana dosha chhe. To pachhi apatrani prashamsa karanarane to nishche mahadosha lage. Sutra samdarbha– 481–493 |