Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120454 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उत्पादन |
Translated Chapter : |
ઉત્પાદન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 454 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एमेव सेसियासुवि सुयमाइसु करणकारणं सगिहे । इड्ढीसु य धाईसु य तहेव उव्वट्टियाण गमो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૫૪. એ જ પ્રમાણે બાકીની ધાત્રીનું પણ કરવું, કરાવવું, પોતાના ઘર વિશે કહેવું. નવી ધાત્રીને ધાત્રીપણાથી ભ્રષ્ટ કરવી આદિ બધું પૂર્વવત્. સૂત્ર– ૪૫૫. મજ્જન ધાત્રીના દોષ પ્રગટ કરવા સાધુ કહે છે – આ બાળક પૃથ્વી ઉપર લોટે છે, ધૂળથી ખરડાયેલો છે, તેને ન્હવડાવ અથવા હું ન્હવડાવું અથવા જળથી બીકણ થશે કે વધુ નવડાવતા દુર્બળ કે રક્ત નેત્રી થશે. સૂત્ર– ૪૫૬. મજ્જનધાત્રી બાળકને માલિશ કરી, સંબાહના કરી, ઉદ્વર્તન કરી, સ્નાનથી પવિત્ર દેહવાળો કરીને મંડન ધાત્રીને સોંપે છે. સૂત્ર– ૪૫૭. મંડનધાત્રીત્વ વિશે સાધુ શું કરે ? પહેલાં ઇષુકાદિ આ આભરણ વડે બાળકને મંડન કર અથવા હું વિભૂષિત કરું. આ ધાત્રીએ હાથને યોગ્ય ઘરેણા પગમાં કે કંઠને યોગ્ય ઘરેણા પગમાં પહેરાવ્યા છે, તેથી યોગ્ય નથી. સૂત્ર– ૪૫૮. હવે ક્રીડનધાત્રીના દોષ સાધુ કઈ રીતે કહે – આ ધાત્રી ઢડ્ઢર સ્વરવાળી છે, તેથી બાળક ક્લીબ મુખવાળો થાય, અથવા કોમળ કે અવ્યક્ત વાણીવાળો થશે, માટે તે સારી નથી. તથા બાળકને ઉલ્લાપનાદિ ક્રિયા પોતે કરે કે બીજા પાસે કરાવે. સૂત્ર– ૪૫૯. અંકધાત્રીને ધાત્રીપણાથી ભ્રષ્ટ કરવા સાધુ આમ બોલે છે. સ્થૂળધાત્રી વડે પહોળા પગવાળો થાય, ભગ્ન કે શુષ્ક કટીવાળી ધાત્રીથી દુઃખ પામે છે. નિર્માંસ કે કર્કશ હાથ વડે ભીરૂ થાય. સૂત્ર સંદર્ભ– ૪૫૪–૪૫૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] emeva sesiyasuvi suyamaisu karanakaranam sagihe. Iddhisu ya dhaisu ya taheva uvvattiyana gamo. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 454. E ja pramane bakini dhatrinum pana karavum, karavavum, potana ghara vishe kahevum. Navi dhatrine dhatripanathi bhrashta karavi adi badhum purvavat. Sutra– 455. Majjana dhatrina dosha pragata karava sadhu kahe chhe – a balaka prithvi upara lote chhe, dhulathi kharadayelo chhe, tene nhavadava athava hum nhavadavum Athava jalathi bikana thashe ke vadhu navadavata durbala ke rakta netri thashe. Sutra– 456. Majjanadhatri balakane malisha kari, sambahana kari, udvartana kari, snanathi pavitra dehavalo karine mamdana dhatrine sompe chhe. Sutra– 457. Mamdanadhatritva vishe sadhu shum kare\? Pahelam ishukadi a abharana vade balakane mamdana kara athava hum vibhushita karum. A dhatrie hathane yogya gharena pagamam ke kamthane yogya gharena pagamam paheravya chhe, tethi yogya nathi. Sutra– 458. Have kridanadhatrina dosha sadhu kai rite kahe – A dhatri dhaddhara svaravali chhe, tethi balaka kliba mukhavalo thaya, Athava komala ke avyakta vanivalo thashe, mate te sari nathi. Tatha balakane ullapanadi kriya pote kare ke bija pase karave. Sutra– 459. Amkadhatrine dhatripanathi bhrashta karava sadhu ama bole chhe. Sthuladhatri vade pahola pagavalo thaya, Bhagna ke shushka kativali dhatrithi duhkha pame chhe. Nirmamsa ke karkasha hatha vade bhiru thaya. Sutra samdarbha– 454–459 |