Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120344
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 344 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पामिच्चंपिय दुविहं लोइय लोगुत्तरं समासेण । लोइय सज्झिलगाई लोगुत्तर वत्थमाईसु ॥
Sutra Meaning : સૂત્ર– ૩૪૪. પ્રામિત્ય પણ સંક્ષેપથી લૌકિક અને લોકોત્તર એમ બે ભેદે છે. તેમાં ભગિની આદિ લૌકિક અને વસ્ત્રાદિ વિષયકને લોકોત્તર છે. સૂત્ર– ૩૪૫ થી ૩૪૭. કોઈ એક ગામમાં દેવરાજ નામે ગૃહસ્થના સંમત નામક એક પુત્રે દિક્ષા લીધી, કાલક્રમે તેઓ સમર્થ ગીતાર્થ થયા. કોઈ દિવસે સંમતસાધુ ગુરુની આજ્ઞા લઇ, પોતાના કુટુંબીને તારવાની બુદ્ધિથી પોતાના બંધુને ગામે આવ્યા. ત્યાં બધા કુટુંબીજન મૃત્યુ પામેલા, માત્ર સંમતિ નામે વિધવા બહેન જીવતી હતી. સંમતસાધુ તેણીને ઘેર આહાર લેવા ગયા. તેણીએ પણ ભાઈ મુનિને જોઇને બહુમાન્પૂર્વક વંદના કરી. તેમના નિમિત્તે આહાર બનાવવો આરંભ્યો, સાધુએ તેણીને રોકીને કહ્યું કે આમારા નિમિત્તે બનેલ આહાર અમને ન ખપે. ભિક્ષા નિમિત્તે બીજું કઈ ન હોવાથી તેણીએ શિવદેવ વણિક પાસેથી બમણી વૃદ્ધિથી પાછું આપવાની શરતે બે પળી તેલ લીધું. ભાઈ મુનિએ તેને ત્યાંથી આહાર નિર્દોષ માનીને ગ્રહણ કર્યો. ધર્મશ્રવણ કરવા બેઠી એટલે કામે ન જઈ શકી, તેથી બે પળી તેલ પાછુ ન આપી શકી. દેવું વધતું જ ગયું, છેવટે તે શેઠને ત્યાં જ દાસીપણું સ્વીકાર્યું. કાળક્રમે સંમતમુનિ તે ગામે ફરી પધાર્યા, બધો વૃતાંત જાણ્યો. શિવદેવને ધર્મ કહી પ્રતિબોધ કર્યો, શિવદેવના પુત્ર અને સાધુની બહેન બંને એ દીક્ષા લીધી. કથાનો સાર એટલો જ કે આવી પ્રામીત્ય દોષવાળી ભિક્ષા ન લેવી. સૂત્ર સંદર્ભ– ૩૪૪–૩૪૭
Mool Sutra Transliteration : [gatha] pamichchampiya duviham loiya loguttaram samasena. Loiya sajjhilagai loguttara vatthamaisu.
Sutra Meaning Transliteration : Sutra– 344. Pramitya pana samkshepathi laukika ane lokottara ema be bhede chhe. Temam bhagini adi laukika ane vastradi vishayakane lokottara chhe. Sutra– 345 thi 347. Koi eka gamamam devaraja name grihasthana sammata namaka eka putre diksha lidhi, kalakrame teo samartha gitartha thaya. Koi divase sammatasadhu guruni ajnya lai, potana kutumbine taravani buddhithi potana bamdhune game avya. Tyam badha kutumbijana mrityu pamela, matra sammati name vidhava bahena jivati hati. Sammatasadhu tenine ghera ahara leva gaya. Tenie pana bhai munine joine bahumanpurvaka vamdana kari. Temana nimitte ahara banavavo arambhyo, sadhue tenine rokine kahyum ke amara nimitte banela ahara amane na khape. Bhiksha nimitte bijum kai na hovathi tenie shivadeva vanika pasethi bamani vriddhithi pachhum apavani sharate be pali tela lidhum. Bhai munie tene tyamthi ahara nirdosha manine grahana karyo. Dharmashravana karava bethi etale kame na jai shaki, tethi be pali tela pachhu na api shaki. Devum vadhatum ja gayum, chhevate te shethane tyam ja dasipanum svikaryum. Kalakrame sammatamuni te game phari padharya, badho vritamta janyo. Shivadevane dharma kahi pratibodha karyo, shivadevana putra ane sadhuni bahena bamne e diksha lidhi. Kathano sara etalo ja ke avi pramitya doshavali bhiksha na levi. Sutra samdarbha– 344–347