Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120326 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 326 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पाओकरणं दुविहं पागडकरणं पगासकरणं च । पागड संकामण कुड्डदारपाए य छिन्ने द ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૨૬. પ્રાદુષ્કરણ બે ભેદે છે – પ્રગટકરણ અને પ્રકાશકરણ. તેમાં પ્રગટ એટલે સંક્રમણ વડે પ્રગટ કરવું તે અને પ્રકાશકરણ – ભીંતમાં દ્વાર પાડવું કે ભીંતને સૂત્ર – થી છેદીને. સૂત્ર– ૩૨૭. અથવા રત્ન, પ્રદીપ કે જ્યોતિ વડે પ્રકાશ કરવો તે. સાધુને આવું પ્રકાશન ન કલ્પે, પણ ગૃહસ્થે પોતા માટે કર્યું હોય તો કલ્પે. વળી, દોષિત આહાર વાપર્યા પહેલાં પરઠવવો પછી તેમાં ત્રણ કલ્પ કર્યા વિના લેવો ન કલ્પે. સૂત્ર– ૩૨૮. તેમાં ચુલ્લી સંક્રમણ – સંચારિમા ચુલ્લી તથા સાધુને ઉદ્દેશીને પહેલેથી જ બહાર કરેલી ચુલ્લી, તથા તે વખતે કરેલી એમ ત્રણ પ્રકારે ચુલ્લી છે. તેમાં કદાચ ગૃહસ્થો રાંધે તો ઉપધિ પૂતિ અને પ્રાદુષ્કરણ બે દોષ લાગે. સૂત્ર– ૩૨૯. હે સાધુ ! તમે અંધકારમાં ગૌચરી નથી લેતા, તેથી બહાર ચુલ્લી ઉપર રાંધ્યુ.’’ આવું વચન સાંભળી તે આહારને સાધુ ન લે. અથવા પૂછીને, તેમ જાણીને ત્યાગ કરે. સૂત્ર– ૩૩૦. પ્રાદુષ્કરણ ગૃહસ્થને પોતા માટે કઈ રીતે સંભવે ? ઘરમાં માખી હોય કે ઉકળાટ હોય, બહાર ઘણો પવન, પ્રકાશ અને સમીપપણું હોય એમ વિચારી આહારનું પ્રાદુષ્કરણ ગૃહસ્થ પોતા માટે કરે તો તે આહાર ગ્રહણ કરવો કલ્પ્યાકલ્પ્યનો વિકલ્પ છે. સૂત્ર– ૩૩૧. હવે પ્રકાશકરણને સ્પષ્ટ કરે છે – ભીંતમાં છિદ્ર કરે, દ્વારને વધારે કે બીજું કરે, છાદનને દૂર કરે, દેદીપ્યમાન રત્નને સ્થાપન કરે. સૂત્ર– ૩૩૨. અથવા જ્યોતિ કે પ્રદીપને કરે તે પ્રમાણે પ્રાદુષ્કરણ કહે અથવા પૂછવાથી સાધુ જાણે તો આહાર ન કલ્પે. પણ ગૃહસ્થ બધું પોતાને માટે કરે તો જ્યોતિ અને પ્રદીપના પ્રકાશથી કરેલા પ્રગટપણાને વર્જીને કલ્પે. સૂત્ર– ૩૩૩. પ્રગટકરણ કે પ્રકાશકરણ કર્યા છતાં સહસા કે અનાભોગથી ગ્રહણ કરેલું હોય તે પરઠવીને તે પાત્રમાં જળ પ્રક્ષાલનરૂપ કલ્પ કર્યા વિના પણ બીજું શુદ્ધ ગ્રહણ કરે. સૂત્ર સંદર્ભ– ૩૨૬–૩૩૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] paokaranam duviham pagadakaranam pagasakaranam cha. Pagada samkamana kuddadarapae ya chhinne da. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 326. Pradushkarana be bhede chhe – pragatakarana ane prakashakarana. Temam pragata etale samkramana vade pragata karavum te ane prakashakarana – bhimtamam dvara padavum ke bhimtane sutra – thi chhedine. Sutra– 327. Athava ratna, pradipa ke jyoti vade prakasha karavo te. Sadhune avum prakashana na kalpe, pana grihasthe pota mate karyum hoya to kalpe. Vali, doshita ahara vaparya pahelam parathavavo pachhi temam trana kalpa karya vina levo na kalpe. Sutra– 328. Temam chulli samkramana – samcharima chulli tatha sadhune uddeshine pahelethi ja bahara kareli chulli, tatha te vakhate kareli ema trana prakare chulli chhe. Temam kadacha grihastho ramdhe to upadhi puti ane pradushkarana be dosha lage. Sutra– 329. He sadhu ! Tame amdhakaramam gauchari nathi leta, tethi bahara chulli upara ramdhyu.’’ avum vachana sambhali te aharane sadhu na le. Athava puchhine, tema janine tyaga kare. Sutra– 330. Pradushkarana grihasthane pota mate kai rite sambhave\? Gharamam makhi hoya ke ukalata hoya, bahara ghano pavana, prakasha ane samipapanum hoya ema vichari aharanum pradushkarana grihastha pota mate kare to te ahara grahana karavo kalpyakalpyano vikalpa chhe. Sutra– 331. Have prakashakaranane spashta kare chhe – bhimtamam chhidra kare, dvarane vadhare ke bijum kare, chhadanane dura kare, dedipyamana ratnane sthapana kare. Sutra– 332. Athava jyoti ke pradipane kare te pramane pradushkarana kahe athava puchhavathi sadhu jane to ahara na kalpe. Pana grihastha badhum potane mate kare to jyoti ane pradipana prakashathi karela pragatapanane varjine kalpe. Sutra– 333. Pragatakarana ke prakashakarana karya chhatam sahasa ke anabhogathi grahana karelum hoya te parathavine te patramam jala prakshalanarupa kalpa karya vina pana bijum shuddha grahana kare. Sutra samdarbha– 326–333 |