Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120320
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 320 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] लोयविरलुत्तमंगं तवोकिसं जल्लखउरियसरीरं । जुगमेत्तंतरदिट्ठिं अतुरियचवलं सगिहमितं ॥
Sutra Meaning : સૂત્ર– ૩૨૦. જેના મસ્તકના કેશ લોચ વડે વિરલ છે, તપ વડે કૃશ થયેલા, મલિનશરીરી, યુગમાત્ર દૃષ્ટિવાળા, અત્વરિત, અચપળ, પોતાના ઘેર આવતા. સૂત્ર– ૩૨૧. કોઈ સાધુને જોઈને સંવેગ પામેલી કોઈ શ્રાવિકા ઘરમાં ભોજનપાન ગ્રહણ કરીને નીકળી, તે જોઈ તે સાધુ પણ નીકળી ગયા. સૂત્ર– ૩૨૨. નીચા દ્વારવાળા આ ઘરમાં એષણા શુદ્ધ નહીં થાય એમ ધારીને નીકળી જતા સાધુને જોઈ, તે ગૃહિણી ઘણી ખેદ પામી. સૂત્ર– ૩૨૩. ત્યારે ચરણ – કમળના પ્રમાદી એવા બીજા સાધુ ત્યાં આવ્યા, તેણે તે ભિક્ષા ગ્રહણ કરી, ત્યારે ગૃહિણીએ પ્રશ્ન પૂછતા, તે સાધુએ આલોક – પરલોક સંબંધી કહ્યું. તેમાં આલોકનો ત્યાગ કરીને કહ્યું કે – સૂત્ર– ૩૨૪. એષણાસમિતિ વાળા સાધુ નીચે દ્વારવાળા ઘેર ભિક્ષાને ઇચ્છતા નથી. જો તું મને પૂછે કે – તમે કેમ ગ્રહણ કરી ? તો કહું છું કે – હું લિંગોપજીવી છું. સૂત્ર– ૩૨૫. સાધુના ગુણ અને એષણા સાંભળી હર્ષિત થયેલી તેણીએ તેમને ભોજન – પાન આપ્યું. તેના ગયા પછી ત્રીજા સાધુ આવ્યા. તેને પૂછવાથી તે સાધુ બોલ્યા – તેઓ બંને માયા વડે ચાલે છે, અમે વ્રતનું આચરણ કરીએ છીએ. સૂત્ર સંદર્ભ– ૩૨૦–૩૨૫
Mool Sutra Transliteration : [gatha] loyaviraluttamamgam tavokisam jallakhauriyasariram. Jugamettamtaraditthim aturiyachavalam sagihamitam.
Sutra Meaning Transliteration : Sutra– 320. Jena mastakana kesha locha vade virala chhe, tapa vade krisha thayela, malinashariri, yugamatra drishtivala, atvarita, achapala, potana ghera avata. Sutra– 321. Koi sadhune joine samvega pameli koi shravika gharamam bhojanapana grahana karine nikali, te joi te sadhu pana nikali gaya. Sutra– 322. Nicha dvaravala a gharamam eshana shuddha nahim thaya ema dharine nikali jata sadhune joi, te grihini ghani kheda pami. Sutra– 323. Tyare charana – kamalana pramadi eva bija sadhu tyam avya, tene te bhiksha grahana kari, tyare grihinie prashna puchhata, te sadhue aloka – paraloka sambamdhi kahyum. Temam alokano tyaga karine kahyum ke – Sutra– 324. Eshanasamiti vala sadhu niche dvaravala ghera bhikshane ichchhata nathi. Jo tum mane puchhe ke – tame kema grahana kari\? To kahum chhum ke – hum limgopajivi chhum. Sutra– 325. Sadhuna guna ane eshana sambhali harshita thayeli tenie temane bhojana – pana apyum. Tena gaya pachhi trija sadhu avya. Tene puchhavathi te sadhu bolya – teo bamne maya vade chale chhe, ame vratanum acharana karie chhie. Sutra samdarbha– 320–325