Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120295
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 295 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] मीसज्जायं जावंतियं च पासंडिसाहुमीसं च । सहसंतरं न कप्पइ कप्पइ कप्पे कए तिगुणे ॥
Sutra Meaning : સૂત્ર– ૨૯૫. મિશ્રજાત ત્રણ પ્રકારે છે – યાવદર્થિક, પાખંડીમિશ્ર, સાધુમિશ્ર. આ હજારના આંતરાવાળુ હોય તો પણ ન કલ્પે, ત્રણ કલ્પ કર્યા પછી કલ્પે. સૂત્ર– ૨૯૬. દુષ્કાળમાં, દુષ્કાળના ઉલ્લંઘન પછી, માર્ગના મથાળે કે યાત્રામાં કોઈ શ્રદ્ધાવાન્‌ ગૃહસ્થ ઘણા ભિક્ષાચર જાણીને મિશ્રજાત કરે. સૂત્ર– ૨૯૭. યાવદર્થિકને માટે આ રાંધેલ નથી, તેથી યતિને જે ઇચ્છિત છે તે તું આપ અથવા ઘણા ભિક્ષાચરો આવ્યા હોવાથી અપૂરતુ જાણીને કહે – ‘બીજું પણ રાંધ’. સૂત્ર– ૨૯૮. પોતાને માટે રંધાતુ હોય અને પાખંડી માટે પણ રાંધ કહે તે પાખંડી મિશ્ર, નિર્ગ્રંથ માટે રાંધ કહે તે સાધુ મિશ્ર જાણવું. સૂત્ર– ૨૯૯. વિષ વડે મરેલાના માંસને ખાનાર મરે છે, તેના માંસને ખાઈને બીજો પણ મરે છે, એમ પરંપરાએ હજારો મરણ થાય છે. સૂત્ર– ૩૦૦. તે પ્રમાણે મિશ્રજાત પણ સાધુના સુવિશુદ્ધ ચારિત્રાત્માને હણે છે, તેથી હજારો પુરુષો પાસે ગયેલુ પણ તે સાધુને ન કલ્પે. સૂત્ર– ૩૦૧. સાધુને આશ્રીને વિધિ – પાત્રને આંગળી વડે કે સૂકા છાણથી સાફ કરીને ત્રણ કલ્પ દેવા, પછી તડકામાં સૂકવીને તેમાં શુદ્ધાન્ન ગ્રહણ કરવું. કોઈ કહે છે ચોથો કલ્પ દઈને સૂકવ્યા વિના ગ્રહણ કરવું. સૂત્ર સંદર્ભ– ૨૯૫–૩૦૧
Mool Sutra Transliteration : [gatha] misajjayam javamtiyam cha pasamdisahumisam cha. Sahasamtaram na kappai kappai kappe kae tigune.
Sutra Meaning Transliteration : Sutra– 295. Mishrajata trana prakare chhe – yavadarthika, pakhamdimishra, sadhumishra. A hajarana amtaravalu hoya to pana na kalpe, trana kalpa karya pachhi kalpe. Sutra– 296. Dushkalamam, dushkalana ullamghana pachhi, margana mathale ke yatramam koi shraddhavan grihastha ghana bhikshachara janine mishrajata kare. Sutra– 297. Yavadarthikane mate a ramdhela nathi, tethi yatine je ichchhita chhe te tum apa athava ghana bhikshacharo avya hovathi apuratu janine kahe – ‘bijum pana ramdha’. Sutra– 298. Potane mate ramdhatu hoya ane pakhamdi mate pana ramdha kahe te pakhamdi mishra, nirgramtha mate ramdha kahe te sadhu mishra janavum. Sutra– 299. Visha vade marelana mamsane khanara mare chhe, tena mamsane khaine bijo pana mare chhe, ema paramparae hajaro marana thaya chhe. Sutra– 300. Te pramane mishrajata pana sadhuna suvishuddha charitratmane hane chhe, tethi hajaro purusho pase gayelu pana te sadhune na kalpe. Sutra– 301. Sadhune ashrine vidhi – patrane amgali vade ke suka chhanathi sapha karine trana kalpa deva, pachhi tadakamam sukavine temam shuddhanna grahana karavum. Koi kahe chhe chotho kalpa daine sukavya vina grahana karavum. Sutra samdarbha– 295–301