Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120281
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 281 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] इंधनधूमेगंधेअवयवमाईहिं सुहुमपूई उ । सुंदरमेयं पूई चोयग भणिए गुरू भणइ ॥
Sutra Meaning : સૂત્ર– ૨૮૧. ઇંધણ, ધૂમ, ગંધ આદિ અવયવો વડે સૂક્ષ્મપૂતિ થાય છે. આ પૂતિ વર્જવી યોગ્ય છે ? એમ પૂછતા ગુરુ કહે છે – સૂત્ર– ૨૮૨. ઇંધણ, ધૂમ, ગંધાદિ અવયવોથી પૂતિ થતી નથી, જેઓ તેને પૂતિ માને છે તેમના મતે શુદ્ધિ થતી નથી. સૂત્ર– ૨૮૩. ઇંધણ, અગ્નિ, અવયવ, ધૂમ, બાષ્પ, અન્નગંધ, સમસ્ત લોકને સ્પર્શે છે, તેથી તે સર્વને પૂતિ કહેવું પડશે. સૂત્ર– ૨૮૪. શંકા – આમ કહેતા પૂર્વે કહેલ સૂક્ષ્મપૂતિનો અસંભવ થશે. તેથી ઇંધણ અને ધૂમથી આ પૂતિ છે એમ સિદ્ધ થાય છે. સૂત્ર– ૨૮૫. હે પ્રાશ્નિક ! ઇંધણાદિ ચારે વડે સૂક્ષ્મપૂતિ થાય છે’’ એ માત્ર પ્રરૂપણા છે, પરંતુ તે પૂતિનો ત્યાગ નથી. સૂત્ર– ૨૮૬. સાધ્ય અને અસાધ્ય એમ બે ભેદે કાર્ય હોય તેમાં સાધ્ય કાર્ય સાધી શકાય, અસાધ્ય નહીં. જે મનુષ્ય અસાધ્યને સાધ્યા કરે તે માત્ર કલેશ પામે, કંઈ સાધી ન શકે. સૂત્ર– ૨૮૭. આધાકર્મના ભાજનનું પ્રસ્ફોટન કરીને ત્રણ કલ્પ ન કરે, તેવા ભાજનમાં ગ્રહણ કરેલ હોય તે સૂક્ષ્મપૂતિ છે. ધોવા આદિથી તેનો પરિહાર થઈ શકે છે. સૂત્ર– ૨૮૮. આધાકર્મ ગ્રહણ કર્યા પછી પાત્ર ધોવા છતાં પણ અવયવ રહિત ન થાય. કેમ કે દ્રવ્ય વિના ગુણ ન હોય. એ પ્રમાણે શુદ્ધિ પણ ક્યાંથી હોય ? ન હોય. સૂત્ર– ૨૮૯. લોકમાં પણ દૂરથી આવેલા અપવિત્ર ગંધો પરિણામ પામતા દોષ ન પામે, દૂર રહેલા વિષકણીયા પણ મારતા નથી. સૂત્ર સંદર્ભ– ૨૮૧–૨૮૯
Mool Sutra Transliteration : [gatha] imdhanadhumegamdheavayavamaihim suhumapui u. Sumdarameyam pui choyaga bhanie guru bhanai.
Sutra Meaning Transliteration : Sutra– 281. Imdhana, dhuma, gamdha adi avayavo vade sukshmaputi thaya chhe. A puti varjavi yogya chhe\? Ema puchhata guru kahe chhe – Sutra– 282. Imdhana, dhuma, gamdhadi avayavothi puti thati nathi, jeo tene puti mane chhe temana mate shuddhi thati nathi. Sutra– 283. Imdhana, agni, avayava, dhuma, bashpa, annagamdha, samasta lokane sparshe chhe, tethi te sarvane puti kahevum padashe. Sutra– 284. Shamka – ama kaheta purve kahela sukshmaputino asambhava thashe. Tethi imdhana ane dhumathi a puti chhe ema siddha thaya chhe. Sutra– 285. He prashnika ! Imdhanadi chare vade sukshmaputi thaya chhe’’ e matra prarupana chhe, paramtu te putino tyaga nathi. Sutra– 286. Sadhya ane asadhya ema be bhede karya hoya temam sadhya karya sadhi shakaya, asadhya nahim. Je manushya asadhyane sadhya kare te matra kalesha pame, kami sadhi na shake. Sutra– 287. Adhakarmana bhajananum prasphotana karine trana kalpa na kare, teva bhajanamam grahana karela hoya te sukshmaputi chhe. Dhova adithi teno parihara thai shake chhe. Sutra– 288. Adhakarma grahana karya pachhi patra dhova chhatam pana avayava rahita na thaya. Kema ke dravya vina guna na hoya. E pramane shuddhi pana kyamthi hoya\? Na hoya. Sutra– 289. Lokamam pana durathi avela apavitra gamdho parinama pamata dosha na pame, dura rahela vishakaniya pana marata nathi. Sutra samdarbha– 281–289