Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120246 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 246 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सद्दा इएसु साहू मुच्छं न करेज्ज गोयरगओ य । एसणजुत्तो होज्जा गोणीवच्छो गवत्तिव्व ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૪૬. ગૌચરી માટે નીકળેલા સાધુએ શબ્દાદિ વિષયમાં મૂર્ચ્છા ન કરવી, પણ ગોભક્તને વિશે ગોવત્સની જેમ એષણાવાળા થવું. સૂત્ર– ૨૪૭, ૨૪૮. અહીં ગોવત્સનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે – ગુણાલય નગરે સાગરદત્ત શ્રેષ્ઠી હતો. તેને ગુણચંદ્ર આદિ ચાર પુત્રો હતા, પ્રિયંગુતિલકા આદિ ચાર પુત્રવધૂઓ હતી. શ્રેષ્ઠીને ત્યાં એક વાછરડાવાળી ગાય હતી. પ્રિયંગુતિલકાનાં પુત્ર ગુણસાગરના લગ્ન પ્રસંગે વાછરડો ભૂલાઈ ગયો અને કોઈએ તેને ચારો – પાણી ન આપ્યા. મધ્યાહ્ને શ્રેષ્ઠીને જોઇને વાછરડો બરાડવા લાગ્યો. શ્રેષ્ઠીએ તેને ભૂખ્યો જાણી પૂત્રવધૂઓને તાડના – તર્જના કરી. શણગાર સજેલી ચારે વહૂઓ દોડતી આવી. વાચરડો દેવી જેવી શોભતી વહૂઓને નથી જોતો, માત્ર ચારો – પાણી જુએ છે. આ પ્રમાણે સાધુઓએ પણ ગૌચરી જાય ત્યારે સ્ત્રી કે ગીત આદિમાં આસક્ત થવું ન જોઈએ. માત્ર ભિક્ષામા ઉપયોગવાળા થઇ શુદ્ધ ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. સૂત્ર– ૨૪૯. ગમનાગમનમાં, ઉત્ક્ષેપમાં, બોલવામાં, શ્રોત્રાદિ ઇન્દ્રિયો વડે ઉપયોગી તથા તેમાં જ મનવાળો સાધુ એષણા કે અનેષણાને જાણી શકે છે. સૂત્ર સંદર્ભ– ૨૪૬–૨૪૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] sadda iesu sahu muchchham na karejja goyaragao ya. Esanajutto hojja gonivachchho gavattivva. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 246. Gauchari mate nikalela sadhue shabdadi vishayamam murchchha na karavi, pana gobhaktane vishe govatsani jema eshanavala thavum. Sutra– 247, 248. Ahim govatsanum drishtamta chhe, te a pramane – gunalaya nagare sagaradatta shreshthi hato. Tene gunachamdra adi chara putro hata, priyamgutilaka adi chara putravadhuo hati. Shreshthine tyam eka vachharadavali gaya hati. Priyamgutilakanam putra gunasagarana lagna prasamge vachharado bhulai gayo ane koie tene charo – pani na apya. Madhyahne shreshthine joine vachharado baradava lagyo. Shreshthie tene bhukhyo jani putravadhuone tadana – tarjana kari. Shanagara sajeli chare vahuo dodati avi. Vacharado devi jevi shobhati vahuone nathi joto, matra charo – pani jue chhe. A pramane sadhuoe pana gauchari jaya tyare stri ke gita adimam asakta thavum na joie. Matra bhikshama upayogavala thai shuddha bhikshani gaveshana karavi joie. Sutra– 249. Gamanagamanamam, utkshepamam, bolavamam, shrotradi indriyo vade upayogi tatha temam ja manavalo sadhu eshana ke aneshanane jani shake chhe. Sutra samdarbha– 246–249 |