Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120100 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पिण्ड |
Translated Chapter : |
પિણ્ડ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 100 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] उग्गम उग्गोवण मग्गणा य एगट्ठियाइ एयाणि । नामं ठवणा दविए भावंमि य उग्गहो होइ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૦. ઉદ્ગમ, ઉદ્ગોપના અને માર્ગણા એ એકાર્થિક શબ્દો છે. વળી તે ઉદ્ગમ પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. સૂત્ર– ૧૦૧. નોઆગમથી ભાવોદ્ગમમાં – લાડુ આદિ દ્રવ્યવિષયક ઉદ્ગમ જાણવો. તથા ભાવમાં દર્શન – જ્ઞાન – ચારિત્ર વિષયક ઉદ્ગમ જાણવો. અહીં ચારિત્ર ઉદ્ગમ વડે પ્રયોજન છે. સૂત્ર– ૧૦૨. જ્યોતિષ્ ઉદ્ગમાદિ દ્રવ્યોદ્ગમ – જ્યોતિષ, તૃણ, ઔષધિ, મેઘ, કર્જ ઋણ), રાજકર એ સર્વેનો ઉદ્ગમ દ્રવ્ય વિષયવાળો છે. તે દ્રવ્યોદ્ગમ જેનાથી જે કાળે, જે પ્રકારે યોગ્ય છે તે કહેવા લાયક છે. સૂત્ર– ૧૦૩ થી ૧૦૫. લડ્ડુકપ્રિય કુમારની કથા છે, જેનો સારાંશ આ પ્રમાણે – સ્થાલક નગરમાં ભાનુ રાજાને સુરૂપ નામે પુત્ર હતો, તેને લાડુ અતિ પ્રિય હોવાથી તેનું નામ લાડુપ્રિય પ્રસિદ્ધ થયું. ઓઈ વખતે ઘણા લાડુ ખાધા તેને પચ્યા નહિ. અજીર્ણ થતા તેનો અધોવાયુ અતિ અશુચિ ગંધમય નીકળ્યો. તેને વિચાર આવ્યો કે આ લાડુ શુચિ હતા પણ તે અશુચિ શરીરના યોગે અશુચિ થઇ ગયા. તેમ આ અશુચિ શરીરને પામીને જેઓ પાપકર્મને સેવે છે, તેઓ ચેતના સહીત છે તો પણ મોહમય નિદ્રા વડે તેમનું વિવેકરૂપી ચેતન હણાય છે. આવું આવું વિચારતા તેને વૈરાગ્યથી સમ્યગ્દર્શનાદિનો ઉદ્ગમ થયો. આ રીતે અહી પણ આવા શુદ્ધ એવા ચારિત્રના ઉદ્ગમ વડે પ્રયોજન છે. સૂત્ર સંદર્ભ– ૧૦૦–૧૦૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] uggama uggovana maggana ya egatthiyai eyani. Namam thavana davie bhavammi ya uggaho hoi. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 100. Udgama, udgopana ane margana e ekarthika shabdo chhe. Vali te udgama pana nama, sthapana, dravya ane bhava ema chara prakare chhe. Sutra– 101. Noagamathi bhavodgamamam – ladu adi dravyavishayaka udgama janavo. Tatha bhavamam darshana – jnyana – charitra vishayaka udgama janavo. Ahim charitra udgama vade prayojana chhe. Sutra– 102. Jyotish udgamadi dravyodgama – jyotisha, trina, aushadhi, megha, karja rina), rajakara e sarveno udgama dravya vishayavalo chhe. Te dravyodgama jenathi je kale, je prakare yogya chhe te kaheva layaka chhe. Sutra– 103 thi 105. Laddukapriya kumarani katha chhe, jeno saramsha a pramane – sthalaka nagaramam bhanu rajane surupa name putra hato, tene ladu ati priya hovathi tenum nama ladupriya prasiddha thayum. Oi vakhate ghana ladu khadha tene pachya nahi. Ajirna thata teno adhovayu ati ashuchi gamdhamaya nikalyo. Tene vichara avyo ke a ladu shuchi hata pana te ashuchi sharirana yoge ashuchi thai gaya. Tema a ashuchi sharirane pamine jeo papakarmane seve chhe, teo chetana sahita chhe to pana mohamaya nidra vade temanum vivekarupi chetana hanaya chhe. Avum avum vicharata tene vairagyathi samyagdarshanadino udgama thayo. A rite ahi pana ava shuddha eva charitrana udgama vade prayojana chhe. Sutra samdarbha– 100–105 |