[सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा आमे तालपलंबे अभिन्ने पडिगाहित्तए।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
છેદસૂત્રમાં બીજા છેદસૂત્ર રૂપે હાલ સ્વીકાર્ય એવા આ આગમમાં છ ઉદ્દેશાઓ છે. જેમાં કુલ – ૨૧૫ સૂત્રો છે. આ છેદસૂત્રનું ભાષ્ય પૂજ્ય મલયગિરિજી તથા પૂજ્ય ક્ષેમકીર્તિજી.ની વૃત્તિ પણ છે. અમારા આગમસુત્તાણી – સટીકં માં છપાયેલ છે. સામુદાયિક મર્યાદાના કારણે અમે ટીકા સહિત અનુવાદ પ્રકાશિત કરી શકતા નથી પરંતુ અહીં કરેલ મૂળ સૂત્રાનુવાદના સાંગોપાંગ રહસ્યને સમજવા માટે ઉક્ત ભાષ્ય અને ટીકા ગ્રંથનો સ્પર્શ અત્યંત આવશ્યક છે.
આ સૂત્રમાં અનેક વખત નિર્ગ્રન્થ અને નિર્ગ્રન્થી શબ્દનો પ્રયોગ થયેલો છે. જેનો લોકપ્રસિદ્ધ અર્થ સાધુ – સાધ્વી થાય છે. અમે પહેલાથી છેલ્લા સૂત્ર પર્યન્ત પ્રત્યેક સ્થાને ‘સાધુ – સાધ્વી’ અર્થને સ્વીકારીને જ આ અનુવાદ કરેલ છે. હવે તેનો પહેલો ઉદ્દેશો –
આ ઉદ્દેશામાં ૫૦ સૂત્રો છે. તેનો ક્રમશઃ અનુવાદ આ રીતે –
અનુવાદ:
સાધુ – સાધ્વીને અભિન્ન – (શસ્ત્ર વડે અપરિણત) અપક્વ તાલપ્રલંબ કેળા, કેરી આદિ ફળો ગ્રહણ કરવા ન કલ્પે.
Mool Sutra Transliteration :
[sutra] no kappai niggamthana va niggamthina va ame talapalambe abhinne padigahittae.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Chhedasutramam bija chhedasutra rupe hala svikarya eva a agamamam chha uddeshao chhe. Jemam kula – 215 sutro chhe. A chhedasutranum bhashya pujya malayagiriji tatha pujya kshemakirtijI.Ni vritti pana chhe. Amara agamasuttani – satikam mam chhapayela chhe. Samudayika maryadana karane ame tika sahita anuvada prakashita kari shakata nathi paramtu ahim karela mula sutranuvadana samgopamga rahasyane samajava mate ukta bhashya ane tika gramthano sparsha atyamta avashyaka chhe.
A sutramam aneka vakhata nirgrantha ane nirgranthi shabdano prayoga thayelo chhe. Jeno lokaprasiddha artha sadhu – sadhvi thaya chhe. Ame pahelathi chhella sutra paryanta pratyeka sthane ‘sadhu – sadhvi’ arthane svikarine ja a anuvada karela chhe. Have teno pahelo uddesho –
A uddeshamam 50 sutro chhe. Teno kramashah anuvada a rite –
Anuvada:
Sadhu – sadhvine abhinna – (shastra vade aparinata) apakva talapralamba kela, keri adi phalo grahana karava na kalpe.