Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1110747
Scripture Name( English ): Devendrastava Translated Scripture Name : દેવેન્દ્રસ્તવ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वैमानिक अधिकार

Translated Chapter :

વૈમાનિક અધિકાર

Section : Translated Section :
Sutra Number : 247 Category : Painna-09
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अविउत्तमल्लदामा निम्मलगत्ता सुगंधनीसासा । सव्वे अवट्ठियवया सयंपभा अनिमिसऽच्छा य ॥
Sutra Meaning : આ દેવતાઓ કદી ન મુરઝાનારી માળાવાળા, નિર્મળ દેહવાળા, સુગંધિત શ્વાસવાળા, અવ્યવસ્થિત વયવાળા, સ્વયં પ્રકાશમાન અને અનિમેષ આંખવાળા હોય છે. બધા દેવતા ૭૨ – કળામાં પંડિત હોય છે. ભવસંક્રમણની પ્રક્રિયામાં તેઓ પ્રતિપાત હોય છે. શુભ કર્મોના ઉદયવાળા તે દેવોનું શરીર સ્વાભાવિક તો આભૂષણ રહિત હોય છે, પણ પોતાની ઇચ્છાનુસાર વિકુર્વેલા આભૂષણને દેવો ધારણ કરે છે. સૌધર્મ – ઇશાનના આ દેવો માહાત્મ્ય, વર્ણ, અવગાહના, પરિમાણ અને આયુ મર્યાદા આદિ સ્થિતિ વિશેષમાં હંમેશા ગોળ સરસવની સમાન એકરૂપ હોય છે. આ કલ્પોમાં લીલા, પીળા, લાલ, શ્વેત અને કાળા વર્ણના ૫૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે. ત્યાં સેંકડો મણિઓથી જડિત ઘણા પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા અને વિવિધ પ્રકારના અલંકારો રહેલા હોય છે. સૂત્ર સંદર્ભ– ૨૪૭–૨૫૨
Mool Sutra Transliteration : [gatha] aviuttamalladama nimmalagatta sugamdhanisasa. Savve avatthiyavaya sayampabha animisachchha ya.
Sutra Meaning Transliteration : A devatao kadi na murajhanari malavala, nirmala dehavala, sugamdhita shvasavala, avyavasthita vayavala, svayam prakashamana ane animesha amkhavala hoya chhe. Badha devata 72 – kalamam pamdita hoya chhe. Bhavasamkramanani prakriyamam teo pratipata hoya chhe. Shubha karmona udayavala te devonum sharira svabhavika to abhushana rahita hoya chhe, pana potani ichchhanusara vikurvela abhushanane devo dharana kare chhe. Saudharma – ishanana a devo mahatmya, varna, avagahana, parimana ane ayu maryada adi sthiti visheshamam hammesha gola sarasavani samana ekarupa hoya chhe. A kalpomam lila, pila, lala, shveta ane kala varnana 500 umcha prasada shobhe chhe. Tyam semkado maniothi jadita ghana prakarana asana, shayya, sushobhita vistrita vastra, ratnamaya mala ane vividha prakarana alamkaro rahela hoya chhe. Sutra samdarbha– 247–252