Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1110725 | ||
Scripture Name( English ): | Devendrastava | Translated Scripture Name : | દેવેન્દ્રસ્તવ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वैमानिक अधिकार |
Translated Chapter : |
વૈમાનિક અધિકાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 225 | Category : | Painna-09 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तेत्तीसाए सुंदरि! वाससहस्सेहिं होइ पुण्णेहिं । आहारो देवाणं अनुत्तरविमानवासीणं ॥ | ||
Sutra Meaning : | હે સુંદરી ! અનુત્તર વિમાનવાસી દેવોને ૩૩,૦૦૦ વર્ષ પૂરા થાય ત્યારે આહારની ઇચ્છા થાય છે. મધ્યવર્તી આયુ ધારણ કરનારા દેવને ૧૬,૫૦૦ વર્ષ પૂરા થાય ત્યારે આહાર ગ્રહણેચ્છા થાય છે. જે દેવ ૧૦ હજાર વર્ષના આયુને ધારણ કરે છે, તેનો આહાર એક – એક દિવસના અંતરે હોય છે. હે સુંદરી ! ૧ વર્ષ અને સાડાચાર મહિને અનુત્તરવાસી દેવોને શ્વાસોચ્છ્વાસ હોય છે. હે સુતનુ ! મધ્યમ આયુને ધારણ કરવાવાળા દેવોને આઠ માસ, સાડા સાત દિવસે શ્વાસોચ્છ્વાસ હોય છે. જઘન્ય આયુ ધારણ કરવાવાળા દેવતાને શ્વાસોચ્છ્વાસ સાત સ્તોક પૂર્ણ થતા હોય છે. દેવોને જેટલા સાગરોપમની જેની સ્થિતિ, તેટલા પખવાડિયે તેમને શ્વાસોચ્છ્વાસ હોય છે અને એટલા જ હજાર વર્ષે તે દેવોને આહારની ઇચ્છા થાય છે. આ રીતે આહાર અને શ્વાસોચ્છ્વાસ મેં વર્ણવ્યો. હે સુંદરી ! હવે જલદી તેના સૂક્ષ્મ અંતરને હું ક્રમશઃ કહીશ. સૂત્ર સંદર્ભ– ૨૨૫–૨૩૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] tettisae sumdari! Vasasahassehim hoi punnehim. Aharo devanam anuttaravimanavasinam. | ||
Sutra Meaning Transliteration : | He sumdari ! Anuttara vimanavasi devone 33,000 varsha pura thaya tyare aharani ichchha thaya chhe. Madhyavarti ayu dharana karanara devane 16,500 varsha pura thaya tyare ahara grahanechchha thaya chhe. Je deva 10 hajara varshana ayune dharana kare chhe, teno ahara eka – eka divasana amtare hoya chhe. He sumdari ! 1 varsha ane sadachara mahine anuttaravasi devone shvasochchhvasa hoya chhe. He sutanu ! Madhyama ayune dharana karavavala devone atha masa, sada sata divase shvasochchhvasa hoya chhe. Jaghanya ayu dharana karavavala devatane shvasochchhvasa sata stoka purna thata hoya chhe. Devone jetala sagaropamani jeni sthiti, tetala pakhavadiye temane shvasochchhvasa hoya chhe ane etala ja hajara varshe te devone aharani ichchha thaya chhe. A rite ahara ane shvasochchhvasa mem varnavyo. He sumdari ! Have jaladi tena sukshma amtarane hum kramashah kahisha. Sutra samdarbha– 225–232 |