Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1110674
Scripture Name( English ): Devendrastava Translated Scripture Name : દેવેન્દ્રસ્તવ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वैमानिक अधिकार

Translated Chapter :

વૈમાનિક અધિકાર

Section : Translated Section :
Sutra Number : 174 Category : Painna-09
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] एयाइं विमानाइं कहियाइं जाइं जत्थ कप्पम्मि । कप्पवईण वि सुंदरि! ठिईविसेसे निसामेहि ॥
Sutra Meaning : આ પ્રકારે હે સુંદરી ! જે કલ્પમાં જેટલા વિમાનો કહ્યા છે, તે કલ્પસ્થિતિ વિશેષને સાંભળ. શક્ર મહાનુભવની બે સાગરોપમ, ઇશાનેન્દ્રની સાધિક બે સાગરોપમ કલ્પસ્થિતિ કહી છે. સનત્કુમારેન્દ્રની સાત, માહેન્દ્રની સાધિક સાત સાગરોપમ. બ્રહ્મલોકેન્દ્રની દશ, લાંતકેન્દ્રની ચૌદ સાગરોપમ. મહાશુક્રેન્દ્રની સત્તર, સહસ્રારેન્દ્રની અઢાર સાગરોપમ. આનત કલ્પમાં – ૧૯, પ્રાણત કલ્પમાં – ૨૦ સાગરોપમ. આરણ કલ્પમાં – ૨૧, અચ્યુત કલ્પમાં – ૨૨ સાગરોપમ. એ પ્રમાણે આયુ સ્થિતિ જાણવી. હવે અનુત્તર અને ગ્રૈવેયક વિમાનોના વિભાગ સાંભળો. અધો, મધ્ય અને ઉર્ધ્વ એ ત્રણે ગ્રૈવેયક છે. તે પ્રત્યેકના ત્રણ – ત્રણ પ્રકારો છે, એ રીતે નવ ગ્રૈવેયક છે – સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, વત્સ, સુવત્સ, સુમનસ, સોમનસ અને પ્રિયદર્શન. અધો ગ્રૈવેયકમાં – ૧૧૧, મધ્યમ ગ્રૈવેયકમાં – ૧૦૭ અને ઉર્ધ્વ ગ્રૈવેયકમાં – ૧૦૦ (એમ કુલ – ૩૧૮ વિમાનો છે.) અનુત્તરોપપાતિકમાં પાંચ વિમાન કહ્યા છે. હે નમિતાંગિ! સૌથી નીચે વાળા ગ્રૈવેયકોના દેવોનું આયુ ૨૩ – સાગરોપમ છે. બાકીના ઉપરના આઠમાં ક્રમશઃ એક – એક સાગરોપમની આયુ – સ્થિતિ વધતી જાય છે. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત એ ચારે વિમાન ક્રમશઃ પૂર્વ – દક્ષિણ – પશ્ચિમ – ઉત્તરમાં છે. મધ્યમાં સર્વાર્થ સિદ્ધ નામે પાંચમું વિમાન છે. આ બધાં વિમાનોની સ્થિતિ ૩૩ – સાગરોપમ ઉત્કૃષ્ટ કહી છે, પણ સર્વાર્થસિદ્ધમાં અજઘન્યોત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ કહી છે. સૂત્ર સંદર્ભ– ૧૭૪–૧૮૬
Mool Sutra Transliteration : [gatha] eyaim vimanaim kahiyaim jaim jattha kappammi. Kappavaina vi sumdari! Thiivisese nisamehi.
Sutra Meaning Transliteration : A prakare he sumdari ! Je kalpamam jetala vimano kahya chhe, te kalpasthiti visheshane sambhala. Shakra mahanubhavani be sagaropama, ishanendrani sadhika be sagaropama kalpasthiti kahi chhe. Sanatkumarendrani sata, mahendrani sadhika sata sagaropama. Brahmalokendrani dasha, lamtakendrani chauda sagaropama. Mahashukrendrani sattara, sahasrarendrani adhara sagaropama. Anata kalpamam – 19, pranata kalpamam – 20 sagaropama. Arana kalpamam – 21, achyuta kalpamam – 22 sagaropama. E pramane ayu sthiti janavi. Have anuttara ane graiveyaka vimanona vibhaga sambhalo. Adho, madhya ane urdhva e trane graiveyaka chhe. Te pratyekana trana – trana prakaro chhe, e rite nava graiveyaka chhe – sudarshana, amogha, suprabuddha, yashodhara, vatsa, suvatsa, sumanasa, somanasa ane priyadarshana. Adho graiveyakamam – 111, madhyama graiveyakamam – 107 ane urdhva graiveyakamam – 100 (ema kula – 318 vimano chhe.) Anuttaropapatikamam pamcha vimana kahya chhe. He namitamgi! Sauthi niche vala graiveyakona devonum ayu 23 – sagaropama chhe. Bakina uparana athamam kramashah eka – eka sagaropamani ayu – sthiti vadhati jaya chhe. Vijaya, vaijayamta, jayamta, aparajita e chare vimana kramashah purva – dakshina – pashchima – uttaramam chhe. Madhyamam sarvartha siddha name pamchamum vimana chhe. A badham vimanoni sthiti 33 – sagaropama utkrishta kahi chhe, pana sarvarthasiddhamam ajaghanyotkrishta 33 – sagaropama kahi chhe. Sutra samdarbha– 174–186