Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1110581
Scripture Name( English ): Devendrastava Translated Scripture Name : દેવેન્દ્રસ્તવ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

ज्योतिष्क अधिकार

Translated Chapter :

જ્યોતિષ્ક અધિકાર

Section : Translated Section :
Sutra Number : 81 Category : Painna-09
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] चंदा १ सूरा २ तारागणा ३ य नक्खत्त ४ गहगणसमग्गा ५ । पंचविहा जोइसिया, ठिई वियारी य ते भणिया ॥
Sutra Meaning : ચંદ્ર, સૂર્ય, તારાગણ, નક્ષત્ર અને ગ્રહગણ સમૂહ એ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો કહ્યા છે. હવે તેમની સ્થિતિ અને ગતિ કહીશ. તીર્છાલોકમાં જ્યોતિષીના અર્ધકપિત્થ ફળના આકારવાળા સ્ફટિક રત્નમય રમણીય અસંખ્યાત વિમાન છે. રત્નપ્રભા પૃથ્વીના સમભૂતળા ભાગથી ૭૯૦ યોજન ઊંચાઈએ તેમનું નિમ્નતળ છે. સમભૂતલા પૃથ્વીની ૮૦૦ યોજને સૂર્ય છે. એ જ રીતે ૮૮૦ યોજન ઊંચે ચંદ્ર સ્થિત છે. એ પ્રમાણે જ્યોતિષ્ક દેવ વિસ્તાર ૧૧૦ યોજન છે. એક યોજનમાં ૬૧ ભાગ કરીએ, તો તે ૬૧ ભાગમાં ૫૬ ભાગ જેટલું ચંદ્ર પરિમંડલ હોય છે. સૂર્યનો આયામ – વિષ્કંભ ૪૮ ભાગ જેટલો હોય છે. જેમાં જ્યોતિષ્ક દેવ શ્રેષ્ઠ તરુણીના ગીત અને વાદ્યોના અવાજના કારણે નિત્ય સુખ અને પ્રમોદથી પસાર થતા તે દેવો કાળને જાણતા નથી. સૂત્ર સંદર્ભ– ૮૧–૮૬
Mool Sutra Transliteration : [gatha] chamda 1 sura 2 taragana 3 ya nakkhatta 4 gahaganasamagga 5. Pamchaviha joisiya, thii viyari ya te bhaniya.
Sutra Meaning Transliteration : Chamdra, surya, taragana, nakshatra ane grahagana samuha e pamcha prakarana jyotishka devo kahya chhe. Have temani sthiti ane gati kahisha. Tirchhalokamam jyotishina ardhakapittha phalana akaravala sphatika ratnamaya ramaniya asamkhyata vimana chhe. Ratnaprabha prithvina samabhutala bhagathi 790 yojana umchaie temanum nimnatala chhe. Samabhutala prithvini 800 yojane surya chhe. E ja rite 880 yojana umche chamdra sthita chhe. E pramane jyotishka deva vistara 110 yojana chhe. Eka yojanamam 61 bhaga karie, to te 61 bhagamam 56 bhaga jetalum chamdra parimamdala hoya chhe. Suryano ayama – vishkambha 48 bhaga jetalo hoya chhe. Jemam jyotishka deva shreshtha tarunina gita ane vadyona avajana karane nitya sukha ane pramodathi pasara thata te devo kalane janata nathi. Sutra samdarbha– 81–86