Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1110573 | ||
Scripture Name( English ): | Devendrastava | Translated Scripture Name : | દેવેન્દ્રસ્તવ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वाणव्यन्तर अधिकार |
Translated Chapter : |
વાણવ્યન્તર અધિકાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 73 | Category : | Painna-09 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] उड्ढमहे तिरियम्मि य वसहिं उववेंति वंतरा देवा । भवना पुणऽण्ह रयणप्पभाए उवरिल्लए कंडे ॥ | ||
Sutra Meaning : | વ્યંતર દેવ ઉર્ધ્વ, અધો, તીર્છા લોકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં નિવાસ કરે છે. તેના ભવનો રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં હોય છે. એકૈક યુગલમાં નિયમા અસંખ્યાતા શ્રેષ્ઠભવન છે. તે વિસ્તારથી સંખ્યાત યોજનવાળા છે. જેના વિવિધ ભેદ આ પ્રમાણે છે – તે ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ સમાન, જઘન્યથી ભરતક્ષેત્ર સમાન અને મધ્યમથી વિદેહક્ષેત્ર સમાન હોય છે. જેમાં વ્યંતર દેવો શ્રેષ્ઠ તરણીના ગીત અને સંગીતના અવાજને કારણે નિત્ય સુખયુક્ત અને આનંદિત રહેતા પસાર થતા સમયને જાણતા નથી. મણિ – સુવર્ણ અને રત્નોના સ્તૂપ અને સોનાની વેદિકાથી યુક્ત એવા તેમના ભવન દક્ષિણ દિશા તરફ હોય છે અને બાકીના ઉત્તર દિશા પાસે હોય છે. આ વ્યંતર દેવોનું જઘન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ છે. આ રીતે વ્યંતર દેવોના ભવન અને સ્થિતિ સંક્ષેપથી કહી છે, હવે શ્રેષ્ઠ જ્યોતિષ્ક દેવોના આવાસનું વિવરણ સાંભળ. સૂત્ર સંદર્ભ– ૭૩–૮૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] uddhamahe tiriyammi ya vasahim uvavemti vamtara deva. Bhavana punanha rayanappabhae uvarillae kamde. | ||
Sutra Meaning Transliteration : | Vyamtara deva urdhva, adho, tirchha lokamam utpanna thaya chhe ane tyam nivasa kare chhe. Tena bhavano ratnaprabha prithvina uparana bhagamam hoya chhe. Ekaika yugalamam niyama asamkhyata shreshthabhavana chhe. Te vistarathi samkhyata yojanavala chhe. Jena vividha bheda a pramane chhe – Te utkrishtathi jambudvipa samana, jaghanyathi bharatakshetra samana ane madhyamathi videhakshetra samana hoya chhe. Jemam vyamtara devo shreshtha taranina gita ane samgitana avajane karane nitya sukhayukta ane anamdita raheta pasara thata samayane janata nathi. Mani – suvarna ane ratnona stupa ane sonani vedikathi yukta eva temana bhavana dakshina disha tarapha hoya chhe ane bakina uttara disha pase hoya chhe. A vyamtara devonum jaghanya ayu 10,000 varsha chhe ane utkrishta ayu eka palyopama chhe. A rite vyamtara devona bhavana ane sthiti samkshepathi kahi chhe, Have shreshtha jyotishka devona avasanum vivarana sambhala. Sutra samdarbha– 73–80 |