Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1110551 | ||
Scripture Name( English ): | Devendrastava | Translated Scripture Name : | દેવેન્દ્રસ્તવ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
भवनपति अधिकार |
Translated Chapter : |
ભવનપતિ અધિકાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 51 | Category : | Painna-09 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एएसिं देवाणं बल-विरिय-परक्कमो उ जो जस्स । ते सुंदरि! वण्णे हं जहक्कमं आनुपुव्वीए ॥ | ||
Sutra Meaning : | હે સુંદરી ! આ ભવનપતિ દેવોમાં જેનું બળવીર્ય પરાક્રમ છે, તેનું યથાક્રમથી, આનુપૂર્વી પૂર્વક વર્ણન કરું છું. અસુર અને અસુરકન્યા દ્વારા જે સ્વામિત્વનો વિષય છે, તેનું ક્ષેત્ર જંબૂદ્વીપ અને ચમરેન્દ્રની ચમરચંચા રાજધાની સુધી છે, આ જ સ્વામિત્વ બલિ અને વૈરોચનનું પણ છે. ધરણ અને નાગરાજ જંબૂદ્વીપને ફેણથી આચ્છાદિત કરી શકે છે. તેમજ ભૂતાનંદ માટે જાણવુ. ગરુડેન્દ્ર અને વેણુદેવ પાંખ દ્વારા જંબૂદ્વીપને આચ્છાદિત કરી શકે છે, તેવું જ વેણુદાલીનું જાણવુ. જલકાંત અને જલપ્રભ એક જ જલતરંગ દ્વારા જંબૂદ્વીપને ભરી દઈ શકે છે. અમિગતતિ અને અમિતવાહન પોતાના એક પગની એડીથી સંપૂર્ણ જંબૂદ્વીપને કંપાવી શકે છે. વેલંબ અને પ્રભંજન એક વાયુના ગુંજન દ્વારા આખા જંબૂદ્વીપને ભરી શકે છે. હે સુંદરી! ઘોષ અને મહાઘોષ એક મેઘગર્જના શબ્દથી જંબૂદ્વીપને બહેરો કરી શકે છે. હરિ અને હરિસ્સહ એક વિદ્યુત થકી આખા જંબૂદ્વીપને પ્રકાશિત કરી શકે છે. અગ્નિશીખ અને અગ્નિમાનવ એક અગ્નિ જ્વાળાથી આખા જંબૂદ્વીપને બાળી શકે છે. હે સુંદરી ! તીર્છાલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. આમાંનો કોઈપણ એક ઇન્દ્ર પોતાના રૂપો દ્વારા આ દ્વીપ અને સમુદ્રને અવગાહી શકે છે. કોઈપણ સમર્થ ઇન્દ્ર જંબૂદ્વીપને ડાબા હાથે છત્રની જેમ ધારણ કરી શકે છે. મેરુ પર્વતને પરિશ્રમ વિના ગ્રહણ કરી શકે છે. કોઈ એક શક્તિશાળી ઇન્દ્ર જંબૂદ્વીપને છત્ર અને મેરુ પર્વતને દંડ બનાવી શકે છે. આ એ બધાં ઇન્દ્રોનું બળ વિશેષ છે. સૂત્ર સંદર્ભ– ૫૧–૬૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] eesim devanam bala-viriya-parakkamo u jo jassa. Te sumdari! Vanne ham jahakkamam anupuvvie. | ||
Sutra Meaning Transliteration : | He sumdari ! A bhavanapati devomam jenum balavirya parakrama chhe, tenum yathakramathi, anupurvi purvaka varnana karum chhum. Asura ane asurakanya dvara je svamitvano vishaya chhe, tenum kshetra jambudvipa ane chamarendrani chamarachamcha rajadhani sudhi chhe, a ja svamitva bali ane vairochananum pana chhe. Dharana ane nagaraja jambudvipane phenathi achchhadita kari shake chhe. Temaja bhutanamda mate janavu. Garudendra ane venudeva pamkha dvara jambudvipane achchhadita kari shake chhe, tevum ja venudalinum janavu. Jalakamta ane jalaprabha eka ja jalataramga dvara jambudvipane bhari dai shake chhe. Amigatati ane amitavahana potana eka pagani edithi sampurna jambudvipane kampavi shake chhe. Velamba ane prabhamjana eka vayuna gumjana dvara akha jambudvipane bhari shake chhe. He sumdari! Ghosha ane mahaghosha eka meghagarjana shabdathi jambudvipane bahero kari shake chhe. Hari ane harissaha eka vidyuta thaki akha jambudvipane prakashita kari shake chhe. Agnishikha ane agnimanava eka agni jvalathi akha jambudvipane bali shake chhe. He sumdari ! Tirchhalokamam asamkhyata dvipa ane samudra chhe. Amamno koipana eka indra potana rupo dvara a dvipa ane samudrane avagahi shake chhe. Koipana samartha indra jambudvipane daba hathe chhatrani jema dharana kari shake chhe. Meru parvatane parishrama vina grahana kari shake chhe. Koi eka shaktishali indra jambudvipane chhatra ane meru parvatane damda banavi shake chhe. A e badham indronum bala vishesha chhe. Sutra samdarbha– 51–65 |