Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1110531
Scripture Name( English ): Devendrastava Translated Scripture Name : દેવેન્દ્રસ્તવ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

भवनपति अधिकार

Translated Chapter :

ભવનપતિ અધિકાર

Section : Translated Section :
Sutra Number : 31 Category : Painna-09
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] एसो वि ठिइविसेसो सुंदररूवे! विसिट्ठरूवाणं । भोमिज्जसुरवराणं सुण अनुभागे सुनयराणं ॥
Sutra Meaning : આ બધું આયુ – સ્થિતિનું વિવરણ છે. હવે હે સુંદરી ! તું ઉત્તમ ભવનવાસી દેવોનું સુંદર નગરોનું, માહાત્મ્ય છે તે સાંભળ – સંપૂર્ણ રત્નપ્રભા પૃથ્વીમાં ૧૧,૦૦૦ યોજન છે. તેમાં ૧૦૦૦ યોજન જતા ભવનપતિના નગર છે. આ (નગર) ભવન બધા અંદરથી ચતુષ્કોણ અને બહારથી ગોળાકાર છે. તે સ્વાભાવિક રીતે અત્યંત સુંદર, રમણીય, નિર્મળ અને વજ્રરત્નના બનેલા છે. ભવન નગરોના પ્રાકાર સોનાના બનેલા છે. શ્રેષ્ઠ કમળની પાંખડી ઉપર રહેલા આ ભવનો વિવિધ મણિઓથી શોભિત અને સ્વભાવથી મનોહારી છે. લાંબા સમય સુધી ન મુરઝાનારી પુષ્પમાળા અને ચંદનથી બનાવેલા દરવાજાથી યુક્ત છે. તે નગરોના ઉપરના ભાગ પતાકાથી શોભે છે તેથી તે શ્રેષ્ઠ નગર રમણીય છે. તે શ્રેષ્ઠ દ્વાર આઠ યોજન ઊંચા છે અને તેની ઉપરનો ભાગ લાલ કળશોથી સજાવેલ છે, ઉપર સોનાના ઘંટ બાંધ્યા છે. આ ભવનોમાં ભવનપતિ દેવ શ્રેષ્ઠ તરુણીના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખયુક્ત અને પ્રમુદિત રહી પસાર થતા સમયને જાણતા નથી. સૂત્ર સંદર્ભ– ૩૧–૩૮
Mool Sutra Transliteration : [gatha] eso vi thiiviseso sumdararuve! Visittharuvanam. Bhomijjasuravaranam suna anubhage sunayaranam.
Sutra Meaning Transliteration : A badhum ayu – sthitinum vivarana chhe. Have he sumdari ! Tum uttama bhavanavasi devonum sumdara nagaronum, mahatmya chhe te sambhala – Sampurna ratnaprabha prithvimam 11,000 yojana chhe. Temam 1000 yojana jata bhavanapatina nagara chhe. A (nagara) bhavana badha amdarathi chatushkona ane baharathi golakara chhe. Te svabhavika rite atyamta sumdara, ramaniya, nirmala ane vajraratnana banela chhe. Bhavana nagarona prakara sonana banela chhe. Shreshtha kamalani pamkhadi upara rahela a bhavano vividha maniothi shobhita ane svabhavathi manohari chhe. Lamba samaya sudhi na murajhanari pushpamala ane chamdanathi banavela daravajathi yukta chhe. Te nagarona uparana bhaga patakathi shobhe chhe tethi te shreshtha nagara ramaniya chhe. Te shreshtha dvara atha yojana umcha chhe ane teni uparano bhaga lala kalashothi sajavela chhe, upara sonana ghamta bamdhya chhe. A bhavanomam bhavanapati deva shreshtha tarunina gita ane vadyona avajane karane nitya sukhayukta ane pramudita rahi pasara thata samayane janata nathi. Sutra samdarbha– 31–38