Sutra Navigation: Chandravedyak ( )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1109954
Scripture Name( English ): Chandravedyak Translated Scripture Name :
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : Translated Section :
Sutra Number : 54 Category : Painna-07B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] विनओ मोक्खद्दारं विनयं मा हू कयाइ छड्डेज्जा । अप्पसुओ वि हु पुरिसो विनएण खवेइ कम्माइं ॥
Sutra Meaning : (વિનયનિગ્રહ દ્વાર) ૫૪. વિનય મોક્ષનું દ્વાર છે, વિનયને કદી મૂકવો નહીં, કારણ કે અલ્પશ્રુતનો અભ્યાસી પુરુષ પણ વિનય વડે સર્વે કર્મોને ખપાવી દે છે. ૫૫. જે પુરુષ વિનય વડે અવિનયને જીતી લે છે, શીલ – સદાચાર વડે નિઃશીલત્વ – દુરાચારને જીતી લે છે. અપાપ – ધર્મ વડે પાપને જીતી લે છે. તે ત્રણે લોકને જીતી લે છે. ૫૬. મુનિ શ્રુતજ્ઞાનમાં નિપુણ હોય, હેતુ, કારણ અને વિધિનો જાણકાર હોય છતાં અવિનીત અને ગૌરવ – યુક્ત હોય તો શ્રુતધર તેની પ્રશંસા કરતા નથી. ૫૭. બહુશ્રુત પુરુષ પણ ગુણહીન, વિનયહીન, ચારિત્ર યોગોમાં શિથિલ બનેલો હોય તો ગીતાર્થ પુરુષ તેને અલ્પ શ્રુતવાળો માને છે. ૫૮. જે તપ, નિયમ, શીલથી યુક્ત હોય, જ્ઞાન – દર્શન અને ચારિત્ર યોગમાં સદા ઉદ્યત – તત્પર હોય તે અલ્પ શ્રુતવાળો હોય તો પણ જ્ઞાની પુરુષો તેને બહુશ્રુતનું સ્થાન અર્થાત માન આપે છે. ૫૯. સમ્યક્‌ત્વમાં જ્ઞાન સમાયેલું છે, ચારિત્રમાં જ્ઞાન અને દર્શન બન્નેનો સમાવેશ થયેલો છે, ક્ષમાના બળ વડે તપ અને વિનય વડે વિશિષ્ટ પ્રકારના નિયમો સફળ બને. ૬૦. મોક્ષફળને આપનાર વિનય જેનામાં નથી, તેના વિશિષ્ટ પ્રકારના તપો, વિશિષ્ટ કોટીના નિયમો અને બીજા પણ અનેક ગુણો નિરર્થક બને છે. ૬૧. અનંતજ્ઞાની શ્રી જિનેશ્વર ભગવંતોએ સર્વ કર્મભૂમિઓમાં મોક્ષમાર્ગની પ્રરૂપણા કરતા, સર્વ પ્રથમ તો વિનયનો જ ઉપદેશ આપેલો છે. ૬૨. જે વિનય છે, તે જ જ્ઞાન છે, જે જ્ઞાન છે, તે જ વિનય છે. કેમ કે વિનય વડે જ્ઞાન મળે છે અને જ્ઞાન દ્વારા વિનયનું સ્વરૂપ જાણી શકાય છે. ૬૩. મનુષ્યોના સંપૂર્ણ ચારિત્રનો સાર વિનયમાં પ્રતિષ્ઠિત છે, તેથી વિનયહીન મુનિની પ્રશંસા નિર્ગ્રન્થ મહર્ષિઓ કરતા નથી. ૬૪. બહુશ્રુત હોવા છતાં જે અવિનીત અને અલ્પ શ્રદ્ધાસંવેગવાળો છે, તે ચારિત્રને આરાધી શકતો નથી અને ચારિત્રભ્રષ્ટ જીવ સંસારમાં ભમ્યા કરે છે. ૬૫. જે મુનિ થોડા પણ શ્રુતજ્ઞાનથી સંતુષ્ટ ચિત્તવાળો બની વિનય કરવામાં તત્પર રહે છે, પાંચ મહાવ્રતોનું નિરતિચાર પાલન કરે છે અને મન, વચન, કાયાને ગુપ્ત રાખે છે. તે અવશ્ય ચારિત્રનો આરાધક થાય છે. ૬૬. ઘણા શાસ્ત્રોનો અભ્યાસ પણ વિનયરહિત સાધુને શું લાભ કરી શકે ? લાખો કરોડો ઝમગમતા દીવા પણ આંધળા માણસને શો ફાયદો કરી શકે ? ૬૭. આ રીતે મેં વિનયના વિશિષ્ટ લાભોનું સંક્ષેપમાં વર્ણન કર્યુ. હવે વિનયપૂર્વક શીખેલા શ્રુતજ્ઞાનના વિશેષ ગુણો – લાભોનું વર્ણન કરું છું, તે સાંભળો. ૬૮. શ્રી જિનેશ્વર પરમાત્માએ ઉપદેશેલા, મહાન વિષયવાળા શ્રુતજ્ઞાનને સંપૂર્ણ રીતે જાણવો શક્ય નથી. માટે તે પુરુષો – મુનિઓ ધન્યવાદને પાત્ર છે, જે જ્ઞાની છે અને ચારિત્ર સંપન્ન છે. ૬૯.. સુર, અસુર, મનુષ્ય, ગરૂડકુમાર, નાગકુમાર, તાત ગંધર્વ દેવો વગેરે સહિત ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્છાલોકનું વિશદ સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જાણી શકાય છે. ૭૦. તેમજ જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ – આ નવ તત્ત્વોને પણ બુદ્ધિમાન પુરુષો શ્રુતજ્ઞાન વડે જાણી શકે છે. તેથી જ્ઞાન એ ચારિત્રનો હેતુ છે. ૭૧. જાણેલા દોષોનો ત્યાગ થાય છે અને જાણેલા ગુણોનું સેવન થાય છે. એટલે ધર્મના સાધનભૂત એ બંને વસ્તુ જ્ઞાન દ્વારા જ સિદ્ધ થાય છે. સૂત્ર સંદર્ભ– ૫૪–૭૧
Mool Sutra Transliteration : [gatha] vinao mokkhaddaram vinayam ma hu kayai chhaddejja. Appasuo vi hu puriso vinaena khavei kammaim.
Sutra Meaning Transliteration : (vinayanigraha dvara) 54. Vinaya mokshanum dvara chhe, vinayane kadi mukavo nahim, karana ke alpashrutano abhyasi purusha pana vinaya vade sarve karmone khapavi de chhe. 55. Je purusha vinaya vade avinayane jiti le chhe, shila – sadachara vade nihshilatva – duracharane jiti le chhe. Apapa – dharma vade papane jiti le chhe. Te trane lokane jiti le chhe. 56. Muni shrutajnyanamam nipuna hoya, hetu, karana ane vidhino janakara hoya chhatam avinita ane gaurava – yukta hoya to shrutadhara teni prashamsa karata nathi. 57. Bahushruta purusha pana gunahina, vinayahina, charitra yogomam shithila banelo hoya to gitartha purusha tene alpa shrutavalo mane chhe. 58. Je tapa, niyama, shilathi yukta hoya, jnyana – darshana ane charitra yogamam sada udyata – tatpara hoya te alpa shrutavalo hoya to pana jnyani purusho tene bahushrutanum sthana arthata mana ape chhe. 59. Samyaktvamam jnyana samayelum chhe, charitramam jnyana ane darshana banneno samavesha thayelo chhe, kshamana bala vade tapa ane vinaya vade vishishta prakarana niyamo saphala bane. 60. Mokshaphalane apanara vinaya jenamam nathi, tena vishishta prakarana tapo, vishishta kotina niyamo ane bija pana aneka guno nirarthaka bane chhe. 61. Anamtajnyani shri jineshvara bhagavamtoe sarva karmabhumiomam mokshamargani prarupana karata, sarva prathama to vinayano ja upadesha apelo chhe. 62. Je vinaya chhe, te ja jnyana chhe, je jnyana chhe, te ja vinaya chhe. Kema ke vinaya vade jnyana male chhe ane jnyana dvara vinayanum svarupa jani shakaya chhe. 63. Manushyona sampurna charitrano sara vinayamam pratishthita chhe, tethi vinayahina munini prashamsa nirgrantha maharshio karata nathi. 64. Bahushruta hova chhatam je avinita ane alpa shraddhasamvegavalo chhe, te charitrane aradhi shakato nathi ane charitrabhrashta jiva samsaramam bhamya kare chhe. 65. Je muni thoda pana shrutajnyanathi samtushta chittavalo bani vinaya karavamam tatpara rahe chhe, pamcha mahavratonum niratichara palana kare chhe ane mana, vachana, kayane gupta rakhe chhe. Te avashya charitrano aradhaka thaya chhe. 66. Ghana shastrono abhyasa pana vinayarahita sadhune shum labha kari shake\? Lakho karodo jhamagamata diva pana amdhala manasane sho phayado kari shake\? 67. A rite mem vinayana vishishta labhonum samkshepamam varnana karyu. Have vinayapurvaka shikhela shrutajnyanana vishesha guno – labhonum varnana karum chhum, te sambhalo. 68. Shri jineshvara paramatmae upadeshela, mahana vishayavala shrutajnyanane sampurna rite janavo shakya nathi. Mate te purusho – munio dhanyavadane patra chhe, je jnyani chhe ane charitra sampanna chhe. 69.. Sura, asura, manushya, garudakumara, nagakumara, tata gamdharva devo vagere sahita urdhvaloka, adholoka ane tirchhalokanum vishada svarupa shrutajnyanathi jani shakaya chhe. 70. Temaja jiva, ajiva, punya, papa, ashrava, samvara, bamdha, nirjara ane moksha – a nava tattvone pana buddhimana purusho shrutajnyana vade jani shake chhe. Tethi jnyana e charitrano hetu chhe. 71. Janela doshono tyaga thaya chhe ane janela gunonum sevana thaya chhe. Etale dharmana sadhanabhuta e bamne vastu jnyana dvara ja siddha thaya chhe. Sutra samdarbha– 54–71