Sutra Navigation: Chandravedyak ( )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1109922
Scripture Name( English ): Chandravedyak Translated Scripture Name :
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : Translated Section :
Sutra Number : 22 Category : Painna-07B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] वोच्छं आयरियगुणे अनेगगुणसयसहस्सधारीणं । ववहारदेसगाणं सुयरयणसुसत्थवाहाणं ॥
Sutra Meaning : (આચાર્યગુણ દ્વાર) હવે આચાર્ય ભગવંતોના ગુણો હું કહું છું, તેને તમે એકાગ્ર ચિત્તથી સાંભળો. ૨૨. શુદ્ધ વ્યવહાર માર્ગના પ્રરૂપક, શ્રુતજ્ઞાનરૂપ રત્નોના સાર્થવાહ અને ક્ષમા વગેરે અનેક – લાખો ગુણોના ધારક એવા આચાર્યના ગુણોને હું કહીશ. ૨૩. પૃથ્વીની જેમ સઘળું સહન કરનારા, મેરુ જેવા નિષ્પ્રકંપ – ધર્મમાં નિશ્ચલ, ચંદ્ર જેવા સૌમ્ય કાંતિવાળા, શિષ્યાદિએ આલોચેલા દોષો બીજા પાસે પ્રગટ ન કરનારા, આલોચના યોગ્ય હેતુ, કારણ અને વિધિને જાણનારા – ૨૪. ગંભીર હૃદયવાળા, પરવાદીઓ વગેરેથી પરાભવ ન પામનારા, ઉચિત કાળ – દેશ અને ભાવના જાણકાર, ત્વરા વિનાના – કોઈ કાર્યમાં ઉતાવળ ન કરનારા, ભ્રાંતિ રહિત – ૨૫. આશ્રિત શિષ્યાદિને સંયમ – સ્વાધ્યાયાદિમાં પ્રેરક અને માયા વિનાના, લૌકીક, વૈદિક અને સામાજિક – શાસ્ત્રોમાં જેમનો પ્રવેશ છે – તથા – ૨૬. સ્વ સમય – જિનાગમ અને પર સમય – અન્ય દર્શન શાસ્ત્રોના જ્ઞાતા, જેની આદિમાં સામાયિક અને અંતમાં પૂર્વો વ્યવસ્થિત છે, ૨૭. એવી દ્વાદશાંગીના અર્થો જેમણે મેળવ્યા છે, ગ્રહણ કર્યા છે, એવા આચાર્યોની વિદ્વદ્‌જન પંડિતો સદા પ્રશંસા કરે છે. ૨૮. અનાદિ સંસારમાં અનેક જન્મોને વિશે આ જીવે કર્મ – કામ, ધંધા, શિલ્પકળા તથા બીજા ધર્મ આચારોના જ્ઞાતા – ઉપદેષ્ટા હજારો આચાર્યો પ્રાપ્ત કર્યા છે. ૨૯. સર્વજ્ઞ કથિત નિર્ગ્રન્થ પ્રવચનમાં જે આચાર્યો છે, તેઓ સંસાર અને મોક્ષ – બંનેના યથાર્થ સ્વરૂપને જણાવનારા હોવાથી ૩૦. જેમ એક પ્રદીપ્ત દીવાથી સેંકડો દીપક પ્રકાશિત થાય છે છતાં તે દીવો પ્રદીપ્ત જ રહે છે.તેમ દીપક જેવા આચાર્ય ભગવંતો સ્વ અને પર આત્માઓના પ્રકાશક – ઉદ્ધારક હોય છે. ૩૧. સૂર્ય જેવા પ્રતાપી, ચંદ્ર જેવા સૌમ્ય – શીતલ અને કાંતિમય તથા સંસાર સાગરથી પાર ઉતારનાર આચાર્યોના ચરણોમાં જે પુન્યશાળીઓ નિત્ય પ્રણામ કરે છે, તે ધન્ય છે. ૩૨. આવા આચાર્ય ભગવંતોની ભક્તિના રાગ વડે આ લોકમાં કીર્તિ, પરલોકમાં ઉત્તમ દેવગતિ અને ધર્મમાં અનન્ય બોધિ – શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. ૩૩. દેવલોકમાં રહેલા દેવો પણ દિવ્ય અવધિજ્ઞાન વડે આચાર્ય ભગવંતોને જોઈને હંમેશા તેમના ગુણોનું સ્મરણ કરતા પોતાના આસન – શયનાદિ મૂકી દે છે. ૩૪. દેવલોકમાં રૂપવતી અપ્સરાઓની મધ્યે રહેલ દેવો પણ નિર્ગ્રન્થ પ્રવચનનું સ્મરણ કરતા તે અપ્સરાઓ દ્વારા આચાર્ય ભગવંતોને વંદન કરાવે છે. ૩૫. જે સાધુઓ છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ આદિ દુષ્કર તપ કરવા છતાં ગુરુ વચનનું પાલન કરતા નથી, તેઓ અનંત સંસારી બને છે. ૩૬. અહીં ગણાવ્યા તે અને બીજા પણ ઘણા ગુણો આચાર્ય ભગવંતોના હોવાથી, તેની સંખ્યાનુ પ્રમાણ થઈ શકે એમ નથી. હવે હું શિષ્યના વિશિષ્ટ ગુણોને સંક્ષેપમાં કહીશ – સૂત્ર સંદર્ભ– ૨૨–૩૬
Mool Sutra Transliteration : [gatha] vochchham ayariyagune anegagunasayasahassadharinam. Vavaharadesaganam suyarayanasusatthavahanam.
Sutra Meaning Transliteration : (acharyaguna dvara) Have acharya bhagavamtona guno hum kahum chhum, tene tame ekagra chittathi sambhalo. 22. Shuddha vyavahara margana prarupaka, shrutajnyanarupa ratnona sarthavaha ane kshama vagere aneka – lakho gunona dharaka eva acharyana gunone hum kahisha. 23. Prithvini jema saghalum sahana karanara, meru jeva nishprakampa – dharmamam nishchala, chamdra jeva saumya kamtivala, shishyadie alochela dosho bija pase pragata na karanara, alochana yogya hetu, karana ane vidhine jananara – 24. Gambhira hridayavala, paravadio vagerethi parabhava na pamanara, uchita kala – desha ane bhavana janakara, tvara vinana – koi karyamam utavala na karanara, bhramti rahita – 25. Ashrita shishyadine samyama – svadhyayadimam preraka ane maya vinana, laukika, vaidika ane samajika – shastromam jemano pravesha chhe – tatha – 26. Sva samaya – jinagama ane para samaya – anya darshana shastrona jnyata, jeni adimam samayika ane amtamam purvo vyavasthita chhe, 27. Evi dvadashamgina artho jemane melavya chhe, grahana karya chhe, eva acharyoni vidvadjana pamdito sada prashamsa kare chhe. 28. Anadi samsaramam aneka janmone vishe a jive karma – kama, dhamdha, shilpakala tatha bija dharma acharona jnyata – upadeshta hajaro acharyo prapta karya chhe. 29. Sarvajnya kathita nirgrantha pravachanamam je acharyo chhe, teo samsara ane moksha – bamnena yathartha svarupane janavanara hovathi 30. Jema eka pradipta divathi semkado dipaka prakashita thaya chhe chhatam te divo pradipta ja rahe chhE.Tema dipaka jeva acharya bhagavamto sva ane para atmaona prakashaka – uddharaka hoya chhe. 31. Surya jeva pratapi, chamdra jeva saumya – shitala ane kamtimaya tatha samsara sagarathi para utaranara acharyona charanomam je punyashalio nitya pranama kare chhe, te dhanya chhe. 32. Ava acharya bhagavamtoni bhaktina raga vade a lokamam kirti, paralokamam uttama devagati ane dharmamam ananya bodhi – shraddha prapta thaya chhe. 33. Devalokamam rahela devo pana divya avadhijnyana vade acharya bhagavamtone joine hammesha temana gunonum smarana karata potana asana – shayanadi muki de chhe. 34. Devalokamam rupavati apsaraoni madhye rahela devo pana nirgrantha pravachananum smarana karata te apsarao dvara acharya bhagavamtone vamdana karave chhe. 35. Je sadhuo chhaththa, aththama, chara upavasa adi dushkara tapa karava chhatam guru vachananum palana karata nathi, teo anamta samsari bane chhe. 36. Ahim ganavya te ane bija pana ghana guno acharya bhagavamtona hovathi, teni samkhyanu pramana thai shake ema nathi. Have hum shishyana vishishta gunone samkshepamam kahisha – Sutra samdarbha– 22–36