Sutra Navigation: Chandrapragnapati ( ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107512
Scripture Name( English ): Chandrapragnapati Translated Scripture Name : ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्राभृत-१

Translated Chapter :

પ્રાભૃત-૧

Section : प्राभृत-प्राभृत-१ Translated Section : પ્રાભૃત-પ્રાભૃત-૧
Sutra Number : 212 Category : Upang-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] इइ एस पाहुडत्था, अभव्वजनहिययदुल्लहा इणमो । उक्कित्तिता भगवती, जोतिसरायस्स पन्नत्ती ॥
Sutra Meaning : સૂત્ર– ૨૧૨. આ પૂર્વકથિત પ્રકારથી પ્રકૃતાર્થ એવી તથા અભવ્યજનોના હૃદયમાં દુર્લભ એવી ભગવતી જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિનું અર્થાત ચંદ્ર – સૂર્ય પ્રજ્ઞપ્તિનું કીર્તન કરે છે. સૂત્ર– ૨૧૩. આને ગ્રહણ કરીને જડ, ગૌરવયુક્ત, માની, પ્રત્યનીક, અબહુશ્રુતને આ પ્રજ્ઞપ્તિનું જ્ઞાન ન દેવું જોઈએ. આનાથી વિપરીત જનોને, જેમ કે સરળ યાવત્‌ શ્રુતવાનને દેવું જોઈએ. સૂત્ર– ૨૧૪. શ્રદ્ધા, ધૃતિ, ધૈર્ય, ઉત્સાહ, ઉત્થાન, બળ, વીર્ય, પરાક્રમ વડે યુક્ત થઈને આની શિક્ષા પ્રાપ્ત કરનાર પણ જો અયોગ્ય હોય તો તેને આ પ્રજ્ઞપ્તિનું પ્રરૂપણ કરવું ન જોઈએ. જેમ કે – સૂત્ર– ૨૧૫. જે પ્રવચન, કુળ, ગણ, સંઘથી બહાર કરાયેલા હોય. જ્ઞાન અને વિનયથી હીન હોય, અરિહંત – ગણધર અને સ્થવિરની મર્યાદાથી રહિત હોય, તેમને આ પ્રજ્ઞપ્તિ ન દેવી.. સૂત્ર– ૨૧૬. ધૈર્ય, ઉત્થાન, ઉત્સાહ, કર્મ, બળ, વીર્યથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આને નિયમથી આત્મામાં ધારણ કરવી. અવિનીતને આ જ્ઞાન ક્યારેય ન આપવું. સૂત્ર– ૨૧૭. જન્મ – મૃત્યુ અને કલેશ દોષથી રહિત ભગવંત મહાવીરના સુખ દેનારા ચરણકમળમાં હું વિનયથી નમ્ર થઈને વંદન કરું છું. સૂત્ર– ૨૧૮. આ સંગ્રહણી ગાથાઓ કહી. સૂત્ર સંદર્ભ– ૨૧૨–૨૧૮
Mool Sutra Transliteration : [gatha] ii esa pahudattha, abhavvajanahiyayadullaha inamo. Ukkittita bhagavati, jotisarayassa pannatti.
Sutra Meaning Transliteration : Sutra– 212. A purvakathita prakarathi prakritartha evi tatha abhavyajanona hridayamam durlabha evi bhagavati jyotisharaja prajnyaptinum arthata chamdra – surya prajnyaptinum kirtana kare chhe. Sutra– 213. Ane grahana karine jada, gauravayukta, mani, pratyanika, abahushrutane a prajnyaptinum jnyana na devum joie. Anathi viparita janone, jema ke sarala yavat shrutavanane devum joie. Sutra– 214. Shraddha, dhriti, dhairya, utsaha, utthana, bala, virya, parakrama vade yukta thaine ani shiksha prapta karanara pana jo ayogya hoya to tene a prajnyaptinum prarupana karavum na joie. Jema ke – Sutra– 215. Je pravachana, kula, gana, samghathi bahara karayela hoya. Jnyana ane vinayathi hina hoya, arihamta – ganadhara ane sthavirani maryadathi rahita hoya, temane a prajnyapti na devi.. Sutra– 216. Dhairya, utthana, utsaha, karma, bala, viryathi jnyana prapta karavum joie. Ane niyamathi atmamam dharana karavi. Avinitane a jnyana kyareya na apavum. Sutra– 217. Janma – mrityu ane kalesha doshathi rahita bhagavamta mahavirana sukha denara charanakamalamam hum vinayathi namra thaine vamdana karum chhum. Sutra– 218. A samgrahani gathao kahi. Sutra samdarbha– 212–218