Sutra Navigation: Chandrapragnapati ( ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107479
Scripture Name( English ): Chandrapragnapati Translated Scripture Name : ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्राभृत-१

Translated Chapter :

પ્રાભૃત-૧

Section : प्राभृत-प्राभृत-१ Translated Section : પ્રાભૃત-પ્રાભૃત-૧
Sutra Number : 179 Category : Upang-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] केणं वड्ढति चंदो, परिहानी केण होति चंदस्स । कालो वा जोण्हो वा, केननुभावेण चंदस्स ॥
Sutra Meaning : સૂત્ર– ૧૭૯. ચંદ્ર કઈ રીતે વધે છે ? ચંદ્રની હાનિ કઈ રીતે થાય છે? ચંદ્ર કયા અનુભાવથી કાળો કે શુક્લ થાય છે? સૂત્ર– ૧૮૦. કૃષ્ણ રાહુ વિમાન નિત્ય ચંદ્રથી અવિરહિત હોય છે. ચાર અંગુલ ચંદ્રની નીચેથી ચરે છે. સૂત્ર– ૧૮૧. શુક્લ પક્ષમાં જ્યારે ચંદ્રની વૃદ્ધિ થાય છે, ત્યારે એક – એક દિવસમાં ૬૨ – ૬૨ ભાગ પ્રમાણથી ચંદ્ર તેનો ક્ષય કરે છે. સૂત્ર– ૧૮૨. પંદર ભાગથી પંદર દિવસમાં ચંદ્રને તે વરણ કરે છે. ૧૫ – ભાગથી વળી તેનું અવક્રમ કરે છે. સૂત્ર– ૧૮૩. એ પ્રમાણે ચંદ્ર વૃદ્ધિ પામે છે, ચંદ્રની પરિહાનિ થાય છે. આ અનુભાવથી ચંદ્ર કૃષ્ણ કે શુક્લ થાય છે. સૂત્ર– ૧૮૪. મનુષ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ચંદ્ર – સૂર્ય – ગ્રહગણાદિ પંચવિધ જ્યોતિષ્ક ભ્રમણશીલ હોય છે. સૂત્ર– ૧૮૫. તેના સિવાયના જે બાકીના ચંદ્ર – સૂર્ય – ગ્રહ – તારા અને નક્ષત્રો છે, તેને ગતિ કે ચાર નથી, તેને અવસ્થિત જાણવા. સૂત્ર– ૧૮૬. એ પ્રમાણે જંબૂદ્વીપમાં બમણા, લવણમાં ચારગુણા, તેનાથી ત્રણગુણા ચંદ્ર – સૂર્યો ધાતકીખંડમાં છે. સૂત્ર– ૧૮૭. આ દ્વીપમાં બે ચંદ્ર, ચાર લવણસમુદ્રમાં, ધાતકીખંડમાં બાર ચંદ્ર અને સૂર્યો હોય છે. સૂત્ર– ૧૮૮. ધાતકીખંડથી આગળ – આગળ ચંદ્રનું પ્રમાણ ત્રણગણુ અને પૂર્વના ચંદ્રને ઉમેરીને થાય છે. સૂત્ર– ૧૮૯. નક્ષત્ર, ગ્રહ, તારાનું પ્રમાણ જો જાણવું હોય તો તે ચંદ્રથી ગુણિત કરવાથી પણ તે પ્રાપ્ત થઈ શકે છે. સૂત્ર– ૧૯૦. મનુષ્યક્ષેત્રની બહાર ચંદ્ર – સૂર્યોની જ્યોત્સના અવસ્થિત છે. ચંદ્ર અભિજિતથી, સૂર્ય પુષ્યથી યુક્ત હોય છે. સૂત્ર– ૧૯૧. ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર અન્યૂન પચાશ હજાર યોજન છે. સૂત્ર– ૧૯૨. સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર મનુષ્ય ક્ષેત્રની બહાર એક લાખ યોજન હોય છે. સૂત્ર– ૧૯૩. મનુષ્યલોક બહાર સૂર્ય – ચંદ્રથી, ચંદ્ર – સૂર્યથી અંતરિત થાય છે, તેમની લેશ્યા આશ્ચર્યકારી – શુભ અને મંદ હોય છે. સૂત્ર– ૧૯૪. એક ચંદ્રના પરિવારમાં૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો હોય છે. હવે હું તારાગણનું પ્રમાણ કહીશ. સૂત્ર– ૧૯૫. એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ છે. સૂત્ર– ૧૯૬. મનુષ્યક્ષેત્રમાં જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો ઉર્ધ્વોત્પન્ન, કલ્પોત્પન્ન, વિમાનોત્પન્ન, ચારોત્પન્ન, ચાર સ્થિતિક, ગતિરતિક, ગતિસમાપન્ન છે ? તે દેવો ઉર્ધ્વોત્પન્નક નથી, કલ્પોત્પન્નક નથી, વિમાનોત્પન્ન છે, ચારોત્પન્નક છે, ચારસ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિસમાપન્નક છે, ઉર્ધ્વમુખ કદંબપુષ્પ સંસ્થાન સંસ્થિત, હજાર યોજન તાપક્ષેત્રવાળા, બાહ્ય પર્ષદાથી વિકુર્વિત હજારો મહા આહત નૃત્ય ગીત વાજિંત્ર તંત્રી તલતાલ ત્રુટિત ઘન મૃદંગના પટુ પ્રવાદિત સ્વ વડે, મહા ઉત્કૃષ્ટ સિંહનાદના કલકલ રવથી, સ્વચ્છ પર્વતરાજ મેરુને પ્રદક્ષિણાવર્ત મંડલ ચારથી અનુપરિવર્તન કરે છે. ત્યારે તે દેવોનો ઇન્દ્ર જ્યારે ચ્યવે છે, તે કઈ રીતે અહીં વિચરે છે ? તો ચાર – પાંચ સામાનિક દેવો તે સ્થાનને અંગિકાર કરીને વિચરે છે યાવત્‌ અહીં બીજો ઇન્દ્ર જ્યારે ઉત્પન્ન થાય છે. તે ઇન્દ્રસ્થાન કેટલા કાળથી વિરહિત કહેલ છે ? તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ રહે. મનુષ્યક્ષેત્રની બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ છે, તે દેવો શું ઉર્ધ્વોત્પન્ન, કલ્પોત્પન્ન, વિમાનોત્પન્ન, ચારસ્થિતિક, ગતિરતિક, ગતિસમાપન્નક છે ? તે દેવો ઉર્ધ્વોત્પન્ન નથી, કલ્પોત્પન્ન નથી, વિમાનોત્પન્ન છે, ચારોત્પન્ન નથી, ચાર સ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિસમાપન્નક નથી, પક્વ ઇંટના સંસ્થાનથી સંસ્થિત છે, લાખ યોજન તાપક્ષેત્રવાળા છે, બાહ્ય વૈક્રિય પર્ષદા વડે લાખો મહાન આહત, નૃત્ય, ગીત, વાજિંત્ર યાવત્‌ રવ વડે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરે છે. તે દેવો સુખલેશ્યા, મંદલેશ્યા, મંદાતપલેશ્યા, ચિત્રાંતર લેશ્યા, અન્યોન્ય સમવગાઢ લેશ્યા, કૂટની માફક સ્થાન – સ્થિત, તે પ્રદેશમાં ચારે દિશા – વિદિશાને અવભાસિત કરતા, ઉદ્યોતીત કરતા, તાપિત કરતા, પ્રભાસિત કરતા રહે છે. ત્યાં તે દેવોનો ઇન્દ્ર જ્યારે ચ્યવે છે, તેઓ ત્યારે શું કરે છે ? ત્યારે યાવત્‌ ચાર – પાંચ સામાનિક દેવો તે સ્થાનને પૂર્વવત્‌ યાવત્‌ છ માસ વિરહકાળ રહે છે. સૂત્ર સંદર્ભ– ૧૭૯–૧૯૬
Mool Sutra Transliteration : [gatha] kenam vaddhati chamdo, parihani kena hoti chamdassa. Kalo va jonho va, kenanubhavena chamdassa.
Sutra Meaning Transliteration : Sutra– 179. Chamdra kai rite vadhe chhe\? Chamdrani hani kai rite thaya chhe? Chamdra kaya anubhavathi kalo ke shukla thaya chhe? Sutra– 180. Krishna rahu vimana nitya chamdrathi avirahita hoya chhe. Chara amgula chamdrani nichethi chare chhe. Sutra– 181. Shukla pakshamam jyare chamdrani vriddhi thaya chhe, tyare eka – eka divasamam 62 – 62 bhaga pramanathi chamdra teno kshaya kare chhe. Sutra– 182. Pamdara bhagathi pamdara divasamam chamdrane te varana kare chhe. 15 – bhagathi vali tenum avakrama kare chhe. Sutra– 183. E pramane chamdra vriddhi pame chhe, chamdrani parihani thaya chhe. A anubhavathi chamdra krishna ke shukla thaya chhe. Sutra– 184. Manushya kshetramam utpanna thayela chamdra – surya – grahaganadi pamchavidha jyotishka bhramanashila hoya chhe. Sutra– 185. Tena sivayana je bakina chamdra – surya – graha – tara ane nakshatro chhe, tene gati ke chara nathi, tene avasthita janava. Sutra– 186. E pramane jambudvipamam bamana, lavanamam charaguna, tenathi tranaguna chamdra – suryo dhatakikhamdamam chhe. Sutra– 187. A dvipamam be chamdra, chara lavanasamudramam, dhatakikhamdamam bara chamdra ane suryo hoya chhe. Sutra– 188. Dhatakikhamdathi agala – agala chamdranum pramana tranaganu ane purvana chamdrane umerine thaya chhe. Sutra– 189. Nakshatra, graha, taranum pramana jo janavum hoya to te chamdrathi gunita karavathi pana te prapta thai shake chhe. Sutra– 190. Manushyakshetrani bahara chamdra – suryoni jyotsana avasthita chhe. Chamdra abhijitathi, surya pushyathi yukta hoya chhe. Sutra– 191. Chamdrathi suryanum ane suryathi chamdranum amtara anyuna pachasha hajara yojana chhe. Sutra– 192. Suryathi suryanum ane chamdrathi chamdranum amtara manushya kshetrani bahara eka lakha yojana hoya chhe. Sutra– 193. Manushyaloka bahara surya – chamdrathi, chamdra – suryathi amtarita thaya chhe, temani leshya ashcharyakari – shubha ane mamda hoya chhe. Sutra– 194. Eka chamdrana parivaramam88 graho, 28 nakshatro hoya chhe. Have hum taragananum pramana kahisha. Sutra– 195. Eka chamdrana parivaramam 66,975 kodakodi taragana chhe. Sutra– 196. Manushyakshetramam je chamdra, surya, grahagana, nakshatra, tararupa chhe, te devo urdhvotpanna, kalpotpanna, vimanotpanna, charotpanna, chara sthitika, gatiratika, gatisamapanna chhe\? Te devo urdhvotpannaka nathi, kalpotpannaka nathi, vimanotpanna chhe, charotpannaka chhe, charasthitika nathi, gatiratika chhe, gatisamapannaka chhe, urdhvamukha kadambapushpa samsthana samsthita, hajara yojana tapakshetravala, bahya parshadathi vikurvita hajaro maha ahata nritya gita vajimtra tamtri talatala trutita ghana mridamgana patu pravadita sva vade, maha utkrishta simhanadana kalakala ravathi, svachchha parvataraja merune pradakshinavarta mamdala charathi anuparivartana kare chhe. Tyare te devono indra jyare chyave chhe, te kai rite ahim vichare chhe\? To chara – pamcha samanika devo te sthanane amgikara karine vichare chhe yavat ahim bijo indra jyare utpanna thaya chhe. Te indrasthana ketala kalathi virahita kahela chhe\? Te jaghanya eka samaya ane utkrishta chha masa rahe. Manushyakshetrani bahara je chamdra, surya, graha, nakshatra, tararupa chhe, te devo shum urdhvotpanna, kalpotpanna, vimanotpanna, charasthitika, gatiratika, gatisamapannaka chhe\? Te devo urdhvotpanna nathi, kalpotpanna nathi, vimanotpanna chhe, charotpanna nathi, chara sthitika chhe, gatiratika nathi, gatisamapannaka nathi, pakva imtana samsthanathi samsthita chhe, lakha yojana tapakshetravala chhe, bahya vaikriya parshada vade lakho mahana ahata, nritya, gita, vajimtra yavat rava vade divya bhogopabhoga bhogavato vichare chhe. Te devo sukhaleshya, mamdaleshya, mamdatapaleshya, chitramtara leshya, anyonya samavagadha leshya, kutani maphaka sthana – sthita, te pradeshamam chare disha – vidishane avabhasita karata, udyotita karata, tapita karata, prabhasita karata rahe chhe. Tyam te devono indra jyare chyave chhe, teo tyare shum kare chhe\? Tyare yavat chara – pamcha samanika devo te sthanane purvavat yavat chha masa virahakala rahe chhe. Sutra samdarbha– 179–196