Sutra Navigation: Antkruddashang ( અંતકૃર્દ્દશાંગસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105204
Scripture Name( English ): Antkruddashang Translated Scripture Name : અંતકૃર્દ્દશાંગસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वर्ग-१

अध्ययन-१ गौतम

Translated Chapter :

વર્ગ-૧

અધ્યયન-૧ ગૌતમ

Section : Translated Section :
Sutra Number : 4 Category : Ang-08
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सुमिणद्दंसण-कहणा जम्मं बालत्तणं कलाओ जोव्वण-पाणिग्गहणं कण्णा पासायभोगा
Sutra Meaning : સૂત્ર . (જ્ઞાતાધર્મકથા સૂત્રમાં મહાબલકુમારમાં વર્ણિત) .સ્વપ્નદર્શન, .કથન, .જન્મ, .બાલ્યત્વ, .કલા, .યૌવન, .પાણીગ્રહણ, .કાંતા, .પ્રસાદ અને ૧૦.ભોગ. (આટલી બાબતો અહી ગૌતમકુમારમાં પણ જાણવી) સૂત્ર . વિશેષ કે કુમારનું નામ ગૌતમ રાખવામાં આવેલું), આઠ શ્રેષ્ઠ રાજકન્યા સાથે એક દિવસે પાણીગ્રહણ થયું, આઠ આઠ સંખ્યામાં દાયજો આપ્યો. તે કાળે, તે સમયે આદિકર અરહંત અરિષ્ઠનેમિ યાવત્‌ સંયમ અને તપથી પોતાનાં આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા હતા. દ્વારિકા નગરીએ સમવસરણમાં ચારે પ્રકારના દેવો આવ્યા, શ્રીકૃષ્ણ પણ નીકળ્યા. ત્યારે ગૌતમકુમાર, (જ્ઞાતાધર્મકથામાં વર્ણિત)મેઘકુમારની જેમ નીકળ્યા, ધર્મ સાંભળ્યો. વિશેષ કે માતાપિતાને પૂછીને આપની પાસે દીક્ષા લઈશ. રીતે મેઘકુમારની જેમ અણગાર થયા યાવત્‌ નિર્ગ્રન્થ પ્રવચનને આગળ કરીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે ગૌતમ અન્ય કોઈ દિવસે અરહંત અરિષ્ટનેમિના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ અગિયાર અંગ ભણ્યા. ઘણા ઉપવાસાદિથી તપ કરતા યાવત્‌ સંયમથી આત્માને ભાવિત કરતા વિચરે છે. અરહંત અરિષ્ટનેમિ કોઈ દિવસે દ્વારાવતીના નંદનવનથી નીકળી બહાર જનપદમાં વિચરે છે ત્યારે ગૌતમ અણગાર કોઈ દિવસે ભગવંત પાસે આવ્યા. ભગવંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને, વંદન નમસ્કાર કરીને કહ્યું ભગવન્‌ ! આપની અનુજ્ઞા પામીને હું માસિકી ભિક્ષુપ્રતિમા સ્વીકારીને વિચરવા ઇચ્છુ છું. પ્રમાણે સ્કંદકની માફક બાર ભિક્ષુપ્રતિમાને સ્પર્શીને ગુણરત્ન તપને તે રીતે સ્પર્શીને બધુ સ્કંદક માફક યાવત્‌ ચિંતવે છે, તે રીતે પૂછે છે, સ્થવિરો સાથે શત્રુંજ્યે ચડે છે, માસિકી સંલેખનાથી બાર વર્ષનો પર્યાય પાળી, અંતકૃત કેવલી થઇ યાવત્‌ સિદ્ધ થાય છે. સૂત્ર સંદર્ભ ,
Mool Sutra Transliteration : [gatha] suminaddamsana-kahana jammam balattanam kalao ya. Jovvana-paniggahanam kanna pasayabhoga ya.
Sutra Meaning Transliteration : Sutra 4. (jnyatadharmakatha sutramam mahabalakumaramam varnita) 1.Svapnadarshana, 2.Kathana, 3.Janma, 4.Balyatva, 5.Kala, 6.Yauvana, 7.Panigrahana, 8.Kamta, 9.Prasada ane 10.Bhoga. (atali babato ahi gautamakumaramam pana janavi) Sutra 5. Vishesha e ke kumaranum nama gautama rakhavamam avelum), Atha shreshtha rajakanya sathe eka divase ja panigrahana thayum, atha atha samkhyamam dayajo apyo. Te kale, te samaye adikara arahamta arishthanemi yavat samyama ane tapathi potanam atmane bhavita karata vichari rahya hata. Dvarika nagarie samavasaranamam chare prakarana devo avya, shrikrishna pana nikalya. Tyare gautamakumara, (jnyatadharmakathamam varnita)meghakumarani jema nikalya, dharma sambhalyo. Vishesha e ke matapitane puchhine apani pase diksha laisha. E rite meghakumarani jema anagara thaya yavat a nirgrantha pravachanane agala karine vicharava lagya. Tyarapachhi te gautama anya koi divase arahamta arishtanemina tatharupa sthaviro pase samayikadi agiyara amga bhanya. Ghana upavasadithi tapa karata yavat samyamathi atmane bhavita karata vichare chhe. Arahamta arishtanemi koi divase dvaravatina namdanavanathi nikali bahara janapadamam vichare chhe tyare gautama anagara koi divase bhagavamta pase avya. Bhagavamtane trana vakhata pradakshina karine, vamdana namaskara karine kahyum bhagavan ! Apani anujnya pamine hum masiki bhikshupratima svikarine vicharava ichchhu chhum. E pramane skamdakani maphaka bara bhikshupratimane sparshine gunaratna tapane te rite ja sparshine badhu skamdaka maphaka yavat chimtave chhe, te rite ja puchhe chhe, sthaviro sathe shatrumjye chade chhe, masiki samlekhanathi bara varshano paryaya pali, amtakrita kevali thai yavat siddha thaya chhe. Sutra samdarbha 4, 5