Sutra Navigation: Upasakdashang ( ઉપાસક દશાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105116
Scripture Name( English ): Upasakdashang Translated Scripture Name : ઉપાસક દશાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१ आनंद

Translated Chapter :

અધ્યયન-૧ આનંદ

Section : Translated Section :
Sutra Number : 16 Category : Ang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं से आनंदे समणोवासए इमेणं एयारूवेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिएणं तवोकम्मेणं सुक्के लुक्खे निम्मंसे अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए किसे धमणिसंतए जाए। तए णं तस्स आनंदस्स समणोवासगस्स अन्नदा कदाइ पुव्वरत्तावरत्तकालसमयंसि धम्म-जागरियं जागरमाणस्स अयं अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था– एवं खलु अहं इमेणं एयारूवेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिएणं तवोकम्मेणं सुक्के लुक्खे निम्मंसे अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए किसे धम्मणिसंतए जाए। तं अत्थि ता मे उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कार-परक्कमे सद्धा-धिइ-संवेगे, तं जावता मे अत्थि उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कार-परक्कमे सद्धा-धिइ-संवेगे, जाव य मे धम्मायरिए धम्मोवएसए समणे भगवं महावीरे जिणे सुहत्थी विहरइ, तावता मे सेयं कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिनयरे तेयसा-जलंते अपच्छिममारणंतियसंलेहणाज्झूसणा-ज्झूसियस्स भत्तपाणपडियाइक्खियस्स, कालं अणवकंखमाणस्स विहरित्तए– एवं संपेहेइ, संपेहेत्ता कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिनयरे तेयसा जलंते अपच्छिममारणंतिय संलेहणा-ज्झूसणा-ज्झूसिए भत्तपान-पडियाइक्खिए कालं अनवकंखमाणे विहरइ। तए णं तस्स आनंदस्स समणोवासगस्स अन्नदा कदाइ सुभेणं अज्झवसाणेणं, सुभेणं परिणामेणं, लेसाहिं विसुज्झमाणीहिं, तदावरणिज्जाणं कम्माणं खओवसमेणं ओहिनाणे समुप्पन्ने–पुरत्थिमे णं लवणसमुद्दे पंचजोयणसयाइं खेत्तं जाणइ पासइ। दक्खिणे णं लवणसमुद्दे पंचजोयण-सयाइं खेत्तं जाणइ पासइ। पच्चत्थिमे णं लवणसमुद्दे पंचजोयणसयाइं खेत्त जाणइ पासइ। उत्तरे णं जाव चुल्लहिमवंतं वासधरपव्वयं जाणइ पासइ। उड्ढं जाव सोहम्मं कप्पं जाणइ पासइ। अहे जाव इमीसे रयण प्पभाए पुढवीए लोलुयच्चुतं नरयं चउरासीतिवाससहस्सट्ठितियं जाणइ पासइ।
Sutra Meaning : સૂત્ર– ૧૬. ત્યારપછી આનંદ શ્રાવક આ આવા ઉદાર, વિપુલ, પ્રયત્નરૂપ, પ્રગૃહીત તપોકર્મથી શુષ્ક યાવત્‌ કૃશ અને ધમની વ્યાપ્ત થયો. ત્યારપછી આનંદ શ્રાવકને અન્ય કોઈ દિને મધ્યરાત્રે ધર્મ જાગરિકા કરતા આવો સંકલ્પ થયો કે – હું યાવત્‌ ધમની વ્યાપ્ત થયો છું. હજી મારામાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, શ્રદ્ધા – ધૈર્ય – સંવેગ છે, તો મારામાં જ્યાં સુધી ઉત્થાન યાવત્‌ સંવેગ છે, મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, જિન – સુહસ્તિ શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં સુધી, મારે ઉચિત છે કે આવતીકાલે યાવત્‌ સૂર્ય ઉગતા, અપશ્ચિમ મારણાંતિક સંલેખના, આરાધના યુક્ત થઈને, ભાત – પાણીનું પ્રત્યાખ્યાન કરીને કાલની અપેક્ષા ન કરીને વિચરવું. એમ વિચારીને કોઈ દિવસે શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી લેશ્યા, તદાવરણીય કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉપજ્યું. પૂર્વમાં લવણસમુદ્રમાં ૫૦૦ યોજન ક્ષેત્રને જાણે – જુએ છે. એ રીતે દક્ષિણ અને પશ્ચિમમાં જાણવું. ઉત્તરમાં ચુલ્લ હિમવંત વર્ષધર પર્વત સુધી, ઊંચે સૌધર્મ કલ્પ, નીચે આ રત્નપ્રભા પૃથ્વીના ૮૪,૦૦૦ વર્ષ સ્થિતિક રોરુય નરક સુધી જાણે – જુએ છે. સૂત્ર– ૧૭. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી યાવત્‌ ધર્મ શ્રવણ કરી પાછી ગઈ. ત્યારે ભગવંતના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર, જે ગૌતમ ગોત્રીય, સાત હાથ ઊંચા, સમચતુરસ્ર સંસ્થાન સંસ્થિત, વજ્રઋષભનારાચ સંઘયણી, સુવર્ણપુલક નિઘસ પદ્મગૌર, ઉગ્ર – દીપ્ત – તપ્ત – ઘોર – મહાતપસ્વી, ઉદાર, ઘોર ગુણ, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચારી, શરીર મમત્વ ત્યાગી, સંક્ષિપ્ત – વિપુલ તેજોલેશ્યી, નિરંતર છઠ્ઠ – છઠ્ઠ તપોકર્મથી સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે ગૌતમસ્વામીએ છઠ્ઠના પારણે પહેલી પોરિસીએ સજ્ઝાય કરી, બીજી પોરિસીમાં ધ્યાન કર્યુ, ત્રીજીમાં અત્વરિત, અચપળ, અસંભ્રાંતપણે મુહપત્તિ પ્રતિલેખી, પછી પાત્ર અને વસ્ત્રોને પડિલેહીને, તે વસ્ત્ર – પાત્રને પ્રમાર્જીને, પાત્રો ગ્રહણ કરી ભગવંત પાસે આવ્યા, આવીને ભગવંતને વાંદી – નમીને કહ્યું – ભગવન્‌! આપની અનુજ્ઞા પામી છઠ્ઠના પારણે વાણિજ્યગ્રામ નગરે ઉચ્ચ – નીચ – મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાએ ભ્રમણ કરવું ઇચ્છુ છું. ભગવંતે કહ્યું – સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે ગૌતમસ્વામી, ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંત પાસેથી, દૂતિપલાશક ચૈત્યથી નીકળીને અત્વરિત – અચપલ – અસંભ્રાંત થઈ, યુગ પ્રમાણ ભૂમિને જોનારી દૃષ્ટિ વડે માર્ગને શોધતા, વાણિજ્ય ગ્રામ નગરે ગયા. જઈને ત્યાં ઉચ્ચ – નીચ – મધ્યમ કુળોમાં ગૃહસમુદાન ભિક્ષાચર્યાએ ફરે છે. ત્યારે ગૌતમસ્વામીએ વાણિજ્ય ગ્રામે ભગવતી સૂત્રમાં કહ્યા મુજબ યાવત્‌ ભિક્ષાચર્યાએ ફરતા, યથાપર્યાપ્ત ભક્તપાન ગ્રહણ કરીને વાણિજ્યગ્રામથી પાછા વળતા, કોલ્લાગ સંનિવેશથી થોડે દૂરથી જતા ઘણા લોકોના અવાજ સાંભળ્યા. તેઓ પરસ્પર કહેતા હતા કે – હે દેવાનુપ્રિયો ! ભગવંતના શિષ્ય આનંદ શ્રાવક પૌષધશાળામાં અપશ્ચિમ યાવત્‌ અપેક્ષારહિતપણે વિચરે છે. ત્યારે ગૌતમે ઘણા લોકો પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને આવો સંકલ્પ થયો – હું જાઉં અને આનંદ શ્રાવકને જોઉં. એમ વિચારીને કોલ્લાગ સંનિવેશે આનંદ શ્રાવક પાસે પૌષધશાળાએ આવ્યા. ત્યારે આનંદશ્રાવકે, ગૌતમસ્વામીને આવતા જોયા. જોઈને યાવત્‌ હર્ષિત હૃદયી થયો. ગૌતમસ્વામીને વાંદી – નમીને કહ્યું – હું આ ઉદાર તપોકર્મથી યાવત્‌ ધમની વ્યાપ્ત થયો છું, આપની પાસે આવીને, ત્રણ વખત મસ્તક વડે પાદવંદન કરવાને અસમર્થ છું. ભંતે ! સ્વકીય ઇચ્છાથી, અનભિયોગપણે અહીં આવો, તો આપને ત્રણ વખત મસ્તક વડે વાંદુ – નમું. ત્યારે ગૌતમ, આનંદ પાસે આવ્યા. સૂત્ર– ૧૮. ત્યારે આનંદ શ્રાવકે, ગૌતમસ્વામીને ત્રણ વખત મસ્તક વડે, પગે વાંદી – નમીને પૂછ્યું – ભંતે! ગૃહસ્થીને ગૃહમધ્યે વસતા અવધિજ્ઞાન ઉપજે ? હા, થાય. ભંતે ! જો ગૃહીને યાવત્‌ ઉપજે, તો મને પણ ગૃહમધ્યે વસતા અવધિજ્ઞાન થયું છે – પૂર્વમાં લવણસમુદ્ર યાવત્‌ નીચે રોરુય નામે નરકાવાસને હું જાણું છું – જોઉં છું. ત્યારે ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકને કહ્યું – ગૃહસ્થને યાવત્‌ અવધિજ્ઞાન ઉપજે, પણ આટલુ મોટું નહીં. હે આનંદ! તું, આ સ્થાનની આલોચના કર યાવત્‌ તપોકર્મને સ્વીકાર. ત્યારે આનંદે, ગૌતમસ્વામીને કહ્યું – ભંતે ! જિનવચનમાં સત્‌, તથ્ય, તથાભૂત, સદ્‌ભૂત ભાવોની આલોચના યાવત્‌ પ્રાયશ્ચિત્ત કરાય છે ? ના, તેમ નથી. ભંતે ! જો જિનવચનમાં સત્‌ યાવત્‌ ભાવોની આલોચના યાવત્‌ તપોકર્મ સ્વીકાર ન હોય તો ભંતે ! આપ જ આ સ્થાનને આલોચો યાવત્‌ સ્વીકારો. ત્યારે ગૌતમસ્વામી, આનંદે આમ કહેતા, શંકિત – કાંક્ષિત – વિચિકિત્સા સમાપન્ન થઈ આનંદ પાસેથી નીકળ્યા, નીકળીને દૂતિપલાશ ચૈત્યે ભગવંત પાસે આવી, ભગવંતથી થોડે દૂર ગમનાગમન પ્રતિક્રમી, એષણા – અનેષણા આલોચીને ભોજન – પાન દેખાડ્યા. દેખાડીને ભગવંતને વાંદી – નમીને કહ્યું – ભગવન્‌ ! હું આપની અનુજ્ઞા પામીને આદિ પૂર્વવત્‌. યાવત્‌ ત્યારે હું શંકિતાદિ થઈને આનંદ પાસેથી નીકળી, જલદી અહીં આવ્યો. ભંતે ! શું તે સ્થાનની આલોચનાદિ આનંદ કરે કે હું કરું ? ગૌતમને આમંત્રીને ભગવંતે કહ્યું – હે ગૌતમ ! તું જ તે સ્થાનની આલોચના યાવત્‌ પ્રાયશ્ચિત્ત કર. આનંદને એ સંબંધે ખમાવ. ત્યારે ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને ‘તહત્તિ’ કહી આ વાત વિનયથી સ્વીકારીને, તે સ્થાનના આલોચના યાવત્‌ પ્રતિક્રમણ કર્યા. આનંદને આ સંબંધે ખમાવ્યો. પછી ભગવંત કોઈ દિને બાહ્ય જનપદમાં વિચર્યા. સૂત્ર સંદર્ભ– ૧૬–૧૮
Mool Sutra Transliteration : [sutra] tae nam se anamde samanovasae imenam eyaruvenam oralenam viulenam payattenam paggahienam tavokammenam sukke lukkhe nimmamse atthichammavanaddhe kidikidiyabhue kise dhamanisamtae jae. Tae nam tassa anamdassa samanovasagassa annada kadai puvvarattavarattakalasamayamsi dhamma-jagariyam jagaramanassa ayam ajjhatthie chimtie patthie manogae samkappe samuppajjittha– Evam khalu aham imenam eyaruvenam oralenam viulenam payattenam paggahienam tavokammenam sukke lukkhe nimmamse atthichammavanaddhe kidikidiyabhue kise dhammanisamtae jae. Tam atthi ta me utthane kamme bale virie purisakkara-parakkame saddha-dhii-samvege, tam javata me atthi utthane kamme bale virie purisakkara-parakkame saddha-dhii-samvege, java ya me dhammayarie dhammovaesae samane bhagavam mahavire jine suhatthi viharai, tavata me seyam kallam pauppabhayae rayanie java utthiyammi sure sahassarassimmi dinayare teyasa-jalamte apachchhimamaranamtiyasamlehanajjhusana-jjhusiyassa bhattapanapadiyaikkhiyassa, kalam anavakamkhamanassa viharittae– Evam sampehei, sampehetta kallam pauppabhayae rayanie java utthiyammi sure sahassarassimmi dinayare teyasa jalamte apachchhimamaranamtiya samlehana-jjhusana-jjhusie bhattapana-padiyaikkhie kalam anavakamkhamane viharai. Tae nam tassa anamdassa samanovasagassa annada kadai subhenam ajjhavasanenam, subhenam parinamenam, lesahim visujjhamanihim, tadavaranijjanam kammanam khaovasamenam ohinane samuppanne–puratthime nam lavanasamudde pamchajoyanasayaim khettam janai pasai. Dakkhine nam lavanasamudde pamchajoyana-sayaim khettam janai pasai. Pachchatthime nam lavanasamudde pamchajoyanasayaim khetta janai pasai. Uttare nam java chullahimavamtam vasadharapavvayam janai pasai. Uddham java sohammam kappam janai pasai. Ahe java imise rayana ppabhae pudhavie loluyachchutam narayam chaurasitivasasahassatthitiyam janai pasai.
Sutra Meaning Transliteration : Sutra– 16. Tyarapachhi anamda shravaka a ava udara, vipula, prayatnarupa, pragrihita tapokarmathi shushka yavat krisha ane dhamani vyapta thayo. Tyarapachhi anamda shravakane anya koi dine madhyaratre dharma jagarika karata avo samkalpa thayo ke – hum yavat dhamani vyapta thayo chhum. Haji maramam utthana, karma, bala, virya, purushakara parakrama, shraddha – dhairya – samvega chhe, to maramam jyam sudhi utthana yavat samvega chhe, mara dharmacharya, dharmopadeshaka, jina – suhasti shramana bhagavamta mahavira chhe, tyam sudhi, mare uchita chhe ke avatikale yavat surya ugata, apashchima maranamtika samlekhana, aradhana yukta thaine, bhata – paninum pratyakhyana karine kalani apeksha na karine vicharavum. Ema vicharine koi divase shubha adhyavasaya, shubha parinama, vishuddha thati leshya, tadavaraniya karmana kshayopashamathi avadhijnyana upajyum. Purvamam lavanasamudramam 500 yojana kshetrane jane – jue chhe. E rite dakshina ane pashchimamam janavum. Uttaramam chulla himavamta varshadhara parvata sudhi, umche saudharma kalpa, niche a ratnaprabha prithvina 84,000 varsha sthitika roruya naraka sudhi jane – jue chhe. Sutra– 17. Te kale, te samaye shramana bhagavamta mahavira padharya. Parshada nikali yavat dharma shravana kari pachhi gai. Tyare bhagavamtana mota shishya indrabhuti anagara, je gautama gotriya, sata hatha umcha, samachaturasra samsthana samsthita, vajrarishabhanaracha samghayani, suvarnapulaka nighasa padmagaura, ugra – dipta – tapta – ghora – mahatapasvi, udara, ghora guna, ghora tapasvi, ghora brahmachari, sharira mamatva tyagi, samkshipta – vipula tejoleshyi, niramtara chhaththa – chhaththa tapokarmathi samyama ane tapa vade atmane bhavita karata vicharata hata. Tyare gautamasvamie chhaththana parane paheli porisie sajjhaya kari, biji porisimam dhyana karyu, trijimam atvarita, achapala, asambhramtapane muhapatti pratilekhi, pachhi patra ane vastrone padilehine, te vastra – patrane pramarjine, patro grahana kari bhagavamta pase avya, avine bhagavamtane vamdi – namine kahyum – bhagavan! Apani anujnya pami chhaththana parane vanijyagrama nagare uchcha – nicha – madhyama kulomam griha samudanika bhikshacharyae bhramana karavum ichchhu chhum. Bhagavamte kahyum – sukha upaje tema karo, vilamba na karo. Tyare gautamasvami, bhagavamta mahavirani anujnya pamine bhagavamta pasethi, dutipalashaka chaityathi nikaline atvarita – achapala – asambhramta thai, yuga pramana bhumine jonari drishti vade margane shodhata, vanijya grama nagare gaya. Jaine tyam uchcha – nicha – madhyama kulomam grihasamudana bhikshacharyae phare chhe. Tyare gautamasvamie vanijya grame bhagavati sutramam kahya mujaba yavat bhikshacharyae pharata, yathaparyapta bhaktapana grahana karine vanijyagramathi pachha valata, kollaga samniveshathi thode durathi jata ghana lokona avaja sambhalya. Teo paraspara kaheta hata ke – He devanupriyo ! Bhagavamtana shishya anamda shravaka paushadhashalamam apashchima yavat apeksharahitapane vichare chhe. Tyare gautame ghana loko pase a vrittamta sambhali, samajine avo samkalpa thayo – hum jaum ane anamda shravakane joum. Ema vicharine kollaga samniveshe anamda shravaka pase paushadhashalae avya. Tyare anamdashravake, gautamasvamine avata joya. Joine yavat harshita hridayi thayo. Gautamasvamine vamdi – namine kahyum – hum a udara tapokarmathi yavat dhamani vyapta thayo chhum, apani pase avine, trana vakhata mastaka vade padavamdana karavane asamartha chhum. Bhamte ! Svakiya ichchhathi, anabhiyogapane ahim avo, to apane trana vakhata mastaka vade vamdu – namum. Tyare gautama, anamda pase avya. Sutra– 18. Tyare anamda shravake, gautamasvamine trana vakhata mastaka vade, page vamdi – namine puchhyum – bhamte! Grihasthine grihamadhye vasata avadhijnyana upaje\? Ha, thaya. Bhamte ! Jo grihine yavat upaje, to mane pana grihamadhye vasata avadhijnyana thayum chhe – purvamam lavanasamudra yavat niche roruya name narakavasane hum janum chhum – joum chhum. Tyare gautamasvamie anamda shravakane kahyum – grihasthane yavat avadhijnyana upaje, pana atalu motum nahim. He anamda! Tum, a sthanani alochana kara yavat tapokarmane svikara. Tyare anamde, gautamasvamine kahyum – bhamte ! Jinavachanamam sat, tathya, tathabhuta, sadbhuta bhavoni alochana yavat prayashchitta karaya chhe\? Na, tema nathi. Bhamte ! Jo jinavachanamam sat yavat bhavoni alochana yavat tapokarma svikara na hoya to bhamte ! Apa ja a sthanane alocho yavat svikaro. Tyare gautamasvami, anamde ama kaheta, shamkita – kamkshita – vichikitsa samapanna thai anamda pasethi nikalya, nikaline dutipalasha chaitye bhagavamta pase avi, bhagavamtathi thode dura gamanagamana pratikrami, eshana – aneshana alochine bhojana – pana dekhadya. Dekhadine bhagavamtane vamdi – namine kahyum – bhagavan ! Hum apani anujnya pamine adi purvavat. Yavat tyare hum shamkitadi thaine anamda pasethi nikali, jaladi ahim avyo. Bhamte ! Shum te sthanani alochanadi anamda kare ke hum karum\? Gautamane amamtrine bhagavamte kahyum – he gautama ! Tum ja te sthanani alochana yavat prayashchitta kara. Anamdane e sambamdhe khamava. Tyare gautamasvamie bhagavamta mahavirane ‘tahatti’ kahi a vata vinayathi svikarine, te sthanana alochana yavat pratikramana karya. Anamdane a sambamdhe khamavyo. Pachhi bhagavamta koi dine bahya janapadamam vicharya. Sutra samdarbha– 16–18