Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103334 | ||
Scripture Name( English ): | Samavayang | Translated Scripture Name : | સમવયાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
समवाय प्रकीर्णक |
Translated Chapter : |
સમવાય પ્રકીર્ણક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 234 | Category : | Ang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] दुवे रासी पन्नत्ता, तं जहा–जीवरासी अजीवरासी य। अजीवरासी दुविहे पन्नत्ते, तं जहा– रूविअजीवरासी अरूविअजीवरासी य। से किं तं अरूविअजीवरासी? अरूविअजीवरासी दसविहे पन्नत्ते, तं जहा–धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पदेसा, अधम्मत्थिकाए, अधम्मत्थिकायस्स देसे, अधम्मत्थिकायस्स पदेसा, आगासत्थिकाए, आगासत्थिकायस्स देसे, आगासत्थिकायस्स पदेसा, अद्धासमए। जाव– से किं तं अनुत्तरोववाइआ? अनुत्तरोववाइओ पंचविहा पन्नत्ता, तं जहा–विजय-वेजयंत-जयंत-अपराजित-सव्वट्ठसिद्धिया। सेत्तं अनुत्तरोववाइया। सेत्तं पंचिंदियसंसारसमावण्णजीवरासी। दुविहा णेरइया पन्नत्ता, तं जहा–पज्जत्ता य अपज्जत्ता य। एवं दंडओ भाणियव्वो जाव वेमाणियत्ति। इमीसे णं रयणप्पभाए पुढवीए केवइयं ओगाहेत्ता केवइया निरया पन्नत्ता? गोयमा! इमीसे णं रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसयसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहेत्ता हेट्ठा चेगं जोयणसहस्सं वज्जेत्ता मज्झे अट्ठहत्तरे जोयणसयसहस्से, एत्थ णं रयणप्पभाए पुढवीए णेरइयाणं तीसं निरयावाससयसहस्सा भवंतीति मक्खायं। तेणं नरया अंतो वट्टा बाहिं चउरंसा अहे खुरप्प-संठाण-संठिया निच्चंधयारतमसा ववगयगह-चंद-सूर-नक्खत्त-जोइसपहा मेद-वसा-पूय-रुहिर-मंसचिक्खिल्ललित्ताणुलेवणतला असुई वीसा परमदुब्भिगंधा काऊअगनिवण्णाभा कक्खडफासा दुरहियासा असुभा निरया असुभातो नरएसु वेयणाओ। एवं सत्तवि भाणियव्वाओ जं जासु जुज्जइ– | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૩૪. રાશિ બે કહી છે – જીવરાશિ અને અજીવરાશિ. અજીવરાશિ બે ભેદે છે – રૂપી અજીવરાશિ, અરૂપી અજીવરાશિ. અરૂપી અજીવરાશિ દશ પ્રકારે છે – ધર્માસ્તિકાય યાવત્ અદ્ધાસમય. રૂપી અજીવરાશિ અનેક પ્રકારે છે યાવત્ તે અનુત્તરોપપાતિક કેટલા છે ? અનુત્તરોપપાતિક પાંચ પ્રકારે છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધિક. તે આ અનુત્તરોપપાતિક કહ્યા. તે આ સંસારી પંચેન્દ્રિય જીવરાશિ કહી. નૈરયિક બે ભેદે છે – પર્યાપ્તા, અપર્યાપ્તા. એ જ પ્રમાણે દંડક કહેવો યાવત્ વૈમાનિક સુધી કહેવું. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા ક્ષેત્રને ઓળંગીને કેટલા નરકાવાસ કહ્યા છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી ૧,૮૦,૦૦૦ યોજન છે. તેમાં ઉપરના ૧૦૦૦ યોજન ઓળંગીને અને નીચેના ૧૦૦૦ યોજન વર્જીને મધ્યમાં ૧,૭૮,૦૦૦ યોજનમાં, આ રત્નપ્રભા પૃથ્વીમાં નારકીના ૩૦ લાખ નરકાવાસો હોય છે, એમ મેં કહ્યું છે. તે નરકાવાસો અંદરના ભાગે વૃત્ત, બાહ્ય ચોરસ યાવત્ તે નરકો શુભ છે અને તેમાં અશુભ વેદનાઓ છે. એ પ્રમાણે સાતે નરકોમાં જેમ ઘટે તેમ કહેવું. સૂત્ર– ૨૩૫. સાતે નરક પૃથ્વીનું બાહલ્ય એક લાખ ઉપરાંત અનુક્રમે – પહેલીનું ૮૦, બીજીનું. ૩૨, ત્રીજીનું ૨૮, ચોથીનું ૨૦, પાંચમીનું ૧૮, છટ્ઠીનું. ૧૬, સાતમીનું ૮ હજાર યોજન છે. સૂત્ર– ૨૩૬. નરકાવાસો સાતે નરકમાં અનુક્રમે આ પ્રમાણે – ૧. ૩૦, ૨. ૨૫, ૩. ૧૫, ૪. ૧૦, ૫. ૩ – લાખ, ૬. ૧ લાખમાં ૫ ન્યૂન, ૭. ૫ છે. સૂત્ર– ૨૩૭. બીજી પૃથ્વીમાં, ત્રીજી પૃથ્વીમાં, ચોથી પૃથ્વીમાં, પાંચમી પૃથ્વીમાં, છઠ્ઠી પૃથ્વીમાં, સાતમી પૃથ્વીમાં ઉક્ત નરકાવાસો કહેવા. સાતમી પૃથ્વીમાં પૃચ્છા. હે ગૌતમ ! સાતમી પૃથ્વી ૧,૦૮,૦૦૦ યોજન બાહલ્યથી છે, તેમાં ઉપરથી ૫૨,૫૦૦ યોજન અવગાહીને તથા નીચેના ૫૨,૫૦૦ યોજન વર્જીને મધ્યના ૩૦૦૦ યોજનમાં સાતમી પૃથ્વીના નારકીના અનુત્તર અને મહામોટા પાંચ નરકાવાસો કહ્યા છે. તે આ – કાળ, મહાકાળ, રોરુક, મહારોરુક, અપ્રતિષ્ઠાન. તે નરકો વૃત્ત અને ત્ર્યસ્ર છે. નીચે ક્ષુરપ્રના સંસ્થાને રહેલા છે. યાવત્ તે નરકો અશુભ છે, તેમાં અશુભ વેદનાઓ છે. સૂત્ર– ૨૩૮. હે ભગવન્ ! અસુરકુમારના કેટલા આવાસો કહ્યા છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્યવાળી છે, તેના ઉપરના ભાગના ૧૦૦૦ યોજન અવગાહીને અને નીચે ૧૦૦૦ યોજન વર્જીને મધ્યે ૧,૭૮,૦૦૦ યોજન છે. તેમાં રત્નપ્રભા પૃથ્વીમાં ૬૪ – લાખ અસુરકુમારના આવાસો છે. તે ભવનો બહારથી વૃત્ત છે, અંદર ચતુરસ્ર છે, નીચે પુષ્કરકર્ણિકા સંસ્થાને છે. જેનો અંતરાલ ખોદ્યો છે એવા, વિસ્તીર્ણ અને ગંભીર ખાત અને પરિખા જેને છે એવા, તથા અટ્ટાલક, ચરિકા, ગોપુરદ્વાર, કમાડ, તોરણ, પ્રતિદ્વાર જેના દેશભાગમાં છે એવા, તથા યંત્ર, મુશલ, મુસુંઢી અને શતઘ્ની સહિત એવા, બીજાઓ વડે યુદ્ધ ન કરી શકાય એવા તથા ૪૮ કોઠા વડે રચેલ, ૪૮ ઉત્તમ વનમાળાવાળા, છાણથી લીંપેલા ભૂમિભાગવાળા, ભીંતો ઉપર ખડી ચોપડેલા, એવી પૃથ્વી અને ભીંતો વડે શોભતા, ઘણા ગોશીર્ષ ચંદન અને રક્તચંદન વડે ભીંતો ઉપર પાંચે આંગળી સહિત થાપા મારેલા, તથા કાલાગુરુ, શ્રેષ્ઠ કુંદુરુક્ક, તુરુષ્ક, બળતી ધૂપના મધમધતા ગંધથી અત્યંત મનોહર, સુંદર શ્રેષ્ઠ ગંધવાળા, ગંધવાટિકા રૂપ થયેલા, વળી તે આવાસો સ્વચ્છ, કોમળ, સુંવાળા, ઘસેલા, મસળેલા તથા રજરહિત, નિર્મળ, અંધકારરહિત, વિશુદ્ધ, કાંતિવાળા, કિરણોવાળા, ઉદ્યોતવાળા, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ આદિ વર્ણવવા. સૂત્ર– ૨૩૯. અસુરના ૬૪ લાખ, નાગના ૮૪ લાખ, સુવર્ણના ૭૨ લાખ, વાયુના ૯૬ લાખ. સૂત્ર– ૨૪૦. દ્વીપ – દિશા – ઉદધિ – વિદ્યુત્ – સ્તનિત – અગ્નિકુમાર એ છ એ નિકાયમાં ૭૨ – ૭૨ લાખ ભવનો છે. સૂત્ર– ૨૪૧. હે ભગવન્ ! પૃથ્વીકાયના આવાસ કેટલા છે ? હે ગૌતમ ! પૃથ્વીકાયના આવાસો અસંખ્ય છે. એ જ પ્રમાણે યાવત્ મનુષ્ય સુધી કહેવું. હે ભગવન્ ! વાણવ્યંતર આવાસ કેટલા છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનું રત્નમય કાંડ ૧૦૦૦ યોજન છે, તેના ઉપર નીચેના ૧૦૦ – ૧૦૦ યોજન વર્જીને વચ્ચેના ૮૦૦ યોજન રહ્યા. તેમાં વાણવ્યંતર દેવોના તીરછા અસંખ્યાતા લાખ ભૌમેય નગરાવાસ કહેલા છે. તે ભૌમેય નગરો બહારથી વર્તુળ, અંદર ચતુરસ્ર છે. એ જ પ્રમાણે જેમ ભવનવાસી દેવોના આવાસોનું વર્ણન કહ્યું તેમ જાણવુ. વિશેષ એ – તે પતાકા માળાથી વ્યાપ્ત, અતિરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. હે ભગવન્ ! જ્યોતિષીઓના કેટલા વિમાનાવાસો છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂભાગથી ૭૯૦ યોજન ઊંચે જતા, ત્યાં ૧૧૦ યોજનના બાહલ્યમાં તીરછા જ્યોતિષ્ વિષયમાં જ્યોતિષી દેવોના અસંખ્યાતા જ્યોતિષ્ક વિમાનાવાસો છે. તે જ્યોતિષ્ વિમાનાવાસો ચોતરફ અત્યંત પ્રસરેલ કાંતિ વડે ઉજ્જ્વલ, વિવિધ મણિ, રત્નની રચનાથી આશ્ચર્યકારી, વાયુએ ઉડાડેલ વિજયસૂચક વૈજયંતી, પતાકા, છત્રાતિછત્રથી યુક્ત, અતિ ઊંચા, આકાશતલને સ્પર્શતા શિખરવાળા, રત્નમય જાળીવાળા, પાંજરામાંથી બહાર કાઢેલ હોય તેવા મણિ અને સુવર્ણના શિખરવાળા, વિકસ્વર શતપત્ર કમળ, તિલક અને રત્નમય અર્ધચંદ્ર વડે વિચિત્ર એવા, અંદર અને બહાર કોમળ, સુવર્ણમય વાલુકાના પ્રતરવાળા, સુખસ્પર્શવાળા, સુંદર આકારવાળાદિ છે. હે ભગવન્ ! વૈમાનિક દેવોના આવાસ કેવા છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભાના બહુસમ રમણીય ભૂભાગથી ઊંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારાઓને ઓળંગીને ઘણા યોજન, ઘણા સો યોજન, ઘણા હજાર યોજન, ઘણા લાખ યોજન, ઘણા કરોડ યોજન, બહુ કોડાકોડી યોજન, અસંખ્ય કોડાકોડી યોજન, ઊંચે ઊંચે દૂર જઈએ, ત્યાં વૈમાનિક દેવોના સૌધર્મ – ઈશાન – સનત્કુમાર – માહેન્દ્ર – બ્રહ્મ – લાંતક – શુક્ર – સહસ્રાર – આનત – પ્રાણત – આરણ – અચ્યુત દેવલોકમાં તથા નવ ગ્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે, એમ મેં કહ્યું છે. તે વિમાનો સૂર્ય જેવી કાંતિવાળા, પ્રકાશ સમૂહરૂપ સૂર્યવર્ણી, અરજ, નીરજ, નિર્મલ, વિતિમિર, વિશુદ્ધ, સર્વરત્ન મય, સ્વચ્છ, કોમળ, ધૃષ્ટ, મૃષ્ટ, નિષ્પંક, નિષ્કંટક કાંતિવાળા, પ્રભાસહ, શોભાસહ, સઉદ્યોત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. હે ભગવન્ ! સૌધર્મકલ્પમાં કેટલા વિમાનાવાસ છે ? હે ગૌતમ ! ૩૨ – લાખ વિમાનો છે. એ જ પ્રમાણે – ઈશાનાદિ કલ્પોમાં અનુક્રમે ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦,૦૦૦ , ૪૦,૦૦૦ , ૬૦૦૦ આનત – પ્રાણતમાં ૪૦૦, આરણ – અચ્યુતમાં ૩૦૦ જાણવા. આ વિષયમાં નીચે મુજબ સંગ્રહણી ગાથાઓ જાણવી સૂત્ર– ૨૪૨. ૩૨, ૨૮, ૧૨, ૮, ૪ – લાખ, છઠ્ઠામાં ૫૦, સાતમામાં ૪૦, સહસ્રારમાં ૬ હજાર. સૂત્ર– ૨૪૩. આનત – પ્રાણતમાં ૪૦૦, આરણ – અચ્યુતમાં ૩૦૦ એ રીતે છેલ્લા ચાર કલ્પમાં ૭૦૦ વિમાનો છે. ૧૨ કલ્પમાં ૮૪,૯૬,૭૦૦ વિમાનો.. સૂત્ર– ૨૪૪. હેટ્ઠિમ ગ્રૈવેયક – ત્રિકમાં – ૧૧૧, મધ્યમ ગ્રૈવેયક ત્રિકમાં – ૧૦૭, ઉપરિમ ગ્રૈવેયક ત્રિકમાં – ૧૦૦, અનુત્તર વિમાનમાં – ૫ વિમાનો છે. સૂત્ર સંદર્ભ– ૨૩૪–૨૪૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] duve rasi pannatta, tam jaha–jivarasi ajivarasi ya. Ajivarasi duvihe pannatte, tam jaha– ruviajivarasi aruviajivarasi ya. Se kim tam aruviajivarasi? Aruviajivarasi dasavihe pannatte, tam jaha–dhammatthikae, dhammatthikayassa dese, dhammatthikayassa padesa, adhammatthikae, adhammatthikayassa dese, adhammatthikayassa padesa, agasatthikae, agasatthikayassa dese, agasatthikayassa padesa, addhasamae. Java– Se kim tam anuttarovavaia? Anuttarovavaio pamchaviha pannatta, tam jaha–vijaya-vejayamta-jayamta-aparajita-savvatthasiddhiya. Settam anuttarovavaiya. Settam pamchimdiyasamsarasamavannajivarasi. Duviha neraiya pannatta, tam jaha–pajjatta ya apajjatta ya. Evam damdao bhaniyavvo java vemaniyatti. Imise nam rayanappabhae pudhavie kevaiyam ogahetta kevaiya niraya pannatta? Goyama! Imise nam rayanappabhae pudhavie asiuttarajoyanasayasahassabahallae uvarim egam joyanasahassam ogahetta hettha chegam joyanasahassam vajjetta majjhe atthahattare joyanasayasahasse, ettha nam rayanappabhae pudhavie neraiyanam tisam nirayavasasayasahassa bhavamtiti makkhayam. Tenam naraya amto vatta bahim chauramsa ahe khurappa-samthana-samthiya nichchamdhayaratamasa vavagayagaha-chamda-sura-nakkhatta-joisapaha meda-vasa-puya-ruhira-mamsachikkhillalittanulevanatala asui visa paramadubbhigamdha kauaganivannabha kakkhadaphasa durahiyasa asubha niraya asubhato naraesu veyanao. Evam sattavi bhaniyavvao jam jasu jujjai– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 234. Rashi be kahi chhe – jivarashi ane ajivarashi. Ajivarashi be bhede chhe – rupi ajivarashi, arupi ajivarashi. Arupi ajivarashi dasha prakare chhe – dharmastikaya yavat addhasamaya. Rupi ajivarashi aneka prakare chhe yavat te anuttaropapatika ketala chhe\? Anuttaropapatika pamcha prakare chhe – vijaya, vaijayamta, jayamta, aparajita, sarvarthasiddhika. Te a anuttaropapatika kahya. Te a samsari pamchendriya jivarashi kahi. Nairayika be bhede chhe – paryapta, aparyapta. E ja pramane damdaka kahevo yavat vaimanika sudhi kahevum. A ratnaprabha prithvimam ketala kshetrane olamgine ketala narakavasa kahya chhe\? He gautama ! A ratnaprabha prithvi 1,80,000 yojana chhe. Temam uparana 1000 yojana olamgine ane nichena 1000 yojana varjine madhyamam 1,78,000 yojanamam, a ratnaprabha prithvimam narakina 30 lakha narakavaso hoya chhe, ema mem kahyum chhe. Te narakavaso amdarana bhage vritta, bahya chorasa yavat te narako shubha chhe ane temam ashubha vedanao chhe. E pramane sate narakomam jema ghate tema kahevum. Sutra– 235. Sate naraka prithvinum bahalya eka lakha uparamta anukrame – pahelinum 80, bijinum. 32, trijinum 28, chothinum 20, pamchaminum 18, chhatthinum. 16, sataminum 8 hajara yojana chhe. Sutra– 236. Narakavaso sate narakamam anukrame a pramane – 1. 30, 2. 25, 3. 15, 4. 10, 5. 3 – lakha, 6. 1 lakhamam 5 nyuna, 7. 5 chhe. Sutra– 237. Biji prithvimam, triji prithvimam, chothi prithvimam, pamchami prithvimam, chhaththi prithvimam, satami prithvimam ukta narakavaso kaheva. Satami prithvimam prichchha. He gautama ! Satami prithvi 1,08,000 yojana bahalyathi chhe, temam uparathi 52,500 yojana avagahine tatha nichena 52,500 yojana varjine madhyana 3000 yojanamam satami prithvina narakina anuttara ane mahamota pamcha narakavaso kahya chhe. Te a – Kala, mahakala, roruka, maharoruka, apratishthana. Te narako vritta ane tryasra chhe. Niche kshuraprana samsthane rahela chhe. Yavat te narako ashubha chhe, temam ashubha vedanao chhe. Sutra– 238. He bhagavan ! Asurakumarana ketala avaso kahya chhe\? He gautama ! A ratnaprabha prithvimam 1,80,000 yojana bahalyavali chhe, tena uparana bhagana 1000 yojana avagahine ane niche 1000 yojana varjine madhye 1,78,000 yojana chhe. Temam ratnaprabha prithvimam 64 – lakha asurakumarana avaso chhe. Te bhavano baharathi vritta chhe, amdara chaturasra chhe, niche pushkarakarnika samsthane chhe. Jeno amtarala khodyo chhe eva, vistirna ane gambhira khata ane parikha jene chhe eva, tatha attalaka, charika, gopuradvara, kamada, torana, pratidvara jena deshabhagamam chhe eva, tatha yamtra, mushala, musumdhi ane shataghni sahita eva, bijao vade yuddha na kari shakaya eva tatha 48 kotha vade rachela, 48 uttama vanamalavala, chhanathi limpela bhumibhagavala, bhimto upara khadi chopadela, evi prithvi ane bhimto vade shobhata, ghana goshirsha chamdana ane raktachamdana vade bhimto upara pamche amgali sahita thapa marela, tatha kalaguru, shreshtha kumdurukka, turushka, balati dhupana madhamadhata gamdhathi atyamta manohara, sumdara shreshtha gamdhavala, gamdhavatika rupa thayela, vali te avaso svachchha, komala, sumvala, ghasela, masalela tatha rajarahita, nirmala, amdhakararahita, vishuddha, kamtivala, kiranovala, udyotavala, prasadiya, darshaniya, abhirupa, pratirupa adi varnavava. Sutra– 239. Asurana 64 lakha, nagana 84 lakha, suvarnana 72 lakha, vayuna 96 lakha. Sutra– 240. Dvipa – disha – udadhi – vidyut – stanita – agnikumara e chha e nikayamam 72 – 72 lakha bhavano chhe. Sutra– 241. He bhagavan ! Prithvikayana avasa ketala chhe\? He gautama ! Prithvikayana avaso asamkhya chhe. E ja pramane yavat manushya sudhi kahevum. He bhagavan ! Vanavyamtara avasa ketala chhe\? He gautama ! A ratnaprabha prithvinum ratnamaya kamda 1000 yojana chhe, tena upara nichena 100 – 100 yojana varjine vachchena 800 yojana rahya. Temam vanavyamtara devona tirachha asamkhyata lakha bhaumeya nagaravasa kahela chhe. Te bhaumeya nagaro baharathi vartula, amdara chaturasra chhe. E ja pramane jema bhavanavasi devona avasonum varnana kahyum tema janavu. Vishesha e – te pataka malathi vyapta, atiramya, prasadiya, darshaniya, abhirupa ane pratirupa chhe. He bhagavan ! Jyotishiona ketala vimanavaso chhe\? He gautama ! A ratnaprabha prithvina bahusama ramaniya bhubhagathi 790 yojana umche jata, tyam 110 yojanana bahalyamam tirachha jyotish vishayamam jyotishi devona asamkhyata jyotishka vimanavaso chhe. Te jyotish vimanavaso chotarapha atyamta prasarela kamti vade ujjvala, vividha mani, ratnani rachanathi ashcharyakari, vayue udadela vijayasuchaka vaijayamti, pataka, chhatratichhatrathi yukta, ati umcha, akashatalane sparshata shikharavala, ratnamaya jalivala, pamjaramamthi bahara kadhela hoya teva mani ane suvarnana shikharavala, vikasvara shatapatra kamala, tilaka ane ratnamaya ardhachamdra vade vichitra eva, amdara ane bahara komala, suvarnamaya valukana prataravala, sukhasparshavala, sumdara akaravaladi chhe. He bhagavan ! Vaimanika devona avasa keva chhe\? He gautama ! A ratnaprabhana bahusama ramaniya bhubhagathi umche chamdra, surya, grahagana, nakshatra, taraone olamgine ghana yojana, ghana so yojana, ghana hajara yojana, ghana lakha yojana, ghana karoda yojana, bahu kodakodi yojana, asamkhya kodakodi yojana, umche umche dura jaie, tyam vaimanika devona saudharma – ishana – sanatkumara – mahendra – brahma – lamtaka – shukra – sahasrara – anata – pranata – arana – achyuta devalokamam tatha nava graiveyaka ane pamcha anuttara vimanamam 84,97,023 vimano chhe, ema mem kahyum chhe. Te vimano surya jevi kamtivala, prakasha samuharupa suryavarni, araja, niraja, nirmala, vitimira, vishuddha, sarvaratna maya, svachchha, komala, dhrishta, mrishta, nishpamka, nishkamtaka kamtivala, prabhasaha, shobhasaha, saudyota, prasadiya, darshaniya, abhirupa, pratirupa chhe. He bhagavan ! Saudharmakalpamam ketala vimanavasa chhe\? He gautama ! 32 – lakha vimano chhe. E ja pramane – ishanadi kalpomam anukrame 28 lakha, 12 lakha, 8 lakha, 4 lakha, 50,000, 40,000, 6000 anata – pranatamam 400, arana – achyutamam 300 janava. A vishayamam niche mujaba samgrahani gathao janavi Sutra– 242. 32, 28, 12, 8, 4 – lakha, chhaththamam 50, satamamam 40, sahasraramam 6 hajara. Sutra– 243. Anata – pranatamam 400, arana – achyutamam 300 e rite chhella chara kalpamam 700 vimano chhe. 12 kalpamam 84,96,700 vimano.. Sutra– 244. Hetthima graiveyaka – trikamam – 111, madhyama graiveyaka trikamam – 107, uparima graiveyaka trikamam – 100, anuttara vimanamam – 5 vimano chhe. Sutra samdarbha– 234–244 |