Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102747 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-८ |
Translated Chapter : |
સ્થાન-૮ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 747 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जंबू णं सुदंसणा अट्ठ जोयणाइं उड्ढं उच्चत्तेणं, बहुमज्झदेसभाए अट्ठ जोयणाइं विक्खंभेणं, सातिरेगाइं अट्ठ जोयणाइं सव्वग्गेणं पन्नत्ता। कूडसामली णं अट्ठ जोयणाइं एवं चेव। | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૪૭. સુદર્શના જંબૂવૃક્ષ આઠ યોજન ઊર્ધ્વ ઉચ્ચત્વથી, બહુમધ્ય દેશભાગમાં આઠ યોજન વિષ્કંભ વડે અને સાધિક આઠ યોજન સર્વાગ્રથી કહ્યું છે. કૂટ શાલ્મલી વૃક્ષ આઠ યોજન પ્રમાણ એ રીતે જ કહ્યું છે. સૂત્ર– ૭૪૮. તિમિસ્ર ગુફા આઠ યોજન ઊર્ધ્વ ઉચ્ચત્વથી કહી છે. ખંડપ્રપાત ગુફા પણ એ જ રીતે આઠ યોજન ઊર્ધ્વ ઉચ્ચત્વથી કહી છે. સૂત્ર– ૭૪૯. જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે સીતા મહાનદીના બંને કિનારે આઠ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે. તે આ – ચિત્રકૂટ, પક્ષ્મકૂટ, નલિનકૂટ, એકશૈલ, ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન. જંબૂના મેરુની પશ્ચિમે શીતોદા મહાનદીને બંને કાંઠે આઠ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે – અંકાવતી, પદ્માવતી, આશીવિષ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત. જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ ચક્રવર્તી વિજય કહી છે – કચ્છ, સુકચ્છ, મહાકચ્છ, કચ્છાવતી, આવર્ત, મંગલાવર્ત, પુષ્કલ, પુષ્કલાવતી. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતા મહાનદીની દક્ષિણે આઠ ચક્રવર્તી વિજયો કહી છે – વત્સ, સુવત્સ યાવત્ મંગલાવતી. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે આઠ ચક્રવર્તી વિજયો કહી છે – પક્ષ્મ યાવત્ સલિલાવતી જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીની ઉત્તરે આઠ ચક્રવર્તી વિજય છે – વપ્ર યાવત્ ગંધિલાવતી. જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ રાજધાનીઓ કહી. ખેમા યાવત્ પુંડરીકિણી. જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે આઠ રાજધાનીઓ કહી છે – સુસીમા, કુંડલા યાવત્ રત્નસંચયા. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે આઠ રાજધાની કહી છે. તે આ – આસપુરા યાવત્ વીતશોકા. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીની ઉત્તરે આઠ રાજધાની છે વિજયા યાવત્ અયોધ્યા. સૂત્ર– ૭૫૦. જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે ઉત્કૃષ્ટપદે આઠ અરિહંત, આઠ ચક્રવર્તી, આઠ બળદેવ, આઠ વાસુદેવ ઉત્પન્ન થયા છે – થાય છે અને થશે. જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા નદીની દક્ષિણે પણ તેમજ જાણવુ. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે તથા ઉત્તરે (બંને સ્થાને) ઉત્કૃષ્ટ પદે આ પ્રમાણે જ જાણવુ. સૂત્ર– ૭૫૧. જંબૂદ્વીપમાં મેરુની પૂર્વે સીતા મહાનદીની ઉત્તરે આઠ દીર્ઘ વૈતાઢ્યો, આઠ તિમિસ્રગુફાઓ, આઠ ખંડ – પ્રપાત ગુફાઓ, આઠ કૃતમાલ દેવો, આઠ નૃત્યમાલ દેવો, આઠ ગંગાકુંડો, આઠ સિંધુ કુંડો, આઠ ગંગા, આઠ સિંધુ, આઠ ઋષભકૂટ પર્વતો, આઠ ઋષભકૂટ દેવો, આઠ નૃત્યમાલક દેવો કહ્યા. જંબૂદ્વીપના મેરુની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે આઠ દીર્ઘ વૈતાઢ્યો યાવત્ આઠ ઋષભકૂટના દેવો કહ્યા છે. વિશેષ એ – અહીં રક્તા, રક્તાવતી નદીઓ અને તેના કુંડો કહેવાય. જંબૂદ્વીપના મેરુ પર્વતની પશ્ચિમે શીતોદા મહાનદીની દક્ષિણે આઠ દીર્ઘ વૈતાઢ્યો યાવત્ આઠ ઋષભકૂટના દેવો કહ્યા. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે શીતોદા મહાનદીની ઉત્તરે આઠ દીર્ઘ વૈતાઢ્યાદિ પૂર્વવત્. વિશેષ રક્તા, રક્તવતી નદી તથા કુંડ જાણવા. સૂત્ર– ૭૫૨. મેરુની ચૂલિકા બહુમધ્ય દેશ ભાગે આઠ યોજન વિષ્કંભ છે. સૂત્ર– ૭૫૩. ધાતકીખંડ દ્વીપે પૂર્વાર્દ્ધમાં ધાતકીવૃક્ષ આઠ યોજન ઉર્ધ્વ – ઉચ્ચત્વથી કહ્યું છે. બહુમધ્ય દેશભાગે આઠ યોજન વિષ્કંભથી. સાતિરેક આઠ યોજન સર્વાગ્રથી કહ્યું છે. એ રીતે બધુ કથન જંબૂદ્વીપ માફક કહેવું. એ પ્રમાણે પશ્ચિમમાં પણ મહાધાતકી વૃક્ષાદિ જાણવુ. એ રીતે પુષ્કરવરદ્વીપાર્ધની પૂર્વે. પદ્મવૃક્ષાદિ – એ રીતે તેની પશ્ચિમે પણ મહાપદ્મવૃક્ષાદિ યાવત્ મેરુ ચૂલિકા જાણવુ. સૂત્ર– ૭૫૪. જંબૂદ્વીપના મેરુ પર્વતમાં ભદ્રશાલ વનમાં આઠ દિશાહસ્તિકૂટો કહ્યા છે – તે આ પ્રમાણે. ... સૂત્ર– ૭૫૫. પદ્મોત્તર, નીલવંત, સુહસ્તિ, અંજનગિરિ, કુમુદ, પલાશ, અવતંસક, રોચનગિરિ. સૂત્ર– ૭૫૬. જંબૂદ્વીપની જગતી આઠ યોજન ઉર્ધ્વ ઉચ્ચપણે, મધ્યભાગે આઠ યોજન વિષ્કંભથી છે. સૂત્ર– ૭૫૭. જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે મહાહિમવંત વર્ષધર પર્વત ઉપર આઠ કૂટો કહ્યા છે. તે આ – સૂત્ર– ૭૫૮. સિદ્ધ, મહાહિમવાન, હિમવાન, રોહિતા, હરિકૂટ, હરિકાંતા, હરિવર્ષ, વૈડૂર્યકૂટ. સૂત્ર– ૭૫૯. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે રુકિમ વર્ષધર પર્વત ઉપર આઠ કૂટો કહ્યા છે – સૂત્ર– ૭૬૦. સિદ્ધ, રુકિમ, રમ્યક, નરકાંત, બુદ્ધિ, રૂપ્યકૂટ, હૈરણ્યવત, મણિકંચન. સૂત્ર– ૭૬૧. જંબૂદ્વીપના મેરુની પૂર્વે રૂચકવર પર્વત પર આઠ કૂટો કહ્યા છે. સૂત્ર– ૭૬૨. રિષ્ટ, તપનીય, કાંચન, રજત, દિશા સ્વસ્તિક, પ્રલંબ, અંજન, અંજનપુલક. સૂત્ર– ૭૬૩. ત્યાં આઠ દિશાકુમારી મહત્તરિકાઓ મહર્દ્ધિક યાવત્ એક પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ વસે છે – સૂત્ર– ૭૬૪. નંદોત્તરા, નંદા, આનંદા, નંદિવર્દ્ધના, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. સૂત્ર– ૭૬૫. જંબૂદ્વીપના મેરુની દક્ષિણે રૂચકવર પર્વતે આઠ કૂટો કહ્યા છે. તે આ – સૂત્ર– ૭૬૬. કનક, કાંચન, પદ્મ, નલિન, શશિ, દિવાકર, વૈશ્રમણ વૈડૂર્ય. સૂત્ર– ૭૬૭. ત્યાં આઠ દિશાકુમારી મહત્તરિકાઓ મહર્દ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક વસે છે. તે આ – સૂત્ર– ૭૬૮. સમાહારા, સુપ્રતિજ્ઞા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા. સૂત્ર– ૭૬૯. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે રુચક પર્વત પર આઠ કૂટો કહ્યા છે – સૂત્ર– ૭૭૦. સ્વસ્તિક, અમોઘ, હિમવંત, મંદર, રુચક, રુચકોત્તમ, ચંદ્ર, સુદર્શન. સૂત્ર– ૭૭૧. ત્યાં આઠ દિશાકુમારી મહત્તરિકા મહર્દ્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિક વસે છે. તે આ – સૂત્ર– ૭૭૨. ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાશા, નવમિકા, સીતા, ભદ્રા. સૂત્ર– ૭૭૩. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે રુચકવર પર્વતે આઠ કૂટો કહ્યા છે. તે આ – સૂત્ર– ૭૭૪. રત્ન, રત્નોચ્ચય, સર્વ રત્ન, રત્નસંચય, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. સૂત્ર– ૭૭૫. ત્યાં આઠ દિશાકુમારી મહત્તરિકા યાવત્ પલ્યોપમ સ્થિતિક વસે છે. તે આ – સૂત્ર– ૭૭૬. અલંબુસા, મિતકેશી, પૌંડ્રી, ગીતવારુણી, આશા, સર્વગા, શ્રી, હ્રી. સૂત્ર– ૭૭૭. આઠ અધોલોકમાં વસનારી દિશાકુમારી મહત્તરિકાઓ કહી છે – સૂત્ર– ૭૭૮. ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિષેણા, બલાહકા. સૂત્ર– ૭૭૯. આઠ ઉર્ધ્વલોકમાં રહેનારી દિશાકુમારી મહત્તરિકાઓ કહી છે – સૂત્ર– ૭૮૦. મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા, અનિંદિતા. સૂત્ર– ૭૮૧. આઠ કલ્પો તિર્યંચ અને મનુષ્ય બંનેની ઉત્પત્તિવાળા કહ્યા છે – સૌધર્મ યાવત્ સહસ્રાર. આ આઠ કલ્પમાં આઠ ઇન્દ્રો કહ્યા છે – શક્ર યાવત્ સહસ્રાર. આ આઠ ઇન્દ્રોને આઠ પરિયાનિક વિમાનો કહ્યા છે – પાલક, પુષ્પક, સોમનસ, શ્રી વત્સ, નંદાવર્ત્ત, કામાક્રમ, પ્રીતિમન, વિમલ. સૂત્ર સંદર્ભ– ૭૪૭–૭૮૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] jambu nam sudamsana attha joyanaim uddham uchchattenam, bahumajjhadesabhae attha joyanaim vikkhambhenam, satiregaim attha joyanaim savvaggenam pannatta. Kudasamali nam attha joyanaim evam cheva. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 747. Sudarshana jambuvriksha atha yojana urdhva uchchatvathi, bahumadhya deshabhagamam atha yojana vishkambha vade ane sadhika atha yojana sarvagrathi kahyum chhe. Kuta shalmali vriksha atha yojana pramana e rite ja kahyum chhe. Sutra– 748. Timisra gupha atha yojana urdhva uchchatvathi kahi chhe. Khamdaprapata gupha pana e ja rite atha yojana urdhva uchchatvathi kahi chhe. Sutra– 749. Jambudvipana meru parvatani purve sita mahanadina bamne kinare atha vakshaskara parvato kahya chhe. Te a – chitrakuta, pakshmakuta, nalinakuta, ekashaila, trikuta, vaishramanakuta, amjana, matamjana. Jambuna meruni pashchime shitoda mahanadine bamne kamthe atha vakshaskara parvato kahya chhe – amkavati, padmavati, ashivisha, sukhavaha, chamdraparvata, suryaparvata, nagaparvata, devaparvata. Jambudvipana meruni purve sita mahanadini uttare atha chakravarti vijaya kahi chhe – kachchha, sukachchha, mahakachchha, kachchhavati, avarta, mamgalavarta, pushkala, pushkalavati. Jambudvipana meruni pashchime sita mahanadini dakshine atha chakravarti vijayo kahi chhe – vatsa, suvatsa yavat mamgalavati. Jambudvipana meruni pashchime sitoda mahanadini dakshine atha chakravarti vijayo kahi chhe – pakshma yavat salilavati Jambudvipana meruni pashchime sitoda mahanadini uttare atha chakravarti vijaya chhe – vapra yavat gamdhilavati. Jambudvipana meruni purve sita mahanadini uttare atha rajadhanio kahi. Khema yavat pumdarikini. Jambudvipana meruni purve sita mahanadini dakshine atha rajadhanio kahi chhe – susima, kumdala yavat ratnasamchaya. Jambudvipana meruni pashchime sitoda mahanadini dakshine atha rajadhani kahi chhe. Te a – asapura yavat vitashoka. Jambudvipana meruni pashchime sitoda mahanadini uttare atha rajadhani chhe vijaya yavat ayodhya. Sutra– 750. Jambudvipana meruni purve sita mahanadini uttare utkrishtapade atha arihamta, atha chakravarti, atha baladeva, atha vasudeva utpanna thaya chhe – thaya chhe ane thashe. Jambudvipana meruni purve sita nadini dakshine pana temaja janavu. Jambudvipana meruni pashchime sitoda mahanadini dakshine tatha uttare (bamne sthane) utkrishta pade a pramane ja janavu. Sutra– 751. Jambudvipamam meruni purve sita mahanadini uttare atha dirgha vaitadhyo, atha timisraguphao, atha khamda – prapata guphao, atha kritamala devo, atha nrityamala devo, atha gamgakumdo, atha simdhu kumdo, atha gamga, atha simdhu, atha rishabhakuta parvato, atha rishabhakuta devo, atha nrityamalaka devo kahya. Jambudvipana meruni purve sita mahanadini dakshine atha dirgha vaitadhyo yavat atha rishabhakutana devo kahya chhe. Vishesha e – ahim rakta, raktavati nadio ane tena kumdo kahevaya. Jambudvipana meru parvatani pashchime shitoda mahanadini dakshine atha dirgha vaitadhyo yavat atha rishabhakutana devo kahya. Jambudvipana meruni pashchime shitoda mahanadini uttare atha dirgha vaitadhyadi purvavat. Vishesha rakta, raktavati nadi tatha kumda janava. Sutra– 752. Meruni chulika bahumadhya desha bhage atha yojana vishkambha chhe. Sutra– 753. Dhatakikhamda dvipe purvarddhamam dhatakivriksha atha yojana urdhva – uchchatvathi kahyum chhe. Bahumadhya deshabhage atha yojana vishkambhathi. Satireka atha yojana sarvagrathi kahyum chhe. E rite badhu kathana jambudvipa maphaka kahevum. E pramane pashchimamam pana mahadhataki vrikshadi janavu. E rite pushkaravaradvipardhani purve. Padmavrikshadi – e rite teni pashchime pana mahapadmavrikshadi yavat meru chulika janavu. Sutra– 754. Jambudvipana meru parvatamam bhadrashala vanamam atha dishahastikuto kahya chhe – te a pramane.\... Sutra– 755. Padmottara, nilavamta, suhasti, amjanagiri, kumuda, palasha, avatamsaka, rochanagiri. Sutra– 756. Jambudvipani jagati atha yojana urdhva uchchapane, madhyabhage atha yojana vishkambhathi chhe. Sutra– 757. Jambudvipana meru parvatani dakshine mahahimavamta varshadhara parvata upara atha kuto kahya chhe. Te a – Sutra– 758. Siddha, mahahimavana, himavana, rohita, harikuta, harikamta, harivarsha, vaiduryakuta. Sutra– 759. Jambudvipana meruni uttare rukima varshadhara parvata upara atha kuto kahya chhe – Sutra– 760. Siddha, rukima, ramyaka, narakamta, buddhi, rupyakuta, hairanyavata, manikamchana. Sutra– 761. Jambudvipana meruni purve ruchakavara parvata para atha kuto kahya chhe. Sutra– 762. Rishta, tapaniya, kamchana, rajata, disha svastika, pralamba, amjana, amjanapulaka. Sutra– 763. Tyam atha dishakumari mahattarikao maharddhika yavat eka palyopama sthitivali devio vase chhe – Sutra– 764. Namdottara, namda, anamda, namdivarddhana, vijaya, vaijayamti, jayamti, aparajita. Sutra– 765. Jambudvipana meruni dakshine ruchakavara parvate atha kuto kahya chhe. Te a – Sutra– 766. Kanaka, kamchana, padma, nalina, shashi, divakara, vaishramana vaidurya. Sutra– 767. Tyam atha dishakumari mahattarikao maharddhika yavat palyopama sthitika vase chhe. Te a – Sutra– 768. Samahara, supratijnya, suprabuddha, yashodhara, lakshmivati, sheshavati, chitragupta, vasumdhara. Sutra– 769. Jambudvipana meruni pashchime ruchaka parvata para atha kuto kahya chhe – Sutra– 770. Svastika, amogha, himavamta, mamdara, ruchaka, ruchakottama, chamdra, sudarshana. Sutra– 771. Tyam atha dishakumari mahattarika maharddhika yavat palyopama sthitika vase chhe. Te a – Sutra– 772. Iladevi, suradevi, prithvi, padmavati, ekanasha, navamika, sita, bhadra. Sutra– 773. Jambudvipana meruni uttare ruchakavara parvate atha kuto kahya chhe. Te a – Sutra– 774. Ratna, ratnochchaya, sarva ratna, ratnasamchaya, vijaya, vaijayamta, jayamta, aparajita. Sutra– 775. Tyam atha dishakumari mahattarika yavat palyopama sthitika vase chhe. Te a – Sutra– 776. Alambusa, mitakeshi, paumdri, gitavaruni, asha, sarvaga, shri, hri. Sutra– 777. Atha adholokamam vasanari dishakumari mahattarikao kahi chhe – Sutra– 778. Bhogamkara, bhogavati, subhoga, bhogamalini, suvatsa, vatsamitra, varishena, balahaka. Sutra– 779. Atha urdhvalokamam rahenari dishakumari mahattarikao kahi chhe – Sutra– 780. Meghamkara, meghavati, sumegha, meghamalini, toyadhara, vichitra, pushpamala, animdita. Sutra– 781. Atha kalpo tiryamcha ane manushya bamneni utpattivala kahya chhe – saudharma yavat sahasrara. A atha kalpamam atha indro kahya chhe – shakra yavat sahasrara. A atha indrone atha pariyanika vimano kahya chhe – palaka, pushpaka, somanasa, shri vatsa, namdavartta, kamakrama, pritimana, vimala. Sutra samdarbha– 747–781 |