Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102672
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-७

Translated Chapter :

સ્થાન-૭

Section : Translated Section :
Sutra Number : 672 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] अध भंते! अदसि-कुसुम्भ-कोद्दव-कंगु-रालग-वरट्ट-कोद्दूसग-सण-सरिसव-मूलगबीयाणं–एतेसि णं धन्नाणं कोट्ठाउत्ताणं पल्लाउत्ताणं मंचाउत्ताणं मालाउत्ताणं ओलित्ताणं लित्ताणं लंछियाणं मुद्दियाणं पिहियाणं केवइयं कालं जोणी संचिट्ठति? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्त संवच्छराइं। तेण पर जोणी पमिलायति, तेण परं जोणी पविद्धंसति, तेण परं जोणी विद्धंसति, तेण परं बीए अबीए भवति, तेण परं जोणीवोच्छेदे पन्नत्ते।
Sutra Meaning : સૂત્ર– ૬૭૨. હે ભગવન્‌ ! અળસી, કુસુંભ, કોદ્રવ, કાંગ, રાળ, સણ, સરસવ અને મૂળાના બીજ, આ ધાન્યોના કોઠારમાં કે પાલામાં ઘાલીને યાવત્‌ ઢાંકીને રાખ્યા હોય તો કેટલો કાળ તેની યોનિ સચિત્ત રહે ? – હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ પર્યન્ત, ત્યારપછી તેની યોનિ મ્લાન થાય છે યાવત્‌ યોનિનો નાશ થાય છે તેમ કહ્યું છે. સૂત્ર– ૬૭૩. બાદર અપ્‌કાયની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૭૦૦૦ વર્ષની કહી છે. ત્રીજી વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટથી નૈરયિકની સ્થિતિ સાત સાગરોપમ છે. ચોથી પંકપ્રભા પૃથ્વીમાં નૈરયિક સ્થિતિ જઘન્ય સાત સાગરોપમ છે. સૂત્ર– ૬૭૪. દેવેન્દ્ર દેવરાજ શક્રના વરુણ મહારાજની સાત અગ્રમહિષી છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સોમ અને યમની સાત – સાત અગ્રમહિષી છે. સૂત્ર– ૬૭૫. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અભ્યંતર પર્ષદાના દેવોની સ્થિતિ સાત પલ્યોપમ છે. દેવેન્દ્ર દેવરાજ શક્રની અગ્રમહિષી દેવીની સાત પલ્યોપમની સ્થિતિ છે. સૌધર્મકલ્પે પરિગૃહીતા દેવીની સ્થિતિ ઉત્કૃષ્ટથી સાત પલ્ય છે. સૂત્ર– ૬૭૬. સારસ્વત, આદિત્યના સાત દેવોને ૭૦૦ દેવોનો પરિવાર છે. ગર્દતોય અને તુષિત દેવના સાત દેવો ૭૦૦૦ દેવોના પરિવારવાળા છે. સૂત્ર– ૬૭૭. સનત્કુમાર કલ્પે ઉત્કૃષ્ટ દેવસ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પે ઉત્કૃષ્ટ દેવસ્થિતિ સાધિક સાત સાગરોપમ છે. બ્રહ્મલોક કલ્પે જઘન્યથી દેવસ્થિતિ સાત સાગરોપમ છે. સૂત્ર– ૬૭૮. બ્રહ્મલોક, લાંતક કલ્પે વિમાનો ૭૦૦ યોજન ઊર્ધ્વ ઉચ્ચત્વથી છે. સૂત્ર– ૬૭૯. ભવનવાસી દેવોના ભવધારણીય શરીર, ઉત્કૃષ્ટથી સાત હાથ ઉર્ધ્વ ઉચ્ચત્વ છે. એ રીતે વાણવ્યંતર અને જ્યોતિષ્કોના જાણવા. સૌધર્મ – ઈશાનકલ્પે સાત હાથ ઊંચાઈ છે. સૂત્ર– ૬૮૦. નંદીશ્વરદ્વીપની અંદર સાત દ્વીપો કહ્યા છે – જંબૂદ્વીપ, ઘાતકીખંડ દ્વીપ, પુષ્કરવર, વરુણવર, ક્ષીરવર, ધૃતવર, ક્ષોદવર. નંદીશ્વરદ્વીપની અંદર સાત સમુદ્રો છે – લવણ, કાલોદ, પુષ્કરોદ, વરુણોદ, ક્ષીરોદ, ઘૃતોદ, ક્ષોદોદ. સૂત્ર– ૬૮૧. સાત શ્રેણીઓ કહી છે – ઋજુઆયતા, એકતોવક્રા, ઉભયતોવક્રા, એકતોખુહા, ઉભયતોખુહા ચક્રવાલા અને અર્ધચક્રવાલા. સૂત્ર– ૬૮૨. અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના સાત સૈન્યો અને સાત સેનાધિપતિઓ કહ્યા છે – પદાતિસૈન્ય, અશ્વ – સૈન્ય, હસ્તિસૈન્ય, મહિષસૈન્ય, રથસૈન્ય, નૃત્યસૈન્ય, ગાંધર્વસૈન્ય. દ્રૂમ પદાતિ સૈન્યાધિપતિ છે, એ પ્રમાણે પાંચમાં સ્થાન મુજબ કહેવું યાવત્‌ કિન્નર રથ સૈન્યાધિપતિ, (૬) રિષ્ટ નૃત્યસૈન્યાધિપતિ અને (૭) ગીતરતિ – ગાંધર્વ સૈન્યાધિપતિ. વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલીના સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ છે. પાદાતિ સૈન્ય યાવત્‌ ગાંધર્વસૈન્ય. (૧) મહાદ્રુમ – પાદાતિસૈન્યાધિપતિ યાવત્‌ (૫) કિંપુરુષ – રથ સૈન્યાધિપતિ, (૬) નૃત્ય સૈન્યાધિપતિ મહારિષ્ટ (૭) ગંધર્વસેનાધિપતિ ગીતયશા નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજાના સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ છે. પદાતિસૈન્ય યાવત્‌ ગંધર્વસૈન્ય, રુદ્રસેન – (૧) પાદાતિ સૈન્યાધિપતિ છે યાવત્‌ (૫) આનંદ – રથસૈન્યાધિપતિ, (૬) નૃત્ય સૈન્યાધિપતિ નંદન (૭) ગંધર્વસેનાધિપતિ તેતલી ભૂતાનંદના સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ છે – પદાતિસૈન્ય યાવત્‌ ગાંધર્વ સૈન્ય. (૧) દક્ષ – પદાતિસૈન્યાધિપતિ યાવત્‌ (૫) નંદોત્તર – રથસૈન્યાધિપતિ, (૬) રતિ – નૃત્યસેનાનો, (૭) માનસ ગંધર્વ સેનાનો, એવી રીતે યાવત્‌ ઘોષ અને મહાઘોષ પર્યન્ત જાણવુ. દેવેન્દ્ર દેવરાજ શક્રના સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ કહ્યા છે – પદાતિ યાવત્‌ ગાંધર્વસૈન્ય (૧) હરિણૈગમેષી – પદાતિ સૈન્યાધિપતિ યાવત્‌ માઢર – રથ સૈન્યાધિપતિ, (૬) શ્વેત – નૃત્યનો, (૭) તુંબરુ – ગંધર્વનો. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિઓ છે – પદાતિ સૈન્ય યાવત્‌ ગંધર્વ સૈન્ય. લઘુ પરાક્રમ નામે પદાતિસૈન્ય અધિપતિ યાવત્‌ મહાસેન નામે નૃત્યા સૈન્યાધિપતિ. શેષ પાંચમાં સ્થાન મુજબ જાણવુ. એ પ્રમાણે યાવત્‌ અચ્યુતને પણ જાણવા. સૂત્ર– ૬૮૩. અસુરેન્દ્ર અસુરકુમાર રાજાના ‘દ્રુમ’ પદાતિ સૈન્યાધિપતિના સાત કચ્છાઓ કહ્યા છે – પ્રથમા કચ્છા યાવત્‌ સપ્તમી કચ્છા. આ દ્રુમની પહેલી કચ્છામાં ૬૪,૦૦૦ દેવો છે, તેથી બમણા બીજી કચ્છામાં છે, બીજી કચ્છાથી બમણા દેવો ત્રીજી કચ્છામાં છે યાવત્‌ એ રીતે છઠ્ઠી કચ્છાથી બમણા દેવો સાતમી કચ્છામાં છે. એ રીતે બલીન્દ્ર વિશે પણ કહેવું. વિશેષ એ કે – મહાદ્રુમ પદાતિ સૈન્યાધિપતિની કચ્છામાં ૬૦,૦૦૦ દેવો છે ધરણેન્દ્રમાં પણ એમ જ કહેવું. વિશેષ એ કે – ૨૮,૦૦૦ દેવો છે. બાકીનું પૂર્વવત્‌. જેમ ધરણેન્દ્રનું કહ્યું, તેમ યાવત્‌ મહાઘોષ પર્યન્ત કહેવું. વિશેષ એ કે પદાતિ સૈન્યાધિપતિ અન્ય છે, તે પૂર્વે કહેલાં છે. દેવેન્દ્ર દેવરાજ શક્રના હરિણૈગમેષી દેવની સાત કચ્છાઓ કહી છે. પહેલી કચ્છા આદિ જેમ ચમરેન્દ્રનું કહ્યું તેમ અચ્યુતેન્દ્ર પર્યન્ત કહેવું. પદાતિ સૈન્યાધિપતિ પૂર્વવત્‌ જાણવા. દેવ પરિમાણ આ રીતે – શક્રના ૮૪,૦૦૦ દેવો છે. ઇત્યાદિ ગાથાનુસાર જાણવુ યાવત્‌ અચ્યુતેન્દ્રના લઘુ પરાક્રમના પહેલી કચ્છામાં ૧૦,૦૦૦ દેવો છે, પછી બમણા – બમણા. સૂત્ર– ૬૮૪. (૧) ૮૪,૦૦૦, (૨) ૮૦,૦૦૦, (૩) ૭૨,૦૦૦, (૪) ૭૦,૦૦૦, (૫) ૬૦,૦૦૦, (૬) ૫૦,૦૦૦, (૭) ૪૦,૦૦૦, (૮) ૩૦,૦૦૦, (૯) ૨૦,૦૦૦, (૧૦) ૧૦,૦૦૦. સૂત્ર સંદર્ભ– ૬૭૨–૬૮૪
Mool Sutra Transliteration : [sutra] adha bhamte! Adasi-kusumbha-koddava-kamgu-ralaga-varatta-koddusaga-sana-sarisava-mulagabiyanam–etesi nam dhannanam kotthauttanam pallauttanam mamchauttanam malauttanam olittanam littanam lamchhiyanam muddiyanam pihiyanam kevaiyam kalam joni samchitthati? Goyama! Jahannenam amtomuhuttam, ukkosenam satta samvachchharaim. Tena para joni pamilayati, tena param joni paviddhamsati, tena param joni viddhamsati, tena param bie abie bhavati, tena param jonivochchhede pannatte.
Sutra Meaning Transliteration : Sutra– 672. He bhagavan ! Alasi, kusumbha, kodrava, kamga, rala, sana, sarasava ane mulana bija, a dhanyona kotharamam ke palamam ghaline yavat dhamkine rakhya hoya to ketalo kala teni yoni sachitta rahe\? – he gautama ! Jaghanyathi amtarmuhurtta ane utkrishtathi sata varsha paryanta, tyarapachhi teni yoni mlana thaya chhe yavat yonino nasha thaya chhe tema kahyum chhe. Sutra– 673. Badara apkayani sthiti utkrishtathi 7000 varshani kahi chhe. Triji valukaprabhamam utkrishtathi nairayikani sthiti sata sagaropama chhe. Chothi pamkaprabha prithvimam nairayika sthiti jaghanya sata sagaropama chhe. Sutra– 674. Devendra devaraja shakrana varuna maharajani sata agramahishi chhe. Devendra devaraja ishanana soma ane yamani sata – sata agramahishi chhe. Sutra– 675. Devendra devaraja ishanani abhyamtara parshadana devoni sthiti sata palyopama chhe. Devendra devaraja shakrani agramahishi devini sata palyopamani sthiti chhe. Saudharmakalpe parigrihita devini sthiti utkrishtathi sata palya chhe. Sutra– 676. Sarasvata, adityana sata devone 700 devono parivara chhe. Gardatoya ane tushita devana sata devo 7000 devona parivaravala chhe. Sutra– 677. Sanatkumara kalpe utkrishta devasthiti sata sagaropamani chhe. Mahendra kalpe utkrishta devasthiti sadhika sata sagaropama chhe. Brahmaloka kalpe jaghanyathi devasthiti sata sagaropama chhe. Sutra– 678. Brahmaloka, lamtaka kalpe vimano 700 yojana urdhva uchchatvathi chhe. Sutra– 679. Bhavanavasi devona bhavadharaniya sharira, utkrishtathi sata hatha urdhva uchchatva chhe. E rite vanavyamtara ane jyotishkona janava. Saudharma – ishanakalpe sata hatha umchai chhe. Sutra– 680. Namdishvaradvipani amdara sata dvipo kahya chhe – jambudvipa, ghatakikhamda dvipa, pushkaravara, varunavara, kshiravara, dhritavara, kshodavara. Namdishvaradvipani amdara sata samudro chhe – lavana, kaloda, pushkaroda, varunoda, kshiroda, ghritoda, kshododa. Sutra– 681. Sata shrenio kahi chhe – rijuayata, ekatovakra, ubhayatovakra, ekatokhuha, ubhayatokhuha chakravala ane ardhachakravala. Sutra– 682. Asurendra asurakumararaja chamarana sata sainyo ane sata senadhipatio kahya chhe – padatisainya, ashva – sainya, hastisainya, mahishasainya, rathasainya, nrityasainya, gamdharvasainya. Druma padati sainyadhipati chhe, e pramane pamchamam sthana mujaba kahevum yavat kinnara ratha sainyadhipati, (6) rishta nrityasainyadhipati ane (7) gitarati – gamdharva sainyadhipati. Vairochanendra, vairochanaraja balina sata sainyo, sata sainyadhipati chhe. Padati sainya yavat gamdharvasainya. (1) mahadruma – padatisainyadhipati yavat (5) kimpurusha – ratha sainyadhipati, (6) nritya sainyadhipati maharishta (7) gamdharvasenadhipati gitayasha Nagakumarendra nagakumara rajana sata sainya, sata sainyadhipati chhe. Padatisainya yavat gamdharvasainya, rudrasena – (1) padati sainyadhipati chhe yavat (5) anamda – rathasainyadhipati, (6) nritya sainyadhipati namdana (7) gamdharvasenadhipati tetali Bhutanamdana sata sainya, sata sainyadhipati chhe – padatisainya yavat gamdharva sainya. (1) daksha – padatisainyadhipati yavat (5) namdottara – rathasainyadhipati, (6) rati – nrityasenano, (7) manasa gamdharva senano, evi rite yavat ghosha ane mahaghosha paryanta janavu. Devendra devaraja shakrana sata sainya, sata sainyadhipati kahya chhe – padati yavat gamdharvasainya (1) harinaigameshi – padati sainyadhipati yavat madhara – ratha sainyadhipati, (6) shveta – nrityano, (7) tumbaru – gamdharvano. Devendra devaraja ishanana sata sainya, sata sainyadhipatio chhe – padati sainya yavat gamdharva sainya. Laghu parakrama name padatisainya adhipati yavat mahasena name nritya sainyadhipati. Shesha pamchamam sthana mujaba janavu. E pramane yavat achyutane pana janava. Sutra– 683. Asurendra asurakumara rajana ‘druma’ padati sainyadhipatina sata kachchhao kahya chhe – prathama kachchha yavat saptami kachchha. A drumani paheli kachchhamam 64,000 devo chhe, tethi bamana biji kachchhamam chhe, biji kachchhathi bamana devo triji kachchhamam chhe yavat e rite chhaththi kachchhathi bamana devo satami kachchhamam chhe. E rite balindra vishe pana kahevum. Vishesha e ke – mahadruma padati sainyadhipatini kachchhamam 60,000 devo chhe Dharanendramam pana ema ja kahevum. Vishesha e ke – 28,000 devo chhe. Bakinum purvavat. Jema dharanendranum kahyum, tema yavat mahaghosha paryanta kahevum. Vishesha e ke padati sainyadhipati anya chhe, te purve kahelam chhe. Devendra devaraja shakrana harinaigameshi devani sata kachchhao kahi chhe. Paheli kachchha adi jema chamarendranum kahyum tema achyutendra paryanta kahevum. Padati sainyadhipati purvavat janava. Deva parimana a rite – shakrana 84,000 devo chhe. Ityadi gathanusara janavu yavat achyutendrana laghu parakramana paheli kachchhamam 10,000 devo chhe, pachhi bamana – bamana. Sutra– 684. (1) 84,000, (2) 80,000, (3) 72,000, (4) 70,000, (5) 60,000, (6) 50,000, (7) 40,000, (8) 30,000, (9) 20,000, (10) 10,000. Sutra samdarbha– 672–684