Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102644 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-७ |
Translated Chapter : |
સ્થાન-૭ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 644 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] सत्तविधे कायकिलेसे पन्नत्ते, तं जहा– ठाणातिए, उक्कुडुयासणिए, पडिमठाई, वीरासणिए, नेसज्जिए, दंडायतिए, लगंडसाई। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૪૪. સાત પ્રકારે કાયક્લેશ તપ કહ્યો છે. તે આ – સ્થાનાતિગ – ઉભા રહેવું, ઉત્કુટુકાસનિક – ઉક્ડું આસને બેસવું, પ્રતિમાસ્થાયી – સમય મર્યાદા નિશ્ચિત કરી કાયોત્સર્ગ કરવો, વીરાસનિક – વિરાસને બેસવું,, નૈષધિક – પલાંઠીવાળી બેસવું,, દંડાયતિક – દંડ સમાન સીધા સુવું,, લંગડશાયી – વાંકી લાકડીની જેમ શયન કરવું. સૂત્ર– ૬૪૫. જંબૂદ્વીપમાં સાત વર્ષક્ષેત્રો કહ્યા – ભરત, ઐરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્વર્ષ, મહાવિદેહ. જંબૂદ્વીપમાં સાત વર્ષધર પર્વતો કહ્યા – ચુલ્લ હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રૂકમી, શિખરી, મેરુ. જંબૂદ્વીપમાં સાત મહાનદીઓ પૂર્વાભિમુખ થઈ લવણ સમુદ્રમાં મળે છે – ગંગા, રોહીતા, હરીતા, શીતા, નરકાંતા, સુવર્ણકૂલા, રક્તા. જંબૂદ્વીપમાં પશ્ચિમ સન્મુખ વહેતી સાત મહાનદીઓ લવણ સમુદ્રમાં મળે છે – સિંધુ, રોહિતાંશા, હરિકાંતા, શીતોદા, નારીકાંતા, રૂપ્યકૂલા, રક્તવતી. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્દ્ધમાં સાત ક્ષેત્રો કહ્યા છે – ભરત યાવત્ મહાવિદેહ. ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્દ્ધમાં સાત વર્ષધર પર્વતો કહ્યા છે – ચૂલ્લ હિમવાન યાવત્ મેરુ. ધાતકીખંડમાં પૂર્વાર્દ્ધમાં પૂર્વદિશાભિમુખ વહેતી સાત મહાનદીઓ કાલોદસમુદ્રમાં મળે છે – ગંગા યાવત્ રક્તા. ધાતકીખંડના પૂર્વાર્દ્ધમાં પશ્ચિમાભિમુખ વહેતી સાત મહાનદી લવણસમુદ્રમાં મળે છે – સિંધુ યાવત્ રક્તવતી. ધાતકીખંડમાં પશ્ચિમાર્દ્ધમાં ક્ષેત્રો આદિ એ રીતે જ છે. વિશેષ એ – પૂર્વાભિમુખ વહેતી નદી લવણસમુદ્રમાં મળે છે, પશ્ચિમાભિમુખ વહેતી નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. પુષ્કરવરદ્વીપાર્દ્ધમાં પૂર્વાર્દ્ધમાં સાત ક્ષેત્રો આદિ તેમજ છે. વિશેષ એ કે – પૂર્વાભિમુખ નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં મળે છે. પશ્ચિમાભિમુખ નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. બાકી પૂર્વવત્. એ રીતે પશ્ચિમાર્દ્ધમાં પણ છે. વિશેષ એ કે – પૂર્વાભિમુખ નદી કાલોદમાં, પશ્ચિમાભિમુખ પુષ્કરોદમાં મળે છે. સર્વત્ર વર્ષક્ષેત્રો, વર્ષધર પર્વતો, નદીઓ કહેવા જોઈએ. સૂત્ર– ૬૪૬. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સાત કુલકર થયા. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૪૭. મિત્રદામ, સુદામ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલદોષ, સુઘોષ અને મહાઘોષ. સૂત્ર– ૬૪૮. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાત કુલકરો થયા. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૪૯. વિમલવાહન, ચક્ષુષ્માન્, યશસ્વાન, અભિચંદ્ર, પ્રસેનજિત, મરુદેવ, નાભિ. સૂત્ર– ૬૫૦. આ સાત કુલકરોની સાત પત્નીઓ હતી. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૫૧. ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરુદેવી. સૂત્ર– ૬૫૨. જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકરો થશે. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૫૩. મિત્રવાહન, સુભોમ, સુપ્રભ, સ્વયંપ્રભ, દત્ત, સુહુમ, સુબંધુ. (પાઠાંતરથી શુભ, સુરૂપ). સૂત્ર– ૬૫૪. વિમલવાહન કુલકરના કાલે સાત પ્રકારના વૃક્ષો ઉપભોગમાં શીઘ્ર આવતા હતા. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૫૫. મદ્યાંગ, ભૃંગ, ચિત્રાંગ, ચિત્રરસા, મણ્યંગ, અનગ્ન, કલ્પવૃક્ષ. સૂત્ર– ૬૫૬. દંડનીતિ સાત ભેદે કહી છે – હક્કાર, મક્કાર, ધિક્કાર, પરિભાષા, મંડલબંધ, ચારક, છવિચ્છેદ. સૂત્ર– ૬૫૭. પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને સાત એકેન્દ્રિય રત્નો કહ્યા છે – ચક્રરત્ન, છત્રરત્ન, દંડરત્ન, અસિરત્ન, મણિરત્ન, કાકણિરત્ન. પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાને સાત પંચેન્દ્રિય રત્નો કહ્યા છે – સેનાપતિ, ગૃહપતિ, વર્દ્ધકી, પુરોહીત, સ્ત્રી, અશ્વ, હસ્તિ. સૂત્ર– ૬૫૮. સાત કારણે દુષ્ષમકાળ આવેલો જાણવો – અકાળ વર્ષા, કાલે ન વરસે, અસાધુની પૂજા, સાધુ ન પૂજવા, ગુરુજન પ્રતિ મિથ્યાભાવ, મનોદુઃખતા, વચનદુઃખતા. સાત કારણે સુષમકાળ આવેલો જાણવો – અકાલે ન વરસે, કાલે વર્ષા, અસાધુ ન પૂજાય, સાધુ પૂજવા, ગુરુજન પ્રતિ સમ્યક્ ભાવ, મનોસુખત્વ, વચન સુખત્વ. સૂત્ર સંદર્ભ– ૬૪૪–૬૫૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] sattavidhe kayakilese pannatte, tam jaha– thanatie, ukkuduyasanie, padimathai, virasanie, nesajjie, damdayatie, lagamdasai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 644. Sata prakare kayaklesha tapa kahyo chhe. Te a – sthanatiga – ubha rahevum, utkutukasanika – ukdum asane besavum, pratimasthayi – samaya maryada nishchita kari kayotsarga karavo, virasanika – virasane besavum,, naishadhika – palamthivali besavum,, damdayatika – damda samana sidha suvum,, lamgadashayi – vamki lakadini jema shayana karavum. Sutra– 645. Jambudvipamam sata varshakshetro kahya – bharata, airavata, haimavata, hairanyavata, harivarsha, ramyakvarsha, mahavideha. Jambudvipamam sata varshadhara parvato kahya – chulla himavamta, mahahimavamta, nishadha, nilavamta, rukami, shikhari, meru. Jambudvipamam sata mahanadio purvabhimukha thai lavana samudramam male chhe – gamga, rohita, harita, shita, narakamta, suvarnakula, rakta. Jambudvipamam pashchima sanmukha vaheti sata mahanadio lavana samudramam male chhe – simdhu, rohitamsha, harikamta, shitoda, narikamta, rupyakula, raktavati. Dhatakikhamda dvipana purvarddhamam sata kshetro kahya chhe – bharata yavat mahavideha. Dhatakikhamda dvipana purvarddhamam sata varshadhara parvato kahya chhe – chulla himavana yavat meru. Dhatakikhamdamam purvarddhamam purvadishabhimukha vaheti sata mahanadio kalodasamudramam male chhe – gamga yavat rakta. Dhatakikhamdana purvarddhamam pashchimabhimukha vaheti sata mahanadi lavanasamudramam male chhe – simdhu yavat raktavati. Dhatakikhamdamam pashchimarddhamam kshetro adi e rite ja chhe. Vishesha e – purvabhimukha vaheti nadi lavanasamudramam male chhe, pashchimabhimukha vaheti nadio kaloda samudramam male chhe. Pushkaravaradviparddhamam purvarddhamam sata kshetro adi temaja chhe. Vishesha e ke – purvabhimukha nadio pushkaroda samudramam male chhe. Pashchimabhimukha nadio kaloda samudramam male chhe. Baki purvavat. E rite pashchimarddhamam pana chhe. Vishesha e ke – purvabhimukha nadi kalodamam, pashchimabhimukha pushkarodamam male chhe. Sarvatra varshakshetro, varshadhara parvato, nadio kaheva joie. Sutra– 646. Jambudvipana bharatakshetramam atita utsarpinimam sata kulakara thaya. Te a pramane – Sutra– 647. Mitradama, sudama, suparshva, svayamprabha, vimaladosha, sughosha ane mahaghosha. Sutra– 648. Jambudvipana bharatakshetramam a avasarpinimam sata kulakaro thaya. Te a pramane – Sutra– 649. Vimalavahana, chakshushman, yashasvana, abhichamdra, prasenajita, marudeva, nabhi. Sutra– 650. A sata kulakaroni sata patnio hati. Te a pramane – Sutra– 651. Chamdrayasha, chamdrakamta, surupa, pratirupa, chakshukamta, shrikamta, marudevi. Sutra– 652. Jambudvipamam bharata kshetramam agami utsarpinimam sata kulakaro thashe. Te a pramane – Sutra– 653. Mitravahana, subhoma, suprabha, svayamprabha, datta, suhuma, subamdhu. (pathamtarathi shubha, surupa). Sutra– 654. Vimalavahana kulakarana kale sata prakarana vriksho upabhogamam shighra avata hata. Te a pramane – Sutra– 655. Madyamga, bhrimga, chitramga, chitrarasa, manyamga, anagna, kalpavriksha. Sutra– 656. Damdaniti sata bhede kahi chhe – hakkara, makkara, dhikkara, paribhasha, mamdalabamdha, charaka, chhavichchheda. Sutra– 657. Pratyeka chaturamta chakravarti rajane sata ekendriya ratno kahya chhe – chakraratna, chhatraratna, damdaratna, asiratna, maniratna, kakaniratna. Pratyeka chaturamta chakravarti rajane sata pamchendriya ratno kahya chhe – senapati, grihapati, varddhaki, purohita, stri, ashva, hasti. Sutra– 658. Sata karane dushshamakala avelo janavo – akala varsha, kale na varase, asadhuni puja, sadhu na pujava, gurujana prati mithyabhava, manoduhkhata, vachanaduhkhata. Sata karane sushamakala avelo janavo – akale na varase, kale varsha, asadhu na pujaya, sadhu pujava, gurujana prati samyak bhava, manosukhatva, vachana sukhatva. Sutra samdarbha– 644–658 |