Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (2698)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र Gujarati 45 View Detail
Mool Sutra: अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए। किं नाम होज्ज तं कम्मयं, जेणाऽहं दुग्गइं न गच्छेज्जा ?।।१।।

Translated Sutra: અનિત્ય, અશાશ્વત અને દુઃખમય આ સંસારમાં એવું કયું કાર્ય મારે કરવું કે જેનાથી મારી દુર્ગતિ ન થાય?
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र Gujarati 46 View Detail
Mool Sutra: खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा। संसारमोक्खस्स विपक्खभूया, खाणी अणत्था णउ कामभोगा।।२।।

Translated Sutra: કામભોગોનું સુખ ક્ષણભરનું અને દુઃખ દીર્ઘકાળનું છે; એમાં સુખ થોડુંક છે અને દુઃખ વધારે છે. કામભોગો સંસારથી મુક્તિ મેળવવામાં બાધક છે અને અનર્થોની ખાણ જેવા છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र Gujarati 50 View Detail
Mool Sutra: भोगामिसदोसविसन्ने, हियनिस्सेयसबुद्धिवोच्चत्थे। बाले य मन्दिए मूढे, बज्झई मच्छिया व खेलम्मि।।६।।

Translated Sutra: ભોગની આસક્તિમાં ડૂબેલા, પોતાનાં હિત અને શ્રેયની સાચી સમજ જેમને નથી એવા અજ્ઞાની અને મૂઢ જીવો, માખી જેમ બળખામાં ફસાય તેમ કર્મોમાં બંધાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र Gujarati 55 View Detail
Mool Sutra: जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य। अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतवो।।११।।

Translated Sutra: જન્મ દુઃખ છે, ઘડપણ દુઃખ છે, રોગો અને મરણ પણ દુઃખ છે. અરે, આખો સંસાર દુઃખરૂપ છે, જેમાં પ્રાણીઓ દુઃખથી પીડાતા રહે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

६. कर्मसूत्र Gujarati 58 View Detail
Mool Sutra: कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु। दुहओ मलं संचिणइ, सिसुणागु व्व मट्टियं।।३।।

Translated Sutra: કાયાથી મદોન્મન્ત અને વાણીથી ઉદ્ધત તેમજ ધન અને સ્ત્રીઓમાં અતિ આસક્ત માનવી, અળસિયું જેમ બંને બાજુથી માટીથી ખરડાય છે તેમ, બંને બાજુથી (શરીર અને મનથી) મલિન થાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

६. कर्मसूत्र Gujarati 59 View Detail
Mool Sutra: न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बंधवा। एक्को सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्म।।४।।

Translated Sutra: સગાં-સંબંધી, મિત્રો, પુત્રો કે બાંધવો-કોઈ એના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી. એ એકલો જ દુઃખ વેઠે છે, કારણ કે કર્મ તેના કર્તાની પાછળ જ જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

६. कर्मसूत्र Gujarati 64 View Detail
Mool Sutra: नाणस्सावरणिज्जं, दंसणावरणं तहा। वेयणिज्जं तहा मोहं, आउकम्मं तहेव य।।९।।

Translated Sutra: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય - સંક્ષેપમાં કર્મના આ આઠ પ્રકારો છે. સંદર્ભ ૬૪-૬૫
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

६. कर्मसूत्र Gujarati 65 View Detail
Mool Sutra: नामकम्मं च गोयं च, अंतरायं तहेव य। एवमेयाइं कम्माइं, अट्ठेवउ समासओ।।१०।।

Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૬૪; સંદર્ભ ૬૪-૬૫
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

८. राग-परिहारसूत्र Gujarati 71 View Detail
Mool Sutra: रागो य दोसो वि य कम्मवीयं, कम्मं च मोहप्पभवं वयंति। कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयंति।।१।।

Translated Sutra: રાગ અને દ્વેષ કર્મનાં બીજ છે અને મોહ પણ કર્મનું મૂળ છે. કર્મ જન્મ-મરણનું મૂળ છે અને જન્મમરણ એજ ખરું દુઃખ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

८. राग-परिहारसूत्र Gujarati 76 View Detail
Mool Sutra: कामाणुगिद्धिप्पभवं खु दुक्खं, सव्वस्स लोगस्स सदेवगस्स। जं काइयं माणसियं च किंचि, तस्संतगं गच्छइ वीयरागो।।६।।

Translated Sutra: દેવો સહિત જગતના સર્વ જીવોને કામભોગની સતત અભિલાષામાંથી ઉદ્ભવતું જે કાયિક અને માનસિક દુઃખ ભોગવવું પડે છે, તેનો વીતરાગીને માટે અંત આવી જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

८. राग-परिहारसूत्र Gujarati 78 View Detail
Mool Sutra: एवं ससंकप्पविकप्पणासुं, संजायई समयमुवट्ठियस्स। अत्थे य संकप्पयओ तओ से, पहीयए कामगुणेसु तण्हा।।८।।

Translated Sutra: સમતામાં સ્થિત પુરુષના સંકલ્પ-વિકલ્પોનો નાશ થાય છે અને જે પદાર્થોનો સંકલ્પ તેને થાય છે તેમાં પણ વિષયસંબંધી તૃષ્ણા વધુને વધુ ક્ષીણ થતી જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

८. राग-परिहारसूत्र Gujarati 81 View Detail
Mool Sutra: भावे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण। न लिप्पई भवमज्झे वि संतो, जलेण वा पोक्खरिणीपलासं।।११।।

Translated Sutra: અંતરથી વિરક્ત મનુષ્ય શોકથી મુક્ત બની જાય છે. કમળનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી ભીંજાતું નથી એમ સંસારમાં રહેવા છતાં એવા મનુષ્યને દુઃખોની પરંપરા અસર કરતી નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 93 View Detail
Mool Sutra: मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरंते। एवं अदत्ताणि समाययंतो, रूवे अतित्तो दुहिओ अणिस्सो।।१२।।

Translated Sutra: ખોટું બોલતાં પહેલાં, ખોટું બોલ્યા પછી અને ખોટું બોલતી વખતે માણસ દુઃખી અને બેચેન હોય છે. એ જ રીતે ચોરી કરનારો અને રૂપદર્શનનો લોભી આત્મા પણ દુઃખી અને અસ્થિર રહે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 97 View Detail
Mool Sutra: जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढई। दोमासकयं कज्जं, कोडीए वि न निट्ठियं।।१६।।

Translated Sutra: લાભ વધારે, તો લોભ વધારે. લાભથી લોભ વધે છે. બે માષા (અદડ) સોનાથી જે કાર્ય થઈ જાય તેમ હતું તે કરોડો સોનામહોરોથી પણ ન થયું. (બે માષા સોનું માગવા આવેલા બ્રાહ્મણપુત્રને રાજાએ વધુ માગવા કહ્યું તો તેની માંગણી વધતી વધતી રાજ્ય માગવા સુધી પહોંચી ગઈ હતી.)
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 98 View Detail
Mool Sutra: सुवण्णरुप्पस्स उ पव्वया भवे, सिया हु केलाससमा असंखया। नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणन्तिया।।१७।।

Translated Sutra: સોનાના અને ચાંદીના હિમાલય જેવા અસંખ્ય પર્વતો હોય તો પણ લોભી મનુષ્યને સંતોષ થશે નહિ; કારણ કે ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 109 View Detail
Mool Sutra: जहा पोम्मं जले जायं, नोवलिप्पइ वारिणा। एवं अलित्तं कामेहिं, तं वयं बूम माहणं।।२८।।

Translated Sutra: પાણીમાં જન્મેલું કમળ પાણીથી ભીંજાતું નથી તેમ જે વ્યક્તિ (કામભોગોની વચ્ચે રહેતી હોવા છતાં) કામભોગોથી લેપાતી નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 110 View Detail
Mool Sutra: दुक्खं हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तण्हा। तण्हा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंचणाइं।।२९।।

Translated Sutra: જેને મોહ નથી તેને દુઃખ નથી; જેણે તૃષ્ણાનો નાશ કર્યો તેણે મોહનો નાશ કર્યો; જેણે લોભને દૂર કર્યો તેણે તૃષ્ણાને દૂર કરી અને જેણે સંગ્રહ તજ્યો તેણે લોભને તજ્યો.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 118 View Detail
Mool Sutra: जा जा वज्जई रयणी, न सा पडिनियत्तई। अहम्मं कुणमाणस्स, अफला जन्ति राइओ।।३७।।

Translated Sutra: જે રાત વીતી ગઈ તે પાછી આવવાની નથી, અધર્મ આચરનારાઓનો સમય વ્યર્થ વહી જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 119 View Detail
Mool Sutra: जहा य तिण्णि वणिया, मूलं घेत्तूण निग्गया। एगोऽत्थ लहई लाहं, एगो मूलेण आगओ।।३८।।

Translated Sutra: ત્રણ વેપારીઓ સરખી મૂડી લઈને નીકળ્યા. એકે નફો કર્યો, બીજો મુદ્દલ લઈને પાછો આવ્યો, ત્રીજો વેપારી મૂળ રકમ ગુમાવીને પાછો ફર્યો. એવું જ ધર્મ વિષે પણ સમજવું. સંદર્ભ ૧૧૯-૧૨૦
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 120 View Detail
Mool Sutra: एगो मूलं पि हारित्ता, आगओ तत्थ वाणिओ। ववहारे उवमा एसा, एवं धम्मे वियाणह।।३९।।

Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૧૧૯; સંદર્ભ ૧૧૯-૧૨૦
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 122 View Detail
Mool Sutra: अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली। अप्पा कामदुहा धेणू, अप्पा मे नंदणं वणं।।१।।

Translated Sutra: આત્મા જ વૈતરણી નદી છે, આત્મા જ કૂટશાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામધેનું છે અને આત્મા જ નંદનવન છે. (આત્મા જ નર્ક છે, આત્મા જ સ્વર્ગ છે. વૈતરણી નદી અને કૂટશાલ્મલી વૃક્ષ નર્કમાં આવેલાં કહેવાય છે, કામધેનુ ગાય અને નંદનવન સ્વર્ગમાં આવેલાં કહેવાય છે.)
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 123 View Detail
Mool Sutra: अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य। अप्पा मित्तममित्तं च, तदुप्पट्ठिय सुप्पट्ठिओ।।२।।

Translated Sutra: આત્મા જ સુખ-દુઃખનો કર્તા છે અને સુખદુઃખનો ભોક્તા છે. સન્માર્ગે ચાલનારો આત્મા પોતે પોતાનો મિત્ર છે, ઉન્માર્ગે ચાલનારો આત્મા પોતે પોતાનો શત્રુ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 124 View Detail
Mool Sutra: एगप्पा अजिए सत्तू, कसाया इन्दियाणि य। ते जिणित्तु जहानायं, विहरामि अहं मुणी !।।३।।

Translated Sutra: એક તો ન જીતાયેલો આત્મા આપણો શત્રુ છે, બીજા ન જીતાયેલા કષાય અને ન જીતાયેલી ઈન્દ્રિયો આપણા ખરા શત્રુ છે. હે મુનિવર! એ બધાંને જીતી લઈને હું યથાયોગ્યપણે વિચરું છું.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 125 View Detail
Mool Sutra: जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे। एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ।।४।।

Translated Sutra: કોઈ વ્યક્તિ યુદ્ધમાં હજારો મહાન યોદ્ધાઓને એકલો જીતી લે તેના કરતાં પણ કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી લે એ વિજય મોટો છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 126 View Detail
Mool Sutra: अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ। अप्पाणमेव अप्पाणं, जइत्ता सुहमेहए।।५।।

Translated Sutra: બહારની લડાઈથી શું વળશે? પોતાની જાત સાથે જ લડ. પોતે પોતાને જીતીએ તો જ સાચું સુખ મળે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 127 View Detail
Mool Sutra: अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो। अप्पा दंतो सुही होइ, अस्सिं लोए परत्थ य।।६।।

Translated Sutra: પોતાની જાતને જ તાબે કરવી જોઈએ. આત્મવિજય સૌથી અઘરો છે. જાતને જીતનારો આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 128 View Detail
Mool Sutra: वरं मे अप्पा दंतो, संजमेण तवेण य। माऽहं परेहिं दम्मंतो, बंधणेहिं वहेहि य।।७।।

Translated Sutra: હું મારી જાતે તપ અને સંયમ વડે મારા પર કાબૂ મેળવું એ જ સારું છે. વધ અને બંધન જેવી શિક્ષાઓ વડે બીજાઓ મને કાબૂમાં લે એ ઠીક નહિ.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 129 View Detail
Mool Sutra: एगओ विरईं कुज्जा, एगओ य पवत्तणं। असंजमे नियत्तिं च, संजमे य पवत्तणं।।८।।

Translated Sutra: એક વસ્તુથી નિવૃત્ત થવા જેવું છે અને બીજી એક વસ્તુમાં પ્રવૃત્તિ કરવા જેવી છે. અસંયમથી નિવૃત્તિ કરવી અને સંયમમાં પ્રવૃત્તિ કરવી.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 130 View Detail
Mool Sutra: रागे दोसे य दो पावे, पावकम्म पवत्तणे। जे भिक्खू रुंभई निच्चं, से न अच्छइ मंडले।।९।।

Translated Sutra: રાગ અને દ્વેષ નામના બે પાપ જ અન્ય પાપકાર્યમાં આપણને દોરી જાય છે. જે મુનિ આ બંનેનો સદાને માટે ક્ષય કરે છે તે સંસારચક્રમાં રહેતો નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 139 View Detail
Mool Sutra: धम्मारामे चरे भिक्खू, धिइमं धम्मसारही। धम्मारामरए दंते, बम्भचेरसमाहिए।।१८।।

Translated Sutra: ધૈર્યવાન, ધર્મરૂપી રથના સારથી, ધર્મઉદ્યાનમાં રમવાના પ્રેમી, પોતાની જાતને વશમાં રાખનાર મુનિ બ્રહ્મચર્ય દ્વારા શાંત બનીને ધર્મઉદ્યાનમાં આનંદથી વિચરે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१३. अप्रमादसूत्र Gujarati 160 View Detail
Mool Sutra: इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चं इमं अकिच्चं। तं एवमेवं लालप्पमाणं, हरा हरंति त्ति कहं पमाए ?।।१।।

Translated Sutra: આ મારી પાસે છે, આ નથી; આ મેં કરી લીધું, આ બાકી છે; એવો બડબડાટ કરી રહેલા માનવીને કાળ જોતજોતામાં ઉઠાવી જાય છે. આ સ્થિતિમાં પ્રમાદ કરાય જ કેમ?
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१३. अप्रमादसूत्र Gujarati 163 View Detail
Mool Sutra: सुत्तेसु यावी पडिबुद्धजीवी, न वीससे पण्डिए आसुपण्णे। घोरा मुहुत्ता अबलं सरीरं, भारंड-पक्खी व चरेऽप्पमत्तो।।४।।

Translated Sutra: સૂતેલા લોકોની વચ્ચે પણ પ્રજ્ઞાવાન મનુષ્ય જાગૃત જીવન ગાળે; એ ક્યારેય પ્રમાદ ન કરે. કાળ નિર્દય છે, શરીર નિર્બળ છે; માટે ભારંડપક્ષીની જેમ સદા સાવધાન રહેવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१४. शिक्षासूत्र Gujarati 171 View Detail
Mool Sutra: अह पंचहिं ठाणेहिं, जेहिं सिक्खा न लब्भई। थम्भा कोहा पमाएणं, रोगेणाऽलस्सएण य।।२।।

Translated Sutra: અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ-આ પાંચ વસ્તુઓ એવી છે કે જે જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બને છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१४. शिक्षासूत्र Gujarati 172 View Detail
Mool Sutra: अह अट्ठहिं ठाणेहिं, सिक्खासीले त्ति वुच्चई। अहस्सिरे सया दंते, न य मम्ममुदाहरे।।३।।

Translated Sutra: આ આઠ વસ્તુઓ એવી છે કે જેનાથી જ્ઞાનાર્જનમાં સફળતા મળે છે : મજાક-મસ્તીથી દૂર રહેવું, ઈન્દ્રિય-મનને કાબૂમાં રાખવાં, બીજાની ખાનગી વાતોમાં રસ ન લેવો, અસભ્ય ન બનવું, મોટા અપરાધો ન આચરવા, સ્વાદલોલુપ ન થવું, ક્રોધી ન હોવું, સત્યના પ્રેમી રહેવું. સંદર્ભ ૧૭૨-૧૭૩
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१४. शिक्षासूत्र Gujarati 173 View Detail
Mool Sutra: नासीले न विसीले, न सिया अइलोलुए। अकोहणे सच्चरए, सिक्खासीले त्ति वुच्चई।।४।।

Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૧૭૨; સંદર્ભ ૧૭૨-૧૭૩
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१४. शिक्षासूत्र Gujarati 175 View Detail
Mool Sutra: वसे गुरुकुले निच्चं, जोगवं उवहाणवं। पियंकरे पियंवाई, से सिक्खं लद्‌धुमरिहई।।६।।

Translated Sutra: સર્વદા ગુરુનિશ્રામાં રહે, વિધિપૂર્વક શાસ્ત્ર અધ્યયન કરે, ઉપધાન(તપ) કરે, ગુરુને પ્રિય લાગે તેવું બોલે અને તેવું કરે એ આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવાને લાયક છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१४. शिक्षासूत्र Gujarati 176 View Detail
Mool Sutra: जह दीवा दीवसयं, पइप्पए सो य दिप्पए दीवो। दीवसमा आयरिया, दिप्पंति परं च दीवेंति।।७।।

Translated Sutra: જેવી રીતે એક દીવામાંથી સેંકડો દીવા પ્રગટાવી શકાય છે ને તે છતાં પ્રથમ દીવો એવો જ પ્રકાશવાન રહે છે તેવી રીતે આચાર્યો પોતે પ્રકાશવાન રહીને અન્યોને પ્રકાશિત કરે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र Gujarati 205 View Detail
Mool Sutra: तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खए चुया। उवेन्ति माणुसं जोणिं, सेदुसंगेऽभिजायए।।१४।।

Translated Sutra: (શુભ કર્મ દ્વારા પુણ્ય ઉપાર્જન કરનાર વિવેકી આત્મા) દેવલોકનું આયુષ્ય પુરૂં થતાં મનુષ્ય લોકમાં સુખચેનભર્યું અને ઉત્તમ સામગ્રીવાળું જીવન પ્રાપ્ત કરે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र Gujarati 206 View Detail
Mool Sutra: भोच्चा माणुस्सए भोए, अप्पडिरूवे अहाउयं। पुव्वं विसुद्धसद्धम्मे, केवलं बोहि बुज्झिया।।१५।।

Translated Sutra: જીવનભર ઉત્તમ માનવીય સુખોનો ઉપભોગ કરીને, પૂર્વે વિશુદ્ધ ધર્મનો અભ્યાસ કરેલો હોવાથી, એ આત્મા બોધિ પ્રાપ્ત કરે છે. ચાર અંગો દુર્લભ છે એમ જાણીને સંયમનો સ્વીકાર કરે છે. તપથી કર્મોનો ક્ષય કરી એ શાશ્વત સિદ્ધપદને ઉપલબ્ધ થાય છે. (ચાર દુર્લભ અંગ = મનુષ્યત સંદર્ભ ૨૦૬-૨૦૭
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र Gujarati 207 View Detail
Mool Sutra: चउरंगं दुल्लहं मत्ता, संजमं पडिवज्जिया। तवसा धुयकम्मंसे, सिद्धे हवइ सासए।।१६।।

Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૨૦૬; સંદર્ભ ૨૦૬-૨૦૭
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१७. रत्नत्रयसूत्र Gujarati 209 View Detail
Mool Sutra: नाणेण जाणई भावे, दंसणेण य सद्दहे। चरित्तेण निगिण्हाइ, तवेण परिसुज्झई।।२।।

Translated Sutra: મુમુક્ષુ જ્ઞાનથી પદાર્થોને જાણે, સમ્યગ્દર્શન દ્વારા તેમાં શ્રદ્ધા કેળવે, ચારિત્રથી કર્મોને રોકે અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરી શુદ્ધ બને.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१७. रत्नत्रयसूत्र Gujarati 211 View Detail
Mool Sutra: नादंसणिस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा। अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं।।४।।

Translated Sutra: સમ્યગ્દર્શન વિનાની વ્યક્તિમાં જ્ઞાન ન હોય; સમ્યગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર ન હોય; ચારિત્ર વિના મોક્ષ નથી અને મોક્ષ વિના શાંતિ - નિર્વાણ નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१८. सम्यग्दर्शनसूत्र Gujarati 230 View Detail
Mool Sutra: न कामभोगा समयं उवेंति, न यावि भोगा विगइं उवेंति। जे तप्पओसी य परिग्गही य, सो तेसु मोहा विगइं उवेइ।।१२।।

Translated Sutra: ઈન્દ્રિયોના વિષયો પોતે (કોઈના મનમાં) નથી સમતા ઉત્પન્ન કરતા કે નથી વિકાર ઉત્પન્ન કરતા. જે વ્યક્તિ મોહ-અજ્ઞાનને લીધે વિષયો પ્રત્યે દ્વેષ અથવા આસક્તિ કરે છે તે પોતે જ પોતાની અંદર વિકાર જગાવે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१८. सम्यग्दर्शनसूत्र Gujarati 231 View Detail
Mool Sutra: निस्संकिय निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठी य। उवबूह थिरीकरणे, वच्छल्ल पभावणे अट्ठ।।१३।।

Translated Sutra: સમ્યગ્દર્શનના આઠ અંગ છે : ધર્મમાં શંકા ન કરવી, અન્યની આકાંક્ષા ન કરવી, અરુચિ ન રાખવી, મૂઢદૃષ્ટિથી ન વિચારવું, અન્ય વ્યક્તિની ધર્મશ્રદ્ધાને પુષ્ટ કરવી, કોઈ વ્યક્તિ ડગી ગઈ હોય તો તેને સ્થિર કરવી, ધર્મવાન લોકોની સેવા કરવી, ધર્મમાર્ગની જગતમાં પ્રસિદ્ધિ ક
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१८. सम्यग्दर्शनसूत्र Gujarati 234 View Detail
Mool Sutra: नो सक्कियमिच्छई न पूयं, नो वि य वन्दणगं कुओ पसंसं ?। से संजए सुव्वए तवस्सी, सहिए आयगवेसए स भिक्खू।।१६।।

Translated Sutra: જે સત્કારને નથી ઈચ્છતો, પૂજાને નથી ઈચ્છતો, નમસ્કારને નથી ઈચ્છતો, એ પ્રશંસાને તો ક્યાંથી ઈચ્છે? સંયમી, વ્રતનિષ્ઠ, તપસ્વી, જાગૃત એવો ભિક્ષુ સદા આત્મગવેષી હોય.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१८. सम्यग्दर्शनसूत्र Gujarati 238 View Detail
Mool Sutra: नाणेणं दंसणेणं च, चरित्तेणं तहेव य। खन्तीए मुत्तीए, वड्ढमाणो भवाहि य।।२०।।

Translated Sutra: હે મુમુક્ષુ! તું સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા અને સંતોષ જેવા સદ્ગુણોનું સંવર્ધન કરતો રહેજે. (આ ઉપબૃંહણ અંગ છે.)
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१८. सम्यग्दर्शनसूत्र Gujarati 241 View Detail
Mool Sutra: तिण्णो हु सि अण्णवं महं, किं पुण चिट्ठसि तीरमागओ। अभितुर पारं गमित्तए, समयं गोयम ! मा पमायए।।२३।।

Translated Sutra: તું મહાસાગરને પાર કરી ચૂક્યો છે, હવે કિનારા પાસે આવ્યા પછી કેમ થંભી ગયો છે? શીઘ્રતાથી કિનારા પર પહોંચી જા. હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. (આ સ્થિરીકરણ અંગ છે.)
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२०. सम्यक्‌चारित्रसूत्र Gujarati 273 View Detail
Mool Sutra: मासे मासे तु जो बालो, कुसग्गेणं तु भुंजए। न सो सुक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं।।१२।।

Translated Sutra: મહિના-મહિનાના ઉપવાસ કરે અને દર્ભની અણી પર રહે એટલા આહારથી પારણું કરે એવો તપસ્વી પણ શુદ્ધ ધર્મના સોળમા ભાગની યે બરોબરી કરી શકતો નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२०. सम्यक्‌चारित्रसूत्र Gujarati 286 View Detail
Mool Sutra: सद्धं नगरं किच्चा, तवसंवरमग्गलं। खन्तिं निउणपागारं, तिगुत्तं दुप्पघंसयं।।२५।।

Translated Sutra: શ્રદ્ધા એ નગર છે, તપ અને સંવર તેનાં દ્વાર અને સાંકળ છે. ક્ષમારૂપી અજેય અને સુરક્ષિત એવો તેનો કોટ છે. તપરૂપ બાણો વડે કર્મરાજાનું બખ્તર ભેદી આંતરિક સંગ્રામમાં વિજયી થનાર મુનિ ભવભ્રમણથી મુક્ત થઈ જાય છે. સંદર્ભ ૨૮૬-૨૮૭
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२०. सम्यक्‌चारित्रसूत्र Gujarati 287 View Detail
Mool Sutra: तवनारायजुत्तेण, भित्तूणं कम्मकंचुयं। मुणी विगयसंगामो, भवाओ परिमुच्चए।।२६।।

Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૨૮૬; સંદર્ભ ૨૮૬-૨૮૭
Showing 401 to 450 of 2698 Results