Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 82 | View Detail | ||
Mool Sutra: धर्मः मङ्गलमुत्कृष्टं, अहिंसा संयमः तपः।
देवाः अपि तं नमस्यन्ति, यस्य धर्मे सदा मनः।।१।। Translated Sutra: ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિંસા સંયમ અને તપ એ જ ધર્મ છે. જેનું મન સદા ધર્મમાં લીન રહે છે તેને દેવો પણ નમે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 93 | View Detail | ||
Mool Sutra: मृषावाक्यस्य पश्चाच्च पुरस्ताच्च, प्रयोगकाले च दुःखी दुरन्तः।
एवमदत्तानि समाददानः, रूपेऽतृप्तो दुःखितोऽनिश्रः।।१२।। Translated Sutra: ખોટું બોલતાં પહેલાં, ખોટું બોલ્યા પછી અને ખોટું બોલતી વખતે માણસ દુઃખી અને બેચેન હોય છે. એ જ રીતે ચોરી કરનારો અને રૂપદર્શનનો લોભી આત્મા પણ દુઃખી અને અસ્થિર રહે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 104 | View Detail | ||
Mool Sutra: यः च कान्तान् प्रियान् भोगान्, लब्धान् विपृष्ठीकरोति।
स्वाधीनान् त्यजति भोगान्, स हि त्यागी इति उच्यते।।२३।। Translated Sutra: જે વ્યક્તિ સુંદર અને પ્રિય એવા ભોગો મળતા હોય છતાં તેની સામે ન જુએ અને સ્વાધીન હોય એવા સુખોનો પણ ત્યાગ કરે તે ખરો ત્યાગી કહેવાય. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१०. संयमसूत्र | Gujarati | 135 | View Detail | ||
Mool Sutra: क्रोधः प्रीतिं प्रणाशयति, मानो विनयनाशनः।
माया मित्राणि नाशयति, लोभः सर्वविनाशनः।।१४।। Translated Sutra: ક્રોધ પ્રેમનો, અભિમાન વિનયનો, માયા મૈત્રીનો અને લોભ સર્વનો નાશ કરે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१०. संयमसूत्र | Gujarati | 136 | View Detail | ||
Mool Sutra: उपशमेन हन्यात् क्रोधं, मानं मार्दवेन जयेत्।
मायां च आर्जवभावेन, लोभं सन्तोषतो जयेत्।।१५।। Translated Sutra: ક્ષમાથી ક્રોધને હણો, નમ્રતાથી અભિમાનને જીતો, સરળતાથી માયાનો અંત આણો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१०. संयमसूत्र | Gujarati | 138 | View Detail | ||
Mool Sutra: स जानन् अजानन् वा, कृत्वा आ(अ)धार्मिकं पदम्।
संवरेत् क्षिप्रमात्मानं, द्वितीयं तत् न समाचरेत्।।१७।। Translated Sutra: જાણતાં કે અજાણતાં ધર્મવિરુદ્ધ કાર્ય થઈ જાય તો સાધકે પોતાની જાતનું જલદીથી સંવરણ કરવું અને ફરીથી એ ભૂલ થવા ન દેવી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१२. अहिंसासूत्र | Gujarati | 148 | View Detail | ||
Mool Sutra: सर्वे जीवाः अपि इच्छन्ति, जीवितुं न मर्तुम्।
तस्मात्प्राणवधं घोरं, निर्ग्रन्थाः वर्जयन्ति तम्।।२।। Translated Sutra: સર્વ જીવો જીવવા ઈચ્છે છે, મરવા નહિ. માટે ભયંકર એવી પ્રાણીહિંસાથી નિર્ગ્રન્થો દૂર રહે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१२. अहिंसासूत्र | Gujarati | 149 | View Detail | ||
Mool Sutra: यावन्तो लोके प्राणा-स्त्रसा अथवा स्थावराः।
तान् जानन्नजानन्वा, न हन्यात् नोऽपि घातयेत्।।३।। Translated Sutra: જગતમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવો છે તેને જાણતાં કે અજાણતાં પોતે મારવા નહિ અને બીજાની પાસે મરાવવા નહિ. (ત્રસ = હાલી ચાલી શકે એવા. સ્થાવર = હાલી ચાલી ન શકે તેવા.) | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१४. शिक्षासूत्र | Gujarati | 170 | View Detail | ||
Mool Sutra: विपत्तिरविनीतस्य, संपत्तिर्विनीतस्य च।
यस्यैतद् द्विधा ज्ञातं, शिक्षां सः अधिगच्छति।।१।। Translated Sutra: અવિનીત આત્માને હાનિ થાય છે, વિનીતને લાભ થાય છે - આ વાત જેના ધ્યાનમાં હોય તે વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१४. शिक्षासूत्र | Gujarati | 174 | View Detail | ||
Mool Sutra: ज्ञानमेकाग्रचित्तश्च, स्थितः च स्थापयति परम्।
श्रुतानि च अधीत्य, रतः श्रुतसमाधौ।।५।। Translated Sutra: અધ્યયન કરવાથી જ્ઞાન મળે છે, ચિત્ત એકાગ્ર થાય છે, ધર્મમાં પોતે સ્થિર થવાય છે અને બીજાને સ્થિર કરી શકાય છે. આ હેતુથી શાસ્ત્રોનું પરિશીલન કરી જ્ઞાન-સમાધિમાં લીન થવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 201 | View Detail | ||
Mool Sutra: सौवर्णिकमपि निगलं, बध्नाति कालायसमपि यथा पुरुषम्।
बध्नात्येवं जीवं, शुभमशुभं वा कृतं कर्म।।१०।। Translated Sutra: લોઢાની સાંકળ માણસને બાંધે છે તો સોનાની સાંકળ પણ બાંધે છે જ. એ જ રીતે શુભ કે અશુભ જે કર્મ કરાય તે જીવને બાંધનારું જ બને છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१८. सम्यग्दर्शनसूत्र | Gujarati | 226 | View Detail | ||
Mool Sutra: किं बहुना भणितेन, ये सिद्धाः नरवराः गते काले।
सेत्स्यन्ति येऽपि भव्याः, तद् जानीत सम्यक्त्वमाहात्म्यम्।।८।। Translated Sutra: વધારે શું કહેવું? ભૂતકાળમાં અનેક મહાપુરુષો મુક્ત થયા છે ને ભવિષ્યમાં મુક્ત થશે તે બધો સમ્યક્ત્વનો પ્રભાવ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१८. सम्यग्दर्शनसूत्र | Gujarati | 240 | View Detail | ||
Mool Sutra: यत्रैव पश्येत् क्वचित् दुष्प्रयुक्तं, कायेन वाचा अथ मानसेन।
तत्रैव धीरः प्रतिसंहरेत्, आजानेयः (जात्यश्वः) क्षिप्रमिव खलीनम्।। Translated Sutra: જ્યારે પણ મનથી, વાણીથી કે કાયાથી કોઈ સ્ખલના થાય તો તરત જ લગામ વડે ઘોડો રોકાઈ જાય તેમ, ધૈર્યવાન સાધક પોતાની જાતને અટકાવી લે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१९. सम्यग्ज्ञानसूत्र | Gujarati | 245 | View Detail | ||
Mool Sutra: श्रुत्वा जानाति कल्याणं, श्रुत्वा जानाति पापकम्।
उभयमपि जानाति श्रुत्वा, यत् छेकं तत् समाचरेत्।।१।। Translated Sutra: શ્રવણ કરવાથી સન્માર્ગની સમજ પડે છે, શ્રવણ કરવાથી પાપની સમજ પડે છે. શ્રવણ દ્વારા બંનેનું જ્ઞાન મેળવી, જે શ્રેયકારી લાગે તેનું આચરણ કરવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 282 | View Detail | ||
Mool Sutra: मदमानमायालोभ-विवर्जितभावस्तु भावशुद्धिरिति।
परिकथितं भव्यानां, लोकालोकप्रदर्शिभिः।।२१।। Translated Sutra: મદ, માન, માયા, લોભ આદિથી રહિત ચિત્તવૃત્તિ એ જ ભાવશુદ્ધિ - એમ લોકાલોકદર્શી અર્હંતોએ ભવ્યજનોને પ્રબોધ્યું છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२१. साधनासूत्र | Gujarati | 295 | View Detail | ||
Mool Sutra: जरा यावत् न पीडयति, व्याधिः यावत् न वर्द्धते।
यावदिन्द्रियाणि न हीयन्ते, तावत् धर्मं समाचरेत्।।८।। Translated Sutra: જ્યાં સુધી ઘડપણ આવીને પજવતું નથી, જ્યાં સુધી રોગો વધ્યા નથી અને ઈન્દ્રિયોની શક્તિ જ્યાં સુધી ઘટી નથી ત્યાં સુધીમાં ધર્મસાધના કરી લેવી જોઈએ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 322 | View Detail | ||
Mool Sutra: अर्थेन तत् न बध्नाति, यदनर्थेन स्तोकबहुभावात्।
अर्थे कालादिकाः, नियामकाः न त्वनर्थके।।२२।। Translated Sutra: પ્રયોજન હોય અને કાર્ય કરવામાં આવે તો કર્મબંધન ઓછું થાય છે, પ્રયોજન વિના કરવાથી વધુ થાય છે; કારણ કે આવશ્યક કાર્યમાં તો સ્થળ-કાળનો ખ્યાલ રહે છે, અનાવશ્યક કાર્યોમાં એની અપેક્ષા ન હોવાથી પ્રવૃત્તિ અમર્યાદ બની જાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 330 | View Detail | ||
Mool Sutra: अन्नादीनां शुद्धानां, कल्पनीयानां देशकालयुतम्।
दानं यतिभ्यः उचितं, गृहिणां शिक्षाव्रतं भणितम्।।३०।। Translated Sutra: મુનિઓને શુદ્ધ, નિર્દોષ, દેશકાલની દૃષ્ટિએ ઉચિત એવા અન્ન આદિનું દાન કરવું એ ગૃહસ્થોનું અતિથિસંવિભાગ નામનું વ્રત છે. (ધર્મસાધક કોઈ પણ અતિથિને ભોજન કરાવવું એ પણ અતિથિસંવિભાગ છે.) | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 338 | View Detail | ||
Mool Sutra: बहवः इमे असाधवः, लोके उच्यन्ते साधवः।
न लपेदसाधुं साःधुः इति साधुं साधुः इति आलपेत्।।३।। Translated Sutra: જગતમાં કેટલીક વ્યક્તિઓ સાધુ ન હોવા છતાં સાધુ ગણાય છે, પણ અસાધુને સાધુ ન કહેવા, સાધુને જ સાધુ કહેવા. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 339 | View Detail | ||
Mool Sutra: ज्ञानदर्शनसम्पन्नं, संयमे च तपसि रतम्।
एवं गुणसमायुक्तं, संयतं साधुमालपेत्।।४।। Translated Sutra: જે જ્ઞાન અને દર્શનથી સંપન્ન હોય, સંયમ અને તપમાં લીન હોય, સાધુને યોગ્ય ગુણથી યુક્ત હોય તેવા સંયમીને જ સાધુ કહેવા જોઈએ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 342 | View Detail | ||
Mool Sutra: गुणैः साधुरगुणैरसाधुः, गृहाण साधुगुणान् मुञ्चाऽसाधुगुणान्।
विजानीयात् आत्मानमात्मना, यः रागद्वेषयोः समः स पूज्यः।।७।। Translated Sutra: ગુણથી સાધુ થવાય છે અને દુર્ગુણથી અસાધુ. માટે ગુણોને સ્વીકારો, દુર્ગુણોને તજો. જે પોતે પોતાને જાણે છે - આત્મનિરીક્ષણ કરે છે અને રાગદ્વેષથી બચીને સમભાવમાં રહે છે તે પૂજ્ય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 344 | View Detail | ||
Mool Sutra: बहु श्रृणोति कर्णाभ्यां, बहु अक्षिभ्यां प्रेक्षते।
न च दृष्टं श्रुतं सर्वं, भिक्षुराख्यातुमर्हति।।९।। Translated Sutra: ઘણી બધી વાતો ગોચરી ગયેલ મુનિના કાને પડે છે, ઘણી બધી વસ્તુઓ ગોચરી ગયેલ મુનિની નજરે પડે છે; પરંતુ સાંભળેલું ને જોયેલું બધું એ કોઈને કહે નહિ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 351 | View Detail | ||
Mool Sutra: क्षुधं पिपासां दुःशय्यां, शीतोष्णं अरतिं भयम्।
अतिसहेत अव्यथितः देहदुःखं महाफलम्।।१६।। Translated Sutra: ભૂખ, તરસ, ખરાબ સ્થાન, ઠંડી, ગરમી, કંટાળો, ભય - આવાં કષ્ટોને વ્યથિત થયા વિના સહેવા જોઈએ. દેહનાં દુઃખોને સમભાવે સહેવામાં મહાન લાભ સમાયેલો છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 352 | View Detail | ||
Mool Sutra: अहो नित्यं तपःकर्मं, सर्वबुद्धैर्वर्णितम्।
यावल्लज्जासमा वृत्तिः, एकभक्तं च भोजनम्।।१७।। Translated Sutra: સંયમના નિર્વાહ પૂરતી જરૂરિયાતો રાખવી અને એક વાર ભોજન કરવું. અહો, જ્ઞાનીઓએ આ કેવો સુંદર નિત્ય તપ બતાવ્યો છે! | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 369 | View Detail | ||
Mool Sutra: आत्मार्थं परार्थं वा, क्रोधाद्वा यदि वा भयात्।
हिंसकं न मृषा ब्रूयात्, नाप्यन्यं वदापयेत्।।६।। Translated Sutra: પોતાના માટે કે બીજાના માટે, ક્રોધથી કે ભયથી, હિંસાત્મક અને અસત્ય વચન ન તો પોતે બોલવું કે ન બીજા પાસે બોલાવવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 371 | View Detail | ||
Mool Sutra: चित्तवदचित्तवद्वा, अल्पं वा यदि वा बहु (मूल्यतः)।
दन्तशोधनमात्रमपि, अवग्रहे अयाचित्वा (न गृह्णान्ति)।।८।। Translated Sutra: સજીવ કે નિર્જીવ, થોડી કે ઝાઝી-દાંત ખોતરવાની સળી જેટલી વસ્તુ પણ - માલિકની રજા વિના મુનિ લેતા નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 372 | View Detail | ||
Mool Sutra: अतिभूमिं न गच्छेद्, गोचराग्रगतो मुनिः।
कुलस्य भूमिं ज्ञात्वा, मितां भूमिं पराक्रमेत्।।९।। Translated Sutra: ગોચરી(ભિક્ષા-માધુકરી) માટે ગયેલા મુનિએ ઘરની અંદર બહુ ઊંડે જવું નહિ. તે તે ઘરની મર્યાદાને સમજી લઈને અમુક ભાગ સુધી જ અંદર જવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 373 | View Detail | ||
Mool Sutra: मूलं एतद् अधर्मस्य, महादोषसमुच्छ्रयम्।
तस्मात् मैथुनसंसर्गं, निर्ग्रन्थाः वर्जयन्ति णम्।।१०।। Translated Sutra: મૈથુન સેવન અધર્મનું મૂળ છે; મોટા મોટા દોષોનું ઉદ્ભવસ્થાન છે. માટે મુનિઓ મૈથુન સેવનનો સર્વથા ત્યાગ કરે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 378 | View Detail | ||
Mool Sutra: आहारे वा विहारे, देशं कालं श्रमं क्षमंं उपधिम्।
ज्ञात्वा तान् श्रमणः, वर्तते यदि अल्पलेपी सः।।१५।। Translated Sutra: જે શ્રમણ આહાર અને વિહારના વિષયમાં દેશ, કાળ, શ્રમ, શક્તિ અને સાધનનો ખ્યાલ કરીને વર્તે છે તે અલ્પ કર્મબંધન કરે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 379 | View Detail | ||
Mool Sutra: न सः परिग्रह उक्तो, ज्ञातपुत्रेण तायिना।
मूर्च्छा परिग्रह उक्तः, इति उक्तं महर्षिणा।।१६।। Translated Sutra: વસ્તુના સંગ્રહને ભગવાને પરિગ્રહ નથી કહ્યો; એ મહર્ષિએ મૂર્ચ્છા(આસક્તિ)ને પરિગ્રહ કહ્યો છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 381 | View Detail | ||
Mool Sutra: संस्तारकशय्यासनभक्तपानानि, अल्पेच्छता अतिलाभेऽपि सति।
एवमात्मानमभितोषयति, सन्तोषप्राधान्यरतः स पूज्यः।।१८।। Translated Sutra: પથારી, પલંગ, ખાન-પાન વગેરે વધુ મળતું હોય તો પણ થોડાની જ ઈચ્છા કરવી; આત્માને સદા પ્રસન્ન રાખવો. સંતોષરૂપી ભાથું જેમની પાસે છે તે શ્રમણ ખરેખર પૂજ્ય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 382 | View Detail | ||
Mool Sutra: अस्तंगते आदित्ये, पुरस्ताच्चानुद्गते।
आहारमादिकं सर्वं, मनसापि न प्रार्थयेत्।।१९।। Translated Sutra: સૂર્ય અસ્ત થાય પછી અને ફરી પાછો ન ઊગે ત્યાં સુધી કોઈ પણ જાતના આહારની મુનિએ મનથી પણ ઈચ્છા ન કરવી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 383 | View Detail | ||
Mool Sutra: सन्ति इमे सूक्ष्माः प्राणिनः, त्रसा अथवा स्थावराः।
यान् रात्रावपश्यन्, कथं एषणीयं चरेत्?।।२०।। Translated Sutra: ત્રસ અને સ્થાવર એવા અનેક પ્રકારના સૂક્ષ્મ જીવો છે, જે રાત્રે જોઈ શકાતા નથી, તો રાત્રે આહારની શુદ્ધિ મુનિ કેવી રીતે કરી શકે? | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 395 | View Detail | ||
Mool Sutra: यतं चरेत् यतं तिष्ठेत्, यतमासीत यतं शयीत।
यतं भुञ्जानः भाषमाणः, पाप कर्मं न बध्नाति।।१२।। Translated Sutra: યતનાથી ચાલવું, યતનાથી રહેવું, યતનાથી બેસવું અને યતનાથી સૂવું, યતનાથી ખાવું અને યતનાથી બોલવું - આવી સાવધાનીથી વર્તનારા સાધુને કર્મબંધ થતો નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 398 | View Detail | ||
Mool Sutra: तथैवुच्चावचाः प्राणिनः, भक्तार्थं समागताः।
तदृजुकं न गच्छेत्, यतमेव पराक्रामेत्।।१५।। Translated Sutra: વિવિધ પ્રકારના નાનાં-મોટાં જીવો ખોરાક માટે અહીંતહીં એકઠા થયા હોય તેમની પાસે ન જવું, સંભાળપૂર્વક બાજુમાંથી નીકળી જવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 400 | View Detail | ||
Mool Sutra: तथैव परुषा भाषा, गुरुभूतोपघातिनी।
सत्यापि सा न वक्तव्या, यतो पापस्य आगमः।।१७।। Translated Sutra: એવી જ રીતે કઠોર, અન્ય પ્રાણીને હાનિકારક નીવડે એવું અથવા જેનાથી પાપનું આગમન થાય એવું સત્ય વચન પણ બોલવું નહિ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 401 | View Detail | ||
Mool Sutra: तथैव काणं काण इति, पण्डकं पण्डक इति वा।
व्याधितं वाऽपि रोगी इति, स्तेनं चौर इति नो वदेत्।।१९।। Translated Sutra: કાણાને કાણો ન કહેવો, નપુંસકને નપુંસક કહીને ન બોલાવવો. રોગીને રોગી તરીકે ન સંબોધવો અને ચોરને ચોર ન કહેવો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 403 | View Detail | ||
Mool Sutra: दृष्टां मिताम् असन्दिग्धां, प्रतिपूर्णां व्यवताम्।
अजल्पनशीलां अनुद्विग्नां, भाषां निसृज आत्मवान्।।२०।। Translated Sutra: આત્મવાન મુનિ પોતે જોયું હોય એટલું જ બોલે. એની વાણી સંક્ષિપ્ત, સંદેહરહિત, પૂર્ણ અને શુદ્ધ ઉચ્ચારવાળી હોય. એકની એક વાત ફરીફરીને ન કહે, અને તેની વાણી કોઈને ઉદ્વેગકારી ન હોય. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 404 | View Detail | ||
Mool Sutra: दुर्लभा तु मुधादायिनः, मुधाजीविनोऽपि दुर्लभाः।
मुधादायिनः मुधाजीविनः, द्वावपि गच्छतः सुगतिम्।।२१।। Translated Sutra: નિષ્કામભાવે દાન આપનાર અને નિષ્કામભાવે દાન લેનાર વ્યક્તિ જગતમાં દુર્લભ છે. નિષ્કામ દાતા અને નિષ્કામ ભોક્તા-બંને સદ્ગતિના અધિકારી બને છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 407 | View Detail | ||
Mool Sutra: यथा द्रुमस्य पुष्पेषु, भ्रमरः आपिबति रसम्।
न च पुष्पं क्लामयति, स च प्रीणात्यात्मानम्।।२४।। Translated Sutra: ભમરો વૃક્ષના ફુલોમાંથી રસ ચૂસે છે ત્યારે ફૂલને ઈજા પહોંચાડતો નથી અને પોતાને તૃપ્ત કરે છે; એવી જ રીતે લોકમાં જે નિર્લોભી સાધુજનો છે તે દાનમાં મળેલા આહારથી પોતાનો નિર્વાહ કરે છે. સંદર્ભ ૪૦૭-૪૦૮ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 408 | View Detail | ||
Mool Sutra: एवमेते श्रमणाः मुक्ता, ये लोके सन्ति साधवः।
विहंगमा इव पुष्पेषु, दानभक्तैषणारताः।।२५।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૪૦૭; સંદર્ભ ૪૦૭-૪૦૮ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२७. आवश्यकसूत्र | Gujarati | 428 | View Detail | ||
Mool Sutra: द्रव्ये क्षेत्रे काले, भावे च कृतापराधशोधनकम्।
निन्दनगर्हणयुक्तो, मनोवचःकायेन प्रतिक्रमणम्।।१२।। Translated Sutra: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદે મન-વચન-કાયાથી જે દોષ આચરાયાં હોય તેની નિંદા તથા ગર્હા દ્વારા શુદ્ધિ કરવી એ પ્રતિક્રમણ આવશ્યક છે. (દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવ = પાપ કઈ વસ્તુ અંગેનું થયું, ક્યાં થયું, ક્યારે થયું અને કયા આશયથી થયું તેનું વિવરણ. નિંદા = | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२७. आवश्यकसूत्र | Gujarati | 434 | View Detail | ||
Mool Sutra: दैवसिकनियमादिषु, यथोक्तमानेन उक्तकाले।
जिनगुणचिन्तनयुक्तः, कायोत्सर्गस्तनुविसर्गः।।१८।। Translated Sutra: દિવસ, રાત, પખવાડિયું, ચાર માસ અને વર્ષ માટે નિયત કરેલ સમયમર્યાદા સુધી, યોગ્ય કાળે, પરમાત્માના ગુણચિંતન સહિત(સ્થિરતા, મૌન અને ધ્યાનમાં રહી) કાયાને તજી દેવી તેને કાયોત્સર્ગ કહે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 445 | View Detail | ||
Mool Sutra: बलं स्थाम च प्रेक्ष्य श्रद्धाम् आरोग्यम् आत्मनः।
क्षेत्रं कालं च विज्ञाय तथा आत्मानं नियुञ्जीत।।७।। Translated Sutra: પોતાનાં બળ, દૃઢતા, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળને બરાબર જોઈ-વિચારીને યોગ્ય રીતે તપમાં જોડાવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३३. संलेखनासूत्र | Gujarati | 578 | View Detail | ||
Mool Sutra: यत् करोति भावशल्य-मनुद्धृतमुत्तमार्थकाले।
दुर्लभबोधिकत्वं, अनन्तसंसारिकत्वं च।।१२।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૫૭૭; સંદર્ભ ૫૭૭-૫૭૮ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 594 | View Detail | ||
Mool Sutra: अजीवः पुनः ज्ञेयः पुद्गलः धर्मः अधर्मः आकाशः।
कालः पुद्गलः मूर्तः रूपादिगुणः, अमूर्तयः शेषाः खलु।।७।। Translated Sutra: પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાલ-આટલા પદાર્થો અજીવ છે. એમાંથી પુદ્ગલ રૂપી (મૂર્ત) છે - રૂપ-રસ-ગંધ વગેરે ગુણો ધરાવે છે; બાકીના ચાર અમૂર્ત છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 615 | View Detail | ||
Mool Sutra: चक्रिकुरुफणिसुरेन्द्रेषु, अहमिन्द्रे यत् सुखं त्रिकालभवम्।
ततः अनन्तगुणितं, सिद्धानां क्षणसुखं भवति।।२८।। Translated Sutra: ચક્રવર્તી, ઉત્તરકુરુક્ષેત્રના સુખી યુગલિકો, નાગેન્દ્ર, દેવેન્દ્ર કે અનુત્તર લોકના દેવોનું ત્રણ કાળનું સુખ એકઠું કરીએ તેના કરતાં પણ સિદ્ધ આત્માનું એક ક્ષણનું સુખ અનંતગણું હોય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३५. द्रव्यसूत्र | Gujarati | 624 | View Detail | ||
Mool Sutra: धर्मोऽधर्म आकाशं, कालः पुद्गला जन्तवः।
एष लोक इति प्रज्ञप्तः, जिनैर्वरदर्शिभिः।।१।। Translated Sutra: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય - લોક આ છ દ્રવ્યોનો બનેલો છે એમ પરમદર્શી જિનેશ્વરોએ કહ્યું છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३५. द्रव्यसूत्र | Gujarati | 625 | View Detail | ||
Mool Sutra: आकाशकालपुद्गल-धर्माधर्मेषु न सन्ति-जीवगुणाः।
तेषामचेतनत्वं, भणितं जीवस्य चेतनता।।२।। Translated Sutra: આકાશ, કાલ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ - એમાં ચૈતન્ય નથી હોતું તેથી તે અજીવ છે. જીવમાં ચૈતન્ય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३५. द्रव्यसूत्र | Gujarati | 626 | View Detail | ||
Mool Sutra: आकाशकालजीवा,धर्माधर्मौ च मूर्तिपरिहीनाः।
मूर्त्तं पुद्गलद्रव्यं, जीवः खलु चेतनस्तेषु।।३।। Translated Sutra: આકાશ, કાલ, જીવ, ધર્મ અને અધર્મ - આટલાં દ્રવ્ય અમૂર્ત છે, પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે. આ બધામાં કેવળ જીવ જ ચેતન છે. |