Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (5529)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१४. शिक्षासूत्र Gujarati 170 View Detail
Mool Sutra: विवत्ती अविणीअस्स, संपत्ती विणीअस्स य। जस्सेयं दुहओ नायं, सिक्खं से अभिगच्छइ।।१।।

Translated Sutra: અવિનીત આત્માને હાનિ થાય છે, વિનીતને લાભ થાય છે - આ વાત જેના ધ્યાનમાં હોય તે વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત કરી શકે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१४. शिक्षासूत्र Gujarati 174 View Detail
Mool Sutra: नाणमेगग्गचित्तो अ, ठिओ अ ठावयई परं। सुआणि अ अहिज्जित्ता, रओ सुअसमाहिए।।५।।

Translated Sutra: અધ્યયન કરવાથી જ્ઞાન મળે છે, ચિત્ત એકાગ્ર થાય છે, ધર્મમાં પોતે સ્થિર થવાય છે અને બીજાને સ્થિર કરી શકાય છે. આ હેતુથી શાસ્ત્રોનું પરિશીલન કરી જ્ઞાન-સમાધિમાં લીન થવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र Gujarati 201 View Detail
Mool Sutra: सोवण्णियं पि णियलं, बंधदि कालायसं पि जह पुरिसं। बंधदि एवं जीवं, सुहमसुहं वा कदं कम्मं।।१०।।

Translated Sutra: લોઢાની સાંકળ માણસને બાંધે છે તો સોનાની સાંકળ પણ બાંધે છે જ. એ જ રીતે શુભ કે અશુભ જે કર્મ કરાય તે જીવને બાંધનારું જ બને છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१८. सम्यग्दर्शनसूत्र Gujarati 240 View Detail
Mool Sutra: जत्थेव पासे कइ दुप्पउत्तं, काएण वाया अदु माणसेणं। तत्थेव धीरो पडिसाहरेज्जा, आइन्नओ खिप्पमिवक्खलीणं।।२२।।

Translated Sutra: જ્યારે પણ મનથી, વાણીથી કે કાયાથી કોઈ સ્ખલના થાય તો તરત જ લગામ વડે ઘોડો રોકાઈ જાય તેમ, ધૈર્યવાન સાધક પોતાની જાતને અટકાવી લે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१९. सम्यग्ज्ञानसूत्र Gujarati 245 View Detail
Mool Sutra: सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं। उभयं पि जाणए सोच्चा, जं छेयं तं समायरे।।१।।

Translated Sutra: શ્રવણ કરવાથી સન્માર્ગની સમજ પડે છે, શ્રવણ કરવાથી પાપની સમજ પડે છે. શ્રવણ દ્વારા બંનેનું જ્ઞાન મેળવી, જે શ્રેયકારી લાગે તેનું આચરણ કરવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२१. साधनासूत्र Gujarati 295 View Detail
Mool Sutra: जरा जाव न पीलेइ, वाही जाव न वड्ढई। जाविंदिया न हायंति, ताव धम्मं समायरे।।८।।

Translated Sutra: જ્યાં સુધી ઘડપણ આવીને પજવતું નથી, જ્યાં સુધી રોગો વધ્યા નથી અને ઈન્દ્રિયોની શક્તિ જ્યાં સુધી ઘટી નથી ત્યાં સુધીમાં ધર્મસાધના કરી લેવી જોઈએ.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२३. श्रावकधर्मसूत्र Gujarati 322 View Detail
Mool Sutra: अट्ठेण तं न बंधइ, जमणट्ठेणं तु थोवबहुभावा। अट्ठे कालाईया, नियामगा न उ अणट्ठाए।।२२।।

Translated Sutra: પ્રયોજન હોય અને કાર્ય કરવામાં આવે તો કર્મબંધન ઓછું થાય છે, પ્રયોજન વિના કરવાથી વધુ થાય છે; કારણ કે આવશ્યક કાર્યમાં તો સ્થળ-કાળનો ખ્યાલ રહે છે, અનાવશ્યક કાર્યોમાં એની અપેક્ષા ન હોવાથી પ્રવૃત્તિ અમર્યાદ બની જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२३. श्रावकधर्मसूत्र Gujarati 330 View Detail
Mool Sutra: अन्नाईणं सुद्धाणं, कप्पणिज्जाण देसकालजुत्तं। दाणं जईणमुचियं, गिहीण सिक्खावयं भणियं।।३०।।

Translated Sutra: મુનિઓને શુદ્ધ, નિર્દોષ, દેશકાલની દૃષ્ટિએ ઉચિત એવા અન્ન આદિનું દાન કરવું એ ગૃહસ્થોનું અતિથિસંવિભાગ નામનું વ્રત છે. (ધર્મસાધક કોઈ પણ અતિથિને ભોજન કરાવવું એ પણ અતિથિસંવિભાગ છે.)
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 338 View Detail
Mool Sutra: बहवे इमे असाहू, लोए वुच्चंति साहुणो। न लवे असाहुं साहु त्ति, साहुं साहु त्ति आलवे।।३।।

Translated Sutra: જગતમાં કેટલીક વ્યક્તિઓ સાધુ ન હોવા છતાં સાધુ ગણાય છે, પણ અસાધુને સાધુ ન કહેવા, સાધુને જ સાધુ કહેવા.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 339 View Detail
Mool Sutra: नाणदंसणसंपण्णं, संजमे य तवे रयं। एवं गुणसमाउत्तं, संजयं साहुमालवे।।४।।

Translated Sutra: જે જ્ઞાન અને દર્શનથી સંપન્ન હોય, સંયમ અને તપમાં લીન હોય, સાધુને યોગ્ય ગુણથી યુક્ત હોય તેવા સંયમીને જ સાધુ કહેવા જોઈએ.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 342 View Detail
Mool Sutra: गुणेहि साहू अगुणेहिऽसाहू, गिण्हाहि साहूगुण मुंचऽसाहू। वियाणिया अप्पगमप्पएणं, जो रागदोसेहिं समो स पुज्जो।।७।।

Translated Sutra: ગુણથી સાધુ થવાય છે અને દુર્ગુણથી અસાધુ. માટે ગુણોને સ્વીકારો, દુર્ગુણોને તજો. જે પોતે પોતાને જાણે છે - આત્મનિરીક્ષણ કરે છે અને રાગદ્વેષથી બચીને સમભાવમાં રહે છે તે પૂજ્ય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 344 View Detail
Mool Sutra: बहुं सुणेइ कण्णेहिं, बहुं अच्छीहिं पेच्छइ। न य दिट्ठं सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ।।९।।

Translated Sutra: ઘણી બધી વાતો ગોચરી ગયેલ મુનિના કાને પડે છે, ઘણી બધી વસ્તુઓ ગોચરી ગયેલ મુનિની નજરે પડે છે; પરંતુ સાંભળેલું ને જોયેલું બધું એ કોઈને કહે નહિ.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 351 View Detail
Mool Sutra: खुहं पिवासं दुस्सेज्जं, सीउण्हं अरई भयं। अहियासे अव्वहिओ, देहे दुक्खं महाफलं।।१६।।

Translated Sutra: ભૂખ, તરસ, ખરાબ સ્થાન, ઠંડી, ગરમી, કંટાળો, ભય - આવાં કષ્ટોને વ્યથિત થયા વિના સહેવા જોઈએ. દેહનાં દુઃખોને સમભાવે સહેવામાં મહાન લાભ સમાયેલો છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 352 View Detail
Mool Sutra: अहो निच्चं तवोकम्मं, सव्वबुद्धेहिं वण्णियं। जाय लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं।।१७।।

Translated Sutra: સંયમના નિર્વાહ પૂરતી જરૂરિયાતો રાખવી અને એક વાર ભોજન કરવું. અહો, જ્ઞાનીઓએ આ કેવો સુંદર નિત્ય તપ બતાવ્યો છે!
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 369 View Detail
Mool Sutra: अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया। हिंसगं न मुसं बूया, नो वि अन्नं वयावए।।६।।

Translated Sutra: પોતાના માટે કે બીજાના માટે, ક્રોધથી કે ભયથી, હિંસાત્મક અને અસત્ય વચન ન તો પોતે બોલવું કે ન બીજા પાસે બોલાવવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 371 View Detail
Mool Sutra: चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बहुं। दंतसोहणमेत्तं पि, ओग्गहंसि अजाइया।।८।।

Translated Sutra: સજીવ કે નિર્જીવ, થોડી કે ઝાઝી-દાંત ખોતરવાની સળી જેટલી વસ્તુ પણ - માલિકની રજા વિના મુનિ લેતા નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 372 View Detail
Mool Sutra: अइभूमिं न गच्छेज्जा, गोयरग्गगओ मुणी। कुलस्स भूमिं जाणित्ता, मियं भूमिं परक्कमे।।९।।

Translated Sutra: ગોચરી(ભિક્ષા-માધુકરી) માટે ગયેલા મુનિએ ઘરની અંદર બહુ ઊંડે જવું નહિ. તે તે ઘરની મર્યાદાને સમજી લઈને અમુક ભાગ સુધી જ અંદર જવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 373 View Detail
Mool Sutra: मूलमेअमहम्मस्स, महादोससमुस्सयं। तम्हा मेहुणसंसग्गिं, निग्गंथा वज्जयंति णं।।१०।।

Translated Sutra: મૈથુન સેવન અધર્મનું મૂળ છે; મોટા મોટા દોષોનું ઉદ્ભવસ્થાન છે. માટે મુનિઓ મૈથુન સેવનનો સર્વથા ત્યાગ કરે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 378 View Detail
Mool Sutra: आहारे व विहारे, देसं कालं समं खमं उवधिं। जाणित्ता ते समणो, वट्टदि जदि अप्पलेवी सो।।१५।।

Translated Sutra: જે શ્રમણ આહાર અને વિહારના વિષયમાં દેશ, કાળ, શ્રમ, શક્તિ અને સાધનનો ખ્યાલ કરીને વર્તે છે તે અલ્પ કર્મબંધન કરે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 379 View Detail
Mool Sutra: न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा। मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा।।१६।।

Translated Sutra: વસ્તુના સંગ્રહને ભગવાને પરિગ્રહ નથી કહ્યો; એ મહર્ષિએ મૂર્ચ્છા(આસક્તિ)ને પરિગ્રહ કહ્યો છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 381 View Detail
Mool Sutra: संथारसेज्जासणभत्तपाणे, अप्पिच्छया अइलाभे वि संते। एवमप्पाणमभितोसएज्जा, संतोसपाहन्नरए स पुज्जो।।१८।।

Translated Sutra: પથારી, પલંગ, ખાન-પાન વગેરે વધુ મળતું હોય તો પણ થોડાની જ ઈચ્છા કરવી; આત્માને સદા પ્રસન્ન રાખવો. સંતોષરૂપી ભાથું જેમની પાસે છે તે શ્રમણ ખરેખર પૂજ્ય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 382 View Detail
Mool Sutra: अत्थंगयम्मि आइच्चे, पुरत्था अ अणुग्गए। आहारमाइयं सव्वं, मणसा वि ण पत्थए।।१९।।

Translated Sutra: સૂર્ય અસ્ત થાય પછી અને ફરી પાછો ન ઊગે ત્યાં સુધી કોઈ પણ જાતના આહારની મુનિએ મનથી પણ ઈચ્છા ન કરવી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 383 View Detail
Mool Sutra: संति मे सुहुमा पाणा, तसा अदुव थावरा। जाइं राओ अपासंतो, कहमेसणियं चरे ?।।२०।।

Translated Sutra: ત્રસ અને સ્થાવર એવા અનેક પ્રકારના સૂક્ષ્મ જીવો છે, જે રાત્રે જોઈ શકાતા નથી, તો રાત્રે આહારની શુદ્ધિ મુનિ કેવી રીતે કરી શકે?
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 395 View Detail
Mool Sutra: जयं चरे जयं चिट्ठे, जयमासे जयं सए। जयं भुंजंतो भासंतो, पावं कम्मं न बंधइ।।१२।।

Translated Sutra: યતનાથી ચાલવું, યતનાથી રહેવું, યતનાથી બેસવું અને યતનાથી સૂવું, યતનાથી ખાવું અને યતનાથી બોલવું - આવી સાવધાનીથી વર્તનારા સાધુને કર્મબંધ થતો નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 398 View Detail
Mool Sutra: तहेवुच्चावया पाणा, भत्तट्ठाए समागया। तं उज्जुअं न गच्छिज्जा, जयमेव परक्कमे।।१५।।

Translated Sutra: વિવિધ પ્રકારના નાનાં-મોટાં જીવો ખોરાક માટે અહીંતહીં એકઠા થયા હોય તેમની પાસે ન જવું, સંભાળપૂર્વક બાજુમાંથી નીકળી જવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 400 View Detail
Mool Sutra: तहेव फरुसा भासा, गुरुभूओवघाइणी। सच्चावि सा न वत्तव्वा, जओ पावस्स आगमो।।१७।।

Translated Sutra: એવી જ રીતે કઠોર, અન્ય પ્રાણીને હાનિકારક નીવડે એવું અથવા જેનાથી પાપનું આગમન થાય એવું સત્ય વચન પણ બોલવું નહિ.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 401 View Detail
Mool Sutra: तहेव काणं काणे त्ति, पंडगं पंडगे त्ति वा। वाहियं वा वि रोगि त्ति, तेणं चोरे त्ति नो वए।।१८।।

Translated Sutra: કાણાને કાણો ન કહેવો, નપુંસકને નપુંસક કહીને ન બોલાવવો. રોગીને રોગી તરીકે ન સંબોધવો અને ચોરને ચોર ન કહેવો.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 403 View Detail
Mool Sutra: दिट्ठं मियं असंदिद्धं, पडिपुण्णं वियंजियं। अयंपिरमणुव्विग्गं, भासं निसिर अत्तवं।।२०।।

Translated Sutra: આત્મવાન મુનિ પોતે જોયું હોય એટલું જ બોલે. એની વાણી સંક્ષિપ્ત, સંદેહરહિત, પૂર્ણ અને શુદ્ધ ઉચ્ચારવાળી હોય. એકની એક વાત ફરીફરીને ન કહે, અને તેની વાણી કોઈને ઉદ્વેગકારી ન હોય.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 404 View Detail
Mool Sutra: दुल्लहा उ मुहायाई, मुहाजीवी वि दुल्लहा। मुहादाई मुहाजीवी, दोवि गच्छंति सोग्गइं।।२१।।

Translated Sutra: નિષ્કામભાવે દાન આપનાર અને નિષ્કામભાવે દાન લેનાર વ્યક્તિ જગતમાં દુર્લભ છે. નિષ્કામ દાતા અને નિષ્કામ ભોક્તા-બંને સદ્ગતિના અધિકારી બને છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 407 View Detail
Mool Sutra: जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं। ण य पुप्फं किलामेइ, सो य पीणेइ अप्पयं।।२४।।

Translated Sutra: ભમરો વૃક્ષના ફુલોમાંથી રસ ચૂસે છે ત્યારે ફૂલને ઈજા પહોંચાડતો નથી અને પોતાને તૃપ્ત કરે છે; એવી જ રીતે લોકમાં જે નિર્લોભી સાધુજનો છે તે દાનમાં મળેલા આહારથી પોતાનો નિર્વાહ કરે છે. સંદર્ભ ૪૦૭-૪૦૮
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 408 View Detail
Mool Sutra: एमेए समणा मुत्ता, जे लोए संति साहुणो। विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणेरया।।२५।।

Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૪૦૭; સંદર્ભ ૪૦૭-૪૦૮
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२७. आवश्यकसूत्र Gujarati 428 View Detail
Mool Sutra: दव्वे खेत्ते काले, भावे य कयावराहसोहणयं। णिंदणगरहणजुत्तो, मणवचकायेण पडिक्कमणं।।१२।।

Translated Sutra: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદે મન-વચન-કાયાથી જે દોષ આચરાયાં હોય તેની નિંદા તથા ગર્હા દ્વારા શુદ્ધિ કરવી એ પ્રતિક્રમણ આવશ્યક છે. (દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવ = પાપ કઈ વસ્તુ અંગેનું થયું, ક્યાં થયું, ક્યારે થયું અને કયા આશયથી થયું તેનું વિવરણ. નિંદા =
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२७. आवश्यकसूत्र Gujarati 434 View Detail
Mool Sutra: देवस्सियणियमादिसु, जहुत्तमाणेण उत्तकालम्हि। जिणगुणचिंतणजुत्तो, काउसग्गो तणुविसग्गो।।१८।।

Translated Sutra: દિવસ, રાત, પખવાડિયું, ચાર માસ અને વર્ષ માટે નિયત કરેલ સમયમર્યાદા સુધી, યોગ્ય કાળે, પરમાત્માના ગુણચિંતન સહિત(સ્થિરતા, મૌન અને ધ્યાનમાં રહી) કાયાને તજી દેવી તેને કાયોત્સર્ગ કહે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 445 View Detail
Mool Sutra: बलं थामं च पेहाए, सद्धामारोग्गमप्पणो। खेत्तं कालं च विन्नाय, तहप्पाणं निजुंजए।।७।।

Translated Sutra: પોતાનાં બળ, દૃઢતા, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળને બરાબર જોઈ-વિચારીને યોગ્ય રીતે તપમાં જોડાવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३३. संलेखनासूत्र Gujarati 578 View Detail
Mool Sutra: जं कुणइ भावसल्लं, अणुद्धियं उत्तमट्ठकालम्मि। दुल्लहबोहीयत्तं, अणंतसंसारियत्तं च।।१२।।

Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૫૭૭; સંદર્ભ ૫૭૭-૫૭૮
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३४. तत्त्वसूत्र Gujarati 594 View Detail
Mool Sutra: अज्जीवो पुण णेओ, पुग्गल धम्मो अधम्म आयासं। कालो पुग्गल मुत्तो, रूवादिगुणो अमुत्ति सेसा दु।।७।।

Translated Sutra: પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાલ-આટલા પદાર્થો અજીવ છે. એમાંથી પુદ્ગલ રૂપી (મૂર્ત) છે - રૂપ-રસ-ગંધ વગેરે ગુણો ધરાવે છે; બાકીના ચાર અમૂર્ત છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३४. तत्त्वसूत्र Gujarati 615 View Detail
Mool Sutra: चक्किकुरुफणिसुरेंदेसु, अहमिंदे जं सुहं तिकालभवं। तत्तो अणंतगुणिदं, सिद्धाणं खणसुहं होदि।।२८।।

Translated Sutra: ચક્રવર્તી, ઉત્તરકુરુક્ષેત્રના સુખી યુગલિકો, નાગેન્દ્ર, દેવેન્દ્ર કે અનુત્તર લોકના દેવોનું ત્રણ કાળનું સુખ એકઠું કરીએ તેના કરતાં પણ સિદ્ધ આત્માનું એક ક્ષણનું સુખ અનંતગણું હોય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र Gujarati 624 View Detail
Mool Sutra: धम्मो अहम्मो आगासं, कालो पुग्गल जन्तवो। एस लोगो त्ति पण्णत्तो, जिणेहिं वरदंसिहिं।।१।।

Translated Sutra: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય - લોક આ છ દ્રવ્યોનો બનેલો છે એમ પરમદર્શી જિનેશ્વરોએ કહ્યું છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र Gujarati 625 View Detail
Mool Sutra: आगासकालपुग्गल-धम्माधम्मेसु णत्थि जीवगुणा। तेसिं अचेदणत्तं, भणिदं जीवस्स चेदणदा।।२।।

Translated Sutra: આકાશ, કાલ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ - એમાં ચૈતન્ય નથી હોતું તેથી તે અજીવ છે. જીવમાં ચૈતન્ય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र Gujarati 626 View Detail
Mool Sutra: आगासकालजीवा, धम्माधम्मा य मुत्तिपरिहीणा। मुत्तं पुग्गलदव्वं, जीवो खलु चेदणो तेसु।।३।।

Translated Sutra: આકાશ, કાલ, જીવ, ધર્મ અને અધર્મ - આટલાં દ્રવ્ય અમૂર્ત છે, પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે. આ બધામાં કેવળ જીવ જ ચેતન છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र Gujarati 627 View Detail
Mool Sutra: जीवा पुग्गलकाया, सह सक्किरिया हवंति ण य सेसा। पुग्गलकरणा जीवा, खंधा खलु कालकरणा दु।।४।।

Translated Sutra: પુદ્ગલ અને જીવ એ બે દ્રવ્યો સક્રિય છે - ક્રિયાશીલ છે. જીવને ક્રિયામાં પુદ્ગલ બાહ્ય સાધનરૂપ બને છે અને પુદ્ગલને કાળ સાધનરૂપ બને છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र Gujarati 628 View Detail
Mool Sutra: धम्मो अहम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं। अणंताणि य दव्वाणि, कालो पुग्गल जंतवो।।५।।

Translated Sutra: ધર્મ, અધર્મ, આકાશ - એટલાં દ્રવ્યો વ્યક્તિ તરીકે એક-એક છે. કાળ, પુદ્ગલ અને જીવ એ ત્રણ દ્રવ્યો અનંત-અનંત સંખ્યામાં છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र Gujarati 637 View Detail
Mool Sutra: पासरसगंधवण्ण-व्वदिरित्तो अगुरुलहुगसंजुत्तो। वत्तणलक्खणकलियं, कालसरूवं इमं होदि।।१४।।

Translated Sutra: કાળદ્રવ્યમાં સ્પર્શ-રૂપ-રસ-ગંધ-વર્ણ વગેરે ગુણો નથી, તેમાં ગુરુતા કે લઘુતા નથી; વર્તના એ કાળનું મુખ્ય લક્ષણ છે. (વર્તના= પરિવર્તન.)
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र Gujarati 638 View Detail
Mool Sutra: जीवाण पुग्गलाणं, हुवंति परियट्टणाइ विविहाइ। एदाणं पज्जाया, वट्टंते मुक्खकालआधारे।।१५।।

Translated Sutra: જીવ અને પુદ્ગલમાં વિવિધ પરિવર્તન થાય છે. એમના પર્યાયો(બદલાતી અવસ્થાઓ)નો પ્રમુખ આધાર કાળ છે. (આ નિશ્ચયદૃષ્ટિથી કાળની વ્યાખ્યા છે.)
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र Gujarati 639 View Detail
Mool Sutra: समयावलिउस्सासा, पाणा थोवा य आदिआ भेदा। ववहारकालणामा, णिद्दिट्ठा वीयराएहिं।।१६।।

Translated Sutra: સમય, આવલિ, ઉચ્છ્વાસ, પ્રાણ, સ્તોક વગેરે વ્યવહાર કાળના ભેદો છે એમ વીતરાગે કહ્યું છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र Gujarati 644 View Detail
Mool Sutra: वण्णरसगंधफासे, पूरणगलणाइ सव्वकालम्हि। खंदं इव कुणमाणा, परमाणू पुग्गला तम्हा।।२१।।

Translated Sutra: જેમાં સદા પૂરણ અને ગલન (કંઈક ઉમેરાવું અને કંઈક ઓછું થવું, જોડાવું અને છૂટા થવું) વગેરે ક્રિયાઓ ચાલ્યા કરે છે, જેનાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વગેરે ગુણોમાં પણ વધઘટ થયા કરે છે તે પદાર્થને પુદ્ગલ કહેવાય છે. પુદ્ગલના સ્કન્ધ અને પરમાણુ-બંને પ્રકારોમાં આવું પરિવ
Saman Suttam સમણસુત્તં Prakrit

चतुर्थ खण्ड – स्याद्वाद

३७. अनेकान्तसूत्र Gujarati 667 View Detail
Mool Sutra: पुरिसम्मि पुरिससद्दो, जम्माई-मरणकालपज्जन्तो। तस्स उ बालाईया, पज्जवजोया बहुवियप्पा।।८।।

Translated Sutra: જેમ જન્મથી મરણ સુધી પુરુષ માટે પુરુષ શબ્દનો વ્યવહાર થાય છે - એટલે કે પુરુષ તરીકે જ એ પદાર્થ ઓળખાય છે. બાળ-યુવાન વગેરે અનેક પ્રકારના તેના પર્યાય બદલાયા કરે છે. (એવું જ દરેક પદાર્થ વિશે સમજવું.)
Saman Suttam સમણસુત્તં Prakrit

चतुर्थ खण्ड – स्याद्वाद

३९. नयसूत्र Gujarati 696 View Detail
Mool Sutra: दव्वट्ठिएण सव्वं, दव्वं तं पज्जयट्ठिएण पुणो। हवदि य अन्नमणन्नं, तक्काले तम्मयत्तादो।।७।।

Translated Sutra: દ્રવ્યાર્થિક દૃષ્ટિકોણથી બધાં પદાર્થો માત્ર દ્રવ્ય જ છે. પણ પર્યાયાર્થિક નયના હિસાબે બધાં પદાર્થો ભિન્ન છે. જ્યારે જે નયથી જોવામાં આવે ત્યારે તે વસ્તુ તેવી જ ભાસે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

चतुर्थ खण्ड – स्याद्वाद

३९. नयसूत्र Gujarati 701 View Detail
Mool Sutra: णिव्वित्त दव्वकिरिया, वट्टणकाले दु जं समाचरणं। तं भूयणइगमणयं, जह अज्जदिणं निव्वुओ वीरो।।१२।।

Translated Sutra: (નૈગમ નયના બદલાતાં ધોરણોનાં દૃષ્ટાંતો.) ભૂતકાળના પદાર્થ કે કાર્યનું વર્તમાનમાં આરોપણ કરે તે ભૂતનૈગમ. દા.ત. હજારો વર્ષ પૂર્વે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો, એનું આજની તિથિ પર આરોપણ કરીને કહેવાય છે : "આજે ભગવાનનો જન્મ દિવસ છે."
Saman Suttam સમણસુત્તં Prakrit

चतुर्थ खण्ड – स्याद्वाद

३९. नयसूत्र Gujarati 707 View Detail
Mool Sutra: मणुयाइयपज्जाओ, मणुसो त्ति सगट्ठिदीसु वट्टंतो। जो भणइ तावकालं, सो थूलो होइ रिउसुत्तो।।१८।।

Translated Sutra: અમુક સમય મર્યાદા સુધી ચાલુ રહેનાર અવસ્થાઓને સ્વીકારે તે સ્થૂળ ઋજુસૂત્રનય છે. જેમ કે મનુષ્ય દેહમાં હોય ત્યાં સુધી જીવને મનુષ્ય ગણવો.
Showing 4101 to 4150 of 5529 Results