Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 249 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] पाणा देहं विहिंसंति, ठाणाओ य विउब्भमे ।
‘आसवेहिं विवित्तेहिं’ तिप्पमाणेऽहियासए ॥ Translated Sutra: તે આરાધક મુનિ વિચારે કે આ પ્રાણીઓ મારા દેહની જ હિંસા કરે છે, જ્ઞાનાદિ ગુણોની નહીં. તે સ્થાનથી બીજે ક્યાંય ન જાય. આસ્રવોથી દૂર રહી તૃપ્તિ અનુભવતો તે પરિષહ આદિ વેદનાને સહન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 250 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] गंथेहिं विवित्तेहिं, आउ-कालस्स पारए ।
पग्गहियतरग चेयं, दवियस्स वियाणतो ॥ Translated Sutra: તે બાહ્ય અભ્યંતર ગ્રંથિઓને છોડી આયુષ્ય કાળનો પારગામી બને. અહીં સુધી ભક્તપરિજ્ઞાનું કથન કર્યું. હવે ‘ઇંગિત અર્થાત્ ચેષ્ટા’ મરણ કહે છે – આ ઇંગિતમરણ ગીતાર્થ સંયમી સાધકે ગ્રહણ કરવા યોગ્ય છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 251 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अयं से अवरे धम्मे, नायपुत्तेण साहिए ।
आयवज्जं पडीयारं, विजहिज्जा तिहा तिहा ॥ Translated Sutra: જ્ઞાતપુત્ર મહાવીરે ઇંગિતમરણમાં વિશિષ્ટતા બતાવી છે. આત્મ વ્યાપાર સિવાય અર્થાત્ ઉઠવા – બેસવા આદિ ક્રિયાઓમાં પોતાના સિવાય બીજા પાસે મન – વચન – કાયાથી કરવું – કરાવવું – અનુમોદવું રૂપ વૈયાવૃત્ય ન કરાવે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 252 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] हरिएसु ण णिवज्जेज्जा, थंडिलं ‘मुनिआ सए’
विउसिज्ज अणाहारो, पुट्ठो तत्थहियासए ॥ Translated Sutra: તે મુનિ લીલોતરી પર ન સૂવે, લીલોતરી તેમજ જીવ – જંતુ રહિત શુદ્ધ ભૂમિ જાણીને સૂવે. તે આહારનો ત્યાગી ભિક્ષુ બાહ્ય તેમજ અભ્યંતર ઉપધીરૂપ પરિગ્રહનો ત્યાગ કરી અને તે ભિક્ષુ ભૂખ – તરસ આદિ પરિગ્રહો અને ઉપસર્ગોને સહન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 253 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] इंदिएहिं गिलायंते, समियं साहरे मुनी ।
तहावि से अगरिहे, अचले जे समाहिए ॥ Translated Sutra: નિરાહાર રહેવાથી ઇન્દ્રિયો શિથિલ બને તો પણ સમભાવમાં રહે. તે હલનચલન આદિ ક્રિયાઓ કરે યતના પૂર્વક કરે. તે સમાધિભાવમાં મનને જોડેલું રાખે. પરીમીત – ભૂમિમાં શરીર ચેષ્ટા કરે તે નીંદનીય નથી, | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 254 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अभिक्कमे पडिक्कमे, संकुचए पसारए ।
काय-साहारणट्ठाए, एत्थ वावि अचेयणे ॥ Translated Sutra: ઇંગિતમરણરૂપ અનશનમાં સ્થિત મુનિ શરીરની સુવિધા માટે નિયતભૂમિમાં જઈ અને પાછો ફરી શકે છે. પોતાના અંગોપાંગને સંકોચી કે પસારી શકે અથવા જો શરીરમાં શક્તિ હોય તો નિશ્ચેષ્ટ થઈને પણ રહે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 255 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] परक्कमे परिकिलंते, अदुवा चिट्ठे अहायते ।
ठाणेण परिकिलंते, णिसिएज्जा य अंतसो ॥ Translated Sutra: અનશનમાં રહેલ આ મુનિ સૂતા કે બેઠા થાકી જાય તો નિયત પ્રદેશમાં ચાલે, ચાલતા થાકી જાય તો સીધા ઊભા રહે કે સીધા સૂઈ જાય. ઊભા ઊભા થાકી જાય તો અંતે બેસી જાય. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 256 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] ‘आसीणे णेलिसं’ मरणं, इंदियाणि समीरए ।
कोलावासं समासज्ज, वितहं पाउरेसए ॥ Translated Sutra: આવા અનુપમ મરણને સ્વીકારી મુનિ પોતાની ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરી સંયમમાં સ્થિર કરે. ટેકો લેવા માટે જો પાટિયું રાખેલ હોય, તેમાં જીવજંતુ હોય તો તેને બદલીને નિર્દોષ પાટિયાની ગવેષણા કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 257 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] जओ वज्जं समुप्पज्जे, ण तत्थ अवलंबए ।
ततो उक्कसे अप्पाणं, सव्वे फासेहियासए ॥ Translated Sutra: જે વસ્તુના અવલંબનથી પાપની ઉત્પત્તિ થાય તેનું અવલંબન ન લે, પોતાના આત્માને પાપમય વ્યાપારથી દૂર કરે અને આવતા પરીષહ – ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 258 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अयं चायततरे सिया, जो एवं अणुपालए ।
सव्वगायणिरोधेवि, ठाणातो ण विउब्भमे ॥ Translated Sutra: આ પાદપોપગમન નામક અનશન પૂર્વોક્ત ભક્તપરિજ્ઞા અને ઇંગિતમરણની અપેક્ષાએ વિશિષ્ટતર છે જે તેનું વિધિ સહ પાલન કરે છે, તે શરીરમાં તીવ્ર વેદના થવા છતાં પણ તે સ્થાનથી દૂર જતા નથી. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 259 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अयं से उत्तमे धम्मे, पुव्वट्ठाणस्स पग्गहे ।
अचिरं पडिलेहित्ता, विहरे चिट्ठ माहणे ॥ Translated Sutra: આ પાદપોપગમન અનશન ઉત્તમ ધર્મ છે કેમ કે પુર્વોક્ત ભક્તપરિજ્ઞા અને ઇંગિતમરણ બંને મરણ કરતા અધિક પ્રયત્નથી ગ્રાહ્ય છે. મુનિ નિર્દોષ ભૂમિને જોઈને પાદપોપગમનની વિધિનું પાલન કરે અને કોઈપણ અવસ્થામાં સ્થાનાંતર ન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 260 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अचित्तं तु समासज्ज, ठावए तत्थ अप्पगं ।
वोसिरे सव्वसो कायं, न मे देहे परीसहा ॥ Translated Sutra: નિર્જીવ સ્થાન અને પાટિયા આદિને પ્રાપ્ત કરી તેના પર મુનિ સ્થિત થાય. શરીર મમત્વનો સર્વથા ત્યાગ કરે અને પરિષહ આવે ત્યારે વિચારે કે આ શરીર મારૂ નથી તો મને પરીષહ – આદિ જનિત દુખ થાય જ કઈ રીતે? | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 261 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] जावज्जीवं परीसहा, उवसग्गा ‘य संखाय’ ।
संवुडे देहभेयाए, इति पण्णेहियासए ॥ Translated Sutra: આ શરીર અને જીવન છે ત્યાં સુધી પરીષહ અને ઉપસર્ગો આવવાના જ છે, એમ જાણી, શરીરને સંકોચીને રહેનાર બુદ્ધિવાન ભિક્ષુ શરીર ભેદ પર્યન્ત અર્થાત્ છેલ્લા શ્વાસ સુધી તેને સમભાવે સહન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 262 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] भेउरेसु न रज्जेज्जा, कामेसु बहुतरेसु ति ।
इच्छा-लोभं ण सेवेज्जा, सुहुमं वण्णं सपेहिया ॥ Translated Sutra: શબ્દ – આદિ સર્વકામભોગોને નાશવંત જાણી તે ગમે તેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય તો પણ મુનિ તેમાં રાગ ન કરે. શાશ્વત મોક્ષને સમ્યક પ્રકારે વિચારીને તે મુનિ કોઈ પ્રકારે ઇચ્છા અર્થાત્ નિદાન ન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 263 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सासएहिं णिमंतेज्जा, ‘दिव्वं मायं’ ण सद्दहे ।
तं पडिबुज्झ माहणे, सव्वं नूमं विधूणिया ॥ Translated Sutra: આવા મુનિને કોઈ શાશ્વત વૈભવ માટે નિમંત્રણ કરે કે દિવ્ય માયા કરે, તો પણ તેના પર શ્રદ્ધા ન કરે. તે મુનિ સમસ્ત માયાને કર્મબંધનું કારણ જાણી તે માયાને દૂર કરે અને સત્ય સમજી સમાધિભાવમાં સ્થિર રહે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-८ विमोक्ष |
उद्देशक-८ अनशन मरण | Gujarati | 264 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सव्वट्ठेहिं अमुच्छिए, आउकालस्स पारए ।
तितिक्खं परमं नच्चा, विमोहण्णतरं हितं ॥ Translated Sutra: મુનિ શબ્દ – આદિ પાંચ પ્રકારના કામ – ગુણોમાં આસક્તિ ન રાખે, જીવનપર્યંત તેનાથી નિવૃત્ત રહે. સહિષ્ણુતાને સર્વોત્તમ સમજી, ઉક્ત હિતકારી ત્રણે પંડિત મરણમાંથી કોઈ એકને હિતકર જાણી સ્વીકાર કરે. તેમ ભગવંતે કહ્યું તે હું તમને કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 265 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अहासुयं वदिस्सामि, जहा से समणे भगवं उट्ठाय ।
संखाए तंसि हेमंते, अहुणा पव्वइए रीयत्था ॥ Translated Sutra: જે રીતે શ્રમણ ભગવન્ મહાવીર કર્મક્ષય માટે તૈયાર થયા. વસ્તુ સ્વરૂપને જાણી હેમંતઋતુમાં દીક્ષા લઈ તત્કાળ વિહાર કર્યો; એ સર્વ વૃત્તાંત મેં જેવું સાંભળેલ છે, તે તમને કહીશ. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 266 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] नो चेविमेण वत्थेण, पिहिस्सामि तंसि हेमंते ।
से पारए आवकहाए, एयं खु अणुधम्मियं तस्स ॥ Translated Sutra: સર્વ પ્રકારે વસ્ત્ર – અલંકાર આદિ ઉપધિને છોડીને નીકળેલા ભગવંતના ખભે ઇન્દ્રે દેવદૂષ્ય – વસ્ત્ર મૂક્યું, પણ ભગવંતે એવું ન વિચાર્યું કે, હું હેમંતઋતુમાં આ વસ્ત્રથી શરીરને ઢાંકીશ. કેમ કે ભગવંત જીવનપર્યંત પરીષહોને સહન કરનારા હતા. તેમનું વસ્ત્ર ધારણ કરવું તે તેમની અનુધર્મિતા અર્થાત્ પૂર્વવર્તી તીર્થંકરો દ્વારા | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 267 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] चत्तारि साहिए मासे, बहवे पाण-जाइया आगम्म ।
अभिरुज्झ कायं विहरिंसु, आरुसियाणं तत्थ हिंसिंसु ॥ Translated Sutra: દીક્ષા અવસરે ભગવંતને શરીરે લગાડાયેલ સુગંધી દ્રવ્યોને કારણે ભ્રમર આદિ આવીને તેમના શરીર પર ચઢી જતાં, ફરતા અને ડંખ મારતા હતા. આ ક્રમ ચાર માસ કરતા વધુ સમય ચાલ્યો. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 268 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] संवच्छरं साहियं मासं, जं ण रिक्कासि वत्थगं भगवं ।
अचेलए ततो चाई, तं वोसज्ज वत्थमणगारे ॥ Translated Sutra: એક વર્ષ અને સાધિક એક માસ ભગવંતે વસ્ત્રનો ત્યાગ ન કર્યો. પછી વસ્ત્ર છોડીને તે અણગાર સર્વથા અચેલક થઈ ગયા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 269 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अदु पोरिसिं तिरियं भित्तिं, चक्खुमासज्ज अंतसो झाइ ।
अह चक्खु-भीया सहिया, तं ‘हंता हंता’ बहवे कंदिंसु ॥ Translated Sutra: ભગવંત પૌરુષી અર્થાત્ પોતાના શરીર પ્રમાણથી ગાડાના ધુંસરી પ્રમાણ માર્ગને ઉપયોગપૂર્વક જોતા ચાલતા હતા. આ રીતે તેમને ગમન કરતા જોઈને ભયભીત બનેલા બાળકો મારો મારો કહી કોલાહલ કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 270 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सयणेहिं वितिमिस्सेहिं, इत्थीओ तत्थ से परिण्णाय ।
सागारियं न सेवे, इति से सयं पवेसिया झाति ॥ Translated Sutra: ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહેતા ત્યારે કામવિહ્વળ સ્ત્રીઓ ભોગની પ્રાર્થના કરતી. પણ ભગવંત તેને કલ્યાણમાર્ગમાં વિઘ્ન કરનાર જાણી, કામ – ભોગ સેવન ન કરતા. આત્મામાં લીન બની ધ્યાન કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-८ | Gujarati | 379 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–सालुयं वा, विरालियं वा, सासवणालियं वा–अन्नतरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–पिप्पलिं वा, पिप्पलि-चुण्णं वा, मिरियं वा, मिरिय-चुण्णं वा, सिंगबेरं वा, सिंगबेर-चुण्णं वा–अन्नतरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं –अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે, કમલકંદ, પલાશકંદ, સરસવની દાંડલી કે તેવા પ્રકારના અન્ય કાચા કંદ જે શસ્ત્ર પરિણત ન હોય તે કંદાદિને અપ્રાસુક જાણી દાતા આપે તો પણ ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે પીપર, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, શૃંગબેર, શૃંગબેરચૂર્ણ કે તેવા પ્રકારની અન્ય કાચી વનસ્પતિ શસ્ત્ર પરિણત ન હોય | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-८ | Gujarati | 380 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्ज पुण जाणेज्जा–आमडागं वा, पूइपिण्णागं वा, महुं वा, ‘मज्जं वा’, सप्पिं वा, खोलं वा पुराणगं।
एत्थ पाणा अणुप्पसूया, एत्थ पाणा जाया, एत्थ पाणा संवुड्ढा, एत्थ पाणा अवुक्कंता, एत्थ पाणा अपरिणया,
एत्थ पाणा अविद्धत्था–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે ત્યાં કાચી ભાજી, સડેલો ખોળ, મધ, મદ્ય, ઘી નીચે જૂનો કચરો છે, જેમાં જીવોની પુનઃ ઉત્પત્તિ થાય છે. તેમાં જીવો જન્મે છે, વૃદ્ધિ પામે છે, વ્યુત્ક્રમણ થતું નથી, શસ્ત્ર પરિણત નથી થતાં એ પ્રાણી વિધ્વસ્ત નથી. તો તેને અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-८ | Gujarati | 381 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–उच्छुमेरगं वा, अंक-करेलुयं वा, करेरुगं वा, सिंघाडगं वा, पूतिआलुगं वा–अन्नयरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–उप्पलं वा, उप्पल-नालं वा, भिसं वा, भिस-मुनालं वा, पोक्खलं वा, पोक्खल-विभंगं वा–अन्नतरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી જાણે કે – શેરડીના ટૂકડા, અંક કારેલા, કસેરુક, સિંઘોડા, પૂતિઆલુક કે તેવા પ્રકારની બીજી કોઈ વનસ્પતિ જે અપક્વ હોય, શસ્ત્રપરિણત ન હોય તો અપ્રાસુક જાણી ન લે. તે સાધુ કે સાધ્વી જાણે કે – ઉત્પલ, ઉત્પલની દાંડી, પદ્મ, પદ્મની દાંડી, પુષ્કર કે તેના ટૂકડા અથવા તેવા પ્રકારના બીજા કમળ સચિત્ત હોય તો અપ્રાસુક | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-८ | Gujarati | 382 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–अग्ग-बीयाणि वा, मूल-बीयाणि वा, खंध-बीयाणि वा, पोर-बीयाणि वा, अग्ग-जायाणि वा, मूल-जायाणि वा, खंध-जायाणि वा, पोर-जायाणि वा, नन्नत्थ तक्कलि-मत्थएण वा, तक्कलि-सीसेण वा, नालिएरि-मत्थएण वा, खज्जूरि-मत्थएण वा, ताल-मत्थएण वा–अन्नयरं वा तहप्पगारं आमं असत्थ-परिणयं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–उच्छुं वा काणगं अंगारियं समिस्सं विगदूमियं, वेत्तग्गं वा, कंदलीऊसुयं वा–अन्नयरं Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે અગ્રબીજ, મૂલબીજ, સ્કંધબીજ, પર્વબીજ અથવા અગ્ર, મૂળ, સ્કંધ, પર્વ – જાત અથવા અન્યત્ર નહીં પણ એ જ વૃક્ષો પર ઉત્પન્ન કંદલી ગર્ભ, કંદલી ગુચ્છ, નારિયેલનો ગર્ભ, ખજૂરનો ગર્ભ, તાડનો ગર્ભ કે તેવી અન્ય વનસ્પતિ યાવત્ ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે શેરડી, છિદ્રવાળી પોલી – સડેલી, | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-९ | Gujarati | 383 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] इह खलु पाईणं वा, पडीणं वा, दाहिणं वा, उदीणं वा संतेगइया सड्ढा भवंति–गाहावई वा, गाहावइणीओ वा, गाहावइ-पुत्ता वा, गाहावइ-धूयाओ वा, गाहावइ-सुण्हाओ वा, धाईओ वा, दासा वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ वा तेसिं च णं एवं वुत्तपुव्वं भवइ–जे इमे भवंति समणा भगवंतो सीलमंता वयमंता गुणमंता संजया संवुडा बंभचारी उवरया मेहुणाओ धम्माओ, नो खलु एएसिं कप्पइ आहाकम्मिए असणे वा पाणे वा खाइमे वा साइमे वा भोत्तए वा, पायत्तए वा।
सेज्जं पुण इमं अम्हं अप्पनो अट्ठाए णिट्ठियं, तं जहा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा सव्वमेय समणाणं निसिरामो, अवियाइं वयं पच्छा वि अप्पनो अट्ठाए असणं वा पाणं वा खाइमं Translated Sutra: અહીં પૂર્વાદિ ચારે દિશામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ હોય છે. તેઓ પહેલાં એમ કહે છે – આ શ્રમણ, ભગવંત, શીલવાન, વ્રતી, ગુણી, સંયમી, સંવૃત્ત, બ્રહ્મચારી છે અને મૈથુન ધર્મના ત્યાગી છે. તેમને આધાકર્મિક અશનાદિ આહાર ખાવો – પીવો કલ્પતો નથી. તેથી અમારા માટે જે આહાર બનાવેલો છે, તે બધો આહાર તેમને આપી દો. પછી | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-९ | Gujarati | 384 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा, ‘समाणे वा, वसमाणे वा’, गामाणुगामं वा दूइज्जमाणे सेज्जं पुण जाणेज्जा–गामं वा, नगरं वा, खेडं वा, कव्वडं वा, मडंबं वा, पट्टणं वा, दोणमुहं वा, आगरं वा, निगमं वा, आसमं वा, सन्निवेसं वा, रायहाणिं वा। इमंसि खलु गामंसि वा, नगरंसि वा, खेडंसि वा, कव्वडंसि वा, मडंबंसि वा, पट्टणंसि वा, दोणमुहंसि वा, आगरंसि वा, निगमंसि वा, आसमंसि वा, सन्निवेसंसि वा, रायहाणिंसि वा– संतेगइयस्स भिक्खुस्स पुरेसंथुया वा, पच्छासंथुया वा परिवसंति, तं जहा–गाहावई वा, गाहावइणीओ वा, गाहावइ-पुत्ता वा, गाहावइ-धूयाओ वा, गाहावइ-सुण्हाओ वा, धाईओ वा, दासा वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ वा। तहप्पगाराइं Translated Sutra: તે સાધુ કે સાધ્વી સ્થિરવાસ હોય કે એક ગામથી બીજે ગામ વિચરતા હોય, તે ગામ યાવત્ રાજધાનીમાં પહોંચે. તે ગામ કે રાજધાનીમાં તે સાધુના માતા – પિતા આદિ પૂર્વ પરિચિત કે શ્વશુર આદિ પશ્ચાત્ પરિચિત રહેતા હોય. જેમ કે ગૃહસ્થ યાવત્ કર્મચારિણી. તો આવા ઘરોમાં ભિક્ષાકાળ પૂર્વે આહારાર્થે આવે – જાય નહીં. કેમ કે કેવલી ભગવંતે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 271 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] जे के इमे अगारत्था, मीसीभावं पहाय से झाति ।
पुट्ठो वि नाभिभासिंसु, गच्छति नाइवत्तई अंजू ॥ Translated Sutra: ભગવંત ગૃહસ્થયુક્ત સ્થાને જાય તો તેઓનો સંપર્ક છોડીને ધ્યાનમાં જ લીન રહેતા હતા. કોઈ ગૃહસ્થ કંઈ પૂછે તો પણ ઉત્તર ન આપતા. પોતાના માર્ગે ચાલતા. એ રીતે સરળ ચિત્તવાળા ભગવંત મોક્ષમાર્ગ ન ઉલ્લંઘતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 272 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] नो सुगरमेतमेगेसिं, नाभिभासे अभिवायमाणे ।
हयपुव्वो तत्थ दंडेहिं, लूसियपुव्वो अप्पपुण्णेहिं ॥ Translated Sutra: ભગવંત અભિવાદન કરનારને આશીર્વચન કહેતા ન હતા અને પુણ્યહીન લોકો દંડથી મારે કે વાળ ખેંચે તો તેમને શાપ આપતા ન હતા, પણ મૌન ધારણ કરીને રહેતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 273 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] फरुसाइं दुत्तितिक्खाइं, अतिअच्च मुनी परक्कममाणे ।
आघाय णट्ट गीताइं, दंडजुद्धाइं मुट्ठिजुद्धाइं ॥ Translated Sutra: ભગવંત દુઃસહ કઠોર શબ્દાદિની પરવા ન કરતા સંયમમાં પરાક્રમ કરતા હતા. તેમને કથા, નૃત્ય, ગીત, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ આદિમાં કંઈ આશ્ચર્ય કે કુતૂહલ થતું ન હતું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 274 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] गढिए मिहो-कहासु, समयंमि नायसुए विसोगे अदक्खू ।
एताइं सो उरालाइं, गच्छइ नायपुत्ते असरणाए ॥ Translated Sutra: કોઈ વખતે પરસ્પર કામાદિ કથાઓમાં લીન લોકોને જોઈને જ્ઞાતપુત્ર મહાવીર હર્ષ કે શોક ન કરતા મધ્યસ્થ ભાવમાં રહેતા. અનુકૂળ – પ્રતિકૂળ ભયંકર પરીષહ – ઉપસર્ગ આવે તો પણ તેનું સ્મરણ ન કરી સંયમમાં વિચરતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 275 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अविसाहिए दुवे वासे, सीतोदं अभोच्चा णिक्खंते ।
एगत्तगए पिहियच्चे, से अहिण्णायदंसणे संते ॥ Translated Sutra: દીક્ષા પૂર્વે બે વર્ષથી કાંઈક વધુ સમય ભગવંતે સચિત્ત જળનો ઉપભોગ ન કર્યો. ગૃહસ્થાવસ્થામાં પણ એકત્વ ભાવનાનું ચિંતન કરતા હતા. ક્રોધાદિ કષાયને શાંત કરી, સમ્યક્ત્વ ભાવનાથી ભાવિત થઈ રહેતા હતા. તેમના ઇન્દ્રિય અને મન શાંત હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 276 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] पुढविं च आउकायं, तेउकायं च वाउकायं च ।
पणगाइं बीय-हरियाइं, तसकायं च सव्वसो नच्चा ॥ Translated Sutra: પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, લીલ – ફુગ, બીજ – હરિતકાય તથા અન્ય વનસ્પતિકાય અને ત્રસકાયને સર્વ પ્રકારે જાણીને – | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 277 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एयाइं संति पडिलेहे, चित्तमंताइं से अभिण्णाय ।
परिवज्जिया न विहरित्था, इति संखाए से महावीरे ॥ Translated Sutra: આ સર્વેમાં જીવ છે તે જોઈને, ચેતના છે તે જાણીને તેની હિંસાનો ત્યાગ કરીને ભગવંત વિચરવા લાગ્યા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 278 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अदु थावरा तसत्ताए, तसजीवा य थावरत्ताए ।
अदु सव्वजोणिया सत्ता, कम्मुणा कप्पिया पुढो बाला ॥ Translated Sutra: સ્થાવર જીવ ત્રસરૂપે અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. અથવા સંસારી જીવ સર્વે યોનિમાં ઉત્પન્ન થઈ શકે. અજ્ઞાની જીવ પોત – પોતાના કર્માનુસાર પૃથક્ પૃથક્ યોનિઓને ધારણ કરે છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 279 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] भगवं च ‘एवं मन्नेसिं’, सोवहिए हु लुप्पती बाले ।
कम्मं च सव्वसो नच्चा, तं पडियाइक्खे पावगं भगवं ॥ Translated Sutra: ભગવંતે વિચારપૂર્વક જાણ્યું કે – દ્રવ્ય અને ભાવ ઉપધિ વડે જીવો કર્મોથી લેપાઈને દુઃખ પામે છે. તેથી કર્મના રહસ્યને સારી રીતે જાણીને કર્મના કારણરૂપ પાપનો ત્યાગ કર્યો હતો. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 280 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] दुविहं समिच्च मेहावी, किरियमक्खायणेलिसिं नाणी ।
आयाण-सोयमतिवाय-सोयं, जोगं च सव्वसो नच्चा ॥ Translated Sutra: જ્ઞાની અને મેધાવી ભગવંતે ઇન્દ્રિય આશ્રવ, હિંસાદિ આશ્રવ અને યોગઆશ્રવ જાણી, સારી રીતે વિચારીને ઈર્યાપથિક અને સાંપરાયિક બે પ્રકારના કર્મોને સારી રીતે જાણીને તેનાથી મુક્ત થવા માટે અનુપમ સંયામાનુષ્ઠાનનું પ્રતિપાદન કર્યું છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 281 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अइवातियं अणाउट्टे, सयमण्णेसिं अकरणयाए ।
जस्सित्थिओ परिण्णाया, सव्वकम्मावहाओ से अदक्खू ॥ Translated Sutra: ભગવંતે સ્વયં નિર્દોષ અહિંસાનો આશ્રય લઈ બીજાને પણ હિંસા ન કરવા સમજાવ્યું. જેણે સ્ત્રીઓને સમસ્ત કર્મોનું મૂળ જાણી છોડી દીધી તે જ સાચા પરમાર્થદર્શી છે. ભગવંતે એવું જ કર્યું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 282 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अहाकडं न से सेवे, सव्वसो कम्मुणा ‘य अदक्खू’ ।
जं किंचि पावगं भगवं, तं अकुव्वं वियडं भुंजित्था ॥ Translated Sutra: આધાકર્મી અર્થાત્ સાધુ – સાધ્વી નિમિત્તે બનેલ આહારને કર્મબંધનું કારણ જાણી ભગવંત તેનું સેવન કરતા ન હતા. તે સંબંધી કોઈપણ પાપકર્મનું આચરણ ન કરતા ભગવંત પ્રાસુક – નિર્દોષ આહાર જ ગ્રહણ કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 283 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] नो सेवती य परवत्थं, परपाए वि से ण भुंजित्था ।
परिवज्जियाण ओमाणं, गच्छति संखडिं असरणाए ॥ Translated Sutra: ભગવંત બીજાના વસ્ત્રો વાપરતા ન હતા અને બીજાના પાત્રમાં ભોજન કરતા ન હતા કેમ કે અચેલક અને કરપાત્રી હતા. તેઓ અપમાનનો વિચાર કર્યા વિના દૈન્યરહિત થઈ ભોજનસ્થાનમાં ભિક્ષાર્થે જતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 284 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] मायण्णे असण-पाणस्स, नाणुगिद्धे रसेसु अपडिण्णे ।
अच्छिंपि नो पमज्जिया, नो वि य कंडूयये मुनी गायं ॥ Translated Sutra: ભગવંત અશન – પાનના પરિમાણને જાણતા હતા. રસલોલૂપ ન હતા. તે માટે પ્રતિજ્ઞા પણ ન કરતા. આંખમાં રજ પડે તો પ્રમાર્જના ન કરતા. ચળ આવે તો શરીર ખંજવાળતા નહીં. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 285 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अप्पं तिरियं पेहाए, अप्पं पिट्ठओ उपेहाए ।
अप्पं बुइएऽपडिभाणी, पंथपेही चरे जयमाणे ॥ Translated Sutra: ભગવંત ચાલતી વખતે જમણે, ડાબે, તીરછુ કે પીઠ પાછળ જોતા ન હતા. કોઈ બોલાવે તો બોલતા નહીં, જયણાપૂર્વક માર્ગને જોતા ચાલતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 286 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सिसिरंसि अद्धपडिवन्ने, तं वोसज्ज वत्थमणगारे ।
पसारित्तु बाहुं परक्कमे, नो अवलंबियाण कंधंसि ॥ Translated Sutra: દેવદૂષ્ય – વસ્ત્ર છોડ્યા પછી શિશિર ઋતુમાં રસ્તે ચાલતા ભગવંત બંને બાહુ ફેલાવીને ચાલતા હતા. સહિત થી વ્યાકુળ થઇ હાથ સંકોચીને અથવા ખભા પર રાખી ચાલતા ન હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 287 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एस विही अणुक्कंतो, माहणेण मईमया ।
‘अपडिण्णेण वीरेण, कासवेण महेसिणा’ ॥ Translated Sutra: મતિમાન માહણ ભગવંત મહાવીરે કોઈપણ આકાંક્ષા ન કરતા પૂર્ણ નિષ્કામભાવે આ વિધિનું અનુસરણ કરે છે. મુમુક્ષુઓએ પણ આ વિધિનું અનુસરણ કરવું જોઈએ. તેમ હું કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 288 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] चरियासणाइं सेज्जाओ, एगतियाओ जाओ बुइयाओ ।
आइक्ख ताइं सयणासणाइं, जाइं सेवित्था से महावीरो ॥ Translated Sutra: હે ભંતે! ચર્યાની સાથે આપે એક વખત આસન અને શયન બતાવેલા. આપ મને તે શયન – આસન વિશે કહો જેનું સેવન ભગવંત મહાવીરે કરેલું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 289 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] आवेसण ‘सभा-पवासु’, पणियसालासु एगदा वासो ।
अदुवा पलियट्ठाणेसु, पलालपुंजेसु गदा वासो ॥ Translated Sutra: ભગવંત ક્યારેક ખાલી ઘરોમાં, ધર્મશાળામાં કે પાણીની પરબોમાં, તો ક્યારેક દુકાનોમાં, લુહારની કોઢમાં કે ઘાસના બનાવેલા મંચોની નીચે રહેતા હતા તથા). ... | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 290 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] आगंतारे आरामागारे, गामे नगरेवि एगदा वासो ।
सुसाणे सुण्णगारे वा, रुक्खमूले वि एगदा वासो ॥ Translated Sutra: વળી ભગવંત ક્યારેક યાત્રીગૃહમાં, આરામગૃહમાં કે નગરમાં તો ક્યારેક સ્મશાનમાં, ખંડેરમાં કે વૃક્ષની નીચે રહેતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 291 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एतेहिं मुनी सयणेहिं, समणे आसी पत्तेरस वासे ।
राइं दिवं पि जयमाणे, अप्पमत्ते समाहिए झाति ॥ Translated Sutra: આ રીતે ભગવંત ઉક્ત શય્યા – સ્થાનોમાં તેર વર્ષથી કંઈક ઓછો સમય રહ્યા. મનને સ્થિર કરી, રાત – દિવસ અપ્રમત્ત બનીને સમાહિતપણે ધ્યાનમાં લીન રહ્યા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 292 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] ‘णिद्दं पि णोपगामाए, सेवइ भगवं उट्ठाए’ ।
जग्गावती य अप्पाणं, ईसिं ‘साई या’ सी अपडिण्णे ॥ Translated Sutra: ભગવંતે દિક્ષા લીધા પછી બહુ નિદ્રા લીધી ન હતી. પોતાના આત્માને જાગૃત રાખતા ‘હવે હું સૂઈ જાઉં’ એ ભાવથી ભગવંત ક્યારેય ન સૂતા. |