Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28178)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 373 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कोहो य मानो य वहो य जेसिं मोसं अदत्तं च परिग्गहं च । ते माहणा जाइविज्जाविहूणा ताइं तु खेत्ताइं सुपावयाइं ॥

Translated Sutra: જેનામાં ક્રોધ, માન, હિંસા, જૂઠ, ચોરી અને પરિગ્રહ છે, તેઓ બ્રાહ્મણ જાતિ અને વિદ્યાથી રહિત પાપયુક્ત ક્ષેત્રો છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 374 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तुब्भेत्थ भो! भारधरा गिराणं अट्ठं न जाणाह अहिज्ज वेए । उच्चावयाइं मुनिणो चरंति ताइं तु खेत्ताइं सुपेसलाइं ॥

Translated Sutra: હે બ્રાહ્મણો ! આ સંસારમાં તમે માત્ર વાણીનો જ ભાર વહન કરો છો. વેદોને ભણીને પણ તેનો અર્થ જાણતા નથી. જે મુનિ ભિક્ષાર્થે સમભાવપૂર્વક ઊંચ – નીચ ઘરોમાં જાય છે, તેઓ જ પુન્યક્ષેત્ર છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 375 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अज्झावयाणं पडिकूलभासी पभाससे किं तु सगासि अम्हं । अवि एयं विणस्सउ अन्नपाणं न य णं दाहामु तुमं नियंठा! ॥

Translated Sutra: અમારી સામે અધ્યાપકો સામે પ્રતિકૂળ બોલનારા હે નિર્ગ્રન્થ ! તું શું બકવાસ કરે છે ? આ અન્ન – જળ ભલે સડીને નષ્ટ થઈ જાય, પણ અમે તને નહીં આપીએ.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 376 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] समिईहि मज्झं सुसमाहियस्स गुत्तीहिं गुत्तस्स जिइंदियस्स । जइ मे न दाहित्थ अहेसणिज्जं किमज्ज जन्नाण लहित्थ लाहं? ॥

Translated Sutra: હું સમિતિઓમાં સુસમાહિત છું, ગુપ્તિઓથી ગુપ્ત છું, જિતેન્દ્રિય છું. આ એષણીય આહાર જો તમે મને નથી આપતા, તો આ જ યજ્ઞોનો તમને શું લાભ થશે ?
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 377 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] के एत्थ खत्ता उवजोइया वा अज्झावया वा सह खंडिएहिं । एयं दंडेण फलेण हंता कंठम्मि घेत्तूण खेलज्ज जो णं? ॥

Translated Sutra: અહીં કોઈ ક્ષત્રિય ઉપજ્યોતિષ, રસોઈયા, અધ્યાપક કે છાત્ર છે. જે આ નિર્ગ્રન્થને ડંડાથી કે પાટીયાથી મારીને અને કંઠેથી પકડીને અહીંથી બહાર કાઢી મૂકે ?
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 378 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अज्झावयाणं वयणं सुणेत्ता उद्धाइया तत्थ बहू कुमारा । दंडेहि वित्तेहि कसेहि चेव समागया तं इसि तालयंति ॥

Translated Sutra: અધ્યાપકના આ વચન સાંભળીને ઘણા કુમારો દોડતા ત્યાં આવ્યા અને દંડાથી, વેંતથી, ચાબૂકથી તે ઋષિને મારવા લાગ્યા.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 379 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] रन्नो तहिं कोसलियस्स धूया भद्द त्ति नामेण अनिंदियंगी । तं पासिया संजय हम्ममाणं कुद्धे कुमारे परिनिव्ववेइ ॥

Translated Sutra: રાજા કૌશલિકની અનિંદિત અંગવાળી ભદ્રા નામક કન્યા, મુનિને મારપીટ કરાતા જોઈને ક્રુદ્ધ કુમારોને રોક્યા.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 380 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] देवाभिओगेण निओइएणं दिन्ना मु रन्ना मनसा न ज्झाया । नरिंददेविंदऽभिवंदिएणं जेणम्हि वंता इसिणा स एसो ॥

Translated Sutra: દેવતાના અભિયોગથી નિયોજિત થઈને રાજાએ મને આ મુનિને આપેલી, પણ મુનિએ મનથી પણ મને ન ઇચ્છી. જેણે મને વમી નાંખેલ છે તેવા આ મુનિ નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ અભિવંદિત છે. આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી અને બ્રહ્મચારી છે, જેણે સ્વયં મારા પિતા રાજા કૌશલિક દ્વારા મને દેવાયા છતાં, જેણે મારી ઇચ્છા પણ કરી
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 383 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयाइं तीसे वयणाइ सोच्चा पत्तीइ भद्दाइ सुहासियाइं । इसिस्स वेयावडियट्ठयाए जक्खा कुमारे विनिवाडयंति ॥

Translated Sutra: ભદ્રાના આ વચનો – સુભાષિતોને સાંભળીને ઋષિની વૈયાવચ્ચ માટે રહેલો યક્ષ કુમારોને રોકવા લાગ્યો. આકાશમાં સ્થિત ભયંકર રૂપવાળા, અસુર ભાવને પામેલો, ક્રુદ્ધ યક્ષ, તેમને પ્રતિપાદિત કરવા લાગ્યો. કુમારોને ક્ષત – વિક્ષત અને લોહીની ઊલટી કરતા જોઈને ભદ્રાએ ફરીથી આ પ્રમાણે કહ્યું. સૂત્ર સંદર્ભ– ૩૮૩, ૩૮૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 385 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] गिरिं नहेहिं खणह अयं दंतेहिं खायह । जायतेयं पाएहि हणह जे भिक्खुं अवमन्नह ॥

Translated Sutra: જે ભિક્ષુની અવમાનના કરે છે, તેઓ નખોથી પર્વત ખોદે છે, દાંતોથી લોઢું ચાવે છે, પગોથી અગ્નિને કચડે છે. મહર્ષિ આશીવિષ છે, ઘોર તપસ્વી છે, ઘોર પરાક્રમી છે, જે લોકો ભિક્ષુને ભોજનકાળે વ્યથિત કરે છે, તેઓ પતંગ સેનાની માફક અગ્નિમાં પડે છે. જો તમે તમારું જીવન અને ધનને ઇચ્છતા હો, તો બધા મળીને, નતમસ્તક થઈને, આ ઋષિનું શરણુ લ્યો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 388 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अवहेडिय पिट्ठिसउत्तमंगे पसारिया बाहु अकम्मचेट्ठे । निब्भेरियच्छे रुहिरं वमंते उड्ढमुहे निग्गयजीहनेत्ते ॥

Translated Sutra: મુનિને તાડન કરનારા છાત્રોના મસ્તક પીઠ તરફ ઝૂકી ગયા હતા. ભૂજાઓ ફેલાઈ ગઈ હતી, નિશ્ચેત થઈ ગયેલા. આંખો ખૂલી રહી ગઈ હતી, મોઢામાંથી લોહી નીકળવા લાગેલું, ઉર્ધ્વમુખ થઈ ગયા. જીભ અને આંખો બહાર નીકળી આવેલી. આ પ્રમાણે છાત્રોને કાષ્ઠની જેમ નિશ્ચેષ્ટ જોઈને, તે ઉદાસ અને ભયભીત બ્રાહ્મણ પોતાની પત્ની સાથે લઈને મુનિને પ્રસન્ન
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 390 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बालेहि मूढेहि अयाणएहिं जं हीलिया तस्स खमाह भंते! । महप्पसाया इसिणो हवंति न हु मुनी कोवपरा हवंति ॥

Translated Sutra: ભગવન્‌ ! મૂઢ અને અજ્ઞાની બાળકોએ આપની જે અવહેલના કરી છે, આપ તેમને ક્ષમા કરો. ઋષિઓ તો મહાન અને પ્રસન્નચિત્ત હોય છે. તેથી તેઓ કોઈ પરત્વે કોપવાળા થતા નથી.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 391 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पुव्विं च इण्हिं च अनागयं च मनप्पदोसो न मे अत्थि कोइ । जक्खा हु वेयावडियं करेंति तम्हा हु एए निहया कुमारा ॥

Translated Sutra: મારા મનમાં કોઈ દ્વેષ પહેલાં ન હતો, અત્યારે નથી, આગળ પણ નહીં હોય. યક્ષો વૈયાવચ્ચ કરે છે, તેમણે જ કુમારોને હણ્યા છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 395 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तहियं गंधोदयपुप्फवासं दिव्वा तहिं वसुहारा य वुट्ठा । पहयाओ दुंदुहीओ सुरेहिं आगासे अहो दाणं च घुट्ठं ॥

Translated Sutra: દેવોએ ત્યાં સુગંધિત જળ, પુષ્પ અને દિવ્ય ધનની વૃષ્ટિ કરી, દુંદુભિ નાદ કર્યો, આકાશમાં ‘અહોદાનમ્‌’ એવો ઘોષ કર્યો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 396 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सक्खं खु दीसइ तवोविसेसो न दीसई जाइविसेस कोई । सोवागपुत्ते हरिएससाहू जस्सेरिसा इड्ढि महानुभागा ॥

Translated Sutra: પ્રત્યક્ષમાં તપની જ વિશેષતા દેખાઈ રહી છે, જાતિની કોઈ વિશેષતા દેખાતી નથી. જેની આવા પ્રકારની મહાન ઋદ્ધિ છે, તે મહાનુભાગ હરિકેશ મુનિ ચાંડાલપુત્ર છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 397 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] किं माहणा! जोइसमारभंता उदएण सोहिं बहिया विमग्गहा? । जं मग्गहा बाहिरियं विसोहि न त सुदिट्ठं कुसला वयंति ॥

Translated Sutra: બ્રાહ્મણો ! અગ્નિનો સમારંભ કરતા એવા તમે બહારથી જળથી શુદ્ધિ કરવા ઇચ્છો છો ? જે બહારથી શુદ્ધિને શોધે છે, તેને કુશળ પુરુષ સુદૃષ્ટ કહેતા નથી.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 398 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कुसं च जूवं तणकट्ठमग्गिं सायं च पायं उदगं फुसंता । पाणाइ भूयाइ विहेडयंता भुज्जो वि मंदा! पगरेह पावं ॥

Translated Sutra: કુશ, યૂપ, તૃણ, કાષ્ઠ અને અગ્નિનો પ્રયોગ તથા પ્રાતઃ અને સંધ્યાકાળે જળનો સ્પર્શ – આ પ્રમાણે તમે મંદબુદ્ધિ લોકો પ્રાણીઓ અને ભૂતોનો વિનાશ કરતા એવા પાપકર્મી રહ્યા છો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 399 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कहं चरे? भिक्खु! वयं जयामो? पावाइ कम्माइ पणोल्लयामो? । अक्खाहि णे संजय! जक्खपूइया! कहं सुजट्ठं कुसला वयंति? ॥

Translated Sutra: હે ભિક્ષુ ! અમે કઈ રીતે પ્રવૃત્તિ કરીએ, કઈ રીતે યજ્ઞ કરીએ ? કઈ રીતે પાપકર્મોને દૂર કરીએ ? હે યક્ષપૂજિત સંયત ! અમને બતાવો કે તત્ત્વજ્ઞ પુરુષ શ્રેષ્ઠ યજ્ઞ કયો બતાવે છે ?
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 407 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जाईपराजिओ खलु कासि नियाणं तु हत्थिणपुरम्मि । चुलणीए बंभदत्तो उववन्नो पउमगुम्माओ ॥

Translated Sutra: જાતિથી પરાજિત સંભૂત મુનિએ હસ્તિનાપુરમાં ચક્રવર્તી થવા માટે નિયાણુ કર્યું, ત્યાંથી મરીને પદ્મગુલ્મ વિમાનમાં દેવ થયો. પછી બ્રહ્મદત્ત રૂપે ચૂલણી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 410 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चक्कवट्टी महिड्ढीओ बंभदत्तो महायसो । भायरं बहुमानेनं इमं वयणमब्बवी ॥

Translated Sutra: મહર્દ્ધિક અને મહાયશસ્વી ચક્રવર્તી બ્રહ્મદત્તે અતિ આદર સહિત પોતાના પૂર્વભવના) ભાઈને આ પ્રમાણે કહ્યું – આ પહેલાં આપણે બંને પરસ્પર વશવર્તી, પરસ્પર અનુરક્ત અને પરસ્પર હિતૈષી ભાઈ – ભાઈ હતા. આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાલિંજર પર્વતે હરણ, મૃતગંગાના કિનારે હંસ અને કાશી દેશમાં ચાંડાલ થયા. પછી આપણે બંને દેવલોકમાં
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 421 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तं पुव्वनेहेण कयानुरागं नराहिवं कामगुणेसु गिद्धं । धम्मस्सिओ तस्स हियानुपेही चित्तो इमं वयणमुदाहरित्था ॥

Translated Sutra: તે રાજાના હિતૈષી, ધર્મમાં સ્થિત ચિત્રમુનિએ પૂર્વભવના સ્નેહથી અનુરક્ત અને કામભોગોમાં આસક્ત રાજાને આ પ્રમાણે કહ્યું –
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 422 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सव्वं विलवियं गीयं सव्वं नट्टं विडंबियं । सव्वे आभरणा भारा सव्वे कामा दुहावहा ॥

Translated Sutra: સર્વે ગીતગાન વિલાપ છે, સમસ્ત નાટ્ય વિડંબના છે. સર્વે આભરણ ભાર છે અને સર્વે કામભોગ દુઃખપ્રદ છે. અજ્ઞાનીને સુંદર દેખાતી પણ વસ્તુતઃ દુઃખકર કામભોગોમાં તે સુખ નથી, જે સુખ શીલગુણોમાં રત, કામનાઓથી નિવૃત્ત તપોધન ભિક્ષુઓને છે. સૂત્ર સંદર્ભ– ૪૨૨, ૪૨૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 424 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नरिंद! जाई अहमा नराणं सोवागजाई दुहओ गयाणं । जहिं वयं सव्वजणस्स वेस्सा वसीय सोवागनिवेसनेसु ॥

Translated Sutra: હે નરેન્દ્ર ! મનુષ્યોમાં જે ચંડાલ જાતિ, અધમ જાતિ મનાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ, ચાંડાલની વસતીમાં આપણે બંને રહીએ છીએ, જ્યાં બધા લોકો આપણાથી ધૃણા કરતા હતા. તે જાતિમાં આપણે જન્મ લીધો હતો અને તે જ વસતીમાં આપણે બંને રહેલા હતા. ત્યારે બધા આપણાથી ધૃણા કરતા હતા. તેથી અહીં જે શ્રેષ્ઠતા પ્રાપ્ત છે, તે પૂર્વજન્મના
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 427 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इह जीविए राय! असासयम्मि धनियं तु पुण्णाइं अकुव्वमाणो । से सोयई मच्चुमुहोवनीए धम्मं अकाऊण परंसि लोए ॥

Translated Sutra: રાજન્‌ ! આ અશાશ્વત માનવજીવનમાં જે વિપુલ પુન્યકર્મ કરતો નથી, તે મૃત્યુ આવતા પશ્ચાત્તાપ કરે છે અને ધર્મ ન કરવાના કારણે પરલોકમાં પણ પશ્ચાત્તાપ કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 428 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहेह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अंतकाले । न तस्स माया व पिया व भाया कालंमि तंमिसहरा भवंति ॥

Translated Sutra: જેમ અહીં સિંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ જ અંતકાળે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુ સમયે તેના માતા – પિતા અને ભાઈ આદિ કોઈ પણ મૃત્યુ દુઃખમાં ભાગીદાર થતા નથી. તેના દુઃખને જાતિના લોકો વહેંચી શકતા નથી કે મિત્ર, પુત્ર, બંધુ લઈ શકતા નથી. તે સ્વયં એકલો જ પ્રાપ્ત દુઃખોને ભોગવે છે, કેમ કે કર્મો કર્તાની પાછળ જ ચાલે છે. સૂત્ર
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 430 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चेच्चा दुपयं च चउप्पयं च खेत्तं गिहं धनधन्नं च सव्वं । कम्मप्पबीओ अवसो पयाइ परं भवं सुंदर पावगं वा ॥

Translated Sutra: દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન – ધાન્ય આદિ બધું છોડીને આ પરાધીન જીવ પોતાના કરેલા કર્મોનો સાથ લઈને સુંદર કે પાપક એવા પરભવમાં જાય છે. જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળીને સ્ત્રી, પુત્ર અને જ્ઞાતિજન કોઈ બીજા આશ્રયદાતાને અનુસરે છે. સૂત્ર સંદર્ભ– ૪૩૦, ૪૩૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 432 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] उवनिज्जई जीवियमप्पमायं वण्णं जरा हरइ नरस्स रायं! । पंचालराया! वयणं सुणाहि मा कासि कम्माइं महालयाइं ॥

Translated Sutra: રાજન્‌ ! કર્મો કોઈપણ પ્રકારનો પ્રમાદ કર્યા વિના જીવનને પ્રતિક્ષણ મૃત્યુની સમીપે લઈ જાય છે અને આ જરા – મનુષ્યની કાંતિનું હરણ કરી રહી છ. હે પંચાલરાજ! મારી વાત સાંભળો, અપકર્મ ન કરો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 433 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अहं पि जाणामि जहेह साहू! जं मे तुमं साहसि वक्कमेयं । भोगा इमे संगकरा हवंति जे दुज्जया अज्जो! अम्हारिसेहिं ॥

Translated Sutra: હે સાધુ ! જે પ્રમાણે તમે મને બતાવી રહ્યા છો, તે હું પણ જાણુ છું કે આ કામભોગ બંધનરૂપ છે, પરંતુ હે આર્ય ! અમારા જેવા લોકોને માટે તો તે ઘણા જ દુર્જય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 434 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] हत्थिणपुरम्मि चित्ता दट्ठूणं नरवइं महिड्ढियं । कामभोगेसु गिद्धेणं नियाणमसुहं कडं ॥

Translated Sutra: હે ચિત્ર! હસ્તિનાપુરમાં મહર્દ્ધિક ચક્રવર્તી રાજાને જોઈને ભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિદાન કરેલુ હતુ. મેં તેનું પ્રતિક્રમણ ન કર્યું. તે કર્મનુ આ ફળ છે કે ધર્મને જાણતા હોવા છતાં પણ હું કામભોગોમાં આસક્ત છું. સૂત્ર સંદર્ભ– ૪૩૪, ૪૩૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 437 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अच्चेइ कालो तूरंति राइओ न यावि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा पुरिसं चयंति दुमं जहा खीणफलं व पक्खी ॥

Translated Sutra: હે રાજન્‌ ! સમય વ્યતીત થઈ રહ્યો છે, રાત્રિ દોડતી થઈ રહી છે. મનુષ્યોના ભોગો નિત્ય નથી. કામભોગ ક્ષીણ પુન્યવાળા વ્યક્તિને એવી રીતે છોડી દે છે, જે રીતે ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી દે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 438 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जइ ता सि भोगे चइउं असत्तो अज्जाइं कम्माइं करेहि रायं! । धम्मे ठिओ सव्वपयानुकंपी तो होहिसि देवो इओ विउव्वी ॥

Translated Sutra: હે રાજન્‌ ! જો તું કામભોગોને છોડવામાં અસમર્થ છે, આર્ય કર્મ જ કર. ધર્મમાં સ્થિત થઈને બધા જીવો પ્રતિ દયા કરનારો થા. જેનાથી તું ભાવિમાં વૈક્રિય શરીરધારી દેવ બની શકે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 440 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पंचालराया वि य बंभदत्तो साहुस्स तस्स वयणं अकाउं । अनुत्तरे भुंजिय कामभोगे अनुत्तरे सो नरए पविट्ठो ॥

Translated Sutra: પાંચાલ દેશનો રાજા બ્રહ્મદત્ત, મુનિના વચનોનું પાલન ન કરી શક્યો, તેથી અનુત્તર ભોગો ભોગવીને અનુત્તર નરકમાં ગયો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 441 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चित्तो वि कामेहि विरत्तकामो उदग्गचारित्ततवो महेसी । अनुत्तरं संजम पालइत्ता अनुत्तरं सिद्धिगइं गओ ॥ –त्ति बेमि ॥

Translated Sutra: કામભોગોથી નિવૃત્ત, ઉગ્ર ચારિત્રી અને તપસ્વી મહર્ષિ ‘ચિત્ર’ અનુત્તર સંયમ પાલન કરીને, અનુત્તર સિદ્ધિ ગતિને પામ્યા. તેમ હું કહું છું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 442 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] देवा भवित्ताण पुरे भवम्मी केई चुया एगविमानवासी । पुरे पुराणे उसुयारनामे खाए समिद्धे सुरलोगरम्मे ॥

Translated Sutra: દેવલોક સમાન સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી ઇષુકાર નગર હતું. તેમાં પૂર્વજન્મમાં એક જ વિમાન વાસી કેટલાક જીવો દેવાયુ પૂર્ણ કરી અવતરિત થયા. પૂર્વકૃત પોતાના બાકીના કર્મોને કારણે તે જીવો ઉચ્ચ કુળોમાં ઉત્પન્ન થયા. સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને કામભોગોનો પરિત્યાગ કરીને જિનેન્દ્ર માર્ગનું શરણ સ્વીકાર્યું. પુરુષત્વ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 447 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] ते कामभोगेसु असज्जमाणा मानुस्सएसुं जे यावि दिव्वा । मोक्खाभिकंखी अभिजायसड्ढा तायं उवागम्म इमं उदाहु ॥

Translated Sutra: મનુષ્ય તથા દિવ્ય કામભોગોમાં અનાસક્ત, મોક્ષાભિલાષી, શ્રદ્ધા સંપન્ન તે બંને પુત્રોએ પિતા પાસે આવીને આ પ્રમાણે કહ્યું –
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 448 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] असासयं दट्ठु इमं विहारं बहुअंतरायं न य दीहमाउं । तम्हा गिहंसि न रइं लहामो आमंतयामो चरिस्सामु मोनं ॥

Translated Sutra: આ જીવનની અશાશ્વતતાને અમે જોઈ છે, તે ઘણા અંતરાયવાળું છે, આયુ પણ દીર્ઘ નથી. તેથી ઘરમાં અમને કોઈ આનંદ મળતો નથી. આપની અનુમતિથી અને મુનિધર્મનું આચરણ કરીશું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 449 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह तायगो तत्थ मुनीण तेसिं तवस्स वाघायकरं वयासी । इमं वयं वेयविओ वयंति जहा न होई असुयाण लोगो ॥

Translated Sutra: આ સાંભળીને પિતાએ તેમની તપસ્યામાં બાધાકર આ વાત કરી – વેદોના જ્ઞાતા કહે છે કે, ‘‘અપુત્રિકોની ગતિ થતી નથી.’’ હે પુત્રો ! પહેલાં વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન આપો, વિવાહ કરી સ્ત્રીઓ સાથે ભોગો ભોગવો. પછી પુત્રોને ઘરનો ભાર સોંપી અરણ્યવાસી પ્રશસ્ત મુનિ બનજો. સૂત્ર સંદર્ભ– ૪૪૯, ૪૫૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 451 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सोयग्गिणा आयगुणिंघनेनं मोहाणिला पज्जलणाहिएणं । संतत्तभावं परित्तप्पमाणं लोलुप्पमाणं बहुहा बहुं च ॥

Translated Sutra: સૂત્ર– ૪૫૧. પોતાના રાગાદિ ઇંધણથી પ્રદીપ્ત તથા મોહરૂપ પવન વડે પ્રજ્વલિત શોકાગ્નિના કારણે જેમનું અંતઃકરણ સંતપ્ત તથા પરિપ્ત છે. મોહગ્રસ્ત થઈ અનેક પ્રકારે દીનહીન વચન બોલી રહ્યા છે. સૂત્ર– ૪૫૨. જે ક્રમશઃ વારંવાર અનુનય કરી રહ્યા છે, ધન અને કામભોગોનું નિમંત્રણ આપી રહ્યા છે, તે કુમારોએ સારી રીતે વિચારીને કહ્યું
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 457 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] घनं पभूयं सह इत्थियाहिं सयणा तहा कामगुणा पगामा । तवं कए तप्पइ जस्स लोगो तं सव्व साहीणमिहेव तुब्भं ॥

Translated Sutra: જેની પ્રાપ્તિને માટે લોકો તપ કરે છે, તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજનો અને ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયભોગ – તમને અહીં જ સ્વાધીન રૂપથી પ્રાપ્ત છે. પછી ભિક્ષુ શા માટે બનો છો ?)
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 458 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] धनेन किं धम्मधुराहिगारे सयनेण वा कामगुणेहि चेव । समणा भविस्सामु गुणोहधारी बहिंविहारा अभिगम्म भिक्खं ॥

Translated Sutra: જેને ધર્મની ધુરાને વહન કરવાનો અધિકાર પ્રાપ્ત છે, તેને ધન, સ્વજન, ઐન્દ્રિય વિષયોનું શું પ્રયોજન છે ? અમે તો ગુણ સમૂહના ધારક, અપ્રતિબદ્ધ વિહારી, શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનારા શ્રમણ બનીશું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 459 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा य अग्गी अरणीउसंतो खीरे घयं तेल्ल महातिलेसु । एमेव जाया! सरीरंसि सत्ता संमुच्छई नासइ नावचिट्ठे ॥

Translated Sutra: હે પુત્રો ! જેમ અરણીમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ, અસત હોય છે. તેમ શરીરમાં જીવ પણ અસત જ ઉત્પન્ન અને નષ્ટ થાય છે. શરીરનો નાશ થતા, જીવનું કંઈ અસ્તિત્વ રહેતું નથી.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 460 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नो इंदियग्गेज्झ अमुत्तभावा अमुत्तभावा वि य होइ निच्चो । अज्झत्थहेउं निययस्स बंधो संसारहेउं च वयंति बंधं ॥

Translated Sutra: આત્મા અમૂર્ત હોવાથી તે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. જે અમૂર્ત ભાવ હોય છે, તે નિત્ય હોય છે. આત્માના આંતરિક હેતુ જ નિશ્ચિત રૂપથી બંધના કારણ છે અને બંધને જ સંસારનો હેતુ કહેલો છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 461 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा वयं धम्ममजाणमाणा पावं पुरा कम्ममकासि मोहा । ओरुज्झमाणा परिरक्खियंता तं नेव भुज्जो वि समायरामो ॥

Translated Sutra: જ્યાં સુધી અમે ધર્મથી અનભિજ્ઞ હતા, ત્યાં સુધી મોહવશ પાપકર્મ કરતા રહ્યા, આપે અમને રોક્યા અને અમારું સંરક્ષણ થતુ રહ્યું. પણ હવે અમે ફરી પાપકર્મનું આચરણ કરીશુ નહીં.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 464 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मच्चुणाऽब्भाहओ लोगो जराए परिवारिओ । अमोहा रयणी वुत्ता एवं ताय! वियाणह ॥

Translated Sutra: હે પિતા ! તમે સારી રીતે જાણી લો કે આ લોક મૃત્યુથી આહત છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલ છે, રાત્રિને અમોઘા કહે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 465 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जा जा वच्चइ रयणी न सा पडिनियत्तई । अहम्मं कुणमाणस्स अफला जंति राइओ ॥

Translated Sutra: જે જે રાત્રિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. અધર્મ કરનારાની રાત્રિઓ નિષ્ફળ થાય છે. જે જે રાત્રિઓ જઈ રહી છે, તે ફરી પાછી આવતી નથી. ધર્મ કરનારાની રાત્રિઓ સફળ થાય છે. સૂત્ર સંદર્ભ– ૪૬૫, ૪૬૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 468 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जस्सत्थि मच्चुणा सक्खं जस्स वत्थि पलायणं । जो जाणे न मरिस्सामि सो हु कंखे सुए सिया ॥

Translated Sutra: જેની મૃત્યુ સાથે મૈત્રી છે, જે મૃત્યુ આવવાથી પલાયન થઈ શકે છે અથવા જે જાણે છે કે હું ક્યારેય મરીશ નહીં, તે જ આવનારી કાળની આકાંક્ષા કરી શકે છે. આપણે આજે જ રાગને દૂર કરીને શ્રદ્ધાથી યુક્ત મુનિધર્મનો સ્વીકાર કરીશું, જે પામીને ફરી આ સંસારમાં જન્મ લેવાનું થતુ નથી. આપણે માટે કોઈપણ ભોગ અભુક્ત નથી. કેમ કે તે અનંતવાર ભોગવેલ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 470 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पहीणपुत्तस्स हु नत्थि वासो वासिट्ठि! भिक्खायरियाइ कालो । साहाहि रुक्खो लहए समाहिं छिन्नाहि साहाहि तमेव खाणुं ॥

Translated Sutra: હે વાશિષ્ઠિ ! પુત્રો વિના આ ઘરમાં મારો નિવાસ થઈ શકશે નહીં, ભિક્ષાચર્યાનો કાળ આવી ગયો છે. વૃક્ષ શાખાથી જ સુંદર લાગે છે. શાખા કપાઈ ગયા પછી તે માત્ર ઠંઠુ કહેવાય છે. પાંખો વિનાના પક્ષી, યુદ્ધમાં સેના સહિત રાજા, જહાજ ઉપર ધન રહિત વ્યાપારી જેમ અસહાય હોય છે, તેમ જ પુત્રો વિના હું અસહાય છું. સૂત્ર સંદર્ભ– ૪૭૦, ૪૭૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 472 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सुसंभिया कामगुणा इमे ते संपिडिया अग्गरसा पभूया । भुंजामु ता कामगुणे पगामं पच्छा गमिस्सासु पहाणमग्गं ॥

Translated Sutra: સુસંગૃહીત કામભોગ રૂપ પ્રચૂર વિષયરસ જે આપણને પ્રાપ્ત થયેલ છે, તેને પહેલાં ઇચ્છાનુરૂપ ભોગવી લઈએ ત્યારપછી આપણે મુનિધર્મના પ્રધાન માર્ગે ચાલીશું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 473 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] भत्ता रसा भोइ! जहाइ णे वओ न जीवियट्ठा पजहामि भोए । लाभं अलाभं च सुहं च दुक्खं संचिक्खमाणो चरिस्सामि मोनं ॥

Translated Sutra: હે ભવતિ ! આપણે વિષયરસને ભોગવી ચૂક્યા છીએ. યુવા – અવસ્થા આપણને છોડી રહી છે. હું કોઈ જ જીવનના પ્રલોભનમાં ભોગોને છોડી નથી રહ્યો. લાભ – અલાભ, સુખ – દુઃખને સમદૃષ્ટિથી જોતો એવો હું મુનિધર્મનું પાલન કરીશ.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 475 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा य भोई! तनुयं भुयंगो निम्मोयणिं हिच्च पलेइ मुत्तो । एमेए जाया पयहंति भोए ते हं कहं नानुगमिस्समेक्को? ॥

Translated Sutra: હે ભવતિ ! જેમ સાપ પોતાના શરીરની કાંચળીને છોડીને મુક્ત મનથી ચાલે છે, તેમ જ બંને પુત્રો ભોગોને છોડીને જઈ રહ્યા છે. તો હું એકલો રહીને શું કરું? તેમનું અનુગમન શા માટે ન કરું ? રોહિત મત્સ્ય જેમ નબળી જાળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ ધારણ કરેલા ગુરુતર સંયમભારને વહન કરનાર પ્રધાન તપસ્વી ધીર સાધક કામગુણોને છોડીને ભિક્ષાચર્યાનો
Showing 27201 to 27250 of 28178 Results