Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 50 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परीसहाणं पविभत्ती कासवेणं पवेइया ।
तं भे उदाहरिस्सामि आनुपुव्विं सुणेह मे ॥ Translated Sutra: કાશ્યપ ગોત્રીય ભગવંત મહાવીરે પરીષહોના જે ભેદ બતાવેલ છે, તે હું તમને કહું છું. તે તમે અનુક્રમે મારી પાસેથી સાંભળો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 51 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दिगिंछापरिगए देहे तवस्सी भिक्खु थामवं ।
न छिंदे न छिंदावए न पए न पयावए ॥ Translated Sutra: ભૂખથી પીડાતા દેહવાળો તપસ્વી ભિક્ષુ, મનોબળથી યુક્ત થઈ, ફળ આદિ ન છેદે, ન છેદાવે. ન સ્વયં રાંધે, ન રંધાવે, ક્ષુધા વેદનાથી કાકજંઘા સમાન શરીર દુર્બળ થઈ જાય, કૃશ થઈ જાય, ધમનીઓ દેખાવા લાગે તો પણ અશન – પાનની મર્યાદાનો જાણકાર મુનિ અદીમનથી સંયમમાં વિચરણ કરે. સૂત્ર સંદર્ભ– ૫૧, ૫૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 61 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परिजुन्नेहिं वत्थेहिं होक्खामि त्ति अचेलए ।
अदुवा सचेलए होक्खं इइ भिक्खू न चिंतए ॥ Translated Sutra: વસ્ત્રોના અતિ જીર્ણ થવાથી, હવે હું અચેલક થઈ જઈશ. અથવા નવા વસ્ત્રો મળતા હું ફરી સચેલક થઈ જઈશ. એવું મુનિ ન વિચારે. મુનિ ક્યારેક અચેલક થાય છે, ક્યારેક સચેલક પણ થઈ જાય છે. બંનેને સંયમ હિતકારી જાણીને જ્ઞાની તેમાં ખેદ ન કરે. સૂત્ર સંદર્ભ– ૬૧, ૬૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 63 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गामानुगामं रीयंतं अनगारं अकिंचनं ।
अरई अनुप्पविसे तं तितिक्खे परीसहं ॥ Translated Sutra: એક ગામથી બીજે ગામ વિચરણ કરતા અકિંચન અણગારના મનમાં જો સંયમ પ્રત્યે અરતિ પ્રવેશે, તો તે પરીષહને સહન કરે. વિરત, આત્મરક્ષિક, ધર્મમાં રમણ કરનાર, નિરારંભી મુનિ અરતિ પરત્વે પીઠ કરી ઉપશાંત ભાવે વિચરણ કરે. સૂત્ર સંદર્ભ– ૬૩, ૬૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 65 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संगो एस मनुस्साणं जाओ लोगंमि इत्थिओ ।
जस्स एया परिण्णाया सुकडं तस्स सामण्णं ॥ Translated Sutra: ‘‘લોકમાં જે સ્ત્રીઓ છે, તે પુરુષોને માટે બંધન છે.’’ જેઓ આ જાણે છે, તેનું શ્રામણ્ય સુકૃત – સફળ છે. ‘‘બ્રહ્મચારીને માટે સ્ત્રીઓ પંક સમાન છે.’’ મેધાવી મુનિ આ સમજીને કોઈ રીતે સંયમી જીવનનો વિનિઘાત ન થવા દે, પણ આત્મગવેષક બને. સૂત્ર સંદર્ભ– ૬૫, ૬૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 67 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एग एव चरे लाढे अभिभूय परीसहे ।
गामे वा नगरे वावि निगमे वा रायहानिए ॥ Translated Sutra: શુદ્ધ ચર્યાથી લાઢમુનિ એકલા જ પરીષહોને પરાજિત કરી ગામ, નગર, નિગમ કે રાજધાનીમાં વિચરણ કરે. ભિક્ષુ ગૃહસ્થાદિથી અસમાન થઈ વિચરે. પરિગ્રહ ન કરે, ગૃહસ્થોથી અસંસક્ત રહે. સર્વત્ર અનિકેત ભાવે પરિભ્રમણ કરે સૂત્ર સંદર્ભ– ૬૭, ૬૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 69 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुसाने सुन्नगारे वा रुक्खमूले व एगओ ।
अकुक्कुओ निसीएज्जा न य वित्तासए परं ॥ Translated Sutra: સ્મશાનમાં, શૂન્યગૃહમાં, વૃક્ષના મૂળમાં એકાકિમુની અચપળ ભાવથી બેસે. બીજા કોઈ પ્રાણીને કષ્ટ ન આપે ઉક્ત સ્થાને બેઠેલા એવા તેમને જો કોઈ ઉપસર્ગ થાય તો તેને સમ ભાવે ધારણ કરે, અનિષ્ટની શંકાથી ભયભીત થઈને, ત્યાંથી ઉઠીને અન્ય સ્થાને ન જાય. સૂત્ર સંદર્ભ– ૬૯, ૭૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 71 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] उच्चावयाहिं सेज्जाहिं तवस्सी भिक्खु थामवं ।
नाइवेलं विहन्नेज्जा पावदिट्ठी विहन्नई ॥ Translated Sutra: સારી કે ખરાબ શય્યા – ઉપાશ્રયને કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષુ સંયમ – મર્યાદાનો ભંગ ન કરે, પાપદૃષ્ટિ સાધુ જ મર્યાદાને તોડે છે. પ્રતિરિક્ત ઉપાશ્રય પામીને પછી તે કલ્યાણકારી હોય કે પાપક, તેમાં મુનિ એમ વિચારીને રહે કે – એક રાતમાં શું થશે ? એ પ્રમાણે ત્યાં સહન કરે. સૂત્ર સંદર્ભ– ૭૧, ૭૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 73 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अक्कोसेज्ज परो भिक्खुं न तेसिं पडिसंजले ।
सरिसो होइ बालाणं तम्हा भिक्खू न संजले ॥ Translated Sutra: જો કોઈ સાધુને આક્રોશ કરે, તો તે તેમના પ્રત્યે ક્રોધ ન કરે. ક્રોધી અજ્ઞાની સદૃશ હોય છે. તેથી સાધુએ તેમાં સંજ્વલિત ન થવું. દારુણ ગ્રામકંટક જેવી ખૂંચતી કઠોર ભાષા સાંભળી, સાધુ મૌન રહે. ઉપેક્ષા કરે. પણ તેને મનમાં ન લાવે. સૂત્ર સંદર્ભ– ૭૩, ૭૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 75 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] हओ न संजले भिक्खू मणं पि न पओसए ।
तितिक्खं परमं नच्चा भिक्खुधम्मं विचिंतए ॥ Translated Sutra: તાડનાદિ કરવા છતાં ભિક્ષુ ક્રોધ ન કરે. મનમાં પણ પ્રદ્વેષ ન કરે. તિતિક્ષાને શ્રેષ્ઠ અંગ જાણીને, મુનિધર્મનું ચિંતન કરે. સંયત અને દાંત શ્રમણને કદાચ કોઈ ક્યાંય મારે – પીટે, તો તે ચિંતન કરે કે આત્માનો નાશ થતો નથી. સૂત્ર સંદર્ભ– ૭૫, ૭૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 77 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दुक्करं खलु भो! निच्चं अनगारस्स भिक्खुणो ।
सव्वं से जाइयं होइ नत्थि किंचि अजाइयं ॥ Translated Sutra: નિશ્ચે અણગાર ભિક્ષુની આ ચર્યા સદા દુષ્કર છે કે તેમણે વસ્ત્ર, પાત્રાદિ બધું યાચનાથી મળે છે. તેની પાસે કંઈ અયાચિત ન હોય. ગૌચરીને માટે ઘરમાં પ્રવિષ્ટ સાધુને માટે ગૃહસ્થ સામે હાથ પ્રસારવો સરળ નથી, તેથી ગૃહવાસ જ શ્રેષ્ઠ છે, મુનિ એવું ન ચિંતવે. સૂત્ર સંદર્ભ– ૭૭, ૭૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 79 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परेसु घासमेसेज्जा भोयणे परिणिट्ठिए ।
लद्धे पिंडे अलद्धे वा नानुतप्पेज्ज संजए ॥ Translated Sutra: ગૃહસ્થોના ઘેર ભોજન તૈયાર થઈ જતા સાધુ આહારની એષણા કરે. આહાર પ્રાપ્ત થાય કે ન થાય, સંયમી મુનિ તેના માટે અનુતાપ ન કરે. ‘‘આજે મને કંઈ ન મળ્યુ, કદાચ કાલે મળી જાય.’’ જે એ પ્રમાણે વિચારે છે, તેને ‘અલાભ’ પીડા આપતુ નથી. સૂત્ર સંદર્ભ– ૭૯, ૮૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 81 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नच्चा उप्पइयं दुक्खं वेयणाए दुहट्टिए ।
अदीनो थावए पन्नं पुट्ठो तत्थहियासए ॥ Translated Sutra: રોગ ઉત્પન્ન થયો જાણીને વેદનાથી પીડિત થઈને દીન ન બને. વ્યાધિથી વિચલિત પ્રજ્ઞાને સ્થિર કરે અને પ્રાપ્ત પીડાને સમભાવે સહે. આત્મગવેષક મુનિ ચિકિત્સાને અભિનંદે નહીં, આ જ તેનું શ્રામણ્ય છે કે તે રાગ ઉત્પન્ન થતા તેની ચિકિત્સા ન કરે, ન કરાવે. સૂત્ર સંદર્ભ– ૮૧, ૮૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 83 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अचेलगस्स लूहस्स संजयस्स तवस्सिणो ।
तणेसु सयमाणस्स हुज्जा गायविराहणा ॥ Translated Sutra: અચેલક અને રૂક્ષ શરીરી સંયત તપસ્વી સાધુને તૃણ ઉપર સૂવાથી શરીરને કષ્ટ થાય છે. નિપાતથી તેને ઘણી જ વેદના થાય છે. એમ જાણીને તૃણસ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ ન કરે. સૂત્ર સંદર્ભ– ૮૩, ૮૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 85 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] किलिन्नगाए मेहावी पंकेण व रएण वा ।
घिंसु वा परितावेण सायं नो परिदेवए ॥ Translated Sutra: ગ્રીષ્મમાં મેલથી, રજથી કે પરિતાપથી શરીરના લિપ્ત થઈ જવાથી મેધાવી મુનિ સાતાને માટે વિલાપ ન કરે. નિર્જરાપ્રેક્ષી મુનિ અનુત્તર આર્યધર્મને પામીને શરીર વિનાશની અંતિમ ક્ષણો સુધી શરીર ઉપર જલ્લ – પરસેવાજન્ય મેલને રહેવા દે. તેને સમભાવે સહે.) સૂત્ર સંદર્ભ– ૮૫, ૮૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 87 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अभिवायणमब्भुट्ठाणं सामी कुज्जा निमंतणं ।
जे ताइं पडिसेवंति न तेसिं पीहए मुनी ॥ Translated Sutra: રાજાદિ વડે કરાતા અભિવાદન, સત્કાર અને નિમંત્રણને જે અન્ય ભિક્ષુ સ્વીકારે છે, તેની મુનિ સ્પૃહા ન કરે. અનુત્કર્ષી, અલ્પ ઇચ્છાવાળા, અજ્ઞાત કુળોથી ભિક્ષા લેનારા અલોલુપ ભિક્ષુ રસોમાં ગૃદ્ધ ન થાય. પ્રજ્ઞાવાન બીજાને સન્માન મળતું જોઈ અનુતાપ ન કરે. સૂત્ર સંદર્ભ– ૮૭, ૮૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 89 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] से नूनं मए पुव्वं कम्माणाणफला कडा ।
जेणाहं नाभिजाणामि पुट्ठो केणइ कण्हुई ॥ Translated Sutra: નિશ્ચે મેં પૂર્વે અજ્ઞાનરૂપ ફળ દેનારા અપકર્મ કરેલ છે, જેથી હું કોઈના દ્વારા કોઈ વિષયમાં પૂછે ત્યારે કંઈ પણ ઉત્તર આપવાનું જાણતો નથી. અજ્ઞાનરૂપ ફળ દેનારા પૂર્વકૃત્ કર્મ પરિપક્વ થવાથી ઉદયમાં આવે. એ પ્રમાણે કર્મના વિપાકને જાણીને મુનિ પોતાને આશ્વસ્ત કરે. સૂત્ર સંદર્ભ– ૮૯, ૯૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 91 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] निरट्ठगम्मि विरओ मेहुणाओ सुसंवुडो ।
जो सक्खं नाभिजाणामि धम्मं कल्लाण पावगं ॥ Translated Sutra: હું વ્યર્થ જ મૈથુનાદિ સાંસારિક સુખોથી વિરક્ત થયો અને સુસંવરણ કર્યું. કેમ કે ધર્મ કલ્યાણકારી છે કે પાપક છે, તે હું જાણતો નથી. તપ અને ઉપધાનનો સ્વીકાર કરુ છું. પ્રતિજ્ઞાઓ પણ પાળુ છું. એ પ્રમાણે વિચરવા છતાં મારું છદ્મસ્થત્વ તો દૂર થતું નથી. આ પ્રમાણે મુનિ ચિંતન ન કરે. સૂત્ર સંદર્ભ– ૯૧, ૯૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 93 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नत्थि नूनं परे लोए इड्ढी वावि तवस्सिणो ।
अदुवा वंचिओ मि त्ति इइ भिक्खू न चिंतए ॥ Translated Sutra: ‘‘નિશ્ચે જ પરલોક નથી, તપસ્વીની ઋદ્ધિ પણ નથી, અથવા હું તો ઠગાયો છું.’’ એ પ્રમાણે સાધુ ચિંતવે નહીં. ‘‘પૂર્વકાળમાં જિન થયા હતા, વર્તમાનમાં છે અને ભાવિમાં થશે.’’ એવું જે કહે છે, તે જૂઠ બોલે છે, એ પ્રમાણે સાધુ વિચારે નહીં. સૂત્ર સંદર્ભ– ૯૩, ૯૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 96 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो ।
मानुसत्तं सुई सद्धा संजमम्मि य वीरियं ॥ Translated Sutra: જીવોને આ સંસારમાં ચાર પરમ અંગો દુર્લભ છે – મનુષ્યત્વ, શ્રુતિધર્મ શ્રવણ), તે ધર્મમાં શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 97 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समावन्नाण संसारे नानागोत्तासु जाइसु ।
कम्मा नानाविहा कट्टु पुढो विस्संभिया पया ॥ Translated Sutra: વિવિધ પ્રકારના કર્મોને કરીને, વિવિધ જાતિઓમાં ઉત્પન્ન થઈને પૃથક્ રૂપે પ્રત્યેક સંસારી જીવ સમસ્ત વિશ્વને સ્પર્શ કરી લે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 98 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एगया देवलोएसु नरएसु वि एगया ।
एगया आसुरं कायं आहाकम्मेहिं गच्छई ॥ Translated Sutra: પોતાના કરેલા કર્મો મુજબ જીવ ક્યારેક દેવલોકમાં, ક્યારેક નરકમાં, ક્યારેક અનુત્તરનિકાયમાં જન્મ લે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 99 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एगया खत्तिओ होइ तओ चंडाल बोक्कसो ।
तओ कीड-पयंगो य तओ कुंथु-पिवीलिया ॥ Translated Sutra: આ જીવ ક્યારેક ક્ષત્રિય, ક્યારેક ચાંડાલ, ક્યારેક બોક્કસ, ક્યારેક કીટ – પતંગ અને ક્યારેક કુંથુ – કીડી થઈ જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 100 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवमावट्टजोणीसु पाणिणो कम्मकिब्बिसा ।
न निविज्जंति संसारे सव्वट्ठे सु व खत्तिया ॥ Translated Sutra: એ પ્રમાણે આવર્તરૂપ યોનિચક્રમાં ભ્રમણ કરતા એવા સંસાર – દશાથી નિર્વેદ પામતા નથી, જેમ ક્ષત્રિયો દીર્ઘકાળ સુધી ઐશ્વર્યાદિનો ઉપભોગ કરવા છતા નિર્વેદને પામતા નથી. કર્મોના સંગથી સંમૂઢ અને દુઃખી તથા અત્યંત વેદનાયુક્ત પ્રાણી મનુષ્યેતર યોનિઓમાં જન્મ લઈને ફરી ફરી વિનિઘાત – ત્રાસ પામે છે. સૂત્ર સંદર્ભ– ૧૦૦, ૧૦૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 103 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मानुस्सं विग्गहं लद्धुं सुई धम्मस्स दुल्लहा ।
जं सोच्चा पडिवज्जंति तवं खंतिमहिंसयं ॥ Translated Sutra: મનુષ્ય શરીર પ્રાપ્ત થવા છતાં પણ ધર્મનું શ્રવણ દુર્લભ છે, જેને સાંભળીને જીવ તપ, ક્ષમા અને અહિંસાને પ્રાપ્ત કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 104 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आहच्च सवणं लद्धुं सद्धा परमदुल्लहा ।
सोच्चा नेआउयं मग्गं बहवे परिभस्सई ॥ Translated Sutra: કદાચિત્ ધર્મનું શ્રવણ થઈ પણ જાય, તો પણ તેની શ્રદ્ધા થવી ઘણી દુર્લભ છે. ઘણા લોકો નૈયાયિક માર્ગને અર્થાત મોક્ષમાર્ગને સાંભળીને પણ વિચલિત થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 400 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] छज्जीवकाए असमारभंता मोसं अदत्तं च असेवमाणा ।
परिग्गहं इत्थिओ माणमायं एयं परिण्णाय चरंति दंता ॥ Translated Sutra: દાંત મુનિ છ જીવનિકાયની હિંસા ન કરે, અસત્ય કે અદત્તને સેવે નહીં, પરિગ્રહ – સ્ત્રી તથા મન – માયાને સ્વરૂપથી જાણીને તથા છોડીને) વિચરણ કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 401 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुसंवुडो पंचहिं संवरेहिं इह जीवियं अनवकंखमाणो ।
वोसट्ठकाओ सुइचत्तदेहो महाजयं जयई जन्नसिट्ठं ॥ Translated Sutra: જે પાંચ સંવરોથી પૂર્ણપણે સંવૃત્ત હોય છે, જીવિતની આકાંક્ષા કરતા નથી, શરીરની આસક્તિનો પરિત્યાગ કરે છે, જે પવિત્ર અને દેહભાવ રહિત છે, તેઓ વાસના ઉપર વિજય પામનાર મહાજયી શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 403 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तवो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसंगं ।
कम्म एहा संजमजोगसंती होमं हुणामी इसिणं पसत्थं ॥ Translated Sutra: તપ એ જ્યોતિ છે, જીવ એ જ્યોતિનું સ્થાન છે, યોગ એ કડછી છે. શરીર કરિષાંગ છે. કર્મ ઇંધણ છે. સંયમની પ્રવૃત્તિ તે હોમ છે એવો પ્રશસ્ત યજ્ઞ હું કરું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 405 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मे हरए बंभे संतितित्थे अणाविले अत्तपसन्नलेसे ।
जहिंसि ण्हाओ विमलो विसुद्धो सुसीइभूओ पजहामि दोसं ॥ Translated Sutra: આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ લેશ્યાવાળો ધર્મ મારું દ્રહ છે, જ્યાં સ્નાન કરીને હું વિમળ, વિશુદ્ધ અને શાંત થઈને કર્મરજ દૂર કરું છું. કુશળ પુરુષોએ આને જ સ્નાન કહેલ છે. ઋષિઓને માટે આ મહાન સ્નાન જ પ્રશસ્ત છે. આ ધર્મદ્રહમાં સ્નાન કરીને મહર્ષિ વિમલ અને વિશુદ્ધ થઈને ઉત્તમ સ્થાનને પામ્યા છે – તેમ હું કહું છું. સૂત્ર | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१५ सभिक्षुक |
Gujarati | 500 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जेन पुन जहाइ जीवियं मोहं वा कसिणं नियच्छई ।
नरनारिं पजहे सया तवस्सी न य कोऊहलं उवेइ स भिक्खू ॥ Translated Sutra: સ્ત્રી હોય કે પુરુષ, જેની સંગતિથી સંયમી જીવન છૂટી જાય અને બધી તરફથી પૂર્ણ મોહમાં બંધાઈ જાય, તપસ્વીને સંગતિથી દૂર રહે છે, જે કુતૂહલ કરતો નથી, તે ભિક્ષુ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१५ सभिक्षुक |
Gujarati | 501 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] छिन्नं सरं भोमं अंतलिक्खं सुमिणं लक्खणदंडवत्थुविज्जं ।
अंगवियारं सरस्स विजयं जो विज्जाहिं न जीवइ स भिक्खू ॥ Translated Sutra: જે છિન્ન સ્વર, ભૌમ, અંતરીક્ષ, સ્વપ્ન, લક્ષણ, દંડ, વાસ્તુ, અંગ વિકાસ અને સ્વરવિદ્યા, આ વિદ્યાઓથી જે જીવતો નથી, તે ભિક્ષુ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१५ सभिक्षुक |
Gujarati | 502 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मंतं मूलं विविहं वेज्जचिंतं वमनविरेयणधूमणेत्तसिणाणं ।
आउरे सरणं तिगिच्छियं च तं परिण्णाय परिव्वए स भिक्खू ॥ Translated Sutra: જે રોગાદિથી પીડિત હોવા છતાં પણ મંત્ર, મૂલ આદિ વિચારણા, વમન, વિરેચન, ધૂમ્રનલી, સ્નાન, સ્વજનોનું શરણ અને ચિકિત્સા તજીને અપ્રતિબદ્ધ ભાવે વિચરણ કરે છે, તે ભિક્ષુ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१५ सभिक्षुक |
Gujarati | 503 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खत्तियगणउग्गरायपुत्ता माहणभोइय विविहा य सिप्पिणो ।
नो तेसिं वयइ सिलोगपूयं तं परिण्णाय परिव्वए स भिक्खू ॥ Translated Sutra: ક્ષત્રિય, ગણ, ઉગ્ર, રાજપુત્ર, બ્રાહ્મણ, ભોગિક અને બધા પ્રકારના શિલ્પીઓની પૂજા તથા પ્રશંસામાં જે ક્યારેય કશુ કહેતા નથી, પરંતુ તેને હેય જાણીને વિચરે છે, તે ભિક્ષુ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१५ सभिक्षुक |
Gujarati | 504 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गिहिणो जे पव्वइएण दिट्ठा अप्पव्वइएण व संथुया हविज्जा ।
तेसिं इहलोइयफलट्ठा जो संथवं न करेइ स भिक्खू ॥ Translated Sutra: જે વ્યક્તિ પ્રવ્રજિત થયા પછીના કે પ્રવ્રજિત થયાની પહેલાના પરીચિત હોય, તેમની સાથે લોકના ફળની પ્રાપ્તિ હેતુ જે સંસ્તવ કરતો નથી, તે ભિક્ષુ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 515 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो इत्थीणं इंदियाइं मणोहराइं मणोरमाइं आलोइत्ता, निज्झाइत्ता हवइ, से निग्गंथे।
तं कहमिति चे?
आयरियाह–निग्गंथस्स खलु इत्थीणं इंदियाइं मणोहराइं, मणोरमाइं आलोएमाणस्स, निज्झायमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा। तम्हा खलु निग्गंथे नो इत्थीणं इंदियाइं मणोहराइं, मणोरमाइं आलोएज्जा, निज्झाएज्जा। Translated Sutra: જે સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઇન્દ્રિયોને જોતો નથી. તેના વિષયમાં ચિંતન કરતો નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? જે નિર્ગ્રન્થ સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઇન્દ્રિયોને યાવત્ ધ્યાન કરતો રહે છે, તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. તે ઉન્માદને પામે છે, રોગાંતક થાય છે, કેવલીપ્રજ્ઞપ્ત | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 516 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो इत्थीणं कुड्डंतरंसि वा, दूसंतरंसि वा, भित्तंतरंसि वा, कुइयसद्दं वा, रुइयसद्दं वा, गीयसद्दं वा, हसियसद्दं वा, थणियसद्दं वा, कंदियसद्दं वा, विलवियसद्दं वा, सुणेत्ता हवइ से निग्गंथे।
तं कहमिति चे?
आयरियाह–निग्गंथस्स खलु इत्थीणं कुडुंतरंसि वा, दूसतरंसि वा, भित्तंतरंसि वा, कुइयसद्दं वा, रुइयसद्दं वा, गीयसद्दं वा, हसियसद्दं वा, थणियसद्दं वा, कंदियसद्दं वा, विलवियसद्दं वा, सुणे-माणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा।
तम्हा खलु Translated Sutra: માટીના દીવાલના અંતરથી, વસ્ત્રના અંતરથી કે પાકી દીવાલના અંતરથી સ્ત્રીઓના કૂજન, રૂદન, હાસ્ય, ગર્જન, આક્રંદન કે વિલાપના શબ્દો સાંભળતા નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? આચાર્યએ કહ્યું – સ્ત્રીઓને માટીની ભીંત કે વસ્ત્રના કે પાકી ભીંતના અંતરેથી જુએ છે યાવત્ વિલપિત શબ્દોને સાંભળતા બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1078 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा ।
एयं मग्गमनुप्पत्ता जीवा गच्छंति सोग्गइं ॥ Translated Sutra: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આ માર્ગ ઉપર આરૂઢ જીવ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1079 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ पंचविहं नाणं सुयं आभिनिबोहियं ।
ओहीनाणं तइयं मणनाणं च केवलं ॥ Translated Sutra: તેમાં પાંચ ભેદે જ્ઞાન છે – શ્રુતજ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન, અવધિજ્ઞાન, મનોજ્ઞાન અને કેવળજ્ઞાન. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1080 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयं पंचविहं नाणं दव्वाण य गुणाण य ।
पज्जवाणं च सव्वेसिं नाणं नाणीहि देसियं ॥ Translated Sutra: આ પાંચ પ્રકારનું જ્ઞાન બધા દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું જ્ઞાન છે – એ પ્રમાણે જ્ઞાનીઓએ કહેલ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1081 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गुणाणमासओ दव्वं एगदव्वस्सिया गुणा ।
लक्खणं पज्जवाणं तु उभओ अस्सिया भवे ॥ Translated Sutra: દ્રવ્ય, ગુણોનો આશ્રય છે, જે પ્રત્યેક દ્રવ્યના આશ્રિત રહે છે, તે ગુણ હોય છે, પર્યાયોનું લક્ષણ દ્રવ્ય અને ગુણોનું આશ્રિતત્વ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1082 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मो अहम्मो आगासं कालो पुग्गलजंतवो ।
एस लोगो त्ति पन्नत्तो जिनेहिं वरदंसिहिं ॥ Translated Sutra: ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યરૂપ લોક વરદર્શી જિનેશ્વરોએ કહેલ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1083 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मो अहम्मो आगासं दव्वं इक्किक्कमाहियं ।
अनंताणि य दव्वाणि कालो पुग्गलजंतवो ॥ Translated Sutra: ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક – એક છે. કાળ, પુદ્ગલ અને જીવ એ ત્રણે દ્રવ્યો અનંત – અનંત છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1084 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गइलक्खणो उ धम्मो अहम्मो ठाणलक्खणो ।
भायणं सव्वदव्वाणं नहं ओगाहलक्खणं ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૮૪. ગતિ ધર્મનું લક્ષણ છે, અધર્મ સ્થિતિ લક્ષણ છે. સર્વે દ્રવ્યોનું ભાજન અવગાહ લક્ષણ આકાશ છે. સૂત્ર– ૧૦૮૫. વર્તના કાળનું લક્ષણ છે, ઉપયોગ જીવનું લક્ષણ છે. જે જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી ઓળખાય છે સૂત્ર– ૧૦૮૬. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. સૂત્ર– ૧૦૮૭. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 106 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मानुसत्तंमि आयाओ जो धम्मं सोच्च सद्दहे ।
तवस्सी वीरियं लद्धुं संवुडे निद्धणे रयं ॥ Translated Sutra: મનુષ્યત્વ પામીને જે ધર્મને સાંભળે છે, તેમાં શ્રદ્ધા કરે છે, તે તપસ્વી સંયમમાં પુરુષાર્થથી સંવૃત્ત થઈ, કર્મરજને દૂર કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 107 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सोही उज्जुयभूयस्स धम्मो सुद्धस्स चिट्ठई ।
निव्वाणं परमं जाइ घयसित्त व्व पावए ॥ Translated Sutra: ઋજુભૂત અર્થાત પૂર્ણપણે સરળ હોય છે, તેને આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને જે આત્મશુદ્ધ હોય છે, તેના જીવનમાં જ ધર્મ ટકી રહે છે, તે ધર્મવાળો ઘીથી સિંચિત અગ્નિવત્ પરમ – નિર્વાણને પામે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 109 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] विसालिसेहिं सीलेहिं जक्खा उत्तरउत्तरा ।
महासुक्का व दिप्पंता मन्नंता अपुणच्चवं ॥ Translated Sutra: વિશાળ શીલપાલનથી યક્ષ થાય, ઉત્તરોત્તર સમૃદ્ધિથી મહાશુક્લવત દીપ્તિમાન થાય છે. સ્વર્ગથી ચ્યવવાનો જ નથી તેમ માને છે. દિવ્ય ભોગોને માટે પોતાને અર્પિત કરેલો દેવ કામરૂપ વિકુર્વવા સમર્થ હોય છે. તથા ઉર્ધ્વકલ્પોમાં શતપૂર્વ વર્ષો સુધી રહે છે. સૂત્ર સંદર્ભ– ૧૦૯, ૧૧૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 111 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ ठिच्चा जहाठाणं जक्खा आउक्खए चुया ।
उवेंति मानुसं जोणिं से दसंगेऽभिजायई ॥ Translated Sutra: ત્યાં યથાસ્થાને રહીને, આયુ – ક્ષય થતા તે દેવ ત્યાંથી પાછો ફરીને મનુષ્ય યોનિને પામે છે. ત્યાં દશાંગ ભોગ સામગ્રી યુક્ત થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 112 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खेत्तं वत्थुं हिरण्णं च पसवो दास-पोरुसं ।
चत्तारि कामखंधाणि तत्थ से उववज्जई ॥ Translated Sutra: ૧. ક્ષેત્ર, ૨. વાસ્તુ, ૩. સુવર્ણ, ૪.પશુ અને દાસ – પુરુષ એ ચાર કામસ્કંધ જ્યાં હોય ત્યાં તે ઉત્પન્ન થાય છે. તે સન્મિત્રોથી યુક્ત, જ્ઞાતિમાન, ઉચ્ચ ગોત્રીય, સુંદર વર્ણવાન, નીરોગ, મહાપ્રાજ્ઞ, યશોબલી થાય. સૂત્ર સંદર્ભ– ૧૧૨, ૧૧૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ चातुरंगीय |
Gujarati | 114 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] भोच्चा मानुस्सए भोए अप्पडिरूवे अहाउयं ।
पुव्वं विसुद्धसद्धम्मे केवलं बोहि बुज्झिया ॥ Translated Sutra: જીવનપર્યન્ત અનુપમ માનુષી ભોગો ભોગવીને પણ પૂર્વના વિશુદ્ધ સદ્ધર્મ આરાધક હોવાથી નિર્મળ બોધિનો અનુભવ કરે છે. આ ચાર અંગોને દુર્લભ જાણીને સંયમને અંગીકાર કરે છે. પછી તપ વડે બધા કર્મોને નિવારીને શાશ્વત સિદ્ધ થાય છે. તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૧૧૪, ૧૧૫ |