Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (139)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 343 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से कंबोयाणं आइन्ने कंथए सिया । आसे जवेण पवरे एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જે પ્રમાણે કંબોજ દેશના અશ્વોમાં કંથક ઘોડા જાતિમાન અને વેગમાં શ્રેષ્ઠ હોય છે, તે પ્રમાણે જ બહુશ્રુત શ્રેષ્ઠ હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 344 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहाइण्णसमारूढे सूरे दढपरक्कमे । उभओ नंदिघोसेणं एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જેમ જાતિમાન અશ્વારૂઢ દૃઢ પરાક્રમી શૂરવીર યોદ્ધા, બંને તરફ થનારા નાંદીઘોષથી સુશોભિત થાય છે, તેમજ બહુશ્રુત શોભે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 345 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा करेणुपरिकिन्ने कुंजरे सट्ठिहायणे । बलवंते अप्पडिहए एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જે પ્રકારે હાથણીથી ઘેરાયેલ સાંઈઠ વર્ષનો બળવાન હાથી કોઈથી પરાજિત થતો નથી, તે પ્રમાણે બહુશ્રુત પણ પરાજિત થતો નથી.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 346 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से तिक्खसिंगे जायखंधे विरायई । वसहे जूहाहिवई एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જેમ તીક્ષ્ણ શીંગડાવાળો, બળવાન સ્કંધવાળો, જૂથાધિપતિ વૃષભ શોભે છે, તેવી રીતે ગણાધિપતિ બહુશ્રુત શોભે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 347 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से तिक्खदाढे उदग्गे दुप्पहंसए । सीहे मियाण पवरे एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જેમ તીક્ષ્ણ દાઢો વાળો પૂર્ણ યુવા અને દુષ્પરાજેય સિંહ પશુઓમાં શ્રેષ્ઠ હોય છે તેમજ બહુશ્રુત હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 348 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से वासुदेवे संखचक्कगयाधरे । अप्पडिहयबले जोहे एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જેમ શંખ, ચક્ર, ગદાને ધારણ કરનાર વાસુદેવ અપરાજિત બળવાળો યોદ્ધો હોય છે, તેમજ બહુશ્રુત પણ અપરાજિત બળશાળી હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 349 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से चाउरंते चक्कवट्टी महिड्ढिए । चउदसरयणाहिवई एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જેમ મહાન ઋદ્ધિવાન્‌ ચાતુરંત ચક્રવર્તી ચૌદ રત્નોનો સ્વામી હોય છે, તેમજ બહુશ્રુત પણ ચૌદ પૂર્વોના સ્વામી હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 350 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से सहस्सक्खे वज्जपाणी पुरंदरे । सक्के देवाहिवई एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જેમ સહસ્રાક્ષ, વજ્રપાણી, પુરંદર, શક્ર દેવોનો અધિપતિ હોય છે, તે પ્રમાણે બહુશ્રુત હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 351 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से तिमिरविद्धंसे उत्तिट्ठंते दिवायरे । जलंते इव तेएण एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જેમ અંધકારનાશક ઉદીયમાન સૂર્ય તેજથી બળતો હોય તેવો લાગે, તે પ્રમાણે બહુશ્રુત પણ તેજસ્વી હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 352 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से उडुवई चंदे नक्खत्तपरिवारिए । पडिपुन्ने पुण्णमासीए एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જેમ નક્ષત્રોના પરિવારથી પરિવૃત્ત ચંદ્રમા પૂર્ણિમાએ પરિપૂર્ણ થાય છે, તે પ્રમાણે બહુશ્રુત પણ જ્ઞાનાદિની કળાથી પરિપૂર્ણ થાય.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 353 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से सामाइयाणं कोट्ठागारे सुरक्खिए । नानाधन्नपडिपुन्ने एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જે પ્રકારે સામાજિક – વ્યાપારી આદિના કોઠાર સુરક્ષિત અને અનેક પ્રકારના ધાન્યોથી પરિપૂર્ણ હોય છે તે પ્રમાણે બહુશ્રુત પણ વિવિધ પ્રકારના શ્રુતથી પરિપૂર્ણ હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 354 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा सा दुमाण पवरा जंबू नाम सुदंसणा । अनाढियस्स देवस्स एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: અનાદૃતદેવનું સુદર્શના નામે જંબૂવૃક્ષ, જેમ બધા વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે, તેમ બહુશ્રુત બધા સાધુમાં શ્રેષ્ઠ હોય.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 355 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा सा नईण पवरा सलिला सागरंगमा । सीया नीलवंतपवहा एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જે પ્રકારે નીલવંતથી વહેતી, જળપ્રવાહથી પરિપૂર્ણ, સમુદ્રગામીની સીતા નદી, બધી નદીઓમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 356 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से नगाण पवरे सुमहं मंदरे गिरी । नानोसहिपज्जलिए एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જેમ વિવિધ પ્રકારની ઔષધીથી દીપ્ત મહાન મેરુ પર્વત બધા પર્વતોમાં શ્રેષ્ઠ છે, તે પ્રમાણે બહુશ્રુત બધા સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 357 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा से सयंभूरमणे उदही अक्खओदए । नाणारयणपडिपुन्ने एवं हवइ बहुस्सुए ॥

Translated Sutra: જેમ સદૈવ અક્ષયજળથી પરિપૂર્ણ સ્વયંભૂરમણ સમુદ્ર વિવિધ રત્નોથી પરિપૂર્ણ રહે છે, તેમજ બહુશ્રુત અક્ષય જ્ઞાનથી પરિપૂર્ણ રહે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 358 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] समुद्दगंभीरसमा दुरासया अचक्किया केणइ दुप्पहंसया । सुयस्स पुण्णा विउलस्स ताइणो खवित्तु कम्मं गइमुत्तमं गया ॥

Translated Sutra: સમુદ્ર સમાન ગંભીર, દુરાસય, અવિચલિત, અપરાજેય, વિપુલ શ્રુતજ્ઞાનથી પરિપૂર્ણ ત્રાતા એવા બહુશ્રુત મુનિ કર્મોનો ક્ષય કરી ઉત્તમ ગતિ પામે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 359 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तम्हा सुयमहिट्ठेज्जा उत्तमट्ठगवेसए । जेणप्पाणं परं चेव सिद्धिं संपाउणेज्जासि ॥ –त्ति बेमि ॥

Translated Sutra: ઉત્તમાર્થ ગવેષક મુનિ શ્રુતનો આશ્રય લે જેનાથી તે પોતે અને બીજાને પણ સિદ્ધિ અપાવી શકે તેમ હું કહું છું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 360 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सोवागकुलसंभूओ गुणुत्तरधरो मुनी । हरिएसबलो नाम आसि भिक्खू जिइंदिओ ॥

Translated Sutra: હરિકેશબલ ચાંડાલકુલમાં ઉત્પન્ન થયા, તો પણ જ્ઞાનાદિ ઉત્તમ ગુણોના ધારક અને જિતેન્દ્રિય ભિક્ષુ હતા.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 458 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] धनेन किं धम्मधुराहिगारे सयनेण वा कामगुणेहि चेव । समणा भविस्सामु गुणोहधारी बहिंविहारा अभिगम्म भिक्खं ॥

Translated Sutra: જેને ધર્મની ધુરાને વહન કરવાનો અધિકાર પ્રાપ્ત છે, તેને ધન, સ્વજન, ઐન્દ્રિય વિષયોનું શું પ્રયોજન છે ? અમે તો ગુણ સમૂહના ધારક, અપ્રતિબદ્ધ વિહારી, શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનારા શ્રમણ બનીશું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२२ रथनेमीय

Gujarati 797 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सोरियपुरंमि नयरे आसि राया महिड्ढिए । वसुदेवे त्ति नामेणं रायलक्खणसंजुए ॥

Translated Sutra: સૂત્ર– ૭૯૭. સૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાન ઋદ્ધિ સંપન્ન વસુદેવ નામે રાજા હતો. સૂત્ર– ૭૯૮. તેને રોહિણી અને દેવકી નામે બે પત્નીઓ હતી. તેમને અનુક્રમે રામ અને કેશવ (કૃષ્ણ) નામે પ્રિય પુત્ર હતા. સૂત્ર– ૭૯૯. સૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાઋદ્ધિ સંપન્ન સમુદ્રવિજય નામે રાજા હતો. સૂત્ર– ૮૦૦. તેને શિવા
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२२ रथनेमीय

Gujarati 828 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सा पव्वइया संती पव्वावेसी तहिं बहुं । सयणं परियणं चेव सीलवंता बहुस्सुया ॥

Translated Sutra: સૂત્ર– ૮૨૮. શીલવતી અને બહુશ્રુતા રાજીમતિએ પ્રવ્રજિત થઈને પોતાની સાથે ઘણા સ્વજનો તથા પરિજનોને પણ પ્રવ્રજિત કરાવ્યા. સૂત્ર– ૮૨૯. તેણી રૈવતક પર્વત ઉપર જઈ રહ્યા હતા. વચ્ચે જ વરસાદથી ભીંજાઈ ગયા. વર્ષા ચાલુ હતી, અંધકાર છવાયેલો હતો. એ સ્થિતિમાં તેણી ગુફામાં ગયા. સૂત્ર– ૮૩૦. સૂકવવાને માટે પોતાના વસ્ત્રો ફેલાવતા રાજીમતિને
Vanhidasha વહ્નિદશા Ardha-Magadhi

अध्ययन-१ निषध

Gujarati 3 Sutra Upang-12 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं पंचमस्स वग्गस्स वण्हिदसाणं दुवालस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स वण्हिदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं बारवई नामं नयरी होत्था–दुवालसजोयणायामा नवजोयणवित्थिण्णा जाव पच्चक्खं देवलोयभूया पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा। तीसे णं बारवईए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए, एत्थ णं रेवतए नामं पव्वए होत्था–तुंगे गगनतलमनुलिहंत-सिहरे नानाविहरुक्ख-गुच्छ-गुम्म-लया-वल्ली-परिगयाभिरामे हंस-मिय-मयूर-कोंच-सारस-चक्कवाग-मदनसाला-कोइलकुलोववेए

Translated Sutra: ભગવન્‌ ! શ્રમણ ભગવંત મહાવીરે પાંચમાં વર્ગ ‘વૃષ્ણિદશા’ના પહેલાં અધ્યયનનો શો અર્થ કહેલ છે ? હે જંબૂ ! તે કાળે તે સમયે દ્વારવતી નગરી હતી. બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી યાવત્‌ પ્રત્યક્ષ દેવલોકરૂપ, પ્રાસાદીય – દર્શનીય – અભિરૂપ – પ્રતિરૂપ હતી. તે દ્વારવતી બહાર ઇશાન દિશામાં રૈવત નામે પર્વત હતો. ઊંચો, ગગનતલને સ્પર્શતા
Vipakasutra વિપાકશ્રુતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१ दुःख विपाक

अध्ययन-३ अभग्नसेन

Gujarati 19 Sutra Ang-11 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से विजए चोरसेनावई बहूणं चोराण य पारदारियाण य गंठिभेयगाण य संधिच्छेयगाण य खंडपट्टाण य, अन्नेसिं च बहूणं छिण्ण भिण्ण बाहिराहियाणं कुडंगे यावि होत्था। तए णं से विजए चोरसेनावई पुरिमतालस्स नयरस्स उत्तरपुरत्थिमिल्लं जणवयं बहूहिं गामघाएहिं य नगरघाएहिं य गोग्गहणेहि य बंदिग्गहणेहि य पंथकोट्टेहि य खत्तखणणेहि य ओवीलेमाणे-ओवीलेमाणे विहम्मेमाणे-विहम्मेमाणे तज्जेमाणे-तज्जेमाणे तालेमाणे-तालेमाणे नित्थाणे निद्धणे निक्कणे करेमाणे विहरइ, महब्बलस्स रन्नो अभिक्खणं-अभिक्खणं कप्पायं गेण्हइ। तस्स णं विजयस्स चोरसेनावइस्स खंदसिरी नामं भारिया होत्था–अहीनपडिपुण्ण-पंचिंदिय-सरीरा। तस्स

Translated Sutra: ત્યારે તે ચોર સેનાપતિ, ઘણા ચોરો, પારદારિકો, ગ્રંથિભેદકો, સંધિ છેદકો, વસ્ત્રખંડ ધારકો તથા બીજા પણ ઘણા છેદી – ભેદીને બહીષ્કૃત્‌ કરાયેલા માટે કુડંગ સમાન હતો. પછી તે વિજય ચોરસેનાપતિ પુરિમતાલ નગરના ઉત્તર – પૂર્વીય જનપદના ઘણા ગામ – નગરનો ઘાતક, ગાય આદિના ગ્રહણ વડે, બંદીગ્રહણ વડે, પંથકોટ્ટ અને ખાતર પાડનાર વડે પીડા
Vipakasutra વિપાકશ્રુતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१ दुःख विपाक

अध्ययन-६ नंदिसेन्न

Gujarati 29 Sutra Ang-11 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं पंचमस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, छट्ठस्स णं भंते! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं के अट्ठे पन्नत्ते? तए णं से सुहम्मे अनगारे जंबू अनगारं एवं वयासी–एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं महुरा नामं नयरी। भंडीरे उज्जाने। सुदरिसणे जक्खे। सिरिदामे राया। बंधुसिरी भारिया। पुत्ते नंदिवद्धने कुमारे–अहीन पडिपुण्ण पंचिंदियसरीरे जुवराया। तस्स सिरिदामस्स सुबंधू नामं अमच्चे होत्था–साम दंड भेय उवप्पयाणनीति सुप्पउत्त नयविहण्णू। तस्स णं सुबंधुस्स अमच्चस्स बहुमित्तपुत्ते नामं दारए होत्था–अहीन पडिपुण्ण

Translated Sutra: ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્‌ દુઃખવિપાકના પાચમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો છટ્ઠાનો યાવત્‌ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું – હે જંબૂ ! તે કાળે, તે સમયે મથુરા નામે નગરી હતી. ભંડીર ઉદ્યાન હતું, ત્યાં સુદર્શન યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં શ્રીદામ રાજા, બંધુશ્રી રાણી,
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 34 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो चेव अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, जत्थेव संभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागमं, तस्संतियं आलोएज्जा जाव पायच्छित्तं पडिवज्जेज्जा। नो चेव संभोइयं साहम्मियं बहुस्सुयं बब्भागमं पासेज्जा, जत्थेव अन्नसंभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागमं, तस्संतियं आलोएज्जा जाव पायच्छित्तं पडिवज्जेज्जा। नो चेव अन्नसंभोइयं साहम्मियं बहुस्सुयं बब्भागमं पासेज्जा, जत्थेव सारूवियं पासेज्जा बहुस्सुयं बब्भागमं, तस्संतियं आलोएज्जा जाव पायच्छित्तं पडिवज्जेज्जा। नो चेव सारूवियं बहुस्सुयं बब्भागमं पासेज्जा, जत्थेव समणोवासगं पच्छाकडं पासेज्जा बहुस्सुयं

Translated Sutra: જો તેમના આચાર્ય કે ઉપાધ્યાય ન મળે તો જ્યાં કોઈ સાંભોગિક એક માંડલીવાળા. સાધર્મિક સાધુ મળે કે જે બહુશ્રુત અને બહુ આગમજ્ઞ હોય, તેની પાસે આલોચના કરે યાવત્‌ તપ સ્વીકારે. જો સાંભોગિક સાધર્મિક બહુશ્રુત – બહુઆગમજ્ઞ હોય તેની પાસે જઈને આલોચના કરે યાવત્‌ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે. જો અન્ય સાંભોગિક સાધર્મિક બહુશ્રુત
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 68 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] तिवासपरियाए समणे निग्गंथे आयारकुसले संजमकुसले पवयणकुसले पन्नत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे असबलायारे अभिन्नायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहन्नेणं आयारपकप्पधरे कप्पइ उवज्झायत्ताए उद्दिसित्तए।

Translated Sutra: ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને ઉપગ્રહ કરવામાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્લિષ્ટ આચારવાળા હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય, ઓછામાં ઓછું આચારપ્રકલ્પધર હોય તો તેને ઉપાધ્યાય પદ દેવું કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 70 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] पंचवासपरियाए समणे निग्गंथे आयारकुसले संजमकुसले पवयणकुसले पन्नत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे असबलायारे अभिन्नायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहन्नेणं दसा-कप्प-ववहारधरे कप्पइ आयरियउवज्झायत्ताए उद्दिसित्तए।

Translated Sutra: પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ જો ઉક્ત આચાર – સંયમાદિમાં કુશળ હોય, અક્ષતાદિ આચાર – વાળા હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય તથા ઓછામાં ઓછા દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રના ધારક હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 72 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] अट्ठवासपरियाए समणे निग्गंथे आयारकुसले संजमकुसले पवयणकुसले पन्नत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे असबलायारे अभिन्नायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहन्नेणं ठाणसमवायधरे कप्पइ आयरियत्ताए उवज्झायत्ताए पवत्तित्ताए थेरत्ताए गणित्ताए गणावच्छेइयत्ताए उद्दिसित्तए।

Translated Sutra: આઠ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ, ઉપગ્રહમાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્લિષ્ટ આચારી હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય અને ઓછામાં ઓછું સ્થાનાંગ – સમવાયાંગ સૂત્રના ધારક હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક પદ દેવું કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 88 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] भिक्खू य बहुस्सुए बब्भागमे बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ એક સાધુ અનેક પ્રગાઢ કારણોથી જો અનેક વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 89 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] गणावच्छेइए बहुस्सुए बब्भागमे बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ એક ગણાવચ્છેદક અનેક પ્રગાઢ કારણે અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપ આચરણથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 90 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए बहुस्सुए बब्भागमे बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ એક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણે અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપ આચરણથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 91 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] बहवे भिक्खुणो बहुस्सुया बब्भागमा बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो कप्पई आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક સાધુ અનેક પ્રગાઢ કારણોથી જો અનેક વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 92 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] बहवे गणावच्छेइया बहुस्सुया बब्भागमा बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, तेसिं तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક ગણાવચ્છેદક અનેક પ્રગાઢ કારણે અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપ આચરણથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 93 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] बहवे आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણે અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપ આચરણથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 94 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] बहवे भिक्खुणो बहवे गणावच्छेइया बहवे आयरिय-उवज्झाया बहुस्सुया बब्भागमा बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક સાધુ અને ગણાવચ્છેદક અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણો હોવાથી જો અનેકવાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેઓને ઉક્ત કારણોથી યાવજ્જીવન આચાર્ય – ઉપાધ્યાય – ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું નહીં કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 112 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] भिक्खू य गणाओ अवक्कम्म अन्नं गणं उवसंपज्जित्ताणं विहरेज्जा तं च केइ साहम्मिए पासित्ता वएज्जा–कं अज्जो! उवसंपज्जित्ताणं विहरसि? जे तत्थ सव्वराइणिए तं वएज्जा। राइणिए तं वएज्जा–अह भंते! कस्स कप्पाए? जे तत्थ सव्वबहुसए तं वएज्जा, जं वा से भगवं वक्खइ तस्स आणा-उववाय वयणनिद्देसे चिट्ठिस्सामि।

Translated Sutra: વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિને માટે જો કોઈ સાધુ પોતાનો ગણ છોડીને બીજા ગણને સ્વીકાર કરી વિચરતો હોય તે સમયે તેને જો કોઈ સ્વધર્મી સાધુ મળે અને પૂછે કે – હે આર્ય ! તમે કોની નિશ્રામાં વિચરો છો ? ત્યારે તે એ ગણમાં જે દીક્ષામાં સૌથી મોટા હોય તેનું નામ કહે. જો તે ફરી પૂછે કે હે ભદંત ! કયા બહુશ્રુતની મુખ્યતામાં રહેલા છો ? ત્યારે
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 148 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] भिक्खू य इच्छेज्जा नायविहिं एत्तए, नो से कप्पइ थेरे अनापुच्छित्ता नायविहिं एत्तए, कप्पइ से थेरे आपुच्छित्ता नायविहिं एत्तए। थेरा य से वियरेज्जा, एवं से कप्पइ नायविहिं एत्तए। थेरा य से नो वियरेज्जा, एवं से नो कप्पइ नायविहिं एत्तए। जं तत्थ थेरेहिं अविइण्णे नायविहिं एइ, से संतरा छेए वा परिहारे वा। नो से कप्पइ अप्पसुयस्स अप्पागमस्स एगाणियस्स नायविहिं एत्तए। कप्पइ से जे तत्थ बहुस्सुए बब्भागमे तेण सद्धिं नायविहिं एत्तए। तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते चाउलोदणे, पच्छाउत्ते भिलिंगसूवे, कप्पइ से चाउलोदणे पडिग्गाहेत्तए, नो से कप्पइ भिलिंगसूवे पडिग्गाहेत्तए। तत्थ

Translated Sutra: વર્ણન સંદર્ભ: વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૪૮થી ૧૫૯ એટલે કે કુલ – ૧૨ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: જો કોઈ સાધુ સ્વજનોને ઘેર ગૌચરી જવા ઇચ્છે તો... સ્થવિરોને પૂછ્યા વિના જવું ન કલ્પે. સ્થવિરોને પૂછીને જવું કલ્પે. સ્થવિર આજ્ઞા આપે તો સ્વજનોને ઘેર જવું કલ્પે છે અને જો આજ્ઞા ન આપે તો કલ્પતુ
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 153 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव सन्निवेसंसि वा अभिनिव्वगडाए अभिनिदुवाराए अभिनिक्खमण-पवेसाए नो कप्पइ बहुसुयस्स बब्भागमस्स एगाणियस्स भिक्खुस्स वत्थए, किमंग पुणं अप्पागमस्स अप्पसुयस्स?

Translated Sutra: ગામ યાવત્‌ રાજધાનીમાં અનેક વાડવાળા અનેક નિષ્ક્રમણ પ્રવેશવાળા ઉપાશ્રયમાં એકલા રહેવું બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 154 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव सन्निवेसंसि वा एगवगडाए एगदुवाराए एगनिक्खमण-पवेसाए कप्पइ बहुसुयस्स बब्भागमस्स एगाणियस्स भिक्खुस्स वत्थए उभओ कालं भिक्खुभावं पडिजागरमाणस्स।

Translated Sutra: ગામ યાવત્‌ રાજધાનીમાં એક વાડવાળા એક દ્વારવાળા, એક નિષ્ક્રમણ પ્રવેશવાળા ઉપાશ્રયમાં બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને, બંને સમય જો તેઓ સંયમ ભાવની જાગૃતિ રાખવાપૂર્વક રહે તો તેઓને એકલું રહેવું કલ્પે છે.
Showing 101 to 150 of 139 Results