Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 286 | View Detail | ||
Mool Sutra: श्रद्धां नगरं कृत्वा, तपःसंवरमर्गलाम्।
क्षान्तिं निपुणप्राकारं, त्रिगुप्तं दुष्प्रधर्षकम्।।२५।। Translated Sutra: શ્રદ્ધા એ નગર છે, તપ અને સંવર તેનાં દ્વાર અને સાંકળ છે. ક્ષમારૂપી અજેય અને સુરક્ષિત એવો તેનો કોટ છે. તપરૂપ બાણો વડે કર્મરાજાનું બખ્તર ભેદી આંતરિક સંગ્રામમાં વિજયી થનાર મુનિ ભવભ્રમણથી મુક્ત થઈ જાય છે. સંદર્ભ ૨૮૬-૨૮૭ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२१. साधनासूत्र | Gujarati | 291 | View Detail | ||
Mool Sutra: आहारमिच्छेद् मितमेषणीयं, सखायमिच्छेद् निपुणार्थबुद्धिम्।
निकेतमिच्छेद् विवेकयोग्यं, समाधिकामः श्रमणस्तपस्वी।।४।। Translated Sutra: સમાધિના અભિલાષી તપસ્વી મુનિએ આહાર શુદ્ધ અને પરિમિત ગ્રહણ કરવો, સાથીદાર ચતુર અને વિદ્વાન પસંદ કરવો; નિવાસસ્થાન એકાંતવાળું સ્વીકારવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 339 | View Detail | ||
Mool Sutra: ज्ञानदर्शनसम्पन्नं, संयमे च तपसि रतम्।
एवं गुणसमायुक्तं, संयतं साधुमालपेत्।।४।। Translated Sutra: જે જ્ઞાન અને દર્શનથી સંપન્ન હોય, સંયમ અને તપમાં લીન હોય, સાધુને યોગ્ય ગુણથી યુક્ત હોય તેવા સંયમીને જ સાધુ કહેવા જોઈએ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 341 | View Detail | ||
Mool Sutra: समतया श्रमणो भवति, ब्रह्मचर्येण ब्राह्मणः।
ज्ञानेन च मुनिर्भवति, तपसा भवति तापसः।।६।। Translated Sutra: સમતાથી શ્રમણ બનાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. જ્ઞાન વડે મુનિ થઈ શકાય અને તપથી તાપસ થવાય. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 352 | View Detail | ||
Mool Sutra: अहो नित्यं तपःकर्मं, सर्वबुद्धैर्वर्णितम्।
यावल्लज्जासमा वृत्तिः, एकभक्तं च भोजनम्।।१७।। Translated Sutra: સંયમના નિર્વાહ પૂરતી જરૂરિયાતો રાખવી અને એક વાર ભોજન કરવું. અહો, જ્ઞાનીઓએ આ કેવો સુંદર નિત્ય તપ બતાવ્યો છે! | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 439 | View Detail | ||
Mool Sutra: यत्र कषायनिरोधो, ब्रह्म जिनपूजनम् अनशनं च।
तत् सर्वं चैव तपो, विशेषतः मुग्धलोके।।१।। Translated Sutra: જેમાં કષાયોને અંકુશમાં લેવાતા હોય, બ્રહ્મચર્યપાલન હોય, જિનપૂજન હોય અને આહારનો(આંશિક અથવા સંપૂર્ણ) ત્યાગ હોય એ સઘળું તપ છે અને તે પ્રાથમિક કક્ષાના આત્માઓ માટે વિશેષ ઉપયોગી છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 440 | View Detail | ||
Mool Sutra: तत् तपो द्विविधं उक्तं, बाह्यमाभ्यन्तरं तथा।
बाह्यं षड्विधं उक्तं, एवमाभ्यन्तरं तपः।।२।। Translated Sutra: તપના બે પ્રકાર છે - બાહ્ય અને આભ્યંતર. બાહ્ય તપ છ જાતનો અને આભ્યંતર તપ પણ છ જાતનો છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 441 | View Detail | ||
Mool Sutra: अनशनमूनोदरिका, भिक्षाचर्या च रसपरित्यागः।
कायक्लेशः संलीनता च, बाह्यं तपो भवति।।३।। Translated Sutra: અનશન, ઊણોદરી, ભિક્ષાચર્યા અથવા વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ, સંલીનતા - આ છ પ્રકારનો બાહ્યતપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 442 | View Detail | ||
Mool Sutra: कर्मणां निर्जरार्थम्, आहारं परिहरति लीलया।
एकदिनादिप्रमाणं, तस्य तपः अनशनं भवति।।४।। Translated Sutra: કર્મોની નિર્જરા અર્થે એક દિવસ માટે કે વધુ દિવસ માટે (અથવા એક - બે ટંક માટે) સરળતાથી આહારનો ત્યાગ કરવો એ અનશન તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 443 | View Detail | ||
Mool Sutra: ये प्रतनुभक्तपानाः, श्रुतहेतोस्ते तपस्विनः समये।
यच्च तपः श्रुतहीनं, बाह्यः स क्षुदाधारः।।५।। Translated Sutra: શ્રુતાભ્યાસ માટે જે વ્યક્તિ અલ્પ આહાર લે છે તેને સિધ્ધાંતમાં તપસ્વી કહ્યો છે. જે તપની સાથે જ્ઞાન નથી તે કેવળ ભૂખે મરવાની વાત છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 444 | View Detail | ||
Mool Sutra: तद् नाम अनशनतपो, येन मनोऽमङ्गलं न चिन्तयति।
येन नेन्द्रियहानि-र्येन च योगा न हीयन्ते।।६।। Translated Sutra: અનશન તપ તેને જ કહી શકાય જેમાં મનમાં ખોટા વિચાર ન આવે, ઈન્દ્રિયોને નુકશાન ન થાય અને મન-વચન-કાયાની પ્રવૃત્તિને વાંધો ન આવે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 445 | View Detail | ||
Mool Sutra: बलं स्थाम च प्रेक्ष्य श्रद्धाम् आरोग्यम् आत्मनः।
क्षेत्रं कालं च विज्ञाय तथा आत्मानं नियुञ्जीत।।७।। Translated Sutra: પોતાનાં બળ, દૃઢતા, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળને બરાબર જોઈ-વિચારીને યોગ્ય રીતે તપમાં જોડાવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 446 | View Detail | ||
Mool Sutra: उपशमनम् अक्षाणाम्, उपवासः वर्णितः समासेन।
तस्मात् भुञ्जानाः अपि च, जितेन्द्रियाः भवन्ति उपवासाः।।८।। Translated Sutra: ઈન્દ્રિયોની ઉપશાંતિ એ જ ઉપવાસ છે. માટે જેઓ જિતેન્દ્રિય છે તે ભોજન કરતા હોય ત્યારે પણ ઉપવાસી છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 447 | View Detail | ||
Mool Sutra: षष्ठाष्टमदशमद्वादशै-रबहुश्रुतस्य या शुद्धिः।
ततो बहुतरगुणणिता, भवेत् जिमितस्य ज्ञानिनः।।९।। Translated Sutra: બે ઉપવાસ, ત્રણ ઉપવાસ કે તેથી વધારે ઉપવાસોથી અજ્ઞાનીને જેટલી શુદ્ધિ થાય તેનાથી ઘણી વધારે શુદ્ધિ રોજ જમનારા જ્ઞાનીને થાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 448 | View Detail | ||
Mool Sutra: यो यस्य त्वाहारः, ततोऽवमं तु यः कुर्यात्।
जघन्येनैकसिक्थादि, एवं द्रव्येण तु भवेत्।।१०।। Translated Sutra: જે વ્યક્તિનો જેટલો (એક ટંકનો) આહાર હોય તેનાથી એક કોળિયો અથવા વધુ કોળિયા ઓછાં ખાય એ ઊણોદરી તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 449 | View Detail | ||
Mool Sutra: गोचरप्रमाणदायक-भाजननानाविधानं यद् ग्रहणम्।
तथा एषणीयस्य ग्रहणं, विविधस्य च वृत्तिपरिसंख्या।।११।। Translated Sutra: મુનિ પોતાની ગોચરીનું પ્રમાણ બાંધે, એવી રીતે ઘરનું, દાન દેનારી વ્યક્તિઓનું, પાત્રનું અથવા વસ્તુનું અમુક પ્રમાણ અગાઉથી ધારી લે અને (ગોચરી જતી વખતે) શુદ્ધ વસ્તુનું જ ગ્રહણ કરે તે વૃત્તિસંક્ષેપ અથવા ભિક્ષાચર્યા તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 450 | View Detail | ||
Mool Sutra: क्षीरदधिसर्पिरादि, प्रणीतं पानभोजनम्।
परिवर्जनं रसानां तु, भणितं रसविवर्जनम्।।१२।। Translated Sutra: દૂધ, દહીં, ઘી વગેરે રસ, પૌષ્ટિક ખાન-પાન અને સ્વાદનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 451 | View Detail | ||
Mool Sutra: एकान्तेऽनापाते, स्त्रीपशुविवर्जिते।
शयनासनसेवनता,विविक्तशयनासनम्।।१३।। Translated Sutra: એકાંતવાળા, લોકોની અવરજવર વિનાના, સ્ત્રી-પુરુષ-પશુ વગેરેથી રહિત સ્થાનમાં બેસવું, સૂવું, રહેવું એ વિવિક્તશય્યાસન (સંલીનતા) તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 452 | View Detail | ||
Mool Sutra: स्थानानि वीरासनादीनि, जीवस्य तु सुखावहानि।
उग्राणि यथा धार्यन्ते, कायक्लेशः स आख्यातः।।१४।। Translated Sutra: યોગ્ય સ્થળે વીરાસન વગેરે આત્મહિતકારી કષ્ટમય આસનો ધારણ કરી કાયાને કેળવવી એ કાયક્લેશ તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 453 | View Detail | ||
Mool Sutra: सुखेन भावितं ज्ञानं, दुःखे जाते विनश्यति।
तस्मात् यथाबलं योगी, आत्मानं दुःखैर्भावयेत्।।१५।। Translated Sutra: સુખી સ્થિતિમાં મેળવેલું જ્ઞાન દુઃખની સ્થિતિમાં નકામું થઈ જાય છે. માટે સાધકે પોતાની શક્તિ અનુસાર દુઃખ-કષ્ટ અપનાવીને પોતાની જાતને કેળવવી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 454 | View Detail | ||
Mool Sutra: न दुःखं न सुखं वाऽपि, यथाहेतु चिकित्सति।
चिकित्सते सुयुक्तस्य, दुःखं वा यदि वा सुखम्।।१६।। Translated Sutra: રોગીની ચિકિત્સા કરાતી હોય ત્યારે રોગીને કષ્ટ પણ થાય અથવા સુખ પણ થાય. ચિકિત્સા કરવાનો હેતુ (તાત્કાલિક) સુખ કે દુઃખનો નથી. એવી રીતે મોહનો ક્ષય કરવા તત્પર સાધકને કષ્ટ પડે અથવા સુખ લાગે, પણ તેનો ઉદ્દેશ (તાત્કાલિક) સુખ કે દુઃખ પ્રાપ્ત કરવાનો નથી. (ચિ સંદર્ભ ૪૫૪-૪૫૫ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 455 | View Detail | ||
Mool Sutra: मोहक्षये तु युक्तस्य, दुःखं वा यदि वा सुखम्।
मोहक्षये यथाहेतु, न दुःखं नाऽपि वा सुखम्।।१७।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૪૫૪; સંદર્ભ ૪૫૪-૪૫૫ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 456 | View Detail | ||
Mool Sutra: प्रायश्चित्तं विनयः, वैयावृत्य तथैव स्वाध्यायः।
ध्यानं च व्युत्सर्गः, एतदाभ्यन्तरं तपः।।१८।। Translated Sutra: પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ - આ છ પ્રકારનો આભ્યંતર તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 457 | View Detail | ||
Mool Sutra: व्रत-समिति-शील-संयम-परिणामः करणनिग्रहो भावः।
स भवति प्रायश्चित्तम्, अनवरतं चैव कर्तव्यः।।१९।। Translated Sutra: વ્રત, સમિતિ, શીલ અને સંયમના પાલનની વૃત્તિ અને ઈન્દ્રિયોને અંકુશમાં રાખવાની કોશીશ એ પ્રાયશ્ચિત્ત તપ છે અને તે હમેશાં કરવા યોગ્ય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 458 | View Detail | ||
Mool Sutra: क्रोधादि-स्वकीयभाव-क्षयप्रभृति-भावनायां निग्रहणम्।
प्रायश्चित्तं भणितं, निजगुणचिन्ता च निश्चयतः।।२०।। Translated Sutra: ક્રોધાદિ ભાવોના ક્ષય અથવા ઉપશમનો અભ્યાસ કરવો અથવા નિજગુણના ચિંતનમાં જોડાવું એ નિશ્ચયદૃષ્ટિનો પ્રાયશ્ચિત્ત તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 459 | View Detail | ||
Mool Sutra: अनन्तानन्तभवेन, समर्जित-शुभाशुभकर्म्मसन्दोहः।
तपश्चरणेन विनश्यति, प्रायश्चित्तं तपस्तस्मात्।।२१।। Translated Sutra: અનંત ભવોમાં ઉપાર્જિત કરેલા શુભ-અશુભ કર્મોના સમૂહ તપથી નાશ પામે છે માટે એને પ્રાયશ્ચિત્ત કહ્યું છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 460 | View Detail | ||
Mool Sutra: आलोचना प्रतिक्रमणं, उभयविवेकः तथा व्युत्सर्गः।
तपश्च्छेदो मूलमपि च, परिहारः चैव श्रद्धानं।।२२।। Translated Sutra: પ્રાયશ્ચિત્ત તપ દશ પ્રકારનો છે : આલોચના, પ્રતિક્રમણ, ઉભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, પરિહાર તથા શ્રદ્ધા. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 461 | View Detail | ||
Mool Sutra: अनाभोगकृतं कर्मं, यत्किमपि मनसा कृतम्।
तत्सर्वमालोचयेत् खलु अव्याक्षिप्तेन चेतसा।।२३।। Translated Sutra: જે દોષ અજાણતાં થઈ ગયાં હોય અને જે જાણી-જોઈને સેવ્યાં હોય તે બધા દોષોને ગુરુ સમક્ષ સરળભાવે નિવેદન કરવાં એ આલોચના છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 462 | View Detail | ||
Mool Sutra: यथा बालो जल्पन्, कार्यमकार्यं च ऋजुकं भणति।
तत् तथाऽऽलोचयेन्मायामदविप्रमुक्त एव।।२४।। Translated Sutra: જેમ બાળક સારી-ખોટી વાતોને સરળભાવે બોલી નાખે છે તેમ કપટ અને અભિમાન તજીને પોતાના દોષોની આલોચના કરવી જોઈએ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 463 | View Detail | ||
Mool Sutra: यथा कण्टकेन विद्धः, सर्वाङ्गे वेदनार्दितो भवति।
तथैव उद्धृते तु निश्शल्यो निर्वृतो भवति।।२५।। Translated Sutra: જેમ પગમાં કાંટો લાગતાં આખા શરીરમાં વેદના અનુભવાય છે અને કાંટો કાઢી લેવાય ત્યારે શલ્યરહિત થવાથી શાંતિ અનુભવાય છે; તેમ જેણે દોષો પ્રગટ નથી કર્યા તે કપટી આત્મા અંતરથી બેચેન રહે છે અને જો દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરે તો તે શુદ્ધ થવાથી શાંતિ અનુભવે છે. સંદર્ભ ૪૬૩-૪૬૪ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 464 | View Detail | ||
Mool Sutra: एवमनुद्धृतदोषो, मायावी तेन दुःखितो भवति।
स एव त्यक्तदोषः, सुविशुद्धो निर्वृतो भवति।।२६।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૪૬૩; સંદર્ભ ૪૬૩-૪૬૪ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 465 | View Detail | ||
Mool Sutra: यः पश्यत्यात्मानं, समभावे संस्थाप्य परिणामम्।
आलोचनमिति जानीत, परमजिनेन्द्रस्योपदेशम्।।२७।। Translated Sutra: ચિત્તવૃત્તિને સમભાવમાં સ્થિર કરીને આત્મનિરીક્ષણ કરવું. તે જિનેશ્વરે કહેલો નિશ્ચયદૃષ્ટિનો આલોચના તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 466 | View Detail | ||
Mool Sutra: अभ्युत्थानमञ्जलिकरणं, तथैवासनदानम्।
गुरुभक्तिभावशुश्रूषा, विनय एष व्याख्यातः।।२८।। Translated Sutra: ગુરુ અને વડીલ આવે ત્યારે ઊભા થવું, હાથ જોડવા, એમને ઊંચા આસને બેસાડવા, ભાવપૂર્વક તેમની સેવાભક્તિ કરવી એ વિનયતપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 467 | View Detail | ||
Mool Sutra: दर्शनज्ञाने विनय-श्चारित्रतप-औपचारिको विनयः।
पञ्चविधः खलु विनयः, पञ्चमगतिनायको भणितः।।२९।। Translated Sutra: દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય, ઔપચારિકવિનય - આ પાંચ પ્રકારનો વિનયતપ છે, જે પંચમ ગતિ અર્થાત્ મોક્ષમાં લઈ જાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 468 | View Detail | ||
Mool Sutra: एकस्मिन् हीलिते, हीलिता भवन्ति सर्वे।
एकस्मिन् पूजिते, पूजिता भवन्ति सर्वे।।३०।। Translated Sutra: એકના અપમાનમાં બધાનું અપમાન છે, એકની પૂજામાં સર્વની પૂજા આવી જાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 469 | View Detail | ||
Mool Sutra: विनयः शासने मूलं, विनीतः संयतः भवेत्।
विनयात् विप्रमुक्तस्य, कुतो धर्मः कुतः तपः?।।३१।। Translated Sutra: વિનય ધર્મનું મૂળ છે; વિનયી આત્મા જ ચારિત્રવાન બને છે. વિનયરહિતને ધર્મ ક્યાંથી અને તેને તપ પણ ક્યાંથી હોય? | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 470 | View Detail | ||
Mool Sutra: विनयो मोक्षद्वारं, विनयात् संयमस्तपो ज्ञानम्।
विनयेनाराध्यते, आचार्यः सर्वसंघश्च।।३२।। Translated Sutra: વિનય મોક્ષનું દ્વાર છે. વિનયથી જ સંયમ, તપ કે જ્ઞાન સાંપડે છે. ગુરુ અને સકળ સંઘની આરાધના વિનય વડે થાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 471 | View Detail | ||
Mool Sutra: विनयाधीताः विद्याः, ददति फलं इह परत्र च लोके।
न फलन्ति विनयहीनाः, सस्यानीव तोयहीनानि।।३३।। Translated Sutra: વિનયપૂર્વક મેળવેલી વિદ્યા આ લોક અને પરલોકમાં ફળદાયી થાય છે. પાણી વગર અનાજ પાકતું નથી તેમ વિનય વગરની વિદ્યા ફળતી નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 472 | View Detail | ||
Mool Sutra: तस्मात् सर्वप्रयत्ने, विनीतत्वं मा कदाचित् छर्दयेत्।
अल्पश्रुतोऽपि च पुरुषः, क्षपयति कर्माणि विनयेन।।३४।। Translated Sutra: માટે કોઈપણ રીતે વિનય કદી ન છોડવો. વિનયવાન વ્યક્તિ, ઓછું ભણી શકે તોય વિનય દ્વારા કર્મોને ખપાવી શકે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 473 | View Detail | ||
Mool Sutra: शय्यावकाशनिषद्या, तथा उपधिप्रतिलेखनाभिः उपगृहीते।
आहारौषधवाचना-विकिंचनं वन्दनादिभिः।।३५।। Translated Sutra: પથારી, આવાસ, આસન, ઉપયોગી ઉપકરણો આપીને સહાયક થવું, આહાર-ઔષધનું દાન કરવું, પઠન-પાઠનમાં સહાય કરવી, મળ-મૂત્રાદિની સફાઈ કરવી, વંદન કરવા - સાધુ પુરુષોની આ જાતની સેવાને વૈયાવચ્ચ તપ કહે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 474 | View Detail | ||
Mool Sutra: अध्वस्तेनश्वापद-राजनदीरोधनाशिवे अवमे।
वैयावृत्यमुक्तं, संग्रहसंरक्षणोपेतम्।।३६।। Translated Sutra: વિહાર કરવાથી થાકી ગયા હોય, ચોર-હિંસક પશુ-રાજા-નદી વગેરેથી તકલીફમાં મૂકાયા હોય, અકસ્માત - રોગ - દુકાળ વગેરેથી મુશ્કેલીમાં આવી પડ્યા હોય તેમની સંભાળ લેવી, રક્ષા કરવી તે વૈયાવચ્ચ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 475 | View Detail | ||
Mool Sutra: परिवर्तना च वाचना, पृच्छनाऽनुप्रेक्षणा च धर्मकथा।
स्तुतिमङ्गलसंयुक्तः, पञ्चविधो भवति स्वाध्यायः।।३७।। Translated Sutra: વાચના(પાઠ લેવો), પરિવર્તના (શીખેલું ફરી યાદ કરી જવું), પૃચ્છના (પ્રશ્ન કરવાં), અનુપ્રેક્ષા (વિચારવું) અને ધર્મકથા (અન્યને સમજાવવું) - આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય તપ છે. સ્વાધ્યાયના પ્રારંભે મંગળાચરણ કરવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 476 | View Detail | ||
Mool Sutra: पूजादिषु निरपेक्षः, जिनशास्त्रं यः पठति भक्त्या।
कर्ममलशोधनार्थं, श्रुतलाभः सुखकरः तस्य।।३८।। Translated Sutra: માન-સન્માનની અપેક્ષા રાખ્યા વિના, માત્ર કર્મમળની શુદ્ધિ અર્થે ભક્તિપૂર્વક જે વ્યક્તિ જિનશાસ્ત્રનો આભ્યાસ કરે છે તેને શ્રુતજ્ઞાન લાભદાયી બને છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 477 | View Detail | ||
Mool Sutra: स्वाध्यायं जानानः, पञ्चेन्द्रियसंवृतः त्रिगुप्तश्च।
भवति च एकाग्रमनाः, विनयेन समाहितः साधुः।।३९।। Translated Sutra: મુનિ જ્યારે સ્વાધ્યાય-રત હોય છે ત્યારે પાંચે ઈન્દ્રિયના સંયમ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હોય છે. તેનું મન એકાગ્ર થાય છે અને વિનયથી તે ભરપૂર હોય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 478 | View Detail | ||
Mool Sutra: ज्ञानेन ध्यानसिद्धिः ध्यानात् सर्वकर्मनिर्जरणम्।
निर्जरणफलं मोक्षः ज्ञानाभ्यासं ततः कुर्यात्।।४०।। Translated Sutra: જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે, ધ્યાનથી સર્વ કર્મની નિર્જરા થાય છે, નિર્જરાનું પરિણામ મોક્ષ છે માટે હમેશાં જ્ઞાનાભ્યાસ કરવો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 479 | View Detail | ||
Mool Sutra: द्वादशविधेऽपि तपसि, साभ्यन्तरबाह्ये कुशलदृष्टे।
नापि अस्ति नापि च भविष्यति, स्वाध्यायसमं तपःकर्म।।४१।। Translated Sutra: જ્ઞાનીઓએ જણાવેલ બાહ્ય અને આભ્યંતર એમ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન કોઈ તપ છે નહિ અને થશે પણ નહિ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 480 | View Detail | ||
Mool Sutra: शयनासनस्थाने वा, यस्तु भिक्षुर्न व्याप्रियते।
कायस्य व्युत्सर्गः, षष्ठः स परिकीर्तितः।।४२।। Translated Sutra: સૂવું, બેસવું, આવવું - જવું વગેરે સર્વ કાયિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ કાયોત્સર્ગ તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 481 | View Detail | ||
Mool Sutra: देहमति-जाड्यशुद्धिः सुखदुःख-तितिक्षता अनुप्रेक्षा।
ध्यायति च शुभं ध्यानं एकाग्रः कायोत्सर्गे।।४३।। Translated Sutra: કાયોત્સર્ગથી : દેહની જડતા મટે છે - કફ વગેરે ઓછાં થાય છે, મતિની જડતા મટે છે - માનસિક જાગૃતિ કેળવાય છે. સુખ-દુઃખની તિતિક્ષા-સહિષ્ણુતા વધે છે, અનુપ્રેક્ષા થાય છે - ભાવનાઓનો અભ્યાસ થાય છે અને એકાગ્રતાનો વિકાસ થવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 482 | View Detail | ||
Mool Sutra: तेषामपि तपो न शुद्धं, निष्क्रान्ताः ये महाकुलाः।
यद् नैवाऽन्ये विजानन्ति, न श्लोकं प्रवेदयेत्।।४४।। Translated Sutra: પોતાના મોટાં કુળ અને પરિવારને છોડીને જેમણે દીક્ષા લીધી છે તેઓ માન-પ્રતિષ્ઠા માટે તપ કરે તે તપ શુદ્ધ નથી. તપ એવી રીતે કરવો કે જેથી બીજાને ખબર પડે નહિ. તપની પ્રશંસા થાય એવી ઈચ્છા પણ ન રાખવી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 483 | View Detail | ||
Mool Sutra: ज्ञानमयवातसहितं, शीलोज्ज्वलितं तपो मतोऽग्निः।
संसारकरणबीजं,दहति दवाग्निरिव तृणराशिम्।।४५।। Translated Sutra: દાવાનળ જેમ ઘાસના ઢગલાને બાળી નાંખે તેમ, જ્ઞાનરૂપી વાયુ જેની સાથે છે અને શીલથી જે પ્રજ્જ્વલિત થયો છે એવો તપરૂપી અગ્નિ સંસારના બીજભૂત કર્મોને બાળી નાખે છે. |