Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 470 | View Detail | ||
Mool Sutra: विणओ मोक्खद्दारं, विणयादो संजमो तवो णाणं।
विणएणाराहिज्जदि, आइरिओ सव्वसंघो य।।३२।। Translated Sutra: વિનય મોક્ષનું દ્વાર છે. વિનયથી જ સંયમ, તપ કે જ્ઞાન સાંપડે છે. ગુરુ અને સકળ સંઘની આરાધના વિનય વડે થાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 471 | View Detail | ||
Mool Sutra: विणयाहीया विज्जा, देंति फलं इह परे य लोगम्मि।
न फलंति विणयहीणा, सस्साणि व तोयहीणाइं।।३३।। Translated Sutra: વિનયપૂર્વક મેળવેલી વિદ્યા આ લોક અને પરલોકમાં ફળદાયી થાય છે. પાણી વગર અનાજ પાકતું નથી તેમ વિનય વગરની વિદ્યા ફળતી નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 472 | View Detail | ||
Mool Sutra: तम्हा सव्वपयत्ते, विणीयत्तं मा कदाइ छंडेज्जा।
अप्पसुदो वि य पुरिसो, खवेदि कम्माणि विणएण।।३४।। Translated Sutra: માટે કોઈપણ રીતે વિનય કદી ન છોડવો. વિનયવાન વ્યક્તિ, ઓછું ભણી શકે તોય વિનય દ્વારા કર્મોને ખપાવી શકે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 473 | View Detail | ||
Mool Sutra: सेज्जोगासणिसेज्जो, तहोवहिपडिलेहणाहि उवग्गहिदे।
आहारोसहवायण-विकिंचणं वंदणादीहिं।।३५।। Translated Sutra: પથારી, આવાસ, આસન, ઉપયોગી ઉપકરણો આપીને સહાયક થવું, આહાર-ઔષધનું દાન કરવું, પઠન-પાઠનમાં સહાય કરવી, મળ-મૂત્રાદિની સફાઈ કરવી, વંદન કરવા - સાધુ પુરુષોની આ જાતની સેવાને વૈયાવચ્ચ તપ કહે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 474 | View Detail | ||
Mool Sutra: अद्धाणतेणसावद-रायणदीरोधणासिवे ओमे।
वेज्जावच्चं उत्तं, संगहसारक्खणोवेदं।।३६।। Translated Sutra: વિહાર કરવાથી થાકી ગયા હોય, ચોર-હિંસક પશુ-રાજા-નદી વગેરેથી તકલીફમાં મૂકાયા હોય, અકસ્માત - રોગ - દુકાળ વગેરેથી મુશ્કેલીમાં આવી પડ્યા હોય તેમની સંભાળ લેવી, રક્ષા કરવી તે વૈયાવચ્ચ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 475 | View Detail | ||
Mool Sutra: परियट्टणा य वायणा, पडिच्छणाणुवेहणा य धम्मकहा।
थुदिमंगलसंजुत्तो, पंचविहो होइ सज्झाओ।।३७।। Translated Sutra: વાચના(પાઠ લેવો), પરિવર્તના (શીખેલું ફરી યાદ કરી જવું), પૃચ્છના (પ્રશ્ન કરવાં), અનુપ્રેક્ષા (વિચારવું) અને ધર્મકથા (અન્યને સમજાવવું) - આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય તપ છે. સ્વાધ્યાયના પ્રારંભે મંગળાચરણ કરવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 476 | View Detail | ||
Mool Sutra: पूयादिसु णिरवेक्खो, जिण-सत्थं जो पढेइ भत्तीए।
कम्ममल-सोहणट्ठं, सुयलाहो सुहयरो तस्स।।३८।। Translated Sutra: માન-સન્માનની અપેક્ષા રાખ્યા વિના, માત્ર કર્મમળની શુદ્ધિ અર્થે ભક્તિપૂર્વક જે વ્યક્તિ જિનશાસ્ત્રનો આભ્યાસ કરે છે તેને શ્રુતજ્ઞાન લાભદાયી બને છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 477 | View Detail | ||
Mool Sutra: सज्झायं जाणंतो, पंचिंदियसंवुडो तिगुत्तो य।
होइ य एकग्गमणो, विणएण समाहिओ साहू।।३९।। Translated Sutra: મુનિ જ્યારે સ્વાધ્યાય-રત હોય છે ત્યારે પાંચે ઈન્દ્રિયના સંયમ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હોય છે. તેનું મન એકાગ્ર થાય છે અને વિનયથી તે ભરપૂર હોય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 478 | View Detail | ||
Mool Sutra: णाणेण ज्झाणसिज्झी, झाणादो सव्वकम्मणिज्जरणं।
णिज्जरणफलं मोक्खं, णाणब्भासं तदो कुज्जा।।४०।। Translated Sutra: જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે, ધ્યાનથી સર્વ કર્મની નિર્જરા થાય છે, નિર્જરાનું પરિણામ મોક્ષ છે માટે હમેશાં જ્ઞાનાભ્યાસ કરવો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 479 | View Detail | ||
Mool Sutra: बारसविहम्मि वि तवे, सब्भिंतरबाहिरे कुसलदिट्ठे।
न वि अत्थि न वि य होही, सज्झायसमं तवोकम्मं।।४१।। Translated Sutra: જ્ઞાનીઓએ જણાવેલ બાહ્ય અને આભ્યંતર એમ બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન કોઈ તપ છે નહિ અને થશે પણ નહિ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 480 | View Detail | ||
Mool Sutra: सयणासणठाणे वा, जे उ भिक्खू न वावरे।
कायस्स विउस्सग्गो, छट्ठो सो परिकित्तिओ।।४२।। Translated Sutra: સૂવું, બેસવું, આવવું - જવું વગેરે સર્વ કાયિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ કાયોત્સર્ગ તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 481 | View Detail | ||
Mool Sutra: देहमइजड्डसुद्धी, सुहदुक्खतितिक्खया अणुप्पेहा।
झायइ य सुहं झाणं, एगग्गो काउसग्गम्मि।।४३।। Translated Sutra: કાયોત્સર્ગથી : દેહની જડતા મટે છે - કફ વગેરે ઓછાં થાય છે, મતિની જડતા મટે છે - માનસિક જાગૃતિ કેળવાય છે. સુખ-દુઃખની તિતિક્ષા-સહિષ્ણુતા વધે છે, અનુપ્રેક્ષા થાય છે - ભાવનાઓનો અભ્યાસ થાય છે અને એકાગ્રતાનો વિકાસ થવાથી ધ્યાનમાં પ્રગતિ થાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 482 | View Detail | ||
Mool Sutra: तेसिं तु तवो ण सुद्धो, निक्खंता जे महाकुला।
जं नेवन्ने वियाणंति, न सिलोगं पवेज्जइ।।४४।। Translated Sutra: પોતાના મોટાં કુળ અને પરિવારને છોડીને જેમણે દીક્ષા લીધી છે તેઓ માન-પ્રતિષ્ઠા માટે તપ કરે તે તપ શુદ્ધ નથી. તપ એવી રીતે કરવો કે જેથી બીજાને ખબર પડે નહિ. તપની પ્રશંસા થાય એવી ઈચ્છા પણ ન રાખવી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 483 | View Detail | ||
Mool Sutra: नाणमयवायसहिओ, सीलुज्जलिओ तवो मओ अग्गी।
संसारकरणबीयं, दहइ दवग्गी व तणरासिं।।४५।। Translated Sutra: દાવાનળ જેમ ઘાસના ઢગલાને બાળી નાંખે તેમ, જ્ઞાનરૂપી વાયુ જેની સાથે છે અને શીલથી જે પ્રજ્જ્વલિત થયો છે એવો તપરૂપી અગ્નિ સંસારના બીજભૂત કર્મોને બાળી નાખે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२९. ध्यानसूत्र | Gujarati | 492 | View Detail | ||
Mool Sutra: जे इंदियाणं विसया मणुण्णा, न तेसु भावं निसिरे कयाइ।
न याऽमणुण्णेसु मणं पि कुज्जा, समाहिकामे समणे तवस्सी।।९।। Translated Sutra: સમાધિની અભિલાષા ધરનાર તપસ્વી શ્રમણ, ઈન્દ્રિયોને ગમતા વિષયોમાં કદી ખેંચાય નહિ અને ન ગમતા વિષયોને પણ મહત્વ આપે નહિ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | Gujarati | 515 | View Detail | ||
Mool Sutra: पत्तेयं पत्तेयं नियगं, कम्मफलमणुहवंताणं।
को कस्सं जए सयणो ? को कस्स व परजणो भणिओ ?।।११।। Translated Sutra: (એકત્વ.) જ્યાં પ્રત્યેક વ્યક્તિ પોતપોતાનાં કર્મફળ ભોગવે છે એવા આ જગતમાં કોને સ્વજન ગણવો અનો કોને પરજન? | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | Gujarati | 522 | View Detail | ||
Mool Sutra: मणवयणकायगुत्तिं-दियस्स समिदीसु अप्पमत्तस्स।
आसवदारणिरोहे, णवकम्मरयासवो ण हवे।।१८।। Translated Sutra: (સંવર.) મન-વચન-કાયા અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિને અંકુશમાં લાવી, જરૂરી પ્રવૃત્તિમાં પણ અપ્રમત્તપણે જયણા-સાવધાની રાખી જે આત્મા કર્મોને આવવાના દ્વારોને બંધ કરે છે તેને નવાં કર્મોનો આસ્રવ થતો નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | Gujarati | 526 | View Detail | ||
Mool Sutra: माणुस्सं विग्गहं लद्धुं, सुई धम्मस्स दुल्लहा।
जं सोच्चा पविज्जंति तव खंतिमहिंसयं।।२२।। Translated Sutra: (બોધિદુર્લભતા.) માનવજન્મ દુર્લભ છે. એ મળી ગયા પછી જેનાથી અહિંસા, ક્ષમા, તપનો માર્ગ સમજાય એવું ધર્મશ્રવણ દુર્લભ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 609 | View Detail | ||
Mool Sutra: जहा महातलायस्स, सन्निरुद्धे जलागमे।
उस्सिंचणाए तवणाए, कमेण सोसणा भवे।।२२।। Translated Sutra: કોઈ મોટા તળાવમાં પાણીને આવવાનાં રસ્તા બંધ કરી દેવામાં આવે તો બાકીનું પાણી ઉલેચાઈને ખલાસ થઈ જાય છે અથવા તાપથી સોસાઈ જાય છે, એવી જ રીતે, સંયમી પુરુષ નવાં કર્મોને આવવાનાં દ્વાર બંધ કરે છે ત્યારે અનેક જન્મોનાં એકત્ર થયેલાં તેનાં પુરાણાં કર્મો તપ વડે સંદર્ભ ૬૦૯-૬૧૦ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 611 | View Detail | ||
Mool Sutra: तवसा चेव ण मोक्खो, संवरहीणस्स होइ जिणवयणे।
ण हु सोत्ते पविसंते, किसिणं परिसुस्सदि तलायं।।२४।। Translated Sutra: જે સંવરવિહીન હોય તેને માત્ર તપથી મોક્ષ નહિ મળે. જો સરોવરમાં પાણીનું આગમન ચાલુ હોય તો તે તળાવ કદી પુરું સૂકાશે નહિ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३६. सृष्टिसूत्र | Gujarati | 653 | View Detail | ||
Mool Sutra: दुपदेसादी खंधा, सुहुमा वा बादरा ससंठाणा।
पुढविजलतेउवाऊ, सगपरिणामेहिं जायंते।।३।। Translated Sutra: બે પ્રદેશવાળાં કે વધુ પ્રદેશવાળાં સ્કન્ધો પોતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કે વનસ્પતિ વગેરેનું સૂક્ષ્મ કે બાદર(સ્થૂલ) રૂપ ધારણ કરે છે અને આકાર મેળવે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४१. समन्वयसूत्र | Gujarati | 728 | View Detail | ||
Mool Sutra: णिययवयणिज्जसच्चा, सव्वनया परवियालणे मोहा।
ते उण ण दिट्ठसमओ, विभयइ सच्चे व अलिए वा।।७।। Translated Sutra: સર્વ નયો પોતપોતાના વક્તવ્યમાં સાચાં હોય છે; પણ કોઈ નય અન્ય નયના વિષયનો વિરોધ કરવાની શક્તિ ધરાવતો નથી. જેણે શાસ્ત્રનું રહસ્ય જાણ્યું છે તે વ્યક્તિ નયોમાં "આટલાં સાચાં અને આટલાં ખોટાં" એવા વિભાગ પાડતો નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४१. समन्वयसूत्र | Gujarati | 731 | View Detail | ||
Mool Sutra: जमणेगधम्मणो वत्थुणो, तदंसे च सव्वपडिवत्ती।
अंध व्व गयावयवे तो, मिच्छाद्दिट्ठिणो वीसु।।१०।। Translated Sutra: અનેકધર્માત્મક વસ્તુના એક ધર્મને જાણીને "સમગ્ર વસ્તુ જાણી લીધી" એવું માનનારા લોકો, હાથીના એક-એક અવયવને તપાસીને આખો હાથી જાણી લીધાનું માનનારા જન્માંધ લોકોની જેમ, મિથ્યાદૃષ્ટિ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४३. समापनसूत्र | Gujarati | 745 | View Detail | ||
Mool Sutra: एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणुत्तरणाणदंसणधरे।
अरहा नायपुत्ते भगवं, वेसालिए वियाहिए त्ति बेमि।।१।। Translated Sutra: આમ આપ્યો હતો ઉપદેશ એ અનુત્તરજ્ઞાની, અનુત્તરદર્શી, અનુત્તર જ્ઞાન - દર્શનવંત, જ્ઞાતપુત્ર, વૈશાલિક તરીકે પ્રખ્યાત એવા ભગવાન મહાવીરે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४३. समापनसूत्र | Gujarati | 746 | View Detail | ||
Mool Sutra: णहि णूण पुरा अणुस्सुयं, अदुवा तं तह णो समुट्ठियं।
मुणिणा सामाइ आहियं, नाएणं जगसव्वदंसिणा।।२।। Translated Sutra: એ પરમ મુનિએ - સર્વદર્શી જ્ઞાતપુત્ર મહાવીરે સામાયિક ધર્મનો ઉપદેશ આપ્યો હતો, પણ આ જીવે કાં તો તે સાંભળ્યો નથી ને કાં તો તેનું સમ્યક્ આચરણ કર્યું નથી. | |||||||||
Saman Suttam | समणसुत्तं | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
३९. नयसूत्र | Hindi | 700 | View Detail | ||
Mool Sutra: णेगाइं माणाइं, सामन्नोभयविसेसनाणाहं।
जं तेहिं मिणइ तो, णेगमो णओ णेगमाणो त्ति।।११।। Translated Sutra: सामान्यज्ञान, विशेषज्ञान तथा उभयज्ञान रूप से जो अनेक मान लोक में प्रचलित हैं उन्हें जिसके द्वारा जाना जाता है वह नैगम नय है। इसीलिए उसे `नयिकमान' अर्थात् विविधरूप से जानना कहा गया है। રેખાંકિત શબ્દ બરાબર છે કે નહિ તેની તપાસ કરો | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
८. राग-परिहारसूत्र | Gujarati | 74 | View Detail | ||
Mool Sutra: तद् यदीच्छसि गन्तुं, तीरं भवसागरस्य घोरस्य।
तर्हि तपःसंयमभाण्डं, सुविहित ! गृहाण त्वरमाणः।।४।। Translated Sutra: ભયંકર ભવસાગરને પાર કરવાની ઈચ્છા હોય તો હે સુજ્ઞ બંધુ! તપ અને સંયમરૂપી નૌકા જલદી મેળવી લે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 82 | View Detail | ||
Mool Sutra: धर्मः मङ्गलमुत्कृष्टं, अहिंसा संयमः तपः।
देवाः अपि तं नमस्यन्ति, यस्य धर्मे सदा मनः।।१।। Translated Sutra: ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિંસા સંયમ અને તપ એ જ ધર્મ છે. જેનું મન સદા ધર્મમાં લીન રહે છે તેને દેવો પણ નમે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 84 | View Detail | ||
Mool Sutra: उत्तमक्षमामार्दवार्जव-सत्यशौचं च संयमं चैव।
तपस्त्यागः आकिञ्चन्यं, ब्रह्म इति दशविधः धर्मः।।३।। Translated Sutra: પરમ ક્ષમા, પરમ મૃદુતા(માર્દવ), પરમ ઋજુતા(આર્જવ), પરમ સત્ય, પરમ શૌચ, પરમ સંયમ, પરમ તપ, પરમ ત્યાગ, પરમ આકિંચન્ય, પરમ બ્રહ્મચર્ય-આ દશ ઉત્તમ ગુણો એ જ ધર્મ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 88 | View Detail | ||
Mool Sutra: कुलरूपजातिबुद्धिषु, तपः श्रुतशीलेषु गौरवं किञ्चित्।
यः नैव करोति श्रमणः, मार्दवधर्मो भवेत् तस्य।।७।। Translated Sutra: જે શ્રમણ કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શ્રુત, શીલ વગેરેનો ગર્વ કરતો નથી તે ઉત્તમ માર્દવ(નમ્રતા) ધર્મને પામેલો છે એમ સમજવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 96 | View Detail | ||
Mool Sutra: सत्ये वसति तपः, सत्ये संयमः तथा वसन्ति शेषा अपि गुणाः।
सत्यं निबन्धनं हि च, गुणानामुदधिरिव मत्स्यानाम्।।१५।। Translated Sutra: સત્યમાં તપ છે, સત્યમાં સંયમ છે, અને બીજા બધા ગુણો પણ સત્યમાં છે. માછલાંઓને માટે સાગર આધાર છે તેમ સત્ય સર્વ ગુણોનો આધાર છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 102 | View Detail | ||
Mool Sutra: विषयकषाय-विनिग्रहभावं, कृत्वा ध्यानस्वाध्यायान्।
यः भावयति आत्मानं, तस्य तपः भवति नियमेन।।२१।। Translated Sutra: વિષયોમાં જતી ઈન્દ્રિયોનો તથા મનમાં ઊઠતા કષાયોનો નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા જે વ્યક્તિ પોતાના આત્માને કેળવે છે તે તપધર્મયુક્ત છે એમ સમજવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१०. संयमसूत्र | Gujarati | 128 | View Detail | ||
Mool Sutra: वरं मयात्मा दान्तः, संयमेन तपसा च।
माऽहं परैर्दम्यमानः, बन्धनैर्वधैश्च।।७।। Translated Sutra: હું મારી જાતે તપ અને સંયમ વડે મારા પર કાબૂ મેળવું એ જ સારું છે. વધ અને બંધન જેવી શિક્ષાઓ વડે બીજાઓ મને કાબૂમાં લે એ ઠીક નહિ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१०. संयमसूत्र | Gujarati | 131 | View Detail | ||
Mool Sutra: ज्ञानेन च ध्यानेन च, तपोबलेन च बलान्निरुध्यन्ते।
इन्द्रियविषयकषाया, धृतास्तुरगा इव रज्जुभिः।।१०।। Translated Sutra: જેવી રીતે લગામ વડે અશ્વને રોકવામાં આવે છે તેમ જ્ઞાન, ધ્યાન અને તપના આધારે ઈન્દ્રિયો, વિષયો તથા કષાયોનો નિગ્રહ કરી શકાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१४. शिक्षासूत्र | Gujarati | 175 | View Detail | ||
Mool Sutra: वसेद् गुरुकुले नित्यं, योगवानुपधानवान्।
प्रियंकरः प्रियंवादी, स शिक्षां लब्धुमर्हति।।६।। Translated Sutra: સર્વદા ગુરુનિશ્રામાં રહે, વિધિપૂર્વક શાસ્ત્ર અધ્યયન કરે, ઉપધાન(તપ) કરે, ગુરુને પ્રિય લાગે તેવું બોલે અને તેવું કરે એ આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવાને લાયક છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 195 | View Detail | ||
Mool Sutra: व्रतसमितिगुप्तीः शीलतपः जिनवरैः प्रज्ञप्तम्।
कुर्वन् अपि अभव्यः अज्ञानी मिथ्यादृष्टिस्तु।।४।। Translated Sutra: વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ વગેરેને ભગવાને જેમ કહ્યા છે તેમ આચરતો હોય તે છતાં અભવ્ય આત્મા અજ્ઞાની અને મિથ્યાદૃષ્ટિ જ રહે છે. (સમિતિ=હિંસાદિ દોષો ન લાગે તેની કાળજી સાથે પ્રવૃત્તિ કરવી. ગુપ્તિ = મન-વાણી-કાયાની પ્રવૃત્તિ અટકાવીને અંતર્મુખ થવું. અભવ્ય | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 203 | View Detail | ||
Mool Sutra: वरं व्रततपोभिः स्वर्गः, मा दुःखं भवतु निरये इतरैः।
छायाऽऽतपस्थितानां, प्रतिपालयतां गुरुभेदः।।१२।। Translated Sutra: તેમ છતાં, વ્રત-તપ વગેરે શુભભાવોથી સ્વર્ગ કે સદ્ગતિની પ્રાપ્તિ થતી હોય તો ભલે થાય, હિંસા આદિ અશુભ ભાવો કરીને નરકાદિ દુઃખોને આમંત્રણ આપવું એ તો સારું નહિ. રાહ જોવી જ હોય તો છાંયડામાં ઉભા રહીને જોવી સારી છે, તડકામાં ઉભા રહીને નહિ. (નિર્વાણની પ્રાપ્તિ થ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 206 | View Detail | ||
Mool Sutra: भुक्त्वा मानुष्कान् भोगान्, अप्रतिरूपान् यथायुष्कम्।
पूर्वं विशुद्धसद्धर्मा, केवलां बोधिं बुद्ध्वा।।१५।। Translated Sutra: જીવનભર ઉત્તમ માનવીય સુખોનો ઉપભોગ કરીને, પૂર્વે વિશુદ્ધ ધર્મનો અભ્યાસ કરેલો હોવાથી, એ આત્મા બોધિ પ્રાપ્ત કરે છે. ચાર અંગો દુર્લભ છે એમ જાણીને સંયમનો સ્વીકાર કરે છે. તપથી કર્મોનો ક્ષય કરી એ શાશ્વત સિદ્ધપદને ઉપલબ્ધ થાય છે. (ચાર દુર્લભ અંગ = મનુષ્યત સંદર્ભ ૨૦૬-૨૦૭ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१७. रत्नत्रयसूत्र | Gujarati | 208 | View Detail | ||
Mool Sutra: धर्मादिश्रद्धानं, सम्यक्त्वं ज्ञानमङ्गपूर्वगतम्।
चेष्टा तपसि चर्या, व्यवहारो मोक्षमार्ग इति।।१।। Translated Sutra: ધર્મ આદિ છ દ્રવ્યો પર શ્રદ્ધા હોવી એ સમ્યગ્દર્શન છે; દ્વાદશાંગી આદિ આગમોની જાણકારી એ સમ્યગ્જ્ઞાન છે; તથા તપ આદિનું આચરણ એ સમ્યક્ચારિત્ર છે. આ ત્રણ ગુણોને મોક્ષનો વ્યાવહારિક માર્ગ કહ્યો છે. (છ દ્રવ્ય = ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ. દ્વાદશાં | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१७. रत्नत्रयसूत्र | Gujarati | 209 | View Detail | ||
Mool Sutra: ज्ञानेन जानाति भावान्, दर्शनेन च श्रद्धत्ते।
चारित्रेण निगृह्णाति, तपसा परिशुध्यति।।२।। Translated Sutra: મુમુક્ષુ જ્ઞાનથી પદાર્થોને જાણે, સમ્યગ્દર્શન દ્વારા તેમાં શ્રદ્ધા કેળવે, ચારિત્રથી કર્મોને રોકે અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરી શુદ્ધ બને. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१७. रत्नत्रयसूत्र | Gujarati | 210 | View Detail | ||
Mool Sutra: ज्ञानं चरित्रहीनं, लिङ्गग्रहणं च दर्शनविहीनम्।
संयमविहीनं च तपः, यः चरति निरर्थकं तस्य।।३।। Translated Sutra: ચારિત્ર વગરનું જ્ઞાન, સમ્યગ્દર્શન વગરનું ચારિત્ર, ચારિત્ર વગરનું તપ : આ બધું નિરર્થક છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१८. सम्यग्दर्शनसूत्र | Gujarati | 222 | View Detail | ||
Mool Sutra: सम्यक्त्वविरहिता णं, सुष्ठु अपि उग्रं तपः चरन्तः णं।
न लभन्ते बोधिलाभं, अपि वर्षसहस्रकोटिभिः।।४।। Translated Sutra: સમ્યક્ત્વરહિત આત્મા, સારી પેઠે તપ કરતો હોય તોય, કરોડો વર્ષે પણ મોક્ષ પામી શકતો નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१८. सम्यग्दर्शनसूत्र | Gujarati | 234 | View Detail | ||
Mool Sutra: न सत्कृतिमिच्छति न पूजां, नोऽपि च वन्दनकं कुतः प्रशंसाम्।
स संयतः सुव्रतस्तपस्वी, सहित आत्मगवेषकः स भिक्षुः।।१६।। Translated Sutra: જે સત્કારને નથી ઈચ્છતો, પૂજાને નથી ઈચ્છતો, નમસ્કારને નથી ઈચ્છતો, એ પ્રશંસાને તો ક્યાંથી ઈચ્છે? સંયમી, વ્રતનિષ્ઠ, તપસ્વી, જાગૃત એવો ભિક્ષુ સદા આત્મગવેષી હોય. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१८. सम्यग्दर्शनसूत्र | Gujarati | 244 | View Detail | ||
Mool Sutra: प्रावचनी धर्मकथी, वादी नैमित्तिकः तपस्वी च।
विद्यावान् सिद्धश्च कविः, अष्टौ प्रभावकाः कथिताः।।२६।। Translated Sutra: પ્રભાવશાળી વક્તા, કથાકાર, તત્ત્વજ્ઞાની, નૈમિત્તિક (ભવિષ્યવેત્તા), તપસ્વી, વિદ્યાધર, સિદ્ધયોગી, કવિ-આ આઠ પ્રકારના વિશિષ્ટ શક્તિશાળી પુરુષો લોકોમાં ધર્મમાર્ગનો પ્રભાવ વિશેષરૂપે ફેલાવી શકે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१९. सम्यग्ज्ञानसूत्र | Gujarati | 246 | View Detail | ||
Mool Sutra: ज्ञानाऽऽज्ञप्त्या पुनः, दर्शनतपोनियमसंयमे स्थित्वा।
विहरति विशुध्यमानः, यावज्जीवमपि निष्कम्पः।।२।। Translated Sutra: મેળવેલા જ્ઞાનને આધારે નિર્ણય કરી દર્શન, ચારિત્ર અને તપમાં સ્થિર થઈ, જીવનભર આત્મવિશુદ્ધિ કરતો મુનિ અડગપણે વિચરે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 262 | View Detail | ||
Mool Sutra: व्यवहारनयचरित्रे, व्यवहारनयस्य भवति तपश्चरणम्।
निश्चयनयचारित्रे, तपश्चरणं भवति निश्चयतः।।१।। Translated Sutra: વ્યવહારચારિત્રની સ્થૂળ ભૂમિકા પર વ્યવહારતપ હોય છે. નિશ્ચય ચારિત્રની સૂક્ષ્મભૂમિકાએ નિશ્ચયાનુસારી સૂક્ષ્મ તપ હોય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 264 | View Detail | ||
Mool Sutra: श्रुतज्ञानेऽपि जीवो, वर्तमानः स न प्राप्नोति मोक्षम्।
यस्तपःसंयममयान्, योगान् न शक्नोति वोढुम्।।३।। Translated Sutra: જે વ્યક્તિ શ્રુતજ્ઞાન સારી પેઠે ધરાવતો હોય પણ તપ-સંયમરૂપ યોગને ધારણ ન કરી શકતો હોય તો તે મોક્ષ પામી શકતો નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 272 | View Detail | ||
Mool Sutra: परमार्थे त्वस्थितः, यः करोति तपो व्रतं च धारयति।
तत् सर्वं बालतपो, बालव्रतं ब्रुवन्ति सर्वज्ञाः।।११।। Translated Sutra: નિશ્ચયનયથી જાણેલા સત્યમાં નિષ્ઠા લાવ્યા વિના જે કંઈ વ્રત કે તપ કરવામાં આવે તેને ભગવાને બાળતપ કે બાળવ્રત કહ્યાં છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 273 | View Detail | ||
Mool Sutra: मासे मासे तु यो बालः, कुशाग्रेण तु भुङ्क्ते।
न स स्वाख्यातधर्मस्य, कलामर्घति षोडशीम्।।१२।। Translated Sutra: મહિના-મહિનાના ઉપવાસ કરે અને દર્ભની અણી પર રહે એટલા આહારથી પારણું કરે એવો તપસ્વી પણ શુદ્ધ ધર્મના સોળમા ભાગની યે બરોબરી કરી શકતો નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 276 | View Detail | ||
Mool Sutra: सुविदितपदार्थसूत्रः, संयमतपःसंयुतो विगतरागः।
श्रमणः समसुखदुःखो, भणितः शुद्धोपयोग इति।।१५।। Translated Sutra: સૂત્ર અને તેના અર્થને સુંદર પ્રકારે જાણનાર, તપસંયમયુક્ત, રાગવિહીન અને સુખ-દુઃખને સમાન ગણનાર શ્રમણને શુદ્ધોપયોગમાં વર્તનારો કહ્યો છે. |