Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 265 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अहासुयं वदिस्सामि, जहा से समणे भगवं उट्ठाय ।
संखाए तंसि हेमंते, अहुणा पव्वइए रीयत्था ॥ Translated Sutra: જે રીતે શ્રમણ ભગવન્ મહાવીર કર્મક્ષય માટે તૈયાર થયા. વસ્તુ સ્વરૂપને જાણી હેમંતઋતુમાં દીક્ષા લઈ તત્કાળ વિહાર કર્યો; એ સર્વ વૃત્તાંત મેં જેવું સાંભળેલ છે, તે તમને કહીશ. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 266 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] नो चेविमेण वत्थेण, पिहिस्सामि तंसि हेमंते ।
से पारए आवकहाए, एयं खु अणुधम्मियं तस्स ॥ Translated Sutra: સર્વ પ્રકારે વસ્ત્ર – અલંકાર આદિ ઉપધિને છોડીને નીકળેલા ભગવંતના ખભે ઇન્દ્રે દેવદૂષ્ય – વસ્ત્ર મૂક્યું, પણ ભગવંતે એવું ન વિચાર્યું કે, હું હેમંતઋતુમાં આ વસ્ત્રથી શરીરને ઢાંકીશ. કેમ કે ભગવંત જીવનપર્યંત પરીષહોને સહન કરનારા હતા. તેમનું વસ્ત્ર ધારણ કરવું તે તેમની અનુધર્મિતા અર્થાત્ પૂર્વવર્તી તીર્થંકરો દ્વારા | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 267 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] चत्तारि साहिए मासे, बहवे पाण-जाइया आगम्म</em> ।
अभिरुज्झ कायं विहरिंसु, आरुसियाणं तत्थ हिंसिंसु ॥ Translated Sutra: દીક્ષા અવસરે ભગવંતને શરીરે લગાડાયેલ સુગંધી દ્રવ્યોને કારણે ભ્રમર આદિ આવીને તેમના શરીર પર ચઢી જતાં, ફરતા અને ડંખ મારતા હતા. આ ક્રમ ચાર માસ કરતા વધુ સમય ચાલ્યો. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 268 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] संवच्छरं साहियं मासं, जं ण रिक्कासि वत्थगं भगवं ।
अचेलए ततो चाई, तं वोसज्ज वत्थमणगारे ॥ Translated Sutra: એક વર્ષ અને સાધિક એક માસ ભગવંતે વસ્ત્રનો ત્યાગ ન કર્યો. પછી વસ્ત્ર છોડીને તે અણગાર સર્વથા અચેલક થઈ ગયા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 269 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अदु पोरिसिं तिरियं भित्तिं, चक्खुमासज्ज अंतसो झाइ ।
अह चक्खु-भीया सहिया, तं ‘हंता हंता’ बहवे कंदिंसु ॥ Translated Sutra: ભગવંત પૌરુષી અર્થાત્ પોતાના શરીર પ્રમાણથી ગાડાના ધુંસરી પ્રમાણ માર્ગને ઉપયોગપૂર્વક જોતા ચાલતા હતા. આ રીતે તેમને ગમન કરતા જોઈને ભયભીત બનેલા બાળકો મારો મારો કહી કોલાહલ કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 270 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सयणेहिं वितिमिस्सेहिं, इत्थीओ तत्थ से परिण्णाय ।
सागारियं न सेवे, इति से सयं पवेसिया झाति ॥ Translated Sutra: ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહેતા ત્યારે કામવિહ્વળ સ્ત્રીઓ ભોગની પ્રાર્થના કરતી. પણ ભગવંત તેને કલ્યાણમાર્ગમાં વિઘ્ન કરનાર જાણી, કામ – ભોગ સેવન ન કરતા. આત્મામાં લીન બની ધ્યાન કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-८ | Gujarati | 379 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–सालुयं वा, विरालियं वा, सासवणालियं वा–अन्नतरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–पिप्पलिं वा, पिप्पलि-चुण्णं वा, मिरियं वा, मिरिय-चुण्णं वा, सिंगबेरं वा, सिंगबेर-चुण्णं वा–अन्नतरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं –अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે, કમલકંદ, પલાશકંદ, સરસવની દાંડલી કે તેવા પ્રકારના અન્ય કાચા કંદ જે શસ્ત્ર પરિણત ન હોય તે કંદાદિને અપ્રાસુક જાણી દાતા આપે તો પણ ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે પીપર, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, શૃંગબેર, શૃંગબેરચૂર્ણ કે તેવા પ્રકારની અન્ય કાચી વનસ્પતિ શસ્ત્ર પરિણત ન હોય | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-८ | Gujarati | 380 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्ज पुण जाणेज्जा–आमडागं वा, पूइपिण्णागं वा, महुं वा, ‘मज्जं वा’, सप्पिं वा, खोलं वा पुराणगं।
एत्थ पाणा अणुप्पसूया, एत्थ पाणा जाया, एत्थ पाणा संवुड्ढा, एत्थ पाणा अवुक्कंता, एत्थ पाणा अपरिणया,
एत्थ पाणा अविद्धत्था–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે ત્યાં કાચી ભાજી, સડેલો ખોળ, મધ, મદ્ય, ઘી નીચે જૂનો કચરો છે, જેમાં જીવોની પુનઃ ઉત્પત્તિ થાય છે. તેમાં જીવો જન્મે છે, વૃદ્ધિ પામે છે, વ્યુત્ક્રમણ થતું નથી, શસ્ત્ર પરિણત નથી થતાં એ પ્રાણી વિધ્વસ્ત નથી. તો તેને અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-८ | Gujarati | 381 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–उच्छुमेरगं वा, अंक-करेलुयं वा, करेरुगं वा, सिंघाडगं वा, पूतिआलुगं वा–अन्नयरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–उप्पलं वा, उप्पल-नालं वा, भिसं वा, भिस-मुनालं वा, पोक्खलं वा, पोक्खल-विभंगं वा–अन्नतरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી જાણે કે – શેરડીના ટૂકડા, અંક કારેલા, કસેરુક, સિંઘોડા, પૂતિઆલુક કે તેવા પ્રકારની બીજી કોઈ વનસ્પતિ જે અપક્વ હોય, શસ્ત્રપરિણત ન હોય તો અપ્રાસુક જાણી ન લે. તે સાધુ કે સાધ્વી જાણે કે – ઉત્પલ, ઉત્પલની દાંડી, પદ્મ, પદ્મની દાંડી, પુષ્કર કે તેના ટૂકડા અથવા તેવા પ્રકારના બીજા કમળ સચિત્ત હોય તો અપ્રાસુક | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-८ | Gujarati | 382 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–अग्ग-बीयाणि वा, मूल-बीयाणि वा, खंध-बीयाणि वा, पोर-बीयाणि वा, अग्ग-जायाणि वा, मूल-जायाणि वा, खंध-जायाणि वा, पोर-जायाणि वा, नन्नत्थ तक्कलि-मत्थएण वा, तक्कलि-सीसेण वा, नालिएरि-मत्थएण वा, खज्जूरि-मत्थएण वा, ताल-मत्थएण वा–अन्नयरं वा तहप्पगारं आमं असत्थ-परिणयं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–उच्छुं वा काणगं अंगारियं समिस्सं विगदूमियं, वेत्तग्गं वा, कंदलीऊसुयं वा–अन्नयरं Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે અગ્રબીજ, મૂલબીજ, સ્કંધબીજ, પર્વબીજ અથવા અગ્ર, મૂળ, સ્કંધ, પર્વ – જાત અથવા અન્યત્ર નહીં પણ એ જ વૃક્ષો પર ઉત્પન્ન કંદલી ગર્ભ, કંદલી ગુચ્છ, નારિયેલનો ગર્ભ, ખજૂરનો ગર્ભ, તાડનો ગર્ભ કે તેવી અન્ય વનસ્પતિ યાવત્ ગ્રહણ ન કરે. તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે શેરડી, છિદ્રવાળી પોલી – સડેલી, | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-९ | Gujarati | 383 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] इह खलु पाईणं वा, पडीणं वा, दाहिणं वा, उदीणं वा संतेगइया सड्ढा भवंति–गाहावई वा, गाहावइणीओ वा, गाहावइ-पुत्ता वा, गाहावइ-धूयाओ वा, गाहावइ-सुण्हाओ वा, धाईओ वा, दासा वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ वा तेसिं च णं एवं वुत्तपुव्वं भवइ–जे इमे भवंति समणा भगवंतो सीलमंता वयमंता गुणमंता संजया संवुडा बंभचारी उवरया मेहुणाओ धम्माओ, नो खलु एएसिं कप्पइ आहाकम्मिए असणे वा पाणे वा खाइमे वा साइमे वा भोत्तए वा, पायत्तए वा।
सेज्जं पुण इमं अम्हं अप्पनो अट्ठाए णिट्ठियं, तं जहा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा सव्वमेय समणाणं निसिरामो, अवियाइं वयं पच्छा वि अप्पनो अट्ठाए असणं वा पाणं वा खाइमं Translated Sutra: અહીં પૂર્વાદિ ચારે દિશામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ હોય છે. તેઓ પહેલાં એમ કહે છે – આ શ્રમણ, ભગવંત, શીલવાન, વ્રતી, ગુણી, સંયમી, સંવૃત્ત, બ્રહ્મચારી છે અને મૈથુન ધર્મના ત્યાગી છે. તેમને આધાકર્મિક અશનાદિ આહાર ખાવો – પીવો કલ્પતો નથી. તેથી અમારા માટે જે આહાર બનાવેલો છે, તે બધો આહાર તેમને આપી દો. પછી | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-९ | Gujarati | 384 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा, ‘समाणे वा, वसमाणे वा’, गामाणुगामं वा दूइज्जमाणे सेज्जं पुण जाणेज्जा–गामं वा, नगरं वा, खेडं वा, कव्वडं वा, मडंबं वा, पट्टणं वा, दोणमुहं वा, आगरं वा, निगमं वा, आसमं वा, सन्निवेसं वा, रायहाणिं वा। इमंसि खलु गामंसि वा, नगरंसि वा, खेडंसि वा, कव्वडंसि वा, मडंबंसि वा, पट्टणंसि वा, दोणमुहंसि वा, आगरंसि वा, निगमंसि वा, आसमंसि वा, सन्निवेसंसि वा, रायहाणिंसि वा– संतेगइयस्स भिक्खुस्स पुरेसंथुया वा, पच्छासंथुया वा परिवसंति, तं जहा–गाहावई वा, गाहावइणीओ वा, गाहावइ-पुत्ता वा, गाहावइ-धूयाओ वा, गाहावइ-सुण्हाओ वा, धाईओ वा, दासा वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ वा। तहप्पगाराइं Translated Sutra: તે સાધુ કે સાધ્વી સ્થિરવાસ હોય કે એક ગામથી બીજે ગામ વિચરતા હોય, તે ગામ યાવત્ રાજધાનીમાં પહોંચે. તે ગામ કે રાજધાનીમાં તે સાધુના માતા – પિતા આદિ પૂર્વ પરિચિત કે શ્વશુર આદિ પશ્ચાત્ પરિચિત રહેતા હોય. જેમ કે ગૃહસ્થ યાવત્ કર્મચારિણી. તો આવા ઘરોમાં ભિક્ષાકાળ પૂર્વે આહારાર્થે આવે – જાય નહીં. કેમ કે કેવલી ભગવંતે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 271 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] जे के इमे अगारत्था, मीसीभावं पहाय से झाति ।
पुट्ठो वि नाभिभासिंसु, गच्छति नाइवत्तई अंजू ॥ Translated Sutra: ભગવંત ગૃહસ્થયુક્ત સ્થાને જાય તો તેઓનો સંપર્ક છોડીને ધ્યાનમાં જ લીન રહેતા હતા. કોઈ ગૃહસ્થ કંઈ પૂછે તો પણ ઉત્તર ન આપતા. પોતાના માર્ગે ચાલતા. એ રીતે સરળ ચિત્તવાળા ભગવંત મોક્ષમાર્ગ ન ઉલ્લંઘતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 272 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] नो सुगरमेतमेगेसिं, नाभिभासे अभिवायमाणे ।
हयपुव्वो तत्थ दंडेहिं, लूसियपुव्वो अप्पपुण्णेहिं ॥ Translated Sutra: ભગવંત અભિવાદન કરનારને આશીર્વચન કહેતા ન હતા અને પુણ્યહીન લોકો દંડથી મારે કે વાળ ખેંચે તો તેમને શાપ આપતા ન હતા, પણ મૌન ધારણ કરીને રહેતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 273 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] फरुसाइं दुत्तितिक्खाइं, अतिअच्च मुनी परक्कममाणे ।
आघाय णट्ट गीताइं, दंडजुद्धाइं मुट्ठिजुद्धाइं ॥ Translated Sutra: ભગવંત દુઃસહ કઠોર શબ્દાદિની પરવા ન કરતા સંયમમાં પરાક્રમ કરતા હતા. તેમને કથા, નૃત્ય, ગીત, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ આદિમાં કંઈ આશ્ચર્ય કે કુતૂહલ થતું ન હતું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 274 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] गढिए मिहो-कहासु, समयंमि नायसुए विसोगे अदक्खू ।
एताइं सो उरालाइं, गच्छइ नायपुत्ते असरणाए ॥ Translated Sutra: કોઈ વખતે પરસ્પર કામાદિ કથાઓમાં લીન લોકોને જોઈને જ્ઞાતપુત્ર મહાવીર હર્ષ કે શોક ન કરતા મધ્યસ્થ ભાવમાં રહેતા. અનુકૂળ – પ્રતિકૂળ ભયંકર પરીષહ – ઉપસર્ગ આવે તો પણ તેનું સ્મરણ ન કરી સંયમમાં વિચરતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 275 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अविसाहिए दुवे वासे, सीतोदं अभोच्चा णिक्खंते ।
एगत्तगए पिहियच्चे, से अहिण्णायदंसणे संते ॥ Translated Sutra: દીક્ષા પૂર્વે બે વર્ષથી કાંઈક વધુ સમય ભગવંતે સચિત્ત જળનો ઉપભોગ ન કર્યો. ગૃહસ્થાવસ્થામાં પણ એકત્વ ભાવનાનું ચિંતન કરતા હતા. ક્રોધાદિ કષાયને શાંત કરી, સમ્યક્ત્વ ભાવનાથી ભાવિત થઈ રહેતા હતા. તેમના ઇન્દ્રિય અને મન શાંત હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 276 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] पुढविं च आउकायं, तेउकायं च वाउकायं च ।
पणगाइं बीय-हरियाइं, तसकायं च सव्वसो नच्चा ॥ Translated Sutra: પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, લીલ – ફુગ, બીજ – હરિતકાય તથા અન્ય વનસ્પતિકાય અને ત્રસકાયને સર્વ પ્રકારે જાણીને – | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 277 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एयाइं संति पडिलेहे, चित्तमंताइं से अभिण्णाय ।
परिवज्जिया न विहरित्था, इति संखाए से महावीरे ॥ Translated Sutra: આ સર્વેમાં જીવ છે તે જોઈને, ચેતના છે તે જાણીને તેની હિંસાનો ત્યાગ કરીને ભગવંત વિચરવા લાગ્યા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 278 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अदु थावरा तसत्ताए, तसजीवा य थावरत्ताए ।
अदु सव्वजोणिया सत्ता, कम्मुणा कप्पिया पुढो बाला ॥ Translated Sutra: સ્થાવર જીવ ત્રસરૂપે અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. અથવા સંસારી જીવ સર્વે યોનિમાં ઉત્પન્ન થઈ શકે. અજ્ઞાની જીવ પોત – પોતાના કર્માનુસાર પૃથક્ પૃથક્ યોનિઓને ધારણ કરે છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 279 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] भगवं च ‘एवं मन्नेसिं’, सोवहिए हु लुप्पती बाले ।
कम्मं च सव्वसो नच्चा, तं पडियाइक्खे पावगं भगवं ॥ Translated Sutra: ભગવંતે વિચારપૂર્વક જાણ્યું કે – દ્રવ્ય અને ભાવ ઉપધિ વડે જીવો કર્મોથી લેપાઈને દુઃખ પામે છે. તેથી કર્મના રહસ્યને સારી રીતે જાણીને કર્મના કારણરૂપ પાપનો ત્યાગ કર્યો હતો. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 280 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] दुविहं समिच्च मेहावी, किरियमक्खायणेलिसिं नाणी ।
आयाण-सोयमतिवाय-सोयं, जोगं च सव्वसो नच्चा ॥ Translated Sutra: જ્ઞાની અને મેધાવી ભગવંતે ઇન્દ્રિય આશ્રવ, હિંસાદિ આશ્રવ અને યોગઆશ્રવ જાણી, સારી રીતે વિચારીને ઈર્યાપથિક અને સાંપરાયિક બે પ્રકારના કર્મોને સારી રીતે જાણીને તેનાથી મુક્ત થવા માટે અનુપમ સંયામાનુષ્ઠાનનું પ્રતિપાદન કર્યું છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 281 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अइवातियं अणाउट्टे, सयमण्णेसिं अकरणयाए ।
जस्सित्थिओ परिण्णाया, सव्वकम्मावहाओ से अदक्खू ॥ Translated Sutra: ભગવંતે સ્વયં નિર્દોષ અહિંસાનો આશ્રય લઈ બીજાને પણ હિંસા ન કરવા સમજાવ્યું. જેણે સ્ત્રીઓને સમસ્ત કર્મોનું મૂળ જાણી છોડી દીધી તે જ સાચા પરમાર્થદર્શી છે. ભગવંતે એવું જ કર્યું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 282 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अहाकडं न से सेवे, सव्वसो कम्मुणा ‘य अदक्खू’ ।
जं किंचि पावगं भगवं, तं अकुव्वं वियडं भुंजित्था ॥ Translated Sutra: આધાકર્મી અર્થાત્ સાધુ – સાધ્વી નિમિત્તે બનેલ આહારને કર્મબંધનું કારણ જાણી ભગવંત તેનું સેવન કરતા ન હતા. તે સંબંધી કોઈપણ પાપકર્મનું આચરણ ન કરતા ભગવંત પ્રાસુક – નિર્દોષ આહાર જ ગ્રહણ કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 283 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] नो सेवती य परवत्थं, परपाए वि से ण भुंजित्था ।
परिवज्जियाण ओमाणं, गच्छति संखडिं असरणाए ॥ Translated Sutra: ભગવંત બીજાના વસ્ત્રો વાપરતા ન હતા અને બીજાના પાત્રમાં ભોજન કરતા ન હતા કેમ કે અચેલક અને કરપાત્રી હતા. તેઓ અપમાનનો વિચાર કર્યા વિના દૈન્યરહિત થઈ ભોજનસ્થાનમાં ભિક્ષાર્થે જતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 284 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] मायण्णे असण-पाणस्स, नाणुगिद्धे रसेसु अपडिण्णे ।
अच्छिंपि नो पमज्जिया, नो वि य कंडूयये मुनी गायं ॥ Translated Sutra: ભગવંત અશન – પાનના પરિમાણને જાણતા હતા. રસલોલૂપ ન હતા. તે માટે પ્રતિજ્ઞા પણ ન કરતા. આંખમાં રજ પડે તો પ્રમાર્જના ન કરતા. ચળ આવે તો શરીર ખંજવાળતા નહીં. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 285 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अप्पं तिरियं पेहाए, अप्पं पिट्ठओ उपेहाए ।
अप्पं बुइएऽपडिभाणी, पंथपेही चरे जयमाणे ॥ Translated Sutra: ભગવંત ચાલતી વખતે જમણે, ડાબે, તીરછુ કે પીઠ પાછળ જોતા ન હતા. કોઈ બોલાવે તો બોલતા નહીં, જયણાપૂર્વક માર્ગને જોતા ચાલતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 286 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सिसिरंसि अद्धपडिवन्ने, तं वोसज्ज वत्थमणगारे ।
पसारित्तु बाहुं परक्कमे, नो अवलंबियाण कंधंसि ॥ Translated Sutra: દેવદૂષ્ય – વસ્ત્ર છોડ્યા પછી શિશિર ઋતુમાં રસ્તે ચાલતા ભગવંત બંને બાહુ ફેલાવીને ચાલતા હતા. સહિત થી વ્યાકુળ થઇ હાથ સંકોચીને અથવા ખભા પર રાખી ચાલતા ન હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-१ चर्या | Gujarati | 287 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एस विही अणुक्कंतो, माहणेण मईमया ।
‘अपडिण्णेण वीरेण, कासवेण महेसिणा’ ॥ Translated Sutra: મતિમાન માહણ ભગવંત મહાવીરે કોઈપણ આકાંક્ષા ન કરતા પૂર્ણ નિષ્કામભાવે આ વિધિનું અનુસરણ કરે છે. મુમુક્ષુઓએ પણ આ વિધિનું અનુસરણ કરવું જોઈએ. તેમ હું કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 288 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] चरियासणाइं सेज्जाओ, एगतियाओ जाओ बुइयाओ ।
आइक्ख ताइं सयणासणाइं, जाइं सेवित्था से महावीरो ॥ Translated Sutra: હે ભંતે! ચર્યાની સાથે આપે એક વખત આસન અને શયન બતાવેલા. આપ મને તે શયન – આસન વિશે કહો જેનું સેવન ભગવંત મહાવીરે કરેલું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 289 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] आवेसण ‘सभा-पवासु’, पणियसालासु एगदा वासो ।
अदुवा पलियट्ठाणेसु, पलालपुंजेसु गदा वासो ॥ Translated Sutra: ભગવંત ક્યારેક ખાલી ઘરોમાં, ધર્મશાળામાં કે પાણીની પરબોમાં, તો ક્યારેક દુકાનોમાં, લુહારની કોઢમાં કે ઘાસના બનાવેલા મંચોની નીચે રહેતા હતા તથા). ... | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 290 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] आगंतारे आरामागारे, गामे नगरेवि एगदा वासो ।
सुसाणे सुण्णगारे वा, रुक्खमूले वि एगदा वासो ॥ Translated Sutra: વળી ભગવંત ક્યારેક યાત્રીગૃહમાં, આરામગૃહમાં કે નગરમાં તો ક્યારેક સ્મશાનમાં, ખંડેરમાં કે વૃક્ષની નીચે રહેતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 291 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एतेहिं मुनी सयणेहिं, समणे आसी पत्तेरस वासे ।
राइं दिवं पि जयमाणे, अप्पमत्ते समाहिए झाति ॥ Translated Sutra: આ રીતે ભગવંત ઉક્ત શય્યા – સ્થાનોમાં તેર વર્ષથી કંઈક ઓછો સમય રહ્યા. મનને સ્થિર કરી, રાત – દિવસ અપ્રમત્ત બનીને સમાહિતપણે ધ્યાનમાં લીન રહ્યા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 292 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] ‘णिद्दं पि णोपगामाए, सेवइ भगवं उट्ठाए’ ।
जग्गावती य अप्पाणं, ईसिं ‘साई या’ सी अपडिण्णे ॥ Translated Sutra: ભગવંતે દિક્ષા લીધા પછી બહુ નિદ્રા લીધી ન હતી. પોતાના આત્માને જાગૃત રાખતા ‘હવે હું સૂઈ જાઉં’ એ ભાવથી ભગવંત ક્યારેય ન સૂતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 293 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] संबुज्झमाणे पुनरवि, आसिंसु भगवं उट्ठाए ।
णिक्खम्म एगया राओ, बहिं चंकमिया मुहुत्तागं ॥ Translated Sutra: ભગવંત નિદ્રા આવવા લાગે તો ઊભા થઈ જતા અને રાત્રે બહાર નીકળી મુહૂર્ત્ત પર્યન્ત ફરી નિદ્રા ઉડાડી પાછા ધ્યાનસ્થ થતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 294 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सयणेहिं तस्सुवसग्गा, भीमा आसी अनेगरूवा य ।
संसप्पगाय जे पाणा, अदुवा जे पक्खिनो उवचरंति ॥ Translated Sutra: શૂન્યગૃહ આદિ વસતિમાં ભગવંતને અનેક પ્રકારે ભયંકર ઉપસર્ગો થતા હતા. સાપ આદિ પ્રાણી અને ગીધ આદિ પક્ષી પીડા આપતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 295 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अदु कुचरा उवचरंति, गामरक्खा य सत्तिहत्था य ।
अदु गामिया उवसग्गा, इत्थी एगतिया पुरिसा य ॥ Translated Sutra: અથવા ચોર કે લંપટ તેમને કષ્ટો આપતા કે હાથમાં શસ્ત્ર લઈ ફરતા ગ્રામરક્ષકો પીડા પહોંચાડતા. ક્યારેક કામાસક્ત સ્ત્રી કે પુરૂષો તેમને ઉપસર્ગ કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 296 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] इहलोइयाइं परलोइयाइं, भीमाइं अनेगरूवाइं ।
अवि सुब्भि-दुब्भि-गंधाइं, सद्दाइं अनेगरूवाइं ॥ Translated Sutra: ભગવંતે આ લોક અને પરલોક સંબંધી અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગો સહન કર્યા. અનેક પ્રકારની સુગંધ – દુર્ગંધ તથા પ્રિય – અપ્રિય શબ્દોમાં ભગવંત હર્ષ – શોકથી રહિત મધ્યસ્થ ભાવે રહેતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 297 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अहियासए सया समिए, फासाइं विरूवरूवाइं ।
अरइं रइं अभिभूय, रीयई माहणे अबहुवाई ॥ Translated Sutra: ભગવંતે સદા સમિતિયુક્ત બનીને અનેક પ્રકારના કષ્ટોને સમભાવે સહન કર્યા. વિષાદ અને હર્ષને અર્થાત્ રતિ – અરતિને દૂર કરી ભગવંત બહુ બોલતા ન હતા એટલે કે ઘણું કરીને મૌન રહેતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 298 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] स जणेहिं तत्थ पुच्छिंसु, एगचरा वि एगदा राओ ।
अव्वाहिए कसाइत्था, पेहमाणे समाहिं अपडिण्णे ॥ Translated Sutra: ભગવંત જ્યારે નિર્જન સ્થાનમાં સ્થિત હોય ત્યારે એકલા વિચરનાર ચોર, લંપટાદિ ભગવંતને પૂછતા કે, તું કોણ છે ? અહીં શા માટે ઊભો છે ? ભગવંત કંઈ ઉત્તર ન આપે ત્યારે ક્રોધિત થઈ ભગવંતને પીટતા હતા. તો પણ ભગવંત પ્રતીકાર ન કરતા, સમાધિમાં લીન રહેતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 299 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अयमंतरंसि को एत्थ, अहमंसि त्ति भिक्खू आहट्टु ।
अयमुत्तमे से धम्मे, तुसिणीए स कसाइए झाति ॥ Translated Sutra: ભગવંત અંતર – આવાસમાં રહેલા હોય અને કોઈ પૂછે કે અંદર કોણ છે ? ભગવંત કહેતા હું ભિક્ષુ છું. પૂછનાર ક્રોધિત થઈ કહે કે, જલદી અહીંથી ચાલ્યો જા. ત્યારે ભગવંત ચાલ્યા જતા. અથવા માર – પીટ કરે તો ભગવંત આ ઉત્તમ ધર્મ છે એમ સમજી મૌન રહેતા અને ધ્યાનમાં લીન રહેતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 300 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] जं सिप्पेगे पवेयंति, सिसिरे मारुए पवायंते ।
तंसिप्पेगे अनगारा, हिमवाए णिवायमेसंति ॥ Translated Sutra: જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન ફૂંકાતો અને બધા પ્રાણીઓ ધ્રૂજતા ત્યારે બીજા સાધુઓ પવનહીન બંધ સ્થાન શોધતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 301 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] संघाडिओ पविसिस्सामो, एहा य समादहमाणा ।
पिहिया वा सक्खामो, अतिदुक्खं हिमग-संफासा ॥ Translated Sutra: હિમજન્ય શીત સ્પર્શ અતિ દુઃખદાયી છે એમ વિચારી કોઈ સાધુ વિચારતા કે કપડા – કામળીમાં ઘૂસી જઈએ કે કાષ્ઠ જલાવીએ કે કામળી ઓઢી લઈએ. ઇત્યાદિ. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 302 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] तंसि भगवं अपडिण्णे, अहे वियडे अहियासए दविए ।
निक्खम्म एगदा राओ, चाएइ भगवं समियाए ॥ Translated Sutra: આ રીતે ઠંડી સહન કરવી અસહ્ય જણાતી ત્યારે ભગવંત ઇચ્છારહિત થઈ કોઈ વૃક્ષાદિ નીચે ખુલ્લા સ્થાનમાં રહી, કાયોત્સર્ગ કરતા અને ઠંડીને સમભાવે સહન કરીને પાછા અંદર આવી ધ્યાનમાં લીન બની જતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 303 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एस विही अणुक्कंतो, माहणेण मईमया ।
‘अपडिण्णेण वीरेण, कासवेण महेसिणा’ ॥ Translated Sutra: મતિમાન્ માહણ અપ્રતિજ્ઞ, કાશ્યપ, મહર્ષિ ભગવંત) મહાવીરે આ ઉક્ત) વિધિનું આચરણ કર્યું. બીજા મુમુક્ષુ સાધકો પણ આ વિધિનું પાલન કરે. તેમ હું કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 304 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] तणफासे सीयफासे य, तेउफासे य दंस-मसगे य ।
अहियासए सया समिए, फासाइं विरूवरूवाइं ॥ Translated Sutra: ભગવંત મહાવીરે સદા સમભાવમાં રહી તૃણ – શીત – ઉષ્ણ સ્પર્શો ડાંસ મચ્છરોના ડંશો તથા વિવિધ પ્રકારના સ્પર્શ અર્થાત્ દુઃખોને સહ્યા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 305 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अह दुच्चर-लाढमचारी, वज्जभूमिं च सुब्भ भूमिं च ।
पंतं सेज्जं सेविंसु, आसणगाणि चेव पंताइं ॥ Translated Sutra: ભગવંત દુર્ગમ્ય લાઢ દેશની વજ્ર ભૂમિ અને શુભ્રભૂમિમાં વિચર્યા. ત્યાં તેમણે ઘણા તુચ્છ સ્થાનો અને કઠિન આસનો સેવ્યા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 306 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] लोढेहिं तस्सुवसग्गा, बहवे जाणवया लूसिंसु ।
अह लूहदेसिए भत्ते, कुक्कुरा तत्थ हिंसिंसु णिवतिंसु ॥ Translated Sutra: લાઢ દેશમાં ભગવંતે ઘણા ઉપસર્ગો સહ્યા. ત્યાં આહાર લૂખો – સૂકો મળતો, ત્યાંના નિવાસી અનાર્યો ભગવંતને મારતા અને ત્યાંના કૂતરા ભગવંત ઉપર તૂટી પડતા અને કરડતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 307 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अप्पे जणे णिवारेइ, लूसणए सुणए दसमाणे ।
छुछुकारंति आहंसु, समणं कुक्कुरा डसंतुत्ति ॥ Translated Sutra: ભગવંતને કરડતા કૂતરાને તે અનાર્ય દેશમાં કોઈક જ રોકતું. મોટા ભાગે તો લોકો કૂતરાને છૂ – છૂ કરીને તે કુતરાઓને ભગવંતને કરડવા પ્રેરીત કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 308 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एलिक्खए जणे भुज्जो, बहवे वज्जभूमि फरुसासी ।
लट्ठिं गहाय णालीयं, समणा तत्थ एव विहरिंसु ॥ Translated Sutra: તે વજ્રભૂમિમાં આવા સ્વભાવવાળા ઘણા લોકો હતા, ત્યાં ભગવંતે અનેકવાર વિચરણ કર્યું. ત્યાંના લોકો રુક્ષ ભોજી અને સ્વભાવથી ક્રોધી હતા. ત્યાં શાક્યાદિ શ્રમણ શરીર પ્રમાણ કે શરીરથી ચાર આંગળ લાંબી લાકડી લઈને વિચરતા હતા. |