Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (44304)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-२ अकल्पनीय विमोक्ष Gujarati 215 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से भिक्खू परक्कमेज्ज वा, चिट्ठेज्ज वा, णिसीएज्ज वा, तुयट्टेज्ज वा, सुसाणंसि वा, सुन्नागारंसि वा, गिरिगुहंसि वा, रुक्खमूलंसि वा, कुंभारायतणंसि वा, हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खुं उवसंकमित्तु गाहावती बूया–आउसंतो समणा! अहं खलु तव अट्ठाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पाणाइं भूयाइं जीवाइं सत्ताइं समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेज्जं अनिसट्ठं अभिहडं आहट्टु चेतेमि, आवसहं वा समुस्सिणोमि, से भुंजह वसह आउसंतो समणा! भिक्खू तं गाहावतिं समणसं सवयसं पडियाइक्खे–आउसंतो गाहावती! नो खलु ते वयणं आढामि, नो खलु ते वयणं

Translated Sutra: તે ભિક્ષુ સ્મશાનમાં, શૂન્યગૃહમાં, પર્વત ગુફામાં, વૃક્ષમૂળમાં કે કુંભારના ખાલી ઘરમાં ફરતો હોય, ઊભો હોય, બેઠો હોય, સૂતો હોય કે બીજે ક્યાંય વિચરતો હોય તે સમયે કોઈ ગૃહસ્થ તેની પાસે આવીને કહે, હે આયુષ્માન્‌ શ્રમણ હું આપના માટે અશન, પાન, ખાદિમ સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ, પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોનો સમારંભ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-२ अकल्पनीय विमोक्ष Gujarati 216 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से भिक्खू परक्कमेज्ज वा, चिट्ठेज्ज वा, निसीएज्ज वा, तुयट्टेज्ज वा सुसाणंसि वा, सुन्नागारंसि वा, गिरिगुहंसि वा, रुक्खमूलंसि वा, कुंभारायतणंसि वा, हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खुं उवसंकमित्तु गाहावती आयगयाए पेहाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पाणाइं भूयाइं जीवाइं सत्ताइं समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेज्जं अनिसट्ठं अभिहडं आहट्टु चेएइ, आवसहं वा समुस्सिनाति तं भिक्खुं परिघासेउं। तं च भिक्खू जाणेज्जा– सहसम्मइयाए, परवागरणेणं, अन्नेसिं वा अंतिए सोच्चा अयं खलु गाहावई मम अट्ठाए असणं वा पाणं वा खाइमं वा साइमं

Translated Sutra: તે મુનિ સ્મશાનાદિમાં ફરતા હોય અથવા અન્ય ક્યાંય વિચરતા હોય, તેની પાસે આવીને કોઈ ગૃહસ્થ પોતાના આત્મગત ભાવોને પ્રગટ કર્યા વિના મુનિના માટે આરંભ કરી અશન આદિ, વસ્ત્રાદિ આપે કે મકાન બનાવે; એ વાત મુનિ સ્વ બુદ્ધિએ, બીજાના કહેવાથી કે કોઈ પાસે સાંભળીને જાણી લે કે આ ગૃહસ્થે મારા માટે આહાર, વસ્ત્ર યાવત્‌ મકાન બનાવેલ છે;
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-२ अकल्पनीय विमोक्ष Gujarati 217 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] भिक्खुं च खलु पुट्ठा वा अपुट्ठा वा जे इमे आहच्च गंथा फुसंति– ‘से हंता! हणह, खणह, छिंदह, दहह, पचह, आलुंपह, विलुंपह, सहसाकारेह, विप्परामुसह’ – ते फासे ‘धीरो पुट्ठो’ अहियासए। अदुवा आयार-गोयरमाइक्खे, तक्किया ण मणेलिसं। ‘अनुपुव्वेण सम्मं पडिलेहाए आयगुत्ते। अदुवा गुत्ती गोयरस्स’। बुद्धेहिं एयं पवेदितं–

Translated Sutra: કોઈ ગૃહસ્થ સાધુને પૂછીને કે પૂછ્યા વિના ઘણું દ્રવ્ય ખર્ચી આહારાદિ બનાવે. જ્યારે મુનિ એ ન લે ત્યારે) કદાચ તે ગૃહસ્થ ક્રોધાવેશથી સાધુને મારે અથવા કહે કે, આને મારો, પીટો, હાથ – પગ છેદો, બાળો, પકાવો, લૂંટી લો, બધું છીનવી લો, પ્રાણરહિત કરી દો. અનેક પ્રકારે પીડા પહોંચાડો. આવા કષ્ટોને તે ધીર સાધુ સહન કરે અથવા તેને આચારગોચર
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-२ अकल्पनीय विमोक्ष Gujarati 218 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से समणुण्णे असमणुण्णस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा णोपाएज्जा, णोनिमंतेज्जा, णोकुज्जा वेयावाडियं–परं आढायमाणे

Translated Sutra: તે સમનોજ્ઞ અર્થાત્ તીર્થંકરની આજ્ઞાનું પાલન કરનાર સાધુ મુનિ આદરપૂર્વક અસમનોજ્ઞ અર્થાત્ કુશીલ આદિને – આહાર વગેરે ન આપે, ન નિમંત્રણા કરે, વૈયાવચ્ચ ન કરે. તેમ હું કહું છું.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-२ अकल्पनीय विमोक्ष Gujarati 219 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] धम्ममायाणह, पवेइयं माहणेण मतिमया–समणुण्णे समणुण्णस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पाएज्जा, णिमंतेज्जा, कुज्जा वेयावडियं–परं आढायमाणे।

Translated Sutra: મતિમાન્‌ ભગવંતે જે ધર્મ કહ્યો છે, તે બરાબર સમજો. સમનોજ્ઞ સાધુ સમનોજ્ઞ સાધુને અતિ આદરપૂર્વક અશનાદિ આપે યાવત્‌ વૈયાવચ્ચ કરે. તે પ્રમાણે હું તમને કહું છું.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-३ अंग चेष्टाभाषित Gujarati 220 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] मज्झिमेणं वयसा एगे, संबुज्झमाणा समुट्ठिता। ‘सोच्चा वई मेहावी’, पंडियाणं निसामिया। समियाए धम्मे, आरिएहिं पवेदिते। ते अणवकंखमाणा अणतिवाएमाणा अपरिग्गहमाणा नो ‘परिग्गहावंतो सव्वावंतो’ च णं लोगंसि। णिहाय दंडं पाणेहिं, पावं कम्मं अकुव्वमाणे, एस महं अगंथे वियाहिए। ओए जुतिमस्स खेयण्णे उववायं चवणं च नच्चा।

Translated Sutra: કોઈ મધ્યમ વયમાં પ્રતિબોધ પામી ચારિત્રધર્મ માટે ઉદ્યત બને છે. મેધાવી સાધક પંડિતોના વચન સાંભળી તથા સમજીને સમભાવ ધરે. તીર્થંકરોએ સમતામાં ધર્મ કહ્યો છે. સમભાવી સાધુ કામભોગોની ઇચ્છાથી નિવૃત્ત થઈ પ્રાણીની હિંસા ન કરે, પરિગ્રહ ન રાખે, તેથી સમગ્ર લોકમાં અપરિગ્રહી કહેવાય છે. જે પ્રાણીની હિંસાનો ત્યાગ કરે છે તે કારણે
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-३ अंग चेष्टाभाषित Gujarati 221 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] आहारोवचया देहा, परिसह-पभंगुरा। पासगेहे सव्विंदिएहिं परिगिलायमाणेहिं।

Translated Sutra: શરીર આહારથી વૃદ્ધિ પામે છે અને પરીષહોથી ક્ષીણ થાય છે. છતાં જુઓ કાયર મનુષ્ય શરીર ગ્લાન થતા સર્વ ઇન્દ્રિયોની ગ્લાનિને અનુભવે છે. તો પણ દયાવાન, રાગ – દ્વેષ રહિત ભિક્ષુ કોઇપણ સ્થિતિમાં સંયમ પાળે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-३ अंग चेष्टाभाषित Gujarati 222 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] ओए दयं दयइ। जे सन्निहाण सत्थस्स खेयण्णे। से भिक्खू कालण्णे बलण्णे मायण्णे खणण्णे विणयण्णे समयण्णे परिग्गहं अममायमाणे कालेणुट्ठाई अपडिण्णे। दुहओ छेत्ता नियाइ।

Translated Sutra: જે ભિક્ષુ કર્મરૂપ સંનિધાનના શસ્ત્ર અર્થાત્ સંયમને સારી રીતે સમજે છે તે નિપુણ ભિક્ષુ અવસરને, પોતાની શક્તિને, પરિમાણને, અભ્યાસકાળને, વિનયને તેમજ સિદ્ધાંતને સારી રીતે જાણે છે. તે ભિક્ષુ પરિગ્રહની મમતા છોડીને યથાસમય યથોચિત અનુષ્ઠાન કરી, મિથ્યા આગ્રહયુક્ત પ્રતિજ્ઞા રહિત બની, રાગદ્વેષના બંધનોનો નાશ કરી સંયમની
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-३ अंग चेष्टाभाषित Gujarati 223 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] तं भिक्खुं सीयफास-परिवेवमाणगायं उवसंकमित्तु गाहावई बूया–आउसंतो समणा! नो खलु ते गामधम्मा उव्वाहंति? आउसंतो गाहावई! नो खलु मम गामधम्मा उव्वाहंति। सीयफासं नो खलु अहं संचाएमि अहियासित्तए। नो खलु मे कप्पति अगणिकायं उज्जालेत्तए वा पज्जालेत्तए वा, कायं आयावेत्तए वा पयावेत्तए वा अन्नेसिं वा वयणाओ। सिया से एवं वदंतस्स परो अगणिकायं उज्जालेत्ता पज्जालेत्ता कायं आयावेज्ज वा पयावेज्ज वा, तं च भिक्खू पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणाए।

Translated Sutra: શીતસ્પર્શથી ધ્રૂજતા મુનિ પાસે જઈને કોઈ ગૃહસ્થ કહે કે, હે આયુષ્માન્‌ શ્રમણ ! આપને ઇન્દ્રિયવિષય તો પીડતા નથી ને? ત્યારે ભિક્ષુ કહે, હે આયુષ્માન્‌ ગૃહપતિ ! મને કામ પીડા નથી પણ હું ઠંડી સહન નથી કરી શકતો. અગ્નિને એક વખત કે વારંવાર સળગાવીને શરીરને તપાવવું કે તેમ બીજાને કહીને કરાવવું મને કલ્પતુ નથી. સાધુની આ વાત સાંભળીને
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-४ वेहासनादि मरण Gujarati 224 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू तिहिं वत्थेहिं परिवुसिते पायचउत्थेहिं, तस्स णं नो एवं भवति–चउत्थं वत्थं जाइस्सामि। से अहेसणिज्जाइं वत्थाइं जाएज्जा। अहापरिग्गहियाइं वत्थाइं धारेज्जा। नो धोएज्जा, नो रएज्जा, नो धोय-रत्ताइं वत्थाइं धारेज्जा। अपलिउंचमाणे गामंतरेसु। ओमचेलिए। एयं खु वत्थधारिस्स सामग्गियं।

Translated Sutra: જે ભિક્ષુ ત્રણ વસ્ત્ર અને એક પાત્ર રાખવાની પ્રતિજ્ઞા કરે છે. તેને એવો વિચાર નથી હોતો કે હું ચોથું વસ્ત્ર યાચું. તે જરૂર હોય તો એષણીય વસ્ત્રની યાચના કરે અને જેવું વસ્ત્ર મળે તેવું ધારણ કરે. તે વસ્ત્ર ધોવે નહીં, ન રંગે કે ન ધોયેલ અને રંગેલ વસ્ત્ર ધારણ કરે. એવા હલકા વસ્ત્ર રાખે કે જેથી ગામ જતા રસ્તામાં સંતાડવા ન
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-४ वेहासनादि मरण Gujarati 225 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अह पुण एवं जाणेज्जा–उवाइक्कंते खलु हेमंते, गिम्हे पडिवन्ने, अहापरिजुण्णाइं वत्थाइं परिट्ठवेज्जा, अहापरिजुण्णाइं वत्थाइं परिट्ठवेत्ता– अदुवा संतरुत्तरे। अदुवा एगसाडे। अदुवा अचेले।

Translated Sutra: મુનિ જાણેકે હેમંત ઠંડી)ની ઋતુ વીતી ગઈ છે, ગ્રીષ્મઋતુ આવી છે, તો પહેલાંના જીર્ણ વસ્ત્રો પરઠવી દે. અથવા જરૂર હોય તો ઓછા કરે અથવા એક જ વસ્ત્ર રાખે કે અચેલક થઈ જાય.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-४ वेहासनादि मरण Gujarati 226 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] लाघवियं आगममाणे। तवे से अभिसमन्नागए भवति।

Translated Sutra: આ રીતે અલ્પ – ઉપધિરૂપ લાઘવતાને પ્રાપ્ત કરતા તે વસ્ત્રત્યાગી મુનિ સહજતાથી કાયક્લેશ તપ પામે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-४ वेहासनादि मरण Gujarati 227 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जमेयं भगवया पवेदितं, तमेव अभिसमेच्चा सव्वतो सव्वत्ताए समत्तमेव समभिजाणिया।

Translated Sutra: ભગવંતે જે રીતે વસ્ત્ર પ્રતિજ્ઞા પ્રતિપાદન કર્યું છે, તેના રહસ્યને સમજી સર્વ પ્રકારે સંપૂર્ણરૂપે સમત્વને સમ્યક્‌ પ્રકારે જાણે અને સેવન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-४ वेहासनादि मरण Gujarati 228 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जस्स णं भिक्खुस्स एवं भवति–पुट्ठो खलु अहमंसि, नालमहमंसि सीय-फासं अहियासित्तए, से वसुमं सव्व-समन्नागय-पण्णाणेणं अप्पाणेणं केइ अकरणाए आउट्टे। तवस्सिनो हु तं सेयं, जमेगे विहमाइए। तत्थावि तस्स कालपरियाए। से वि तत्थ विअंतिकारए। इच्चेतं विमोहायतणं हियं, सुहं, खमं, णिस्सेयसं, आणुगामियं।

Translated Sutra: જે સાધુને એમ સમજાય કે હું શીતાદિ અર્થાત્ સ્ત્રી વગેરે પરીષહોથી આક્રાંત થયો છું. હું આ ઉપસર્ગ સહન કરવા અસમર્થ છું, ત્યારે તે સંયમી સાધુ પોતાની બુદ્ધિથી વિચારી, અકાર્ય નહીં કરતા સંયમમાં જ સ્થિત રહે. જો સંયમજીવનની રક્ષાનો સંભવ ન હોય તો તપસ્વી માટે વૈહાસનાદિ અર્થાત્ ગળે ફાંસો ખાઈને વગેરે મરણ શ્રેષ્ઠ છે. આ મરણ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-५ ग्लान भक्त परिज्ञा Gujarati 229 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू दोहिं वत्थेहिं परिवुसिते पायतइएहिं, तस्स णं नो एवं भवति–तइयं वत्थं जाइस्सामि। से अहेसणिज्जाइं वत्थाइं जाएज्जा। अहापरिग्गहियाइं वत्थाइं धारेज्जा। णोधोएज्जा, णोरएज्जा, णोधोय-रत्ताइं वत्थाइं धारेज्जा। अपलिउंचमाणे गामंतरेसु। ओमचेलिए। एयं खु तस्स भिक्खुस्स सामग्गियं। अह पुण एवं जाणेज्जा–उवाइक्कंते खलु हेमंते, गिम्हे पडिवन्ने, अहापरिजुण्णाइं वत्थाइं परिट्ठवेज्जा, अहापरिजुण्णाइं वत्थाइं परिट्ठवेत्ता– अदुवा एगसाडे। अदुवा अचेले। लाघवियं आगममाणे। तवे से अभिसमन्नागए भवति। जमेयं भगवता पवेदितं, तमेव अभिसमेच्चा सव्वतो सव्वत्ताए समत्तमेव समभिजाणिया। जस्स

Translated Sutra: જે ભિક્ષુએ બે વસ્ત્ર અને ત્રીજું પાત્ર રાખવાની મર્યાદા કરી છે તેને એવું થતું નથી કે હું ત્રીજું વસ્ત્ર યાચું. તે અભિગ્રહધારી સાધુ પોતાની આચાર – મર્યાદા અનુસાર એષણીય વસ્ત્રની યાચનાં કરે સૂત્ર ૨૨૪ અનુસાર તે સાધુનો આચાર છે. જ્યારે એ ભિક્ષુ જાણે કે હેમંતઋતુ ગઈ, ગ્રીષ્મ આવી તો જીર્ણ વસ્ત્રોને પરઠવી દે અથવા જરૂર
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-५ ग्लान भक्त परिज्ञा Gujarati 230 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जस्स णं भिक्खुस्स अयं पगप्पे–अहं च खलु पडिण्णत्तो अपडिण्णत्तेहिं, गिलानो अगिलाणेहिं, अभिकंख साह-म्मिएहिं कीरमाणं वेयावडियं सातिज्जिस्सामि। अहं वा वि खलु अपडिण्णत्तो पडिण्णत्तस्स, अगिलानो गिलाणस्स, अभिकंख साहम्मिअस्स कुज्जा वेयावडियं करणाए। आहट्टु पइण्णं आणक्खेस्सामि, आहडं च सातिज्जिस्सामि, आहट्टु पइण्णं आणक्खेस्सामि, आहडं च णोसाति-ज्जिस्सामि, आहट्टु पइण्णं णोआणक्खेस्सामि, आहडं च सातिज्जिस्सामि, आहट्टु पइण्णं णोआणक्खेस्सामि, आहडं च णोसाति-ज्जिस्सामि। ‘लाघवियं आगममाणे। तवे से अभिसमण्णागए भवति। जमेयं भगवता पवेदितं, तमेव अभिसमेच्चा सव्वतो सव्वताए

Translated Sutra: જે સાધુની એવી પ્રતિજ્ઞા હોય કે હું બીમાર થાઉં તો બીજા સાધુને સેવા કરવાનું કહીશ નહીં પણ સમાન સામાચારીવાળા નીરોગી સાધુ કર્મનિર્જરાના ઉદ્દેશથી સ્વેચ્છાપૂર્વક મારી સેવા કરે તો હું સ્વીકારીશ અને જો હું સ્વસ્થ હોઉં તો બીજા સહધર્મી અસ્વસ્થ શ્રમણની સ્વેચ્છાપૂર્વક અને કર્મનિર્જરાર્થે સેવા કરીશ. બીજાઓ માટે આહારાદિ
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-६ एकत्वभावना – इंगित मरण Gujarati 231 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू एगेण वत्थेण परिवुसिते पायबिइएण, तस्स नो एवं भवइ–बिइयं वत्थं जाइस्सामि। से अहेसणिज्जं वत्थं जाएज्जा। अहापरिग्गहियं वत्थं धारेज्जा। नो धोएज्जा, नो रएज्जा, नो धोय-रत्तं वत्थं धारेज्जा। अपलिउंचमाणे गामंतरेसु। ओमचेलिए। एयं खु वत्थधारिस्स सामग्गियं। अह पुण एवं जाणेज्जा–उवाइक्कंते खलु हेमंते, गिम्हे पडिवन्ने, अहापरिजुण्णं वत्थं परिट्ठवेज्जा, अहापरिजुण्णं वत्थं परिट्ठवेत्ता– ‘अदुवा अचेले’। लाघवियं आगममाणे। तवे से अभिसमण्णागए भवति। जमेयं भगवता पवेदितं, तमेव अभिसमेच्चा सव्वतो सव्वत्ताए समत्तमेव समभिजाणिया।

Translated Sutra: જે ભિક્ષુ એક વસ્ત્ર અને બીજું પાત્ર રાખવાની પ્રતિજ્ઞા કરે તેને એવો વિચાર હોતો નથી કે હું બીજા વસ્ત્રની યાચના કરું. તેને જરૂર હોય તો એષણીય વસ્ત્રની યાચના કરે અને જેવું વસ્ત્ર મળે તેવું ધારણ કરે યાવત્‌ ગ્રીષ્મઋતુ આવી ગઈ છે એમ જાણી સર્વથા જીર્ણ વસ્ત્રને પરઠવી દે અથવા તે એક વસ્ત્રને રાખે કે અચેલક થઈ જાય. આ રીતે
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-६ एकत्वभावना – इंगित मरण Gujarati 232 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जस्स णं भिक्खुस्स एवं भवइ–एगो अहमंसि, न मे अत्थि कोइ, न याहमवि कस्सइ, एवं से एगागिणमेव अप्पाणं समभिजाणिज्जा। लाघवियं आगममाणे। तवे से अभिसमन्नागए भवइ। जमेयं भगवता पवेदितं, तमेव अभिसमेच्चा सव्वतो सव्वत्ताए समत्तमेव समभिजाणिया।

Translated Sutra: જે ભિક્ષુને એવી ભાવના થાય કે, હું એકલો છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી. તે ભિક્ષુ આત્માના એકાકીપણાને જાણી લઘુકર્મતા ગુણને પ્રાપ્ત કરીને તપની પ્રાપ્તિ કરે છે યાવત્‌ સમભાવ ધારણ કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-६ एकत्वभावना – इंगित मरण Gujarati 233 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारेमाणे णोवामाओ हणुयाओ दाहिणं हणुयं संचारेज्जा आसाएमाणे, दाहिणाओ वा हणुयाओ वामं हणुयं नो संचारेज्जा आसाएमाणे, से अणासायमाणे। लाघवियं आगममाणे। तवे से अभिसमन्नागए भवइ। जमेयं भगवता पवेइयं, तमेव अभिसमेच्चा सव्वतो सव्वत्ताए समत्तमेव समभिजाणिया।

Translated Sutra: તે સાધુ કે સાધ્વી અશનાદિ આહાર કરતા સ્વાદ લેવા માટે આહારને ડાબા જડબાથી જમણે જડબે ન લાવે કે જમણા જડબાથી ડાબા જડબે ન લાવે. આ રીતે સ્વાદ નહીં લેવાથી લઘુકર્મતા ગુણ પ્રાપ્ત થાય છે. તેનાથી તપની પ્રાપ્તિ થાય છે. માટે ભગવંત દ્વારા કહેલ તત્ત્વને સારી રીતે સમજી સમભાવ ધારણ કરવો.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-६ एकत्वभावना – इंगित मरण Gujarati 234 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जस्स णं भिक्खुस्स एवं भवति–से ‘गिलामि च’ खलु अहं इमंसि समए इमं सरीरगं अणुपुव्वेण परिवहित्तए, से आणुपुव्वेणं आहारं संवट्टेज्जा, आणुपुव्वेणं आहारं संवट्टेत्ता, कसाए पयणुए किच्चा, समाहियच्चे फलगावयट्ठी, उट्ठाय भिक्खू अभिनिव्वुडच्चे।

Translated Sutra: જે ભિક્ષુને એમ થાય કે, હવે આ શરીરને ટકાવવા હું અસમર્થ થઈ રહ્યો છું. તો તે અનુક્રમે આહારને ઓછો કરે, આહાર ઓછો કરી કષાયોને પાતળા કરે, તેમ કરીને શરીર વ્યાપાર નિયમિત કરી લાકડાના પાટિયા સમાન નિશ્ચેષ્ટ થઈ, શારીરિક સંતાપરહિત થઈ પંડિતમરણ અર્થાત્ સમાધિમરણને માટે તૈયાર થાય.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-६ एकत्वभावना – इंगित मरण Gujarati 235 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अणुपविसित्ता गामं वा, नगरं वा, खेडं वा, कब्बडं वा, मडंबं वा, पट्टणं वा, दोणमुहं वा, आगरं वा, आसमं वा, सन्निवेसं वा, निगमं वा, रायहाणिं वा, ‘तणाइं जाएज्जा, तणाइं जाएत्ता, से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अप्पंडे अप्प-पाणे अप्प-बीए अप्प-हरिए अप्पोसे अप्पोदए अप्पुत्तिंगपणग-दग मट्टिय-मक्कडासंताणए, ‘पडिलेहिय-पडिलेहिय, पमज्जिय-पमज्जिय तणाइं संथरेज्जा, तणाइं संथरेत्ता’ एत्थ वि समए इत्तरियं कुज्जा। तं सच्चं सच्चावादी ओए तिण्णे छिन्न-कहंकहे आतीतट्ठे अनातीते वेच्चाण भेउरं कायं, संविहूणिय विरूवरूवे परिसहोवसग्गे अस्सिं ‘विस्सं भइत्ता’ भेरवमणुचिण्णे। तत्थावि

Translated Sutra: તે સમાધિમરણ ઈચ્છુક મુનિએ ગામ, નગર, ખેડ, કસબો, મડંબ, પાટણ, બંદર, આકર, આશ્રમ, સંનિવેશ, નિગમ કે રાજધાનીમાં પ્રવેશ કરીને ઘાસની યાચના કરવી. ઘાસ લઈને એકાંત સ્થાને જવું. ત્યાં ઇંડા, પ્રાણી, બીજ, લીલોતરી, ઝાકળ, પાણી, કીડીના દર, લીલ – ફૂગ, ભીની માટી, કરોળિયાના જાળા આદિથી રહિત જમીનનું વારંવાર પડિલેહણ અને પ્રમાર્જન કરે. ઘાસની
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-७ पादपोपगमन Gujarati 236 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू अचेले परिवुसिते, ‘तस्स णं’ एवं भवति–चाएमि अहं तणफासं अहियासित्तए, सीयफासं अहियासि-त्तए, तेउफासं अहियासित्तए, दंस-मसगफास अहियासित्तए, एगतरे अन्नतरे विरूवरूवे फासे अहियासित्तए, हिरिपडिच्छादणं चहं नो संचाएमि अहियासित्तए, एवं से कप्पति कडि-बंधणं धारित्तए।

Translated Sutra: જે ભિક્ષુ અચેલ – કલ્પમાં સ્થિત છે, તેને એવો વિચાર હોય છે કે, હું તૃણ સ્પર્શ, શીત સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ, ડાંસ – મચ્છર સ્પર્શ સહન કરી શકું છું. એક કે અનેક પ્રકારની વિવિધરૂપ વેદનાને સહન કરી શકું છું. પણ લજ્જાના કારણે વસ્ત્રનો ત્યાગ કરવા અસમર્થ છું. એવા સાધુને કટિવસ્ત્ર ચોલપટ્ટક) ધારણ કરવું કલ્પે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-७ पादपोपगमन Gujarati 237 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] अदुवा तत्थ परक्कमंतं भुज्जो अचेलं तणफासा फुसंति, सोयफासा फुसंति, तेउफासा फुसंति, दंस-मसगफासा फुसंति, गयरे अन्नयरे विरूवरूवे फासे अहियासेति अचेले। लाघवियं आगममाणे। तवे से अभिसमन्नागए भवति। जमेयं भगवता पवेदितं, तमेव अभिसमेच्चा सव्वतो सव्वत्ताए समत्तमेव समभिजाणिया।

Translated Sutra: અથવા – અચેલકત્વમાં વિચરનાર સાધુ જો તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ, દંશ – મશગ સ્પર્શ અનુભવે, એક યા અનેક પ્રકારે કષ્ટો આવે તેને સારી રીતે સહન કરે, અચેલક સાધુ ઉપકરણ અને કર્મભારથી હળવો થાય છે, તેને તપની પ્રાપ્તિ થાય છે યાવત્‌ સમભાવ રાખે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-७ पादपोपगमन Gujarati 238 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जस्स णं भिक्खुस्स एवं भवति–अहं च खलु अन्नेसिं भिक्खूणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु दलइस्सामि, आहडं च सातिज्जिस्सामि। जस्स णं भिक्खुस्स एवं भवति–अहं च खलु अन्नेसिं भिक्खूणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु दलइस्सामि, आहडं च णोसातिज्जिस्सामि। जस्स णं भिक्खुस्स एवं भवति–अहं च खलु ‘अन्नेसिं भिक्खूणं’ असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु णोदलइस्सामि, आहडं च सातिज्जिस्सामि। जस्स णं भिक्खुस्स एवं भवति–अहं खलु अन्नेसिं भिक्खूणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु णोदलइस्सामि, आहडं च नो सातिज्जिस्सामि। अहं च खलु तेण अहाइरित्तेणं अहेसणिज्जेणं

Translated Sutra: કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું બીજા મુનિઓને અશનાદિ લાવી આપીશ અને બીજા મુનિ દ્વારા લાવેલ અશનાદિ સ્વીકારીશ ૧). કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું અશનાદિ લાવી બીજા મુનિને આપીશ પણ તે મુનિ દ્વારા લાવેલ અશનાદિ સ્વીકારીશ નહીં ૨). કોઈ મુનિને એવી પ્રતિજ્ઞા હોય કે હું અશનાદિ લાવી આપીશ નહીં પણ બીજા મુનિ લાવ્યા
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-७ पादपोपगमन Gujarati 239 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जस्स णं भिक्खुस्स एवं भवति– से गिलामि च खलु अहं इमम्मि समए इमं सरीरगं आणुपुव्वेण परिवहित्तए, से आणुपुव्वेणं आहारं संवट्टेज्जा, आणुपुव्वेणं आहारं संवट्टेत्ता कसाए पयणुए किच्चा समाहिअच्चे फलगावयट्ठी, उट्ठाय भिक्खू अभिणिव्वुडच्चे। अणुपविसित्ता गामं वा, नगरं वा, खेडं वा, कब्बडं वा, मडंबं वा, पट्टणं वा, दोणमुहं वा, आगरं वा, आसमं वा, सन्निवेसं वा, निगमं वा, रायहाणिं वा, तणाइं जाएज्जा, तणाइं जाएत्ता से तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अप्पंडे अप्प-पाणे अप्प-बीए अप्प-हरिए अप्पोसे अप्पोदए अप्पुत्तिंग-पणगदग-मट्टिय-मक्कडासंताणए, पडिलेहिय-पडिलेहिय पमज्जिय-पमज्जिय

Translated Sutra: જ્યારે મુનિને એમ થાય કે હવે હું આ શરીરને અનુક્રમથી ધારણ કરવામાં અસમર્થ છું ત્યારે તે ક્રમશઃ આહારને ઓછો કરીને કષાયોને કૃશ કરે. શરીરના વ્યાપારનું નિયમન કરીને લાકડાના પાટિયાન જેમ સહનશીલ બની મૃત્યુ માટે તૈયાર થઈ, શરીર શુશ્રૂષાનો ત્યાગ કરી ગામ, નગર યાવત્‌ રાજધાનીમાં જઈને ઘાસની યાચના કરી યાવત્‌ સંથારો કરે. યોગ્ય
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 240 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] ‘आणुपुव्वी-विमोहाइं’, जाइं धीरा समासज्ज । वसुमंतो मइमंतो, सव्वं नच्चा अणेलिसं ॥

Translated Sutra: દીક્ષા ગ્રહણ આદિના અનુક્રમથી મોહરહિત ભક્તપરિજ્ઞાદિ મરણને પ્રાપ્ત કરી ધીર, સંયમી અને મતિમાન મુનિ સર્વ કૃત્ય – અકૃત્યને જાણી અદ્વિતીય એવી સમાધિનું પાલન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 241 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] दुविहं पि विदित्ताणं, बुद्धा धम्मस्स पारगा । अणुपुव्वीए संखाए, आरंभाओ तिउट्टति ॥

Translated Sutra: શ્રુત – ચારિત્રરૂપ ધર્મના પારગામી, તત્ત્વના જ્ઞાતા મુનિઓ બાહ્ય અને અભ્યંતર તપને જાણી, અનુક્રમે શરીર ત્યાગનો અવસર જાણી, સંલેખના સ્વીકારી શરીરના પોષણરૂપ આરંભને છોડી દે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 242 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] कसाए पयणुए किच्चा, अप्पाहारो तितिक्खए । अह भिक्खू गिलाएज्जा, आहारस्सेव अंतियं ॥

Translated Sutra: સંલેખના ધારક મુનિ કષાયોને પાતળા કરી, અલ્પાહારી બની ક્ષમાશીલ રહે. અલ્પાહારને કારણે જો ગ્લાન થઈ જાય તો આહારનો સર્વથા ત્યાગ કરી, અનશન સ્વીકારે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 243 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] जीवियं नाभिकंखेज्जा, मरणं णोवि पत्थए । दुहतोवि ण सज्जेज्जा, जीविते मरणे तहा ॥

Translated Sutra: સંલેખના સ્થિત મુનિ જીવવાની અભિલાષા ન કરે. કષ્ટથી ભયભીત બની મરણની પ્રાર્થના ન કરે. જીવન કે મરણ બેમાંથી એકેમાં આસક્ત ન થાય.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 244 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] मज्झत्थो णिज्जरापेही, समाहिमणुपालए । अंतो बहिं विउसिज्ज, अज्झत्थं सुद्धमेसए ॥

Translated Sutra: તે મધ્યસ્થભાવમાં સ્થિત અને નિર્જરાનો અભિલાષી મુનિ સમાધિનું પાલન કરે. અભ્યંતર અને બાહ્ય ઉપધિનો ત્યાગ કરી પોતાના અંતકરણને વિકાર રહિત બનાવી આત્મચિંતન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 245 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] जं किंचुवक्कमं जाणे, आउक्खेमस्स अप्पनो । तस्सेव अंतरद्धाए, खिप्पं सिक्खेज्ज पंडिए ॥

Translated Sutra: સંલેખના કરી રહેલ મુનિને કદાચિત પોતાના આયુષ્યનો અંત લાવવાનું કોઈ કારણ જણાય તો બુદ્ધિમાન સાધુ સંલેખનાના મધ્યમાં જ જલદી ભક્તપરિજ્ઞા – આદિ કોઇપણ પંડિત મરણને સ્વીકારે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 246 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] गामे वा अदुवा रण्णे, थंडिलं पडिलेहिया । अप्पपाणं तु विण्णाय, तणाइं संथरे मुनी ॥

Translated Sutra: ભક્તપરિજ્ઞા આદિ મરણ સ્વીકારનાર મુનિ ગામ કે નિર્જન ભૂમિમાં જઈને સ્થંડિલ ભૂમિની પડિલેહણા કરે, તેને જીવ – જંતુ રહિત જાણીને ઘાસનો સંથારો બિછાવે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 247 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] अणाहारो तुअट्टेज्जा, पुट्ठो तत्थहियासए । नातिवेलं उवचरे, माणुस्सेहिं वि पुट्ठओ ॥

Translated Sutra: તે સાધુ ત્રિવિધ કે ચતુર્વિધ આહારનો ત્યાગ કરી, તે ઘાસના સંથારા પર સૂઈ જાય. આવનાર પરીષહ – ઉપસર્ગને સહન કરે. મનુષ્યકૃત્‌ ઉપસર્ગોમાં પણ મર્યાદા ન ઓળંગે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 248 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] संसप्पगा य जे पाणा, जे य उड्ढमहेचरा । भुंजंति मंस-सोणियं, ण छणे ण पमज्जए ॥

Translated Sutra: જમીન પર ચાલતા કીડી આદિ ફરતા જંતુઓ, આકાશમાં ગીધ આદિ ઊડતા પક્ષીઓ કે બિલમાં રહેનારા પ્રાણી તે સંથારા આરાધકનું માંસ ખાય કે લોહી પીવે તો પણ તે મુનિ તેમની હિંસા ન કરે કે તેને દૂર ન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 249 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] पाणा देहं विहिंसंति, ठाणाओ य विउब्भमे । ‘आसवेहिं विवित्तेहिं’ तिप्पमाणेऽहियासए ॥

Translated Sutra: તે આરાધક મુનિ વિચારે કે આ પ્રાણીઓ મારા દેહની જ હિંસા કરે છે, જ્ઞાનાદિ ગુણોની નહીં. તે સ્થાનથી બીજે ક્યાંય ન જાય. આસ્રવોથી દૂર રહી તૃપ્તિ અનુભવતો તે પરિષહ આદિ વેદનાને સહન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 250 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] गंथेहिं विवित्तेहिं, आउ-कालस्स पारए । पग्गहियतरग चेयं, दवियस्स वियाणतो ॥

Translated Sutra: તે બાહ્ય અભ્યંતર ગ્રંથિઓને છોડી આયુષ્ય કાળનો પારગામી બને. અહીં સુધી ભક્તપરિજ્ઞાનું કથન કર્યું. હવે ‘ઇંગિત અર્થાત્ ચેષ્ટા’ મરણ કહે છે – આ ઇંગિતમરણ ગીતાર્થ સંયમી સાધકે ગ્રહણ કરવા યોગ્ય છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 251 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] अयं से अवरे धम्मे, नायपुत्तेण साहिए । आयवज्जं पडीयारं, विजहिज्जा तिहा तिहा ॥

Translated Sutra: જ્ઞાતપુત્ર મહાવીરે ઇંગિતમરણમાં વિશિષ્ટતા બતાવી છે. આત્મ વ્યાપાર સિવાય અર્થાત્ ઉઠવા – બેસવા આદિ ક્રિયાઓમાં પોતાના સિવાય બીજા પાસે મન – વચન – કાયાથી કરવું – કરાવવું – અનુમોદવું રૂપ વૈયાવૃત્ય ન કરાવે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 252 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] हरिएसु ण णिवज्जेज्जा, थंडिलं ‘मुनिआ सए’ विउसिज्ज अणाहारो, पुट्ठो तत्थहियासए ॥

Translated Sutra: તે મુનિ લીલોતરી પર ન સૂવે, લીલોતરી તેમજ જીવ – જંતુ રહિત શુદ્ધ ભૂમિ જાણીને સૂવે. તે આહારનો ત્યાગી ભિક્ષુ બાહ્ય તેમજ અભ્યંતર ઉપધીરૂપ પરિગ્રહનો ત્યાગ કરી અને તે ભિક્ષુ ભૂખ – તરસ આદિ પરિગ્રહો અને ઉપસર્ગોને સહન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 253 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] इंदिएहिं गिलायंते, समियं साहरे मुनी । तहावि से अगरिहे, अचले जे समाहिए ॥

Translated Sutra: નિરાહાર રહેવાથી ઇન્દ્રિયો શિથિલ બને તો પણ સમભાવમાં રહે. તે હલનચલન આદિ ક્રિયાઓ કરે યતના પૂર્વક કરે. તે સમાધિભાવમાં મનને જોડેલું રાખે. પરીમીત – ભૂમિમાં શરીર ચેષ્ટા કરે તે નીંદનીય નથી,
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 254 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] अभिक्कमे पडिक्कमे, संकुचए पसारए । काय-साहारणट्ठाए, एत्थ वावि अचेयणे ॥

Translated Sutra: ઇંગિતમરણરૂપ અનશનમાં સ્થિત મુનિ શરીરની સુવિધા માટે નિયતભૂમિમાં જઈ અને પાછો ફરી શકે છે. પોતાના અંગોપાંગને સંકોચી કે પસારી શકે અથવા જો શરીરમાં શક્તિ હોય તો નિશ્ચેષ્ટ થઈને પણ રહે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 255 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] परक्कमे परिकिलंते, अदुवा चिट्ठे अहायते । ठाणेण परिकिलंते, णिसिएज्जा य अंतसो ॥

Translated Sutra: અનશનમાં રહેલ આ મુનિ સૂતા કે બેઠા થાકી જાય તો નિયત પ્રદેશમાં ચાલે, ચાલતા થાકી જાય તો સીધા ઊભા રહે કે સીધા સૂઈ જાય. ઊભા ઊભા થાકી જાય તો અંતે બેસી જાય.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 256 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] ‘आसीणे णेलिसं’ मरणं, इंदियाणि समीरए । कोलावासं समासज्ज, वितहं पाउरेसए ॥

Translated Sutra: આવા અનુપમ મરણને સ્વીકારી મુનિ પોતાની ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરી સંયમમાં સ્થિર કરે. ટેકો લેવા માટે જો પાટિયું રાખેલ હોય, તેમાં જીવજંતુ હોય તો તેને બદલીને નિર્દોષ પાટિયાની ગવેષણા કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 257 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] जओ वज्जं समुप्पज्जे, ण तत्थ अवलंबए । ततो उक्कसे अप्पाणं, सव्वे फासेहियासए ॥

Translated Sutra: જે વસ્તુના અવલંબનથી પાપની ઉત્પત્તિ થાય તેનું અવલંબન ન લે, પોતાના આત્માને પાપમય વ્યાપારથી દૂર કરે અને આવતા પરીષહ – ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 258 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] अयं चायततरे सिया, जो एवं अणुपालए । सव्वगायणिरोधेवि, ठाणातो ण विउब्भमे ॥

Translated Sutra: આ પાદપોપગમન નામક અનશન પૂર્વોક્ત ભક્તપરિજ્ઞા અને ઇંગિતમરણની અપેક્ષાએ વિશિષ્ટતર છે જે તેનું વિધિ સહ પાલન કરે છે, તે શરીરમાં તીવ્ર વેદના થવા છતાં પણ તે સ્થાનથી દૂર જતા નથી.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 259 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] अयं से उत्तमे धम्मे, पुव्वट्ठाणस्स पग्गहे । अचिरं पडिलेहित्ता, विहरे चिट्ठ माहणे ॥

Translated Sutra: આ પાદપોપગમન અનશન ઉત્તમ ધર્મ છે કેમ કે પુર્વોક્ત ભક્તપરિજ્ઞા અને ઇંગિતમરણ બંને મરણ કરતા અધિક પ્રયત્નથી ગ્રાહ્ય છે. મુનિ નિર્દોષ ભૂમિને જોઈને પાદપોપગમનની વિધિનું પાલન કરે અને કોઈપણ અવસ્થામાં સ્થાનાંતર ન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 260 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] अचित्तं तु समासज्ज, ठावए तत्थ अप्पगं । वोसिरे सव्वसो कायं, न मे देहे परीसहा ॥

Translated Sutra: નિર્જીવ સ્થાન અને પાટિયા આદિને પ્રાપ્ત કરી તેના પર મુનિ સ્થિત થાય. શરીર મમત્વનો સર્વથા ત્યાગ કરે અને પરિષહ આવે ત્યારે વિચારે કે આ શરીર મારૂ નથી તો મને પરીષહ – આદિ જનિત દુખ થાય જ કઈ રીતે?
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 261 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] जावज्जीवं परीसहा, उवसग्गा ‘य संखाय’ । संवुडे देहभेयाए, इति पण्णेहियासए ॥

Translated Sutra: આ શરીર અને જીવન છે ત્યાં સુધી પરીષહ અને ઉપસર્ગો આવવાના જ છે, એમ જાણી, શરીરને સંકોચીને રહેનાર બુદ્ધિવાન ભિક્ષુ શરીર ભેદ પર્યન્ત અર્થાત્ છેલ્લા શ્વાસ સુધી તેને સમભાવે સહન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 262 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] भेउरेसु न रज्जेज्जा, कामेसु बहुतरेसु ति । इच्छा-लोभं ण सेवेज्जा, सुहुमं वण्णं सपेहिया ॥

Translated Sutra: શબ્દ – આદિ સર્વકામભોગોને નાશવંત જાણી તે ગમે તેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય તો પણ મુનિ તેમાં રાગ ન કરે. શાશ્વત મોક્ષને સમ્યક પ્રકારે વિચારીને તે મુનિ કોઈ પ્રકારે ઇચ્છા અર્થાત્ નિદાન ન કરે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 263 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] सासएहिं णिमंतेज्जा, ‘दिव्वं मायं’ ण सद्दहे । तं पडिबुज्झ माहणे, सव्वं नूमं विधूणिया ॥

Translated Sutra: આવા મુનિને કોઈ શાશ્વત વૈભવ માટે નિમંત્રણ કરે કે દિવ્ય માયા કરે, તો પણ તેના પર શ્રદ્ધા ન કરે. તે મુનિ સમસ્ત માયાને કર્મબંધનું કારણ જાણી તે માયાને દૂર કરે અને સત્ય સમજી સમાધિભાવમાં સ્થિર રહે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-८ विमोक्ष

उद्देशक-८ अनशन मरण Gujarati 264 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] सव्वट्ठेहिं अमुच्छिए, आउकालस्स पारए । तितिक्खं परमं नच्चा, विमोहण्णतरं हितं ॥

Translated Sutra: મુનિ શબ્દ – આદિ પાંચ પ્રકારના કામ – ગુણોમાં આસક્તિ ન રાખે, જીવનપર્યંત તેનાથી નિવૃત્ત રહે. સહિષ્ણુતાને સર્વોત્તમ સમજી, ઉક્ત હિતકારી ત્રણે પંડિત મરણમાંથી કોઈ એકને હિતકર જાણી સ્વીકાર કરે. તેમ ભગવંતે કહ્યું તે હું તમને કહું છું.
Showing 951 to 1000 of 44304 Results