Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1495)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र Gujarati 195 View Detail
Mool Sutra: वदसमिदीगुत्तीओ, सीलतवं जिणवरेहि पण्णत्तं। कुव्वंतो वि अभव्वो, अण्णाणी मिच्छदिट्ठी दु।।४।।

Translated Sutra: વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ વગેરેને ભગવાને જેમ કહ્યા છે તેમ આચરતો હોય તે છતાં અભવ્ય આત્મા અજ્ઞાની અને મિથ્યાદૃષ્ટિ જ રહે છે. (સમિતિ=હિંસાદિ દોષો ન લાગે તેની કાળજી સાથે પ્રવૃત્તિ કરવી. ગુપ્તિ = મન-વાણી-કાયાની પ્રવૃત્તિ અટકાવીને અંતર્મુખ થવું. અભવ્ય
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र Gujarati 203 View Detail
Mool Sutra: वरं वयतवेहि सग्गो, मा दुक्खं होउ णिरइ इयरेहिं। छायातवट्ठियाणं, पडिवालंताण गुरुभेयं।।१२।।

Translated Sutra: તેમ છતાં, વ્રત-તપ વગેરે શુભભાવોથી સ્વર્ગ કે સદ્ગતિની પ્રાપ્તિ થતી હોય તો ભલે થાય, હિંસા આદિ અશુભ ભાવો કરીને નરકાદિ દુઃખોને આમંત્રણ આપવું એ તો સારું નહિ. રાહ જોવી જ હોય તો છાંયડામાં ઉભા રહીને જોવી સારી છે, તડકામાં ઉભા રહીને નહિ. (નિર્વાણની પ્રાપ્તિ થ
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र Gujarati 206 View Detail
Mool Sutra: भोच्चा माणुस्सए भोए, अप्पडिरूवे अहाउयं। पुव्वं विसुद्धसद्धम्मे, केवलं बोहि बुज्झिया।।१५।।

Translated Sutra: જીવનભર ઉત્તમ માનવીય સુખોનો ઉપભોગ કરીને, પૂર્વે વિશુદ્ધ ધર્મનો અભ્યાસ કરેલો હોવાથી, એ આત્મા બોધિ પ્રાપ્ત કરે છે. ચાર અંગો દુર્લભ છે એમ જાણીને સંયમનો સ્વીકાર કરે છે. તપથી કર્મોનો ક્ષય કરી એ શાશ્વત સિદ્ધપદને ઉપલબ્ધ થાય છે. (ચાર દુર્લભ અંગ = મનુષ્યત સંદર્ભ ૨૦૬-૨૦૭
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१७. रत्नत्रयसूत्र Gujarati 208 View Detail
Mool Sutra: धम्मादीसद्दहणं, सम्मत्तं णाणमंगपुव्वगदं। चिट्ठा तवंसि चरिया, ववहारो मोक्खमग्गो त्ति।।१।।

Translated Sutra: ધર્મ આદિ છ દ્રવ્યો પર શ્રદ્ધા હોવી એ સમ્યગ્દર્શન છે; દ્વાદશાંગી આદિ આગમોની જાણકારી એ સમ્યગ્જ્ઞાન છે; તથા તપ આદિનું આચરણ એ સમ્યક્ચારિત્ર છે. આ ત્રણ ગુણોને મોક્ષનો વ્યાવહારિક માર્ગ કહ્યો છે. (છ દ્રવ્ય = ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ. દ્વાદશાં
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१७. रत्नत्रयसूत्र Gujarati 209 View Detail
Mool Sutra: नाणेण जाणई भावे, दंसणेण य सद्दहे। चरित्तेण निगिण्हाइ, तवेण परिसुज्झई।।२।।

Translated Sutra: મુમુક્ષુ જ્ઞાનથી પદાર્થોને જાણે, સમ્યગ્દર્શન દ્વારા તેમાં શ્રદ્ધા કેળવે, ચારિત્રથી કર્મોને રોકે અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરી શુદ્ધ બને.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१७. रत्नत्रयसूत्र Gujarati 210 View Detail
Mool Sutra: नाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहीणं। संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स।।३।।

Translated Sutra: ચારિત્ર વગરનું જ્ઞાન, સમ્યગ્દર્શન વગરનું ચારિત્ર, ચારિત્ર વગરનું તપ : આ બધું નિરર્થક છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१८. सम्यग्दर्शनसूत्र Gujarati 234 View Detail
Mool Sutra: नो सक्कियमिच्छई न पूयं, नो वि य वन्दणगं कुओ पसंसं ?। से संजए सुव्वए तवस्सी, सहिए आयगवेसए स भिक्खू।।१६।।

Translated Sutra: જે સત્કારને નથી ઈચ્છતો, પૂજાને નથી ઈચ્છતો, નમસ્કારને નથી ઈચ્છતો, એ પ્રશંસાને તો ક્યાંથી ઈચ્છે? સંયમી, વ્રતનિષ્ઠ, તપસ્વી, જાગૃત એવો ભિક્ષુ સદા આત્મગવેષી હોય.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१८. सम्यग्दर्शनसूत्र Gujarati 244 View Detail
Mool Sutra: पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य। विज्जा सिद्धो य कवी, अट्ठेव पभावगा भणिया।।२६।।

Translated Sutra: પ્રભાવશાળી વક્તા, કથાકાર, તત્ત્વજ્ઞાની, નૈમિત્તિક (ભવિષ્યવેત્તા), તપસ્વી, વિદ્યાધર, સિદ્ધયોગી, કવિ-આ આઠ પ્રકારના વિશિષ્ટ શક્તિશાળી પુરુષો લોકોમાં ધર્મમાર્ગનો પ્રભાવ વિશેષરૂપે ફેલાવી શકે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१९. सम्यग्ज्ञानसूत्र Gujarati 246 View Detail
Mool Sutra: णाणाऽऽणत्तीए पुणो, दंसणतवनियमसंजमे ठिच्चा। विहरइ विसुज्झमाणो, जावज्जीवं पि निक्कंपो।।२।।

Translated Sutra: મેળવેલા જ્ઞાનને આધારે નિર્ણય કરી દર્શન, ચારિત્ર અને તપમાં સ્થિર થઈ, જીવનભર આત્મવિશુદ્ધિ કરતો મુનિ અડગપણે વિચરે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२०. सम्यक्‌चारित्रसूत्र Gujarati 262 View Detail
Mool Sutra: ववहारणयचरित्ते, ववहारणयस्स होदि तवचरणं। णिच्छयणयचारित्ते, तवचरणं होदि णिच्छयदो।।१।।

Translated Sutra: વ્યવહારચારિત્રની સ્થૂળ ભૂમિકા પર વ્યવહારતપ હોય છે. નિશ્ચય ચારિત્રની સૂક્ષ્મભૂમિકાએ નિશ્ચયાનુસારી સૂક્ષ્મ તપ હોય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२०. सम्यक्‌चारित्रसूत्र Gujarati 264 View Detail
Mool Sutra: सुयनाणम्मि वि जीवो, वट्टंतो सो न पाउणति मोक्खं। जो तवसंजममइए, जोगे न चएइ वोढुं जे।।३।।

Translated Sutra: જે વ્યક્તિ શ્રુતજ્ઞાન સારી પેઠે ધરાવતો હોય પણ તપ-સંયમરૂપ યોગને ધારણ ન કરી શકતો હોય તો તે મોક્ષ પામી શકતો નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२०. सम्यक्‌चारित्रसूत्र Gujarati 272 View Detail
Mool Sutra: परमट्ठम्हि दु अठिदो, जो कुणदि तवं वदं च धारेई। तं सव्वं बालतवं, बालवदं बिंति सव्वण्हू।।११।।

Translated Sutra: નિશ્ચયનયથી જાણેલા સત્યમાં નિષ્ઠા લાવ્યા વિના જે કંઈ વ્રત કે તપ કરવામાં આવે તેને ભગવાને બાળતપ કે બાળવ્રત કહ્યાં છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२०. सम्यक्‌चारित्रसूत्र Gujarati 273 View Detail
Mool Sutra: मासे मासे तु जो बालो, कुसग्गेणं तु भुंजए। न सो सुक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं।।१२।।

Translated Sutra: મહિના-મહિનાના ઉપવાસ કરે અને દર્ભની અણી પર રહે એટલા આહારથી પારણું કરે એવો તપસ્વી પણ શુદ્ધ ધર્મના સોળમા ભાગની યે બરોબરી કરી શકતો નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२०. सम्यक्‌चारित्रसूत्र Gujarati 276 View Detail
Mool Sutra: सुविदिदपयत्थसुत्तो, संजमतवसंजुदो विगदरागो। समणो समसुहदुक्खो, भणिदो सुद्धोवओओ त्ति।।१५।।

Translated Sutra: સૂત્ર અને તેના અર્થને સુંદર પ્રકારે જાણનાર, તપસંયમયુક્ત, રાગવિહીન અને સુખ-દુઃખને સમાન ગણનાર શ્રમણને શુદ્ધોપયોગમાં વર્તનારો કહ્યો છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२०. सम्यक्‌चारित्रसूत्र Gujarati 286 View Detail
Mool Sutra: सद्धं नगरं किच्चा, तवसंवरमग्गलं। खन्तिं निउणपागारं, तिगुत्तं दुप्पघंसयं।।२५।।

Translated Sutra: શ્રદ્ધા એ નગર છે, તપ અને સંવર તેનાં દ્વાર અને સાંકળ છે. ક્ષમારૂપી અજેય અને સુરક્ષિત એવો તેનો કોટ છે. તપરૂપ બાણો વડે કર્મરાજાનું બખ્તર ભેદી આંતરિક સંગ્રામમાં વિજયી થનાર મુનિ ભવભ્રમણથી મુક્ત થઈ જાય છે. સંદર્ભ ૨૮૬-૨૮૭
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२१. साधनासूत्र Gujarati 291 View Detail
Mool Sutra: आहारमिच्छे मियमेसणिज्जं, सहायमिच्छे निउणत्थबुद्धिं। निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी।।४।।

Translated Sutra: સમાધિના અભિલાષી તપસ્વી મુનિએ આહાર શુદ્ધ અને પરિમિત ગ્રહણ કરવો, સાથીદાર ચતુર અને વિદ્વાન પસંદ કરવો; નિવાસસ્થાન એકાંતવાળું સ્વીકારવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 339 View Detail
Mool Sutra: नाणदंसणसंपण्णं, संजमे य तवे रयं। एवं गुणसमाउत्तं, संजयं साहुमालवे।।४।।

Translated Sutra: જે જ્ઞાન અને દર્શનથી સંપન્ન હોય, સંયમ અને તપમાં લીન હોય, સાધુને યોગ્ય ગુણથી યુક્ત હોય તેવા સંયમીને જ સાધુ કહેવા જોઈએ.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 341 View Detail
Mool Sutra: समयाए समणो होइ, बंभचेरेण बंभणो। नाणेण य मुणी होइ, तवेण होइ तावसो।।६।।

Translated Sutra: સમતાથી શ્રમણ બનાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. જ્ઞાન વડે મુનિ થઈ શકાય અને તપથી તાપસ થવાય.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 352 View Detail
Mool Sutra: अहो निच्चं तवोकम्मं, सव्वबुद्धेहिं वण्णियं। जाय लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं।।१७।।

Translated Sutra: સંયમના નિર્વાહ પૂરતી જરૂરિયાતો રાખવી અને એક વાર ભોજન કરવું. અહો, જ્ઞાનીઓએ આ કેવો સુંદર નિત્ય તપ બતાવ્યો છે!
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 439 View Detail
Mool Sutra: जत्थ कसायणिरोहो, बंभं जिणपूयणं अणसणं च। सो सव्वो चेव तवो, विसेसओ मुद्धलोयंमि।।१।।

Translated Sutra: જેમાં કષાયોને અંકુશમાં લેવાતા હોય, બ્રહ્મચર્યપાલન હોય, જિનપૂજન હોય અને આહારનો(આંશિક અથવા સંપૂર્ણ) ત્યાગ હોય એ સઘળું તપ છે અને તે પ્રાથમિક કક્ષાના આત્માઓ માટે વિશેષ ઉપયોગી છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 440 View Detail
Mool Sutra: सो तवो दुविहो वुत्तो, बाहिरब्भंतरो तहा। बाहिरो छव्विहो वुत्तो, एवमब्भंतरो तवो।।२।।

Translated Sutra: તપના બે પ્રકાર છે - બાહ્ય અને આભ્યંતર. બાહ્ય તપ છ જાતનો અને આભ્યંતર તપ પણ છ જાતનો છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 441 View Detail
Mool Sutra: अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ। कायकिलेसो संलीणया य, बज्झो तवो होइ।।३।।

Translated Sutra: અનશન, ઊણોદરી, ભિક્ષાચર્યા અથવા વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ, સંલીનતા - આ છ પ્રકારનો બાહ્યતપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 442 View Detail
Mool Sutra: कम्माण णिज्जरट्ठं, आहारं परिहरेइ लीलाए। एगदिणादिपमाणं, तस्स तवं अणसणं होदि।।४।।

Translated Sutra: કર્મોની નિર્જરા અર્થે એક દિવસ માટે કે વધુ દિવસ માટે (અથવા એક - બે ટંક માટે) સરળતાથી આહારનો ત્યાગ કરવો એ અનશન તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 443 View Detail
Mool Sutra: जे पयणुभत्तपाणा, सुयहेऊ ते तवस्सिणो समए। जो अ तवो सुयहीणो, बाहिरयो सो छुहाहारो।।५।।

Translated Sutra: શ્રુતાભ્યાસ માટે જે વ્યક્તિ અલ્પ આહાર લે છે તેને સિધ્ધાંતમાં તપસ્વી કહ્યો છે. જે તપની સાથે જ્ઞાન નથી તે કેવળ ભૂખે મરવાની વાત છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 444 View Detail
Mool Sutra: सो नाम अणसणतवो, जेण मणोऽमंगुलं न चिंतेइ। जेण न इंदियहाणी, जेण य जोगा न हायंति।।६।।

Translated Sutra: અનશન તપ તેને જ કહી શકાય જેમાં મનમાં ખોટા વિચાર ન આવે, ઈન્દ્રિયોને નુકશાન ન થાય અને મન-વચન-કાયાની પ્રવૃત્તિને વાંધો ન આવે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 445 View Detail
Mool Sutra: बलं थामं च पेहाए, सद्धामारोग्गमप्पणो। खेत्तं कालं च विन्नाय, तहप्पाणं निजुंजए।।७।।

Translated Sutra: પોતાનાં બળ, દૃઢતા, શ્રદ્ધા, આરોગ્ય, ક્ષેત્ર અને કાળને બરાબર જોઈ-વિચારીને યોગ્ય રીતે તપમાં જોડાવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 446 View Detail
Mool Sutra: उवसमणो अक्खाणं, उववासो वण्णिदो समासेण। तम्हा भुंजंता वि य, जिदिंदिया होंति उववासा।।८।।

Translated Sutra: ઈન્દ્રિયોની ઉપશાંતિ એ જ ઉપવાસ છે. માટે જેઓ જિતેન્દ્રિય છે તે ભોજન કરતા હોય ત્યારે પણ ઉપવાસી છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 447 View Detail
Mool Sutra: छट्ठट्ठमदसमदुवालसेहिं, अबहुसुयस्स जा सोही। तत्तो बहुतरगुणिया, हविज्ज जिमियस्स नाणिस्स।।९।।

Translated Sutra: બે ઉપવાસ, ત્રણ ઉપવાસ કે તેથી વધારે ઉપવાસોથી અજ્ઞાનીને જેટલી શુદ્ધિ થાય તેનાથી ઘણી વધારે શુદ્ધિ રોજ જમનારા જ્ઞાનીને થાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 448 View Detail
Mool Sutra: जो जस्स उ आहारो, तत्तो ओमं तु जो करे। जहन्नेणेगसित्थाई, एवं दव्वेण ऊ भवे।।१०।।

Translated Sutra: જે વ્યક્તિનો જેટલો (એક ટંકનો) આહાર હોય તેનાથી એક કોળિયો અથવા વધુ કોળિયા ઓછાં ખાય એ ઊણોદરી તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 449 View Detail
Mool Sutra: गोयरपमाणदायग-भायणणाणाविधाण जं गहणं। तह एसणस्स गहणं, विविधस्स य वुत्तिपरिसंखा।।११।।

Translated Sutra: મુનિ પોતાની ગોચરીનું પ્રમાણ બાંધે, એવી રીતે ઘરનું, દાન દેનારી વ્યક્તિઓનું, પાત્રનું અથવા વસ્તુનું અમુક પ્રમાણ અગાઉથી ધારી લે અને (ગોચરી જતી વખતે) શુદ્ધ વસ્તુનું જ ગ્રહણ કરે તે વૃત્તિસંક્ષેપ અથવા ભિક્ષાચર્યા તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 450 View Detail
Mool Sutra: खीरदहिसप्पिमाई, पणीयं पाणभोयणं। परिवज्जणं रसाणं तु, भणियं रसविवज्जणं।।१२।।

Translated Sutra: દૂધ, દહીં, ઘી વગેરે રસ, પૌષ્ટિક ખાન-પાન અને સ્વાદનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 451 View Detail
Mool Sutra: एगंतमणावाए, इत्थीपसुविवज्जिए। सयणासणसेवणया, विवित्तसयणासणं।।१३।।

Translated Sutra: એકાંતવાળા, લોકોની અવરજવર વિનાના, સ્ત્રી-પુરુષ-પશુ વગેરેથી રહિત સ્થાનમાં બેસવું, સૂવું, રહેવું એ વિવિક્તશય્યાસન (સંલીનતા) તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 452 View Detail
Mool Sutra: ठाणा वीरासणाईया, जीवस्स उ सुहावहा। उग्गा जहा धरिज्जंति, कायकिलेसं तमाहियं।।१४।।

Translated Sutra: યોગ્ય સ્થળે વીરાસન વગેરે આત્મહિતકારી કષ્ટમય આસનો ધારણ કરી કાયાને કેળવવી એ કાયક્લેશ તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 453 View Detail
Mool Sutra: सुहेण भाविदं णाणं, दुहे जादे विणस्सदि। तम्हा जहाबलं जोई, अप्पा दुक्खेहि भावए।।१५।।

Translated Sutra: સુખી સ્થિતિમાં મેળવેલું જ્ઞાન દુઃખની સ્થિતિમાં નકામું થઈ જાય છે. માટે સાધકે પોતાની શક્તિ અનુસાર દુઃખ-કષ્ટ અપનાવીને પોતાની જાતને કેળવવી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 454 View Detail
Mool Sutra: ण दुक्खं ण सुखं वा वि, जहाहेतु तिगिच्छिति। तिगिच्छिए सुजुत्तस्स, दुक्खं वा जइ वा सुहं।।१६।।

Translated Sutra: રોગીની ચિકિત્સા કરાતી હોય ત્યારે રોગીને કષ્ટ પણ થાય અથવા સુખ પણ થાય. ચિકિત્સા કરવાનો હેતુ (તાત્કાલિક) સુખ કે દુઃખનો નથી. એવી રીતે મોહનો ક્ષય કરવા તત્પર સાધકને કષ્ટ પડે અથવા સુખ લાગે, પણ તેનો ઉદ્દેશ (તાત્કાલિક) સુખ કે દુઃખ પ્રાપ્ત કરવાનો નથી. (ચિ સંદર્ભ ૪૫૪-૪૫૫
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 455 View Detail
Mool Sutra: मोहक्खए उ जुत्तस्स, दुक्खं वा जइ वा सुहं। मोहक्खए जहाहेउ, न दुक्खं न वि वा सुहं।।१७।।

Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૪૫૪; સંદર્ભ ૪૫૪-૪૫૫
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 456 View Detail
Mool Sutra: पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झावो। झाणं च विउस्सग्गो, एसो अब्भिंतरो तवो।।१८।।

Translated Sutra: પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ - આ છ પ્રકારનો આભ્યંતર તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 457 View Detail
Mool Sutra: वद-समिदि-सील-संजम-परिणामो करणणिग्गहो भावो। सो हवदि पायच्छित्तं, अणवरयं चेव कायव्वो।।१९।।

Translated Sutra: વ્રત, સમિતિ, શીલ અને સંયમના પાલનની વૃત્તિ અને ઈન્દ્રિયોને અંકુશમાં રાખવાની કોશીશ એ પ્રાયશ્ચિત્ત તપ છે અને તે હમેશાં કરવા યોગ્ય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 458 View Detail
Mool Sutra: कोहादि-सगब्भाव-क्खयपहुदि-भावणाए णिग्गहणं। पायच्छित्तं भणिदं, णियगुणचिंता य णिच्छयदो।।२०।।

Translated Sutra: ક્રોધાદિ ભાવોના ક્ષય અથવા ઉપશમનો અભ્યાસ કરવો અથવા નિજગુણના ચિંતનમાં જોડાવું એ નિશ્ચયદૃષ્ટિનો પ્રાયશ્ચિત્ત તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 459 View Detail
Mool Sutra: णंताणंतभवेण, समज्जिअ-सुहअसुहकम्मसंदोहो। तवचरणेण विणस्सदि, पायच्छित्तं तवं तम्हा।।२१।।

Translated Sutra: અનંત ભવોમાં ઉપાર્જિત કરેલા શુભ-અશુભ કર્મોના સમૂહ તપથી નાશ પામે છે માટે એને પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 460 View Detail
Mool Sutra: आलोयण पडिकमणं, उभयविवेगो तहा विउस्सग्गो। तव छेदो मूलं वि य, परिहारो चेव सद्दहणा।।२२।।

Translated Sutra: પ્રાયશ્ચિત્ત તપ દશ પ્રકારનો છે : આલોચના, પ્રતિક્રમણ, ઉભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, પરિહાર તથા શ્રદ્ધા.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 461 View Detail
Mool Sutra: अणाभोगकिदं कम्मं, जं किं पि मणसा कदं। तं सव्वं आलोचेज्ज हु, अव्वाखित्तेण चेदसा।।२३।।

Translated Sutra: જે દોષ અજાણતાં થઈ ગયાં હોય અને જે જાણી-જોઈને સેવ્યાં હોય તે બધા દોષોને ગુરુ સમક્ષ સરળભાવે નિવેદન કરવાં એ આલોચના છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 462 View Detail
Mool Sutra: जह बालो जंपन्तो, कज्जमकज्जं च उज्जुयं भणइ। तं तह आलोइज्जा, मायामयविप्पमुक्को वि।।२४।।

Translated Sutra: જેમ બાળક સારી-ખોટી વાતોને સરળભાવે બોલી નાખે છે તેમ કપટ અને અભિમાન તજીને પોતાના દોષોની આલોચના કરવી જોઈએ.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 463 View Detail
Mool Sutra: जह कंटएण विद्धो, सव्वंगे वेयणद्दिओ होइ। तह चेव उद्धियम्मि उ, निस्सल्लो निव्वुओ होइ।।२५।।

Translated Sutra: જેમ પગમાં કાંટો લાગતાં આખા શરીરમાં વેદના અનુભવાય છે અને કાંટો કાઢી લેવાય ત્યારે શલ્યરહિત થવાથી શાંતિ અનુભવાય છે; તેમ જેણે દોષો પ્રગટ નથી કર્યા તે કપટી આત્મા અંતરથી બેચેન રહે છે અને જો દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરે તો તે શુદ્ધ થવાથી શાંતિ અનુભવે છે. સંદર્ભ ૪૬૩-૪૬૪
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 464 View Detail
Mool Sutra: एवमणुद्धियदोसो, माइल्लो तेणं दुक्खिओ होइ। सो चेव चत्तदोसो, सुविसुद्धो निव्वुओ होइ।।२६।।

Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૪૬૩; સંદર્ભ ૪૬૩-૪૬૪
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 465 View Detail
Mool Sutra: जो पस्सदि अप्पाणं, समभावे संठवित्तु परिणामं। आलोयणमिदि जाणह, परमजिणंदस्स उवएसं।।२७।।

Translated Sutra: ચિત્તવૃત્તિને સમભાવમાં સ્થિર કરીને આત્મનિરીક્ષણ કરવું. તે જિનેશ્વરે કહેલો નિશ્ચયદૃષ્ટિનો આલોચના તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 466 View Detail
Mool Sutra: अब्भुट्ठाणं अंजलिकरणं, तहेवासणदायणं। गुरुभत्तिभावसुस्सूसा, विणओ एस वियाहिओ।।२८।।

Translated Sutra: ગુરુ અને વડીલ આવે ત્યારે ઊભા થવું, હાથ જોડવા, એમને ઊંચા આસને બેસાડવા, ભાવપૂર્વક તેમની સેવાભક્તિ કરવી એ વિનયતપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 467 View Detail
Mool Sutra: दंसणणाणे विणओ, चरित्ततव-ओवचारिओ विणओ। पंचविहो खलु विणओ, पंचमगइणाइगो भणिओ।।२९।।

Translated Sutra: દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય, ઔપચારિકવિનય - આ પાંચ પ્રકારનો વિનયતપ છે, જે પંચમ ગતિ અર્થાત્ મોક્ષમાં લઈ જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 468 View Detail
Mool Sutra: एकम्मि हीलियम्मि, हीलिया हुंति ते सव्वे। एकम्मि पूइयम्मि, पूइया हुंति सव्वे।।३०।।

Translated Sutra: એકના અપમાનમાં બધાનું અપમાન છે, એકની પૂજામાં સર્વની પૂજા આવી જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 469 View Detail
Mool Sutra: विणओ सासणे मूलं, विणीओ संजओ भवे। विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो कओ तवो ?।।३१।।

Translated Sutra: વિનય ધર્મનું મૂળ છે; વિનયી આત્મા જ ચારિત્રવાન બને છે. વિનયરહિતને ધર્મ ક્યાંથી અને તેને તપ પણ ક્યાંથી હોય?
Showing 951 to 1000 of 1495 Results