Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1495)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Gujarati 1511 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं कहं पुन एरिसे सुलभबोही जाए महायसे सुगहिय-णामधेज्जे से णं कुमारं महरिसी गोयमा ते णं समणभावट्ठिएणं अन्न-जम्मम्मि वाया दंडे पउत्ते अहेसि, तन्निमित्तेणं जावज्जीवं मूणव्वए गुरूवएसे णं संधारिए अन्नं च तिन्नि महापावट्ठाणे संजयाणं तं जहा–आऊ तेऊ मेहुणे। एते य सव्वोवाएहिं परिवज्जए ते णं तु एरिसे सुलभबोही जाए। अहन्नया णं गोयमा बहु सीसगण परियरिए से णं कुमारमहरिसी पत्थिए सम्मेयसेलसिहरे देहच्चाय निमित्तेणं, कालक्कमेणं तीए चेव वत्तणीए जत्थ णं से राय कुल बालियानरिंदे चक्खुकुसीले। जाणावियं च रायउले, आगओ य वंदनवत्तियाए सो इत्थी-नरिंदो उज्जानवरम्मि। कुमार महरिसिणो

Translated Sutra: હે ભગવન્‌ ! તે મહાયશવાળા, સુગૃહીત નામ ધારણ કરવાવાળા કુમારમહર્ષિ આવા પ્રકારના સુલભ બોધિ કેવી રીતે થયા ? હે ગૌતમ ! અન્ય જન્મમાં શ્રમણભાવમાં રહેલા હતા ત્યારે તેણે વચનદંડનો પ્રયોગ કર્યો હતો. તે નિમિત્તથી જીવન પર્યન્ત ગુરુના ઉપદેશથી મૌન ધારણ તે કુમારના જીવે મૌન ધારણ કરેલુ હતુ. બીજું, સંયતોને ત્રણ મહાપાપ સ્થાનકો
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Gujarati 1516 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] ति भाणिऊणं चिंतिउं पवत्तो सो महापावयारी। जहा णं किं छिंदामि अहयं सहत्थेहिं तिलं तिलं सगत्तं किं वा णं तुंगगिरियडाओ पक्खिविउं दढं संचुन्नेमि इनमो अनंत-पाव संघाय समुदयं दुट्ठं किं वा णं गंतूण लोहयार सालाए सुतत्त लोह खंडमिव घन खंडाहिं चुण्णावेमि सुइरमत्ताणगं किं वा णं फालावेऊण मज्झोमज्झीए तिक्ख करवत्तेहिं अत्ताणगं पुणो संभरावेमि अंतो सुकड्ढिय तउय तंब कंसलोह लोणूससज्जियक्खारस्स किं वा णं सहत्थेणं छिंदामि उत्तमंगं किं वा णं पविसामि मयरहरं किं वा णं उभयरुक्खेसु अहोमुहं विणिबंधाविऊण-मत्ताणगं हेट्ठा पज्जलावेमि जलणं किं बहुना णिद्दहेमि कट्ठेहिं अत्ताणगं

Translated Sutra: એમ બોલીને મહાપાપકર્મ કરનાર તે વિચારવા લાગ્યો કે શું હવે હું શસ્ત્રો વડે મારા માત્રના તલતલ જેવડા ટૂકડા કરીને છેદી નાંખુ? અથવા ઊંચા પર્વતના શિખર ઉપરથી પડતુ મૂકું. ઉક્ત પ્રકારે અનંત પાપસમૂહના ઢગલારૂપ આ દુષ્ટ શરીરને સખ્ત રીતે હું ચૂરો કરી નાંખુ ? અથવા તો લુહારની શાળામાં જઈને સારી રીતે તપાવીને લાલચોળ કરેલા લોખંડને
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Gujarati 1517 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं तं तारिसं महापावकम्मं समायरिऊणं तहा वी कहं एरिसेणं से सुज्जसिवे लहुं थेवेणं कालेणं परिनिव्वुडे त्ति गोयमा ते णं जारिसं भावट्ठिएणं आलोयणं विइन्नं जारिस संवेगगएणं तं तारिसं घोरदुक्करं महंतं पायच्छित्तं समनुट्ठियं जारिसं सुविसुद्ध सुहज्झवसाएणं तं तारिसं अच्चंत घोर वीरुग्ग कट्ठ सुदुक्कर तव संजम किरियाए वट्टमाणेणं अखंडिय अविराहिए मूलुत्तरगुणे परिपालयंतेणं निरइयारं सामन्नं णिव्वाहियं, जारिसेणं रोद्दट्टज्झाण विप्पमुक्केणं णिट्ठिय राग दोस मोह मिच्छत्त मय भय गारवेणं मज्झत्थ भावेणं अदीनमाणसेणं दुवालस वासे संलेहणं काऊणं पाओवगमणमणसणं पडिवन्नं।

Translated Sutra: હે ભગવન્‌ ! તેવા પ્રકારનું ઘોર મહાપાપ કર્મ આચરીને આવો સુજ્ઞશીવ જલદી, થોડા કાળમાં કેમ નિર્વાણ પામ્યો ? હે ગૌતમ ! જેવા પ્રકારના ભાવમાં રહીને આલોચના આપી, જેવા પ્રકારનો સંવેગ પામીને તેવું ઘોર દુષ્કર, મોટું પ્રાયશ્ચિત્ત આચર્યું. જેવા પ્રકારે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી તેવા પ્રકારનું અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટ કરનાર
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Gujarati 1524 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं सा सुज्जसिरी कहिं समुववन्ना गोयमा छट्ठीए नरय पुढवीए। से भयवं केणं अट्ठेणं गोयमा तीए पडिपुण्णाणं साइरेगाणं णवण्हं मासाणं गयाणं इणमो विचिंतियं जहा णं पच्चूसे गब्भं पडावेमि, त्ति एवमज्झवसमाणी चेव बालयं पसूया। पसूयमेत्ता य तक्खणं निहणं गया। एतेणं अट्ठेणं गोयमा सा सुज्जसिरी छट्ठियं गयं त्ति। से भयवं जं तं बालगं पसविऊणं मया सा सुज्जसिरी तं जीवियं किं वा न व त्ति गोयमा जीवियं। से भयवं कहं गोयमा पसूयमेत्तं तं बालगं तारिसेहिं जरा जर जलुस जंबाल पूइ रुहिर खार दुगंधासुईहिं विलत्तमणाहं विलवमाणं दट्ठूणं कुलाल चक्कस्सोवरिं काऊणं साणेणं समुद्दिसिउमारद्धं ताव

Translated Sutra: હે ભગવન્‌ ! પેલી સુજ્ઞશ્રી ક્યાં ઉત્પન્ન થઈ ? હે ગૌતમ ! છઠ્ઠી નરક પૃથ્વીમાં. હે ભગવન્‌ ! કયા કારણે તેમ થયું ? હે ગૌતમ ! તેનો ગર્ભ નવ માસથી અધિક થયો. ત્યારે તેણીએ એવો વિચાર કર્યો કે આવતીકાલે સવારે ગર્ભ પડાવીશ. એવા પ્રકારના અધ્યવસાયને કરતી તેણે બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી તુરંત જ, ત્યાં જ મૃત્યુ પામી. એ કારણે સુજ્ઞશ્રી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Gujarati 1526 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं कयराओ य तेणं जयणा न विन्नाया, जओ णं तं तारिसं सुदुक्करं कायकेसं काऊणं पि तहा वि णं भमिहिइ सुइरं तु संसारे गोयमा जयणा णाम अट्ठारसण्हं सीलंग सहस्साणं संपुन्नाणं अखंडिय विराहियाणं जावज्जीव महण्णि-साणुसमयं धारणं कसिणं संजम किरियं अनुमन्नंति। तं च तेण न विण्णायंति। ते णं तु से अहन्ने भमिहिइ सुइरं तु संसारे। से भयवं केणं अट्ठेणं तं च तेणं न विण्णायंति गोयमा ते णं जावइए कायकेसे कए तावइयस्स अद्ध भागेणेव जइ से बाहिर पाणगं विवज्जंते ता सिद्धीए मनुवयंते नवरं तु तेण बाहिर पाणगे परिभुत्ते बाहिरपाणग परिभोइस्स णं गोयमा बहूए वि कायकेसे णिरत्थगे हवेज्जा। जओ णं गोयमा

Translated Sutra: હે ભગવન્‌ ! તેણે કઈ જયણા ન જાણી, કે જેના કારણે તેવા પ્રકારના દુષ્કર કાય કલેશ કરીને પણ તે પ્રકારે લાંબો કાળ સુધી તે સુસઢ સંસારમાં ભ્રમણ કરશે ? હે ગૌતમ ! જયણા તેને કહેવાય કે ૧૮૦૦૦ શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરાધિતપણે યાવજ્જીવ રાત – દિવસ દરેકે દરેક સમયે ધારણ કરીને રાખે. તેમજ સમગ્ર સંયમ ક્રિયાને બરાબર સેવે. તે
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 78 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] जह खुहियचक्कवाले पोयं रयणभरियं समुद्दम्मि । निज्जामगा धरेंती कयकरणा बुद्धिसंपन्ना ॥

Translated Sutra: સૂત્ર– ૭૮. જ્યારે સમુદ્ર ચક્રવાલ ક્ષોભે ત્યારે સમુદ્રમાં રત્નથી ભરેલ વહાણનું કૃત – કરણ બુદ્ધિ સંપન્ન નિર્યામકો રક્ષણ કરે, સૂત્ર– ૭૯. તેમ ગુણ – રત્નથી ભરેલ, પરીષહ ઉર્મિથી ક્ષોભિત, તપરૂપી વહાણ, ઉપદેશરૂપ આલંબનવાળા ધીરપુરુષો આરાધે છે. સૂત્ર સંદર્ભ– ૭૮, ૭૯
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 89 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] पावाणं पावाणं कम्माणं अप्पणो सकम्माणं । सक्का पलाइउं जे तवेण सम्मं पउत्तेणं ॥

Translated Sutra: જે જીવોએ સમ્યક્‌ પ્રકારે તપ કર્યો હોય તે જીવો પોતાના આકરા પાપ કર્મોને બાળવા સમર્થ થાય છે.
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 98 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] जाहे होइ पमत्तो जिनवरवयणरहिओ अनाउत्तो । ताहे इंदियचोरा करिंति तव-संजमविलोमं ॥

Translated Sutra: સૂત્ર– ૯૮. જિનવચન રહિત ને અનુપયુક્ત જ્યારે પ્રમાદી થાય ત્યારે ઇન્દ્રિય ચોરો તેનો તપ – સંયમનો નાશ કરે છે. સૂત્ર– ૯૯. જિનવચનને અનુસરતી મતિવાળો પુરુષ જે વેળા સંવરમાં પ્રવિષ્ટ હોય, ત્યારે વાયરા સહિત અગ્નિની માફક મૂળ અને ડાળખા સહિત કર્મને બાળી મૂકે છે. સૂત્ર– ૧૦૦. જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખંડને બાળે છે, તેમ પુરુષાકાર(ઉદ્યમ)
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 128 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] बत्तीसमंडियाहिं कडजोगी जोगसंगहबलेणं । उज्जमिऊण य बारसविहेण तवनेहपाणेणं ॥

Translated Sutra: સૂત્ર– ૧૨૮. બત્રીશ ભેદે યોગ સંગ્રહના બળ વડે કૃતયોગી થઈ, બાર ભેદે તપરૂપ સ્નેહ પાને કરી, સૂત્ર– ૧૨૯. સંસારરૂપી રંગભૂમિમાં ધીરજરૂપી બળ, ઉદ્યમરૂપી બખ્તર પહેરી સજ્જ થયેલો તું મોહરૂપી મલને હણીને આરાધનારૂપી જય – પતાકા હરણ કર. સૂત્ર સંદર્ભ– ૧૨૮, ૧૨૯
Mahapratyakhyan મહાપ્રત્યાખ્યાન Ardha-Magadhi

विविधं धर्मोपदेशादि

Gujarati 137 Gatha Painna-03 View Detail
Mool Sutra: [गाथा] दंसण-नाण-चरित्ते तवे य आराहणा चउक्खंधा । सा चेव होइ तिविहा उक्कोसा१ मज्झिम२ जहन्ना३ ॥

Translated Sutra: સૂત્ર– ૧૩૭. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદે થાય, સૂત્ર– ૧૩૮. વળી તે ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ત્રણ ભેદે થાય. પંડિતો ચાર ભેદવાળી ઉત્કૃષ્ટ આરાધના આરાધી, કર્મરજ રહિત થઈ, તે જ ભવે સિદ્ધિ પામે, સૂત્ર– ૧૩૯. જઘન્ય આરાધના ચાર ભેદે આરાધી સાત કે આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે. સૂત્ર સંદર્ભ– ૧૩૭–૧૩૯
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 9 Gatha Chulika-01 View Detail
Mool Sutra: [गाथा] तव-संजम-मय-लंछण! अकिरिय-राहुमुह-दुद्धरिस! निच्चं । जय संघचंद! निम्मल-सम्मत्त-विसुद्धजुण्हागा!

Translated Sutra: તપ પ્રધાન સંયમરૂપ મૃગચિહ્ન અંકિત, અક્રિયાવાદ આદિ વિવિધ મતમતાંતર રૂપ રાહુ પ્રમુખ ગ્રહોથી ગ્રસિત ન થનાર, સદા નિરાબાધ, દર્શનમોહ – મળથી રહિત, સ્વચ્છ, નિર્મળ, નિરતિચાર, સમ્યક્‌ત્વરૂપ ચાંદનીથી સુશોભિત છે, એવા ચંદ્રરૂપી સંઘનો સદા જય થાઓ.
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 10 Gatha Chulika-01 View Detail
Mool Sutra: [गाथा] परतित्थिय-गह-पह-नासगस्स तवतेय-दित्तलेसस्स । नाणुज्जोयस्स जए, भद्दं दमसंघसूरस्स ॥

Translated Sutra: અન્ય મતમતાંતર રૂપ ગ્રહ વગેરેની પ્રભાને નિસ્તેજ કરનાર, પોતાના તપ સંયમના તેજથી દેદીપ્યમાન કાંતિ વાળા, જ્ઞાનરૂપ પ્રકાશને ફેલાવનાર અને અજ્ઞાન અંધકારને દૂર કરનાર, વિષય – કષાય રૂપ અવગુણોને દૂર કરનાર એવા ઉપશમ પ્રધાન સૂર્યરૂપી સંઘનું સદા કલ્યાણ થાઓ.
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 5 Gatha Chulika-01 View Detail
Mool Sutra: [गाथा] संजम-तव-तुंबारयस्स नमो सम्मत्त-पारियल्लस्स । अप्पडिचक्कस्स जओ, होउ सया संघचक्कस्स ॥

Translated Sutra: સત્તર પ્રકારનો સંયમ એ સંઘરૂપ ચક્રની નાભિ છે. છ પ્રકારનું બાહ્ય તપ અને છ પ્રકારનું અભ્યંતર તપરૂપ સંઘચક્રના બાર આરા છે. સંઘરૂપ ચક્રનો ઘેરાવો અર્થાત્‌ પરિધિ સમ્યક્‌ત્વ છે. એવા ચક્રની ઉપમાયુક્ત સંઘને નમસ્કાર હો. જે પ્રતિચક્રથી રહિત છે એટલે અદ્વિતીય – અતુલનીય છે એવા ચક્રરૂપ સંઘનો સદા જય હો.
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 6 Gatha Chulika-01 View Detail
Mool Sutra: [गाथा] भद्दं सीलपडागूसियस्स तव-नियम-तुरय-जुत्तस्स । संघरहस्स भगवओ, सज्झाय-सुनंदि-घोसस्स ॥

Translated Sutra: સંઘરૂપ રથની ઉપર અઢાર હજાર શીલગુણ રૂપ ઊંચી ધ્વજાઓ ફરકે છે, તેમાં તપ અને સંયમરૂપ અશ્વ જેમાં જોડાયેલા છે; વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયનો મંગલમય મધુર ધ્વનિ જેમાં નીકળી રહ્યો છે, એવા તે રથરૂપ સંઘ ભગવાનનું સદા કલ્યાણ થાઓ.
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 20 Gatha Chulika-01 View Detail
Mool Sutra: [गाथा] पढमित्थ इंदभूई, बीए पुन होइ अग्गिभूइ त्ति । तइए य वाउभूई, तओ वियत्ते सुहम्मे य ॥

Translated Sutra: ભગવાન મહાવીરના અગિયાર ગણધરો હતા. તે આ પ્રમાણે છે – ૧. ઇન્દ્રભૂતિ ૨. અગ્નિભૂતિ ૩. વાયુભૂતિ ૪. વ્યક્ત ૫. સુધર્માસ્વામી ૬. મંડિતપુત્ર ૭. મૌર્યપુત્ર ૮. અકંપિત ૯. અચલભ્રાતા ૧૦.મેતાર્ય ૧૧.પ્રભાસ. સૂત્ર સંદર્ભ– ૨૦, ૨૧
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 29 Gatha Chulika-01 View Detail
Mool Sutra: [गाथा] वंदामि अज्जधम्मं ततो वंदे य भद्दगुत्तं च । तत्तो य अज्जवइरं तवनियमगुणेहिं वइरसमं ॥

Translated Sutra: આર્યધર્મ મહારાજને, ત્યારબાદ આચાર્યશ્રી ભદ્રગુપ્ત મહારાજને હું વંદન કરું છું. ત્યારબાદ તપ, નિયમ – સંયમ આદિ ગુણોથી સંપન્ન વજ્ર સમાન દૃઢ આચાર્યશ્રી આર્ય વજ્રસ્વામીને હું વંદન કરું છું.
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 30 Gatha Chulika-01 View Detail
Mool Sutra: [गाथा] वंदामि अज्जरक्खियखमणे रक्खियचरित्तसव्वस्से । रयणकरंडगभूओ अनुओगो रक्खिओ जेहिं ॥

Translated Sutra: જેઓએ દરેક સંયમી મુનિઓની અને પોતાના ચારિત્રની રક્ષા કરી તથા જેઓએ રત્નોની પેટી સમાન અનુયોગની રક્ષા કરી તે તપસ્વીરાજ આચાર્ય શ્રી આર્યરક્ષિતને હું વંદના કરું છું.
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 31 Gatha Chulika-01 View Detail
Mool Sutra: [गाथा] नाणम्मि दंसणम्मि य, तव-विनए णिच्चकालमुज्जुत्तं । अज्जं नंदिलक्खमणं, सिरसा वंदे पसण्णमनं ॥

Translated Sutra: જ્ઞાન, દર્શન, તપ અને વિનયાદિ ગુણોમાં સદા ઉદ્યમવંત અને રાગ – દ્વેષ રહિત પ્રસન્નમના આદિ અનેક ગુણોથી સંપન્ન, આર્ય નંદિલ ક્ષમાશ્રમણને હું મસ્તક નમાવીને વંદન કરું છું.
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 39 Gatha Chulika-01 View Detail
Mool Sutra: [गाथा] वरतविय-कणग-चंपग-विमउल-वरकमल-गब्भ-सरिवण्णे । भविय-जण-हियय-दइए, दया-गुण-विसारए धीरे ॥

Translated Sutra: સૂત્ર– ૩૯. જેના શરીરનો વર્ણ તપાવેલ ઉત્તમ સોના જેવો, સોના જેવા વર્ણવાળો ચંપક પુષ્પ જેવો અથવા ખિલેલા ઉત્તમ કમળની પરાગ જેવો પિત્ત વર્ણ હતો. જે ભવ્ય પ્રાણીઓના હૃદયમાં વસી ગયા હતા. જે જનસમૂહમાં દયાનો ગુણ ઉત્પન્ન કરાવવામાં વિશારદ, ધૈર્યગુણ યુક્ત હતો... સૂત્ર– ૪૦. દક્ષિણાર્દ્ધ ભરતક્ષેત્રના યુગપ્રધાન, વિવિધ પ્રકારના
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 93 Sutra Chulika-01 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं परोक्खं? परोक्खं दुविहं पन्नत्तं, तं जहा–आभिनिबोहियनाणपरोक्खं च सुयनाणपरोक्खं च। जत्थाभिनिबोहियनाणं, तत्थ सुयनाणं। जत्थ सुयनाणं, तत्थाभिनिबोहियनाणं। दोवि एयाइं अन्नमन्नमणुगयाइं, तहवि पुण इत्थ आयरिया नाणत्तं पन्नवयंति–अभिनिबुज्झइ त्ति आभिनिबोहियं। सुणेइ त्ति सुयं। मइपुव्वं सुयं, न मई सुयपुव्विया।

Translated Sutra: પરોક્ષજ્ઞાન કેટલા પ્રકારનુ છે ? પરોક્ષજ્ઞાન બે પ્રકારનું છે, જેમ કે – ૧) આભિનિબોધિક જ્ઞાન પરોક્ષ મતિજ્ઞાન), ૨) શ્રુતજ્ઞાન પરોક્ષ. જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન પણ હોય છે અને જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં આભિનિબોધિક જ્ઞાન હોય, એ બન્ને જ્ઞાન સાથે જ રહેનારા છે, અન્યોન્ય અનુગત છે તો પણ એ બન્નેમાં તીર્થંકરોએ
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 139 Sutra Chulika-01 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं आयारे? आयारे णं समणाणं निग्गंथाणं आयार-गोयर-विनय-वेणइय-सिक्खा-भासा-अभासा-चरण-करण-जाया-माया-वित्तीओ आघविज्जंति। से समासओ पंचविहे पन्नत्ते, तं जहा–नाणायारे, दंसणायारे, चरित्तायारे, तवायारे, वीरियायारे आयारे णं परित्ता वायणा, संखेज्जा अणुनुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए पढमे अंगे, दो सुयक्खंधा, पणवीसं अज्झयणा, पंचासीइं उद्देसनकाला, पंचासीइं समुद्देसनकाला, अट्ठारस-पयसहस्साणि पयग्गेणं, संखेज्जा अक्खरा, अनंता गमा, अनंता पज्जवा, परित्ता तसा, अनंता थावरा, सासय-कड-निबद्ध-निकाइया जिनपन्नत्ता

Translated Sutra: આચારાંગ સૂત્ર કેવા પ્રકારનું છે? આચારાંગ સૂત્રમાં બાહ્ય – અભ્યંતર પરિગ્રહથી રહિત શ્રમણ નિર્ગ્રન્થોના આચાર, ગોચર, ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ, વિનય (જ્ઞાનાદિનો વિનય), વિનયનું ફળ, ક્રમક્ષય આદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, બોલવા યોગ્ય સત્ય અને વ્યવહાર ભાષા અને ત્યાજ્ય મિશ્ર તથા અસત્ય ભાષા, ચરણ – વ્રતાદિ, કરણ – પિંડવિશુદ્ધિ
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 141 Sutra Chulika-01 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं ठाणे? ठाणे णं जीवा ठाविज्जंति, अजीवा ठाविज्जंति, जीवाजीवा ठाविज्जंति। ससमए ठावि-ज्जइ, परसमए ठाविज्जइ, ससमय-परसमए ठाविज्जइ। लोए ठाविज्जइ, अलोए ठाविज्जइ, लोयालोए ठाविज्जइ। ठाणे णं टंका, कूडा, सेला, सिहरिणो, पब्भारा, कुंडाइं, गुहाओ, आगरा, दहा, नईओ आघविज्जंति। ठाणे णं एगाइयाए एगुत्तरियाए वुड्ढीए दसट्ठाणग-विवड्ढियाणं भावाणं परूवणा आघविज्जइ ठाणे णं परित्ता वायणा, संखेज्जा अनुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ संगह-णीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए तइए अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, एगवीसं उद्देसनकाला, एगवीसं

Translated Sutra: સ્થાનાંગ સૂત્રમાં શું બતાવ્યું છે ? સ્થાનાંગ સૂત્રમાં જીવ સ્થાપિત કરેલ છે, અજીવ સ્થાપિત કરેલ છે અને જીવાજીવની સ્થાપના કરેલ છે. સ્વસમય – જૈન સિદ્ધાંતની સ્થાપના કરેલ છે, પરસમય – જૈનેતર સિદ્ધાંતની સ્થાપના કરેલ છે. તેમજ જૈન અને જૈનેતર,.ભય પક્ષોની સ્થાપના કરેલ છે. લોક, અલોક અને લોકાલોકની સ્થાપના કરેલ છે. સ્થાનાંગ
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 144 Sutra Chulika-01 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नायाधम्मकहाओ? नायाधम्मकहासु णं नायाणं नगराइं, उज्जानाइं, चेइयाइं, वनसंडाइं, समोसरणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय-परलोइया इड्ढिविसेसा, भोगपरिच्चाया, पव्वज्जाओ, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाइं, संलेहणाओ, भत्तपच्चक्खाणाइं, पाओवगमनाइं, देवलोग-गमनाइं, सुकुलपच्चायाईओ, पुनबोहिलाभा, अंतकिरियाओ य आघविज्जंति। दस धम्मकहाणं वग्गा। तत्थ णं एगमेगाए धम्मकहाए पंच पंच अक्खाइयासयाइं। एगमेगाए अक्खाइयाए पंच पंच उवक्खाइयासयाइं। एगमेगाए उवक्खाइयाए पंच पंच अक्खाइओवक्खाइया-सयाइं– एवमेव सपुव्वावरेणं अद्धट्ठाओ कहाणगकोडीओ हवंति त्ति मक्खायं। नायाधम्मकहाणं

Translated Sutra: જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર કેવા પ્રકારનું છે? તેમાં કોનું વર્ણન છે? જ્ઞાતાધર્મકથાંગ સૂત્રમાં કથા નાયકોના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, ભગવાનના સમવસરણો તથા રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, ભોગોનો પરિત્યાગ દીક્ષાપર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, સંલેખના, ભક્ત પ્રત્યાખ્યાન,
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 145 Sutra Chulika-01 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं उवासगदसाओ? उवासगदसासु णं समणोवासगाणं नगराइं, उज्जाणाइं, चेइयाइं, वनसंडाइं, समोसरणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय-परलोइया इड्ढिविसेसा, भोगपरिच्चाया, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाइं, सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववास-पडिव-ज्जणया, पडिमाओ, उवसग्गा, संलेहणाओ, भत्तपच्चक्खाणाइं, पाओवगमणाइं, देवलोगगमणाइं, सुकुलपच्चायाईओ, पुण बोहिलाभा, अंतकिरियाओ य आघविज्जंति। उवासगदसाणं परित्ता वायणा, संखेज्जा अनुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए सत्तमे अंगे,

Translated Sutra: ઉપાસકદશાંગ નામના અંગમાં કોનો અધિકાર છે ? ઉપાસકદશાંગમાં શ્રમણોપાસકોના નગર, ઉદ્યાન, વ્યંતરાયતન, વનખંડ, સમવસરણ, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોકની ઋદ્ધિવિશેષ, ભોગ – પરિત્યાગ, દીક્ષા, સંયમની પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, શીલવ્રત – ગુણવ્રત, વિરમણવ્રત – પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને ધારણ કરનાર,
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 146 Sutra Chulika-01 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अंतगडदसाओ? अंतगडदसासु णं अंतगडाणं नगराइं, उज्जानाइं, चेइयाइं, वनसंडाइं, समोसरणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय-परलोइया इड्ढिविसेसा, भोगपरिच्चागा, पव्व-ज्जाओ परिआया, सुयपरिग्गहा, तवोवहाणाइं संलेहणाओ, भत्तपच्चक्खाणाइं, पाओवगमणाइं, अंतकिरियाओ य आघविज्जंति। अंतगडदसाणं परित्ता वायणा, संखेज्जा अनुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए अट्ठमे अंगे, एगे सुयक्खंधे, अट्ठवग्गा, अट्ठ उद्देसनकाला, अट्ठ समुद्देसन-काला, संखेज्जाइं पयसहस्साइं पयग्गेणं, संखेज्जा

Translated Sutra: અંતકૃત્‌દશાંગ શ્રુતમાં કોનું વર્ણન છે ? અંતકૃત્‌દશાંગ સૂત્રમાં કર્મનો અથવા જન્મ – મરણરૂપ સંસારનો અંત કરનારા મહાપુરુષોના નગર, ઉદ્યાન, વ્યંતરાયતન, વનખંડ, સમવસરણ, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોકની ઋદ્ધિ વિશેષ, ભોગ – પરિત્યાગ, દીક્ષા, સંયમની પર્યાય, શ્રુતનું અધ્યયન, શ્રુતનું ઉપધાન તપ, સંલેખના,
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 147 Sutra Chulika-01 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अनुत्तरोववाइयदसाओ? अनुत्तरोववाइयदसासु णं अनुत्तरोववायाणं नगराइं, उज्जाणाइं, चेइयाइं, वनसंडाइं, समोस-रणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय-परलोइया इड्ढिविसेसा, भोग-परिच्चागा, पव्वज्जाओ, परिआगा, सुयपरिग्गहा, तवोवहाणाइं, पडिमाओ, उवसग्गा, संलेहणाओ, भत्तपच्चक्खाणाइं, पाओवगमणाइं, अनुत्तरोववाइयत्ते उववत्ती, सुकुलपच्चायाईओ, पुनबोहिलाभा, अंतकिरियाओ य आघविज्जंति। अनुत्तरोववाइयदसाणं परित्ता वायणा, संखेज्जा अनुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए नवमे

Translated Sutra: અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રમાં કોનું વર્ણન છે ? અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા પુણ્યશાળી આત્માઓના નગર, ઉદ્યાન, વ્યંતરાયતન, વનખંડ, સમવસરણ, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોકની ઋદ્ધિવિશેષ, ભોગપરિત્યાગ, દીક્ષા, સંયમની પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, પ્રતિમાગ્રહણ,
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 149 Sutra Chulika-01 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं विवागसुयं? विवागसुए णं सुकड-दुक्कडाणं कम्माणं फलविवागे आघविज्जइ। तत्थ णं दस दुहविवागा, दस सुहविवागा। से किं तं दुहविवागा? दुहविवागेसु णं दुहविवागाणं नगराइं, उज्जानाइं, वनसंडाइं, चेइयाइं, समोसरणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय-परलोइया रिद्धिविसेसा, निरयगमणाइं, संसारभवपवंचा, दुहपरंपराओ, दुक्कुलपच्चायाईओ, दुल्लहबोहियत्तं आघविज्जइ। से त्तं दुहविवागा। से किं तं सुहविवागा? सुहविवागेसु णं सुहविवागाणं नगराइं, उज्जानाइं, वनसंडाइं, चेइयाइं, समोसरणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय-परलोइया इड्ढिविसेसा, भोगपरिच्चागा,

Translated Sutra: વિપાકશ્રુતમાં કોનો અધિકાર છે ? વિપાકશ્રુતમાં સુકૃત – દુષ્કૃત અર્થાત્‌ શુભાશુભ કર્મોના ફળનું કથન છે. વિપાકસૂત્રમાં દસ અધ્યયન દુઃખ વિપાકના અને દસ અધ્યયન સુખવિપાકના છે. દુઃખવિપાકમાં શું બતાવ્યું છે ? દુઃખવિપાકમાં દુઃખરૂપ ફળ ભોગવનારના નગર, ઉદ્યાન, વનખંડ, ચૈત્ય, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક તથા
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 154 Sutra Chulika-01 View Detail
Mool Sutra: [सूत्र] से त्तं पुव्वगए। से किं तं अनुओगे? अनुओगे दुविहे पन्नत्ते, तं जहा–मूलपढमानुओगे गंडियानुओगे य। से किं तं मूलपढमानुओगे? मूलपढमानुओगे णं अरहंताणं भगवंताणं पुव्वभवा, देवलोगगमनाइं, आउं, चवणाइं, जम्म-णाणि य अभिसेया, रायवरसिरीओ, पव्वज्जाओ, तवा य उग्गा, केवलनाणुप्पयाओ, तित्थपवत्त-णाणि य, सीसा, गणा, गणहरा, अज्जा, पवत्तिणीओ, संघस्स चउव्विहस्स जं च परिमाणं, जिन-मन-पज्जव-ओहिनाणी, समत्तसुयनाणिणो य, वाई, अनुत्तरगई य, उत्तरवेउव्विणो य मुणिणो, जत्तिया सिद्धा सिद्धिपहो जह देसिओ, जच्चिरं च कालं पाओवगया, जे जहिं जत्तियाइं भत्ताइं छेइत्ता अंतगडे मुनिवरु-त्तमे तम-रओघ-विप्पमुक्के मुक्खसुहमनुत्तरं

Translated Sutra: [૧]. અનુયોગ કેટલા પ્રકારનો છે ? અનુયોગ બે પ્રકારનો છે, જેમ કે – ૧) મૂલપ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ. મૂલપ્રથમાનુયોગમાં કોનું વર્ણન છે? મૂલપ્રથમાનુયોગમાં અરિહંત ભગવંતના પૂર્વભવોનું વર્ણન છે. તેમનું દેવલોકમાં જવું, દેવલોકનું આયુષ્ય, દેવલોકથી ચ્યવીને તીર્થંકર રૂપે જન્મ, દેવાદિકૃત જન્માભિષેક, રાજ્યાભિષેક, પ્રધાન
Nirayavalika નિરયાવલિકાદિ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ काल

Gujarati 13 Sutra Upang-08 View Detail
Mool Sutra: [सूत्र] तए णं तस्स दारगस्स एगंते उक्कुरुडियाए उज्झिज्जमाणस्स अग्गंगुलिया कुक्कुडिपिच्छएणं दूमिया वि होत्था, अभिक्खणं-अभिक्खणं पूयं च सोणियं च अभिनिस्सवेइ। तए णं से दारए वेयणाभिभूए समाणे महया-महया सद्देणं आरसइ। तए णं से सेणिए राया तस्स दारगस्स आरसियसद्दं सोच्चा निसम्म जेणेव से दारए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं दारगं करयलपुडेणं गिण्हइ, गिण्हित्ता तं अग्गंगुलियं आसयंसि पक्खिवइ, पक्खिवित्ता पूयं च सोणियं च आसएणं आमुसइ। तए णं से दारए निव्वुए निव्वेयणे तुसिणीए संचिट्ठइ। जाहे वि य णं से दारए वेयणाए अभिभूए समाणे महया-महया सद्देणं आरसइ, ताहे वि य णं सेणिए राया जेणेव

Translated Sutra: ત્યારે તે બાળકને એકાંતે ઉકરડામાં ફેંકેલો ત્યારે અગ્રાંગુલી કુકડાના પીંછાથી દુભાઈ હતી. વારંવાર પરુ અને લોહી નીકળતા હતા. ત્યારે તે બાળક વેદનાભિભૂત થઈ, મોટા – મોટા શબ્દોથી રડતો હતો. ત્યારે તે શ્રેણિક રાજા તે બાળકને બરાડતો સાંભળી – સમજી તે બાળક પાસે આવ્યો. આવીને તે બાળકને બે હાથ વડે ગ્રહણ કરે છે, અગ્રાંગુલીને
Nirayavalika નિરયાવલિકાદિ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ काल

Gujarati 15 Sutra Upang-08 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से कूणिए राया चेल्लणं देविं ओहयमणसंकप्पं जाव झियायमाणिं पासइ, पासित्ता चेल्लणाए देवीए पायग्गहणं करेइ, करेत्ता चेल्लणं देविं एवं वयासी– किं णं अम्मो! तुम्हं न तुट्ठी वा न ऊसए वा न हरिसे वा न आणंदे वा, जं णं अहं सयमेव रज्जसिरिं करेमाणे पालेमाणे विहरामि? तए णं सा चेल्लणा देवी कूणियं रायं एवं वयासी–कहं णं पुत्ता! ममं तुट्ठी वा ऊसए वा हरिसे वा आणंदे वा भविस्सइ? जं णं तुमं सेणियं रायं पियं देवयं गुरुजणं अच्चंतनेहानुरागरत्तं नियलबंधणं करेत्ता अप्पाणं महया-महया रायाभिसेणं अभिसिंचावेसि? तए णं से कूणिए राया चेल्लणं देविं एवं वयासी–घाएउकामे णं अम्मो! ममं सेणिए राया,

Translated Sutra: ત્યારે કોણિક રાજાએ ચેલ્લણા દેવીને અપહત મનવાળા યાવત્‌ ચિંતામગ્ન જુએ છે, જોઈને તેણીના પગે પડ્યો અને કહ્યું – કેમ માતા ! તમને તુષ્ટિ, ઉત્સવ, હર્ષ કે આનંદ નથી ? કે જેથી હું પોતે જ રાજ્યલક્ષ્મીને ભોગવતો યાવત્‌ વિચરું છું. ત્યારે ચેલ્લણા દેવીએ કોણિક રાજાને કહ્યું – હે પુત્ર ! મને ક્યાંથી તુષ્ટિ આદિ થાય ? જે તે તારા
Nishithasutra નિશીથસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 195 Sutra Chheda-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू असोगवनंसि वा सत्तिवण्णवनंसि वा चंपगवनंसि वा चूयवनंसि वा अन्नतरेसु तहप्पगारेसु वा पत्तोवएसु पुप्फोवएसु फलोवएसु छाओवएसु उच्चारं वा पासवणं वा परिट्ठवेति, परिट्ठवेंतं वा सातिज्जति।

Translated Sutra: જે સાધુ – સાધ્વી અશોક – સપ્તપર્ણ – ચંપક – આમ્રના વનમાં કે બીજા કોઈ વનમાં જે પત્ર, પુષ્પ, ફળ, બીજ આદિથી યુક્ત હોય ત્યાં મળ – મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Nishithasutra નિશીથસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१७ Gujarati 1109 Sutra Chheda-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू कोउहल्लपडियाए अन्नयरं तसपाणजातिं तणपासएण वा मुंजपासएण वा कट्ठपासएण वा चम्मपासएण वा वेत्तपासएण वा रज्जुपासएण वा० सुत्तपासएण वा बंधति, बंधंतं वा सातिज्जति।

Translated Sutra: વર્ણન સંદર્ભ: આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૧૦૯ થી ૧૨૫૯ એટલે કે કુલ ૧૫૧ – સૂત્રો છે. તેમાંનાં કોઈપણ દોષનું સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્‌ઘાતિક’ પ્રાયશ્ચિત્ત આવે જેને ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ પણ કહે છે. પ્રત્યેક સૂત્રને અંતે આ ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે’ એ વાક્ય જોડી દેવું. અનુવાદ: જે સાધુ – સાધ્વી
Nishithasutra નિશીથસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 313 Sutra Chheda-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू अपरिहारिए परिहारियं बूया–एहि अज्जो! तुमं च अहं च एगओ असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता तओ पच्छा पत्तेयं-पत्तेयं भोक्खामो वा पाहामो वा–जे तं एवं वदति, वदंतं वा सातिज्जति– तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घातियं।

Translated Sutra: જે સાધુ – સાધ્વી અપરિહારિ હોય એટલે કે જેને પરિહાર નામક પ્રાયશ્ચિત્ત આવેલ નથી તેવા શુદ્ધ આચારવાળા હોય તેવા સાધુ – સાધ્વી, પરિહાર નામક પ્રાયશ્ચિત્ત કરી રહેલા સાધુ – સાધ્વીને કહે કે હે આર્ય! હે આર્યા!. ચાલો આપણે બંને સાથે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરવાને માટે જઈએ. ગ્રહણ કરી પોતપોતાના સ્થાને આહાર – પાન કરીશું.
Nishithasutra નિશીથસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 575 Sutra Chheda-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू रन्नो खत्तियाणं मुदियाण मुद्धाभिसित्ताणं समवाएसु वा पिंडनियरेसु वा इंदमहेसु वा खंदमहेसु वा रुद्दमहेसु वा मुगुंदमहेसु वा भूतमहेसु वा जक्खमहेसु वा नागंमहेसु वा थूभमहेसु वा, चेतियमहेसु वा रुक्खमहेसु वा गिरिमहेसु वा दरिमहेसु वा, अगडमहेसु वा तडागमहेसु वा दहमहेसु वा नदिमहेसु वा सरमहेसु वा सागरमहेसु वा आगरमहेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिग्गाहेति, पडिग्गाहेंतं वा सातिज्जति।

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: જે સાધુ (સાધ્વી) રાજા, ક્ષત્રિય, શુદ્ધ વંશવાળા, મુર્દ્ધાભિસિક્ત રાજાના નિમ્નોક્ત સ્થાનોમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. અનુવાદ: સૂત્ર– ૫૭૫. જે સાધુ (સાધ્વી) રાજા, ક્ષત્રિય, શુદ્ધ વંશવાળા, મુર્દ્ધાભિસિક્ત રાજાના ગોષ્ઠીમાં પીંડદાનમાં, ઇંદ્ર મહોત્સવમાં,
Nishithasutra નિશીથસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 583 Sutra Chheda-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू रायंतेपुरियं वदेज्जा–आउसो! रायंतेपुरिए! नो खलु अम्हं कप्पइ रायंतेपुरं निक्खमित्तए वा पविसित्तए वा, इमण्हं तुमं पडिग्गहगं गहाय रायंतेपुराओ असनं वा पानं वा खाइमं वा साइमं वा नीहरियं आहट्टु दलयाहि जो तं एवं वदति, वदंतं वा सातिज्जति।

Translated Sutra: જે સાધુ રાજાની અંતઃપુરિકાને કહે કે હે આયુષ્મતી રાયંતપુરિકા ! અમને રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવાનું કે નીકળવાનું કલ્પે નહીં, તેથી તું આ પાત્રને લઈને રાજાના અંતઃપુરમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અહીં લાવીને આપ. જો સાધુ તેણીને આવું કહે કે કહેનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
Nishithasutra નિશીથસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१३ Gujarati 848 Sutra Chheda-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू धाइपिंडं भुंजति, भुंजंतं वा सातिज्जति।

Translated Sutra: જે સાધુ – સાધ્વી અહીં દર્શાવેલા પંદર ભેદોમાંના કોઈ પીંડ આહારને ભોગવે કે ભોગવનારને અનુમોદે લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે. ૧. ધાત્રિપીંડ – બાળકને રમાડી ગૌચરી મેળવે. ૨. દૂતિપીંડ – બાળકને રમાડીને ગૌચરી મેળવે. ૩. નિમિત્તપીંડ – સંદેશાની આપ – લે કરી ગૌચરી મેળવે. ૪. આજીવક પીંડ – જાતિ, કળા, પ્રશંસાથી નિર્વાહ કરે. ૫. વનીપક
Nishithasutra નિશીથસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२० Gujarati 1384 Sutra Chheda-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू चाउम्मासियं वा साइरेगचाउम्मासियं वा पंचमासियं वा साइरेगपंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अन्नयरं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणे ठवणिज्जं ठवइत्ता करणिज्जं वेयावडियं। ठविए वि पडिसेवित्ता, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया। पुव्विं पडिसेवियं पुव्विं आलोइयं, पुव्विं पडिसेवियं पच्छा आलोइयं। पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं। अपलिउंचिए अपलिउंचियं, अपलिउंचिए पलिउंचियं। पलिउंचिए अपलिउंचियं, पलिउंचिए पलिउंचियं। अपलिउंचिए अपलिउंचियं आलोएमाणस्स सव्वमेयं सकयं साहणिय जे एयाए पट्ठवणाए पट्ठविए

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: જે સાધુ ચાતુર્માસિક, સાધિક ચાતુર્માસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક એ પરિહાર સ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની – અનુવાદ: સૂત્ર– ૧૩૮૪. એકવાર પ્રતિસેવના કરી આલોચના કરે. સૂત્ર– ૧૩૮૫. અનેકવાર પ્રતિસેવના કરી આલોચના કરે. સૂત્ર– ૧૩૮૬. તે આલોચના માયારહિત કરે. સૂત્ર– ૧૩૮૭. તે આલોચના માયા સહિત કરે. ઉક્ત
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

पिण्ड

Gujarati 7 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] गुणनिप्फन्नं गोण्णं तं चेव जहत्थम स त्थवी बेंति । तं पुन खवणो जलणो तवणो पदणो पईवी य ॥

Translated Sutra: ભાષ્ય ૧) ગુણ વડે બનેલ હોય તે જ ગૌણ નામ છે, એમ અર્થવિદો યથાર્થ કહે છે, તે ગૌણનામ – ક્ષપણ, જ્વલન, તપન, પ્રદીપ આદિ છે.
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

पिण्ड

Gujarati 44 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] गुरुपट्ठाक्खाणिगिलाणसेहमाईण धोवणं पुव्वं । तो अप्पणो पुव्वमहाकडे य इयरे दुवे पच्छा ॥

Translated Sutra: ગુરુ, તપસ્વી, ગ્લાન, શૈક્ષાદિના વસ્ત્રો પહેલાં ધોવા. પછી પોતાના ધોવા, તેમાં યથાકૃત્‌ વસ્ત્ર પહેલાં ધોવા, બીજા બે અનુક્રમે ધોવા.
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

पिण्ड

Gujarati 74 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] दुविहो उ भावपिंडो पसत्थओ चेव अप्पसत्थो य । एएसिं दोण्हंपिय पत्तेय परूवणं वोच्छं ॥

Translated Sutra: પ્રશસ્ત અને અપ્રશસ્ત એ બંને પ્રકારના ભાવપિંડને હું કહીશ. પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવપિંડ એક પ્રકારે યાવત્‌ દશ પ્રકારે છે. તેમાં ૧) સંયમ, ૨) જ્ઞાન ચારિત્ર, ૩) જ્ઞાન દર્શન ચારિત્ર, ૪) જ્ઞાન દર્શન તપ સંયમ, ૫) પાંચ મહાવ્રત, ૬) પાંચ વ્રત અને રાત્રિભોજન વિરમણ, ૭) સાત પિંડૈષણા, સાત પાણૈષણા, સાત અવગ્રહપ્રતિમા, ૮) આઠ પ્રવચન માતા,
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

उद्गम्

Gujarati 147 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] पल्लीवहंमि नट्ठा चोरा वणिया वयं न चोरति । न पलाण पावकर वरय त्ति काउंरन्ना उवालद्धा ॥

Translated Sutra: સંવાસમાં પલ્લીનું દૃષ્ટાંત છે, જે આ રીતે – વસંતપુર નગર હતું ત્યાં અરિમર્દન રાજા હતો. ત્યાં નજીકમાં ભીમા નામે પલ્લી હતી. ત્યાં ઘણા ભીલ્લ, ચોર અને વણિકો રહેતા હતા. રાજાએ તેના પર ચડાઈ કરી તે બધાને પકડી લીધા. અહી વણિકો ચોર ન હોવા છતાં ચોર સાથે રહેતા હોવાથી તેના દોષ માટે થયું.એ પ્રમાણે – આધાકર્મભોજી સાથે વસવું તે
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

उद्गम्

Gujarati 205 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] आणाइणो य दोसा गहणे जं भणियमह इमे ते उ । आणाभंगऽनवत्था मिच्छत्त विराहणा चेव ॥

Translated Sutra: સૂત્ર– ૨૦૫. આધાકર્મના ગ્રહણમાં જે આજ્ઞાભંગાદિ દોષો કહ્યા છે, તે આ છે – આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધના. સૂત્ર– ૨૦૬. આધાકર્મને ગ્રહણ કરતો લુબ્ધ સાધુ સર્વે જિનોની આજ્ઞા ઉલ્લંઘે છે. આજ્ઞા ઉલ્લંઘતો તે શેષ ક્રિયા કોના આદેશથી કરે ? સૂત્ર– ૨૦૭. એક સાધુએ અકાર્ય કર્યું. તેને જોવાથી બીજો પણ કરે, એ પ્રમાણે સુખેચ્છુ
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

उद्गम्

Gujarati 219 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] वंतुच्चारसरिच्छं कम्मं सोउमवि कोविओ भीओ । परिहरइ सावि य दुहा विहिअविहीए य परिहरणा ॥

Translated Sutra: વમન અને વિષ્ઠાની જેવું આધાકર્મ સાંભળીને પણ ભય પામીને પંડિત સાધુ તેનો ત્યાગ કરે, તે પરિહરણા પણ વિધિ, અવિધિથી છે તેમાં અવિધિ પરિહરણાનું એક નાનું દૃષ્ટાંત ત્રણ ગાથા વડે કહેલ છે, તે આ પ્રમાણે – શાલીગ્રામ ગામે ગ્રામણી નામે વણિક હતો.તેને ઘેર ભિક્ષાર્થે કોઈ સાધુએ પ્રવેશ કર્યો. તે ગ્રામણીની પત્ની શાલી – ઓદન લાવી.
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

उद्गम्

Gujarati 271 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] उग्गमकोडीअवयवमित्तेणवि मीसियं सुसुद्धंपि । सुद्धंपि कुणइ चरणं पूइं तं भावओ पूई ॥

Translated Sutra: સૂત્ર– ૨૭૧. ઉદ્‌ગમ કોટિના અવયવ માત્રથી પણ મિશ્ર અશનાદિક શુદ્ધ છતાં પણ અશુદ્ધ ચારિત્રને મલિન કરે છે, આ ભાવપૂતિ કહેવાય. સૂત્ર– ૨૭૨. આધાકર્મ, ઔદ્દેશિક, બાદર પ્રાભૃતિકા, ભાવપૂતિ અને અધ્યવપૂરક એ ઉદ્‌ગમકોટિ કહેવાય. સૂત્ર– ૨૭૩. ભાવપૂતિ બે ભેદે – બાદર, સૂક્ષ્મ. તેમાં બાદરપૂતિ બે ભેદે – ઉપકરણમાં અને ભોજનપાનમાં. સૂત્ર–
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

उद्गम्

Gujarati 277 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] कम्मियकद्दममिस्सा चुल्ली उवक्खा य फड्डगजुया उ । उवगरणपूइमेयं डोए दंडे व एगयरे ॥

Translated Sutra: સૂત્ર– ૨૭૭. આધાકર્મરૂપી પંક વડે મિશ્ર ચૂલો અને તપેલી ઉપકરણપૂતિ કહેવાય છે. કડછાનો અગ્રભાગ કે દંડ એ બેમાંથી એક આધાકર્મમાં હોય તો તે લાકડાનો હાથો પૂતિ છે. સૂત્ર– ૨૭૮. દર્વીછૂઢ એટલે આધાકર્મની કડછી વડે જે આપે તે આહારપૂતિ કહેવાય. આધાકર્મનો સ્પર્શ કરાવી પછી શુદ્ધનો સ્પર્શ કરાવી આપે તે પણ આહારપૂતિ કહેવાય. સૂત્ર–
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

उद्गम्

Gujarati 302 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] सट्ठाणपरट्ठाणे दुविहं ठवियं तु होइ नायव्वं । खीराइ परंपरए हत्थगय धरंतरं जाव ॥

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: (ભાષ્ય – ૩૪) અનુવાદ: સૂત્ર– ૩૦૨. સ્વસ્થાન અને પરસ્થાન એમ બે પ્રકારે સ્થાપના હોય છે, તેમ જાણવુ. તેમાં દૂધ આદિ પરંપર સ્થાપિત છે. હાથમાં રહેલ ભિક્ષા એક પંક્તિના ત્રણ ઘર સુધી જ સ્થાપના દોષના અભાવવાળી છે. સૂત્ર– ૩૦૩. ચૂલો કે અવચુલ્લ એ સ્થાનરૂપ સ્વસ્થાન છે, પિઠર – તપેલી એ ભાજનરૂપ સ્વસ્થાન છે. આ બંને
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

उद्गम्

Gujarati 320 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] लोयविरलुत्तमंगं तवोकिसं जल्लखउरियसरीरं । जुगमेत्तंतरदिट्ठिं अतुरियचवलं सगिहमितं ॥

Translated Sutra: સૂત્ર– ૩૨૦. જેના મસ્તકના કેશ લોચ વડે વિરલ છે, તપ વડે કૃશ થયેલા, મલિનશરીરી, યુગમાત્ર દૃષ્ટિવાળા, અત્વરિત, અચપળ, પોતાના ઘેર આવતા. સૂત્ર– ૩૨૧. કોઈ સાધુને જોઈને સંવેગ પામેલી કોઈ શ્રાવિકા ઘરમાં ભોજનપાન ગ્રહણ કરીને નીકળી, તે જોઈ તે સાધુ પણ નીકળી ગયા. સૂત્ર– ૩૨૨. નીચા દ્વારવાળા આ ઘરમાં એષણા શુદ્ધ નહીં થાય એમ ધારીને નીકળી
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

एषणा

Gujarati 563 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] संकाए चउभंगो दोसुवि गहणे य भुंजणे लग्गो । जं संकियमावन्नो पणवीसा चरिमए सुद्धो ॥

Translated Sutra: સૂત્ર– ૫૬૩. શંકિતમાં ચતુર્ભંગી છે. તેમાં બેમાં, (ગ્રહણમાં અને ભોજનમાં) દોષ લાગે છે. પચીશમાંથી જે દોષની શંકાને પામે તે દોષ લાગે છે. માત્ર છેલ્લો ભંગ શુદ્ધ છે. સૂત્ર– ૫૬૪. આધાકર્માદિ ૧૬ – ઉદ્‌ગમ દોષો, મ્રક્ષિતાદિ નવ એષણા દોષો એ કુલ ૨૫ – દોષો છે, છેલ્લો ભંગ શુદ્ધ છે. સૂત્ર– ૫૬૫. ઉપયોગવંત અને ઋજુ એવો શ્રુતજ્ઞાની છદ્મસ્થ
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

उद्गम्

Gujarati 351 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] परियट्टियंपि दुविहं लोइय लोगुत्तरं समासेणं । एक्केक्कंपिय दुविहं तद्दव्वे अन्नदव्वे य ॥

Translated Sutra: સૂત્ર– ૩૫૧. પરિવર્તીત પણ સંક્ષેપથી લૌકિક, લોકોત્તર બે ભેદે છે, તે બંને પણ તદ્‌દ્રવ્ય અને અન્યદ્રવ્યને વિશે એમ બબ્બે પ્રકારે છે. સૂત્ર– ૩૫૨ થી ૩૫૪. તદ્‌દ્રવ્ય લૌકિક પરિવર્તિત – કોહવાયેલું ઘી આપીને સાધુ નિમિત્તે સુગંધી ઘી ગ્રહણ કરવું. અન્ય દ્રવ્ય પરાવર્તન. તેનું દ્રષ્ટાંત આ પ્રમાણે – વસંતપુર નગરમાં નિલય નામે
Pindniryukti પિંડ – નિર્યુક્તિ Ardha-Magadhi

उद्गम्

Gujarati 378 Gatha Mool-02B View Detail
Mool Sutra: [गाथा] सच्चित्तपुढविलित्तं लेलु सिलं वाऽवि दाउमोलित्तं । सच्चित्तपुढविलेवो चिरंपि उदगं अचिरलित्ते ॥

Translated Sutra: સૂત્ર– ૩૭૮. ઢેફું કે પથ્થર નાંખીને લીંપેલ હોય તે સચિત્ત પૃથ્વીલિપ્ત કહેવાય. સચિત્ત પૃથ્વીનો લેપ ચિરકાળ રહે છે. તુરંતના લીંપેલમાં અપ્‌કાય સંભવે છે. સૂત્ર– ૩૭૯. લીંપેલમાં કહ્યા તે દોષ લીંપણને ફરી કરવામાં પણ છે. તે આ – જળ વડે આર્દ્ર કરીને લીંપે, લાખને તપાવીને મુદ્રા કરે. સૂત્ર– ૩૮૦. પહેલા લીંપેલામાં જે કાય વિરાધના
Showing 801 to 850 of 1495 Results